About

સૌથી પહેલાં દિલ્હી સ્ટેશને ગોવિંદભાઈ મારૂને મળવાનું થયું ત્યારે એમણે બ્લૉગ બનાવવાનું સુચન કર્યું. ભૂપેન્દ્રસિંહભાઈ, જુગલભાઈ અને અરવિંદભાઇએ તો જાહેરમાં જ  મને બ્લૉગ બનાવવાની સલાહ આપી. આથી હિંમત આવી. પરંતુ હજી પણ પૂરતો આત્મવિશ્વાસ નથી સ્થાપિત થયો. શું લખીશ? બહુ કઈં વિચાર્યું પણ નથી.

થોડુંઘણું જાણું છું, પરંતુ ઘણું થોડું જાણું છું, એટલે જ ને, જ્યારે સાંભળું કે જ્ઞાનનો સાગર અગાધ છે, ત્યારે મનમાં થાય કે ” રહેવા દે ભાઈ, આવા સર્વસ્પર્શી કથન પાછળ છુપાવાની કોશિશ ન કર ને કબૂલ કર છાનોમાનો કે…મારા અજ્ઞાનનો પણ કોઈ આરોઓવારો દેખાતો નથી.”

ઘણી જાતનાં જ્ઞાનોએ મારી આસપાસ અજ્ઞાનની દીવાલો ખડી કરી દીધી છે.  દરેક નવા જ્ઞાનના સમાચાર મળવાની સાથે મને પ્રતીતિ થાય છે કે વળી કઈંક નવું આવ્યું જે હું નથી જાણતો.  વિડંબના છે ને?

એટલે થયું કે ચાલો, અજ્ઞાનની દીવાલો ફલાંગીને કદાચ જઈ તો ન શકું, પણ એની પાર ડોકિયું તો કરી શકું. એટલે  આ બારી બનાવી. તમે પણ એમાંથી જોઈ શકો છો…દીવાલોની અંદરના અંધકારને.

સ્વાગત કરૂં છું.

“કી જાણા મૈં કોણ?”

કોણ છું તે હું શું જાણું? સૂફીનો સવાલ. જાણનાર, જાણવાની વસ્તુ અને જાણવાની પ્રક્રિયા એકાકાર થઈ જાય ત્યારે કદાચ આવા પ્રશ્નો ઊઠે! હમણાં તો …આ લો, જાતેપંડે દીપક ધોળકિયા. મૂળ  વતન ભુજ, હાલે દિલ્હી. “તમે કેવા?” અવારનવાર પુછાતો પ્રશ્ન. જવાબઃ નાગર (સાંભળ્યું-વાંચ્યું છે કે મૂળ વતન ગ્રીસ!). આકાશવાણીમાં ૩૪ વર્ષ ગુજરાતી સમાચાર વાચક તરીકે નોકરી કરી, તે પછી નિવૃત્ત. બસ, તમારો સમય નથી બગાડવો?

50 thoughts on “About”

 1. Dipak,
  Just got link to your blog from (who else?) Samir. Enjoyed reading it. Hope you keep posting interesting observations and memories like this in the future.
  Sorry my reply is in yavan bhasha. I have not yet learned how to type in Matru bhasha.
  Regards, Dilip

 2. ભાઈ દીપક,
  તમને સમાચાર વાંચક તરીકે તો ઓળખીએ જ છીએ ને હમણાં હમણાં થી લેખક તરીકે પણ પરિચય થયો. ગુજરાતી મા ખુબ બ્લોગ છે ને મને રોજ એક સાઈટ પરથી ગણા બધા બ્લોગ્સ મળે છે ને આનંદ થાય છે કે આપણી માતૃભાષા જીવંત રહે છે.ખાસ તો ગુજરાતી મા લખ્યું છે એટલે વિશેષ આનંદ થયો . મને તો એટલું વાંચવા નો મોકો નથી મળતો એટલે તમારી મારફત વિશ્વ ના સાહિત્ય મા ડોકિયું કરવા નો લાહવો મળશે એટલે આભાર. દિલીપભાઈ ગુજરાતી મા લખવું બહુ સહેલું છે જી મેલ મા રીચ ટેક્ષ્ટ મા જઈ ગુજરાતી ઉપર ક્લિક કરી ને લખવા ની કોશિશ કરો.

 3. વાતાયન ! કેવો સરસ શબ્દ !

  અંદરબહાર બન્નેની વચ્ચેના વિનિયોગની કેવી મજાની સુવિધા ! બહાર નીકળો તો દુનિયા અને ભીતર આવો તોય એક દુનિયા !

  ત–મારી બારી સૌની, અ–મારી, બની રહે એવી આશા.

 4. દીપકભાઈ,

  આકાશવાણી ઉપર તમને સાંભળેલા છે.બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.
  તમારી સફળતા ઈચ્છું છું.તમારા બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.
  તમારી ભાષા શૈલીમાં તમારો અનુભવ અનુભવાય છે.
  મેં પણ મારી ૭૫ વર્ષની ઉમરે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે સપ્ટેમ્બર ૨૦૧૧ થી
  મારો બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો છે.મુલાકાત લઈને પ્રતિભાવ આપવા
  આમન્ત્રણ છે..
  વિનોદ પટેલ
  http://www.vinodvihar75.wordpress.com

 5. જય હાટકેશ, દિપકભાઇ!
  બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. આપની બારીમાં ડોકિયું કરીને “વાર્તાલપ” કરવા આવ્યો છું! આપને પણ વાર્તાલાપ માં આમંત્રણ છે.
  http://www.bhajman-vartalap.blogspot.com
  ભજમન નાણાવટી

 6. જય હાટકેશ દીપક ભાઈ,

  તમને ભુપેન્દ્ર ભાઈ ના બ્લોગ પર comments માં વાંચ્યા છે. હવે તમારા બ્લોગ પર પણ વાંચતો રહીશ.

  ઉપરાંત મૂળ ભુજ ના અને એ પણ નાગર વ્યક્તિ ને બ્લોગ જગત માં જોઈ ને ખુબ આનંદ થયો.

  – ભાવિક હાથી

 7. તમારું નામ વાંચતા સ્મૃતિપટ પર એક વખત ઝબકારો થયો કે કદાચ વરસો પહેલાં સાંભળેલ … સમાચાર દીપક ધોળકીયા વાંચે છે … એ આ વ્યક્તિ હોઈ શકે ? અને તમારો પરિચય વાંચતા સુખદ આશ્ચર્ય થયું … લાગે છે કે ઈન્ટરનેટ પૃથ્વીને ગોળ બનાવે છે.

 8. ” The authorities cut down the tree under which Azad fought his last battle as it was fast becoming a pilgrim center. The tree was cut but it had already sown the seeds of the desire of freedom into the hearts of the people which fructified on 15th August, 1947.”
  દીપકભાઇ, તમે સક્ષમ છો; સમર્થ છો અને કલમથી પણ સજ્જ છો! ઘ્નાનના ઉપાસક છે અને અનુભવિત સાક્ષી પણ છો!
  કોઇ વાર સાહેબ, રવિન્દ્રનાથની કલમને પણ વાચા દઈ દો, તો કોઇવાર ભગતસિંગ, તો કોઈવાર ચંદ્રશેખર કે સુભાષચંદ્રના રંગથી રંગી દો! અરે દેશદાજને ઘેલું દેઈ દો! અંગ્રેજ ભાગ્યા તો આડંબર પણ ભાગશે! અંધશ્રધ્ધા અને અત્યાચારને પણ સાથે જાશે!

  1. જરૂર કરવા માગું છું.તમે સારો વિચાર આપ્યો છે.મારી ઇચ્છા એવી રહે છે કે કઈંક વિચારવા પ્રેરે એવું લખવું, જેમાં કઈંક પોતાનું પણ આગવું હોય. કોઈ પણ વિષય મનને ઝકડી લે તે પછી બે દિવસ પ્રસવવેદના ચાલે અને તે પછી જ પહેલું વાક્ય લખાય છે. તે પછી લખવાનું રોકી દઉં તો પણ મનમાં ચાલતું જ હોય છે, એટલે ગમે ત્યારે લખી શકું પણ વાંધો પહેલા વાક્યમાં પડે છે. ૨૩મી માર્ચે શહીદે આઝમ ભગતસિંહનો શહાદત દિન હતો. અને મારે લેખ મૂકવો પણ હતો, પરંતુ કઈંક ટેકનિકલ પ્રૉબ્લેમ એવો ઊભો થયો કે મારા અંગત ઇ-મેઇલના ઇન-બૉક્સ સિવાય કશું જ ન ખૂલે. મારો બ્લૉગ પણ જોઈ શકતો નહોતો. આમાં રિધમ પણ તૂટી ગઈ. બીજે ક્યાંય પણ લખતો નહોતો. ધીમે ધીમે ગાડી પાટે ચડવા લાગી છે. તમારા સૂચન પર જરૂર અમલ કરીશ.

 9. દીપકભાઇ,
  મારી થોડી ઘણી જાણ પ્રમાણે ભારતમાં ઘણાં મુસ્લિમ અને ખ્રિસ્તી દેશભક્તોએ આઝાદી પાછીનાં યુધ્ધોમાં પણ મોટી શહાદત વોહરી જેનાં થકી તેમની વિધવાઓને નાના-મોટા મેડ્લથી વિશેષ વધુ ન મડ્યું! ભારતમાં હવે તો દેશભક્તિ વિષેનાં લખાણો કે ફિલ્મો જવ્વલે જ થાય છે! ભારતમાં આમ પણ લશ્કરમાં આપેલી સેવાઓનુ કોઈ ખાસ મહત્વ નથી જે મોટી કમનસીબી છે! અમેરિકામાં પ્રેસિડેન્ટ થવા કે બીજા કોઈ પણ ચૂટણીમાં ચૂટાતા પહેલા લશ્કરી સેવાને ખૂબ મહત્વ અપાય છે! તેથી લશ્કરમાંથી પાછા આવતા જુવાનીયાઓ દેશનાં રાજકારણમાં તરત જ જંપ લાવે છે. ભારતમાં ભ્રસ્ટાચારને કાબૂમાં લેવા દેશભક્તિનો પ્રચાર અને સ્ફૂરણાં ખૂબ જરૂરી છે! બીજાં લેખકો, કવિઓ અને સાહિત્યકારો પણ આ લગભગ લુપ્ત થઈ ગયેલ વિષય પર પ્રેરણા મેળવે અને પ્રેરણા આપે તેવી આશા! આ દુનિયાનો ઈતિહાસ નાની કલમથી જેટલો સોનેરી થયો છે તેનાંથી વધુ બીજા કોઈ યુદ્ધથી પણ નથી થયો! ગીતા થકી જ તો અધર્મની હાર થઈ અને ઈતિહાસનાં સુવર્ણ પાન લખાયા. આભાર.

 10. મારા બ્લોગ પર આપની કોમેન્ટસ વાંચી, વધુ જાણવા અહીં આવ્યો. મને મેઈલ કરશો તો જવાબમાં એટેચમેન્ટમાં કેટલુક સાહિત્ય મોકલાવું – jtj1948@gmail.com
  જગદીશ જોશી

 11. દીપકભાઈ,

  “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

  આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

  આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

  http://www.mojemoj.com

  ધર્મેશ

 12. કોણ છું તે હું શું જાણું? સૂફીનો સવાલ. જાણનાર, જાણવાની વસ્તુ અને જાણવાની પ્રક્રિયા એકાકાર થઈ જાય ત્યારે કદાચ આવા પ્રશ્નો ઊઠે! હમણાં તો …આ લો, જાતેપંડે દીપક ધોળકિયા. મૂળ વતન ભુજ, હાલે દિલ્હી.
  Dipak,
  Nice Blog !
  Welcome to Gujarati WebJagat !
  Congratulations ..& all the Best.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog Chandrapukar…Hope to see you soon !

 13. દિપકભાઈ
  મને તમારા લેખ માથી ખબર પડી કે તમે રેડિયામાં હતા. મારી પાસે જ્યા સુધી રેડિયો હતો ત્યાં સુધી આપડી પહોંચ સમાચાર સુધી નહોતી. એટલે એમા તમારુ નામ જાણવા નો મળે. છતા તમારુ નામ થોડુ થોડુ યાદ આવે છે. ભુજના અંતાણીભાઈ મને યાદ છે કેમ કે હું નાટક વધારે સાંભળતો. બાકી તો શાણાભાઈ શકરાભાઈ, જીથરાભાભા, ફાધરવાલેસના ભાષણ, શાહબુદ્દિન રાઠોડ. આ બધાની વચમા રજુકર્તા તરિકે તમે આવતા ?

  1. ભારોડિયાભાઈ, હું આકાશવાણી દિલ્હીમાં સમાચાર વાચક હતો અને ૨૦૦૮માં રિટાયર થયા પછી દિલ્હીમાં જ છું. તમે કહો છો એ બધા રાજકોટ આકાશવાણીના કાર્યક્રમો હતા.

 14. મુરબ્બી દિપકભાઈ,
  આજે તમારા બ્લોગની મુલાકાત લીધી, ખુબ ગમ્યો. તમારી દુર દૃષ્ટિ અને ક્ંઈક વિચારવંતુ કરી દે તેવી તાકાત તમારી કલમમાં દેખાય છે. લખવાનું ચાલુ જ રાખશો. તમારી શુભેચ્છા ઈચ્છું છું.

  – પ્રવિણ કે.શ્રીમાળી
  તંત્રી- યુવારોજગાર
  http://pravinshrimali.wordpress.com

  1. ભાઇ શ્રી પ્રવીણભાઈ,
   તમારો આભાર માનવામાં મોડો પડ્યો છું. એનું કારણ એ કે તમારો પ્રતિભાવ સ્પૅમની દીવાલમાં જડાઈ ગયો હતો. આજે સાફસુફી કરતાં એને યથાસ્થાને લાવ્યો છું. આ રીતે વાંચતા રહેશો તો પ્રોત્સાહન મળશે. લખો તો સારૂં સ્વતંત્ર લખાણ લખતા હો તો એને પ્રસિદ્ધ કરવા માટે મારા બ્લૉગને તમારો જ માનશો.

 15. Deepak Sakhiya અદભુત માહિતી …અજેતો ૧૨ કલાક આ બ્લોગ વાંચતો રહ્યો….દાંડિયા ગયા તેલ લેવા.. :

  શ્રી દીપકભાઈ, દ્વારકા વિશેના લેખની લીંક મારા ફેસબુકમાં મુકેલી. એના નીચે ઉપર મુજબની કોમેન્ટ્સ એક મિત્રની આવેલી..

  1. ભૂપેન્દ્રસિંહભાઇ, આભાર. આ વખતે ફેસબુક પરથી ઘણામિત્રો આવ્યા. મને નવાઈ તો લાગી કે ફેસબુક પર લિંક કોણે પહોંચાડી. ભાઈ શ્રી દીપક સખિયાનો પણ આભાર માનશો અને મારી શુભેચ્છાઓ પાઠવશો.

 16. સ્નેહી દીપકભાઈ,
  બારીમાંથી બારી બારી ડોકિયું કાઢીને વાંચી લેવાનું મન થાય એવી સુંદર ભાષા અને તેમાં પણ તમે નાગર એટલે સરસ્વતી જીભ પર હોય એ સ્વાભાવીક છે(નાગર અને સુરતના અનાવિલ લગભગ એક જ પ્રકારના વ્યક્તિત્વ ધરાવનારા, પણ અનાવિલો સુરતી હોવાને કારણે સરસ્વતીનો મુકામ જીભ પર નથી). ઘણા વર્ષો ઉપર કોકીલાબેન દેસાઈ કે બીજું નામ દિલ્હી આકાશવાણી પરથી સમાચાર આપતા હતા. બ્લોગનું પણ એક વ્યસન છે…..કારણ શ્રદ્ધા? જો વિશ્વાસ કે શ્રદ્ધા નહી હોય તો પોતાના માં-બાપ છે કે કેમ તે માટે DNA ટેસ્ટ કરાવવો જરૂરી ખરો ને?
  વિપુલ એમ દેસાઈના સ્નેહ્સ્મરણ
  http://suratiundhiyu.wordpress.com/

  1. પ્રિય વિપુલભાઈ, આભાર. શ્રદ્ધાને હું નકારતો નથી. ભવિષ્યમાં અમુક પરિણામ મળે તે માટે પ્લાનિંગ કરવામાં પણ આવી શ્રદ્ધા જ કામ કરે છે. દુનિયા માત્ર તર્ક પર નથી ચાલતી, પરંતુ તર્કને ખૂણે હડસેલીને પણ ચાલી ન શકાય. સંબંધોનો પણ એક તર્ક હોય છે.

   એક જમાનામાં નાગરોનો ભાષા પર ઇજારો હતો. આઝાદી પછી દેશમાં અને ખાસ કરીને મધ્યમ વર્ગમાં શિક્ષણનો ફેલાવો એટલો થયો છે કે આજે એ ઇજારો તૂટી પડ્યો છે. એ સારૂં જ છે. આજે સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો બિન-નાગરો ઘણા જોવા મળે છે. એમાં પણ દલિત સાહિત્યે નવો ચીલો પાડ્યો છે.

   તમે રેડિયો પર જેમને સાંભળ્યાં છે તે પુષ્પાબેન દેસાઈ! તમને ભૂલથી એમનું નામ કોકિલાબેન યાદ આવે છે. એ સૂરતનાં અનાવિલ. મોરારજીભાઈને અનાવિલોનું સ્ટૅન્ડર્ડ માનો તો અનાવલાઓની બીક લાગે ખરી, પણ હું રેડિયોમાં આવ્યો ત્યારે જુવાન છોકરો જ હતો અને બીક લાગે એવાં જાજરમાન પુષ્પાબેનનો મને માતા જેમ પ્રેમ મળ્યો. મારા માટે ડબ્બામાં સંતાડીને લંચ લઈ આવે અને કોઈ ન હોય ત્યારે મને આપી દે! બહારથી સખત, અંદરથી કોમળ.

   મળતા રહેશું. આભાર.

 17. દીપકભાઈ,

  આમ પણ મને નાગર બંધુઓ (ને ભગિનીઓ પણ )પર માન પહેલેથી જ .
  એમાં મારા બ્લોગ પર ‘વાંચન_જ્ઞાન’ પોસ્ટ પર તમારી મસ્ત કોમેન્ટ આવી. મજા આવી ગઈ, જેટલી મજા/આનંદ પોસ્ટ લખવામાં નહોતો આવ્યો એટલો તમારી કોમેન્ટ વાંચીને મળ્યો…
  અને હજુ બાકી હતું ત્યાં અહીં પણ “બુલ્લા , કી જાણા મૈ કોણ” વાંચીને મજ્જો મજ્જો પડી ગયો…

  હવે તમારા બ્લોગની નિયમિત મુલાકાત પાક્કી 🙂

 18. સ્નેહી શી દીપક ધોળકિયા ,આપના અમદાવાદ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ન શક્યો .ફરી ક્યારેક મળીશું .આપને સમાચાર દ્વારા ખુબ સાંભળ્યા છે

 19. દિપકકાકા ! મેં અને મારા મિત્રોએ પણ વેબસાઈટ શરૂ કરી છે ! ગુજરાતી ગિક : gujjugeek.com

  તમે જોડાવો તો તો વેબસાઈટન રોનક રોનક થઇ જાય ! ચારચાંદ લાગી જાય !

  1. મને તમારી સાથે જ માનો. તમને યોગ્ય લાગે ત્યારે મારા લેખો મારી બારી અથવા વેબગુર્જરી પરથી લઈ લેવામાં સંકોચ ન કરશો.સમય બહુ ઓછો મળે છે પણ તમારા માટે સ્વતંત્ર લેખ લખવાની કોશિશ પણ કરીશ.શક્ય છે કે આપણે બધી વાતે સંમત ન થઈએ.પરંતુ એ વખતે તમે તમારી વેબસાઇટ વતી સ્પષ્ટ અસંમતિ પણ જાહેર કરી શકો છો. મારું ઈંમેઇલ સરનામું dipakdholakia@gmail.com

 20. આદરણીય દીપકભાઈ, નમસ્કાર. આપના બ્લોગ બ્લોગમાંથી પસાર થવાનું ખૂબ ગમ્યું.
  ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ…ના લેખો જોઈ અચંબિત ! આટલા માહિતીસભર સુંદર લેખો…રિટાયર થયા પછીની આ સક્રિયતા જ કાબિલેદાદ. આદર અને પ્રણામ સાથે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: