Attack on Prashant BhuShan

પ્રશાંત ભૂષણ પરના હુમલાએ આખા દેશને ચોંકાવી દીધો છે. પ્રશાંત ભૂષણ માત્ર જાહેર હિતની અરજીઓ હાથમાં લે છે અને ક્યારેક તો ગાંઠનાં ગોપીચંદન ખર્ચીને કામ કરે છે. સત્તાધારીઓના એ કડક ટીકાકાર રહ્યા છે. હાલમાં જન લોકપાલ બિલ માટેના અણ્ણા આંદોલનમાં એમની મહત્વની ભૂમિકા રહી છે. એમના પર હુમલો થાય એ આપણી લોકશાહી માટે ખરેખર ચિંતાનો વિષય છે. કોઈ શ્રી રામ સેના અને ભગતસિંહ ક્રાન્તિ સેનાનું આ કારસ્તાન છે. સારી વાત એ છે કે આમાંથી એક માણસ પકડાઈ ગયો છે.

સવાલ તો ઘણા ઉપસ્થિત થાય છે. ‘ટાઇમ્સ નાઉ’ ટીવી ચૅનલની રિપોર્ટર અને કૅમેરામૅનની હાજરીમાં આ બનાવ બન્યો. અર્ણબ ગોસ્વામીએ જો કે એમને અગાઉથી ખબર હોવાનો ઇન્કાર કર્યો છે. એમણે આ વીડિયો પર પોતાનો એકાધિકાર નથી એ દેખાડવા માટે બધી ચૅનલોને પણ ફીડ આપી. શું આટલું જ જવાબ તરીકે સમ્તુષ્ટ કરી શકે છે?

એક તો, ચૅનલે ઇન્ટરવ્યૂ માટે પ્રશાંત ભૂષણની રજા માગી હતી કે કેમ? રજા માગ્યા વિના જ જો ટાઇમ્સ નાઉની ટીમ એમની પાસે પહોંચી ગઈ હોય તો એનો અર્થ એ થાય કે પ્રશાંત ભૂષણને એની જાણ નહોતી.

બીજો સવાલ એ છે કે, હુમલાખોરો અને ચૅનલની ટીમ એકી વખતે ત્યાં હાજર હોય એ માત્ર ‘કાગનું બેસવું અને તાડનું પડવું’ જેવું હતું? એમ ન હોય તો હુમલાખોરોને કેમ ખબર પડી કે ટાઇમ્સ નાઉની ટીમ ત્યાં હશે?

ગુંડાઓ પ્રશાંત ભૂષણને મારે છે, ખુરશી પરથી પટકી દે છે… અને કેમેરા આ બધી ગતિવિધિની સાથે ફરતો જાય છે અને પૂરા દૃશ્યનું ફિલ્માંકન કરે છે! આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે? અચાનક આપણા પર કોઈ હુમલો કરે ત્યારે આપણી પાસે બેઠેલો માણાસ છાપું વાંચતો બેઠો રહે, એને આપણે સ્વાભાવિક પ્રતિક્રિયા માનીશું? એમ લાગે છે ને, કે કેમેરામૅનની સ્વાભાવિક પ્રતિક્રિયા માત્ર TRPને કેન્દ્રમાં રાખીને થઈ? તો એના માનસનું મશીનીકરણ થઈ ગયું હોવાનું એમાંથી દેખાય છે.

પ્રશ્નો ઘણા છે, જે લોકશાહી અથવા વાણી સ્વાતંત્ર્યના અધિકારથી પણ આગળ જાય છે. માનવીય સંવેદનાનું બજારીકરણ થઈ જવું એ દુઃખદ ઘટના છે. આપણે સૌ પ્રશાંત ભૂષણની સાથે છીએ અને આ પ્રશ્નોના જવાબ શોધવા માટે જવાબદાર છીએ. વિરોધી અવાજને દબાવી દેવા માટે શારીરિક તાકાતનો કે સત્તાનો ઉપયોગ થાય એ સહન કરવા જેવી વાત નથી.xxx

3 thoughts on “Attack on Prashant BhuShan”

 1. આ આખી ઘટના વીશે મને કશી ખબર નથી – ટીવીમાં હું દર રવીવારે માત્ર એક રંગોળી કાર્યક્રમ જોતો હોવ છું – તે પણ ખાસ તો શ્વેતાજીનો કાર્યક્રમ રજૂ કરવાની અદા જોવા માટે.

  વધુ માહિતિ તો કાલે અખબારમાં વાંચીશ ત્યારે ખબર પડશે.

  આ વાત સાથે સહમત – વિરોધી અવાજને દબાવી દેવા માટે શારીરિક તાકાતનો કે સત્તાનો ઉપયોગ થાય એ સહન કરવા જેવી વાત નથી.

 2. ગાજતું વાજતું માંડવે આવશે જ. રાહ જોવી રહી. કેમેરા સાથેનું આ બધું છે તેથી વાત કંઈક વજન તો છે જ.

  આજે એક કારમા કીલોબંધ સ્ફોટકો પકડાયાં છે. જે થાય તે ખરું !

 3. Dear dipakbhai,
  Actually three men were caught for this barbarous act but they were soon released on bail.
  આ વાત સાથે સહમત – વિરોધી અવાજને દબાવી દેવા માટે શારીરિક તાકાતનો કે સત્તાનો ઉપયોગ થાય એ સહન કરવા જેવી વાત નથી…. I fully agree with this view.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: