Congratulations Sri Lanka……. for eradicating Malaria in toto

શ્રીલંકાએ મૅલેરિયાને સંપૂર્ણ દેશવટો આપી દીધો છે. ગયા સોમવારે (પાંચમી સપ્ટેમ્બરે) વિશ્વ આરોગ્ય સંસ્થાએ શ્રીલંકાની આ સિદ્ધિની જાહેરાત કરી. મૅલેરિયા ચેપથી ફેલાય છે એટલે શ્રીલંકાએ ૨૦૧૨થી સતત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જ્યાં એક વાર મેલેરિયા થયો હોય ત્યાં બીજી વાર ન ફેલાય. આમ સતત ત્રણ વર્ષ સુધી શ્રીલંકામાં મૅલેરિયાએ દેખા ન દેતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને મૅલેરિયામુક્ત દેશ તરીકે પ્રમાણપત્ર આપ્યું છે. શ્રીલંકા માટે ચિંતાની વાત એ હતી કે મેલેરિયા બીજા દેશમાંથી ન આવે. શ્રીલંકામાં LTTE સાથેના ગૃહયુદ્ધ પછી હજારોની સંખ્યામાં શ્રીલંકન તમિળો ભારતમાં શરણાર્થી બનીને આવ્યા હતા. એમાંથી પાછા જનારા મૅલેરિયા સાથે ન લઈ જાય એ મોટી સમસ્યા હતી.

મૅલેરિયા ‘વેક્ટર-બૉર્ન ડિસીઝ’ (રોગવાહક દ્વારા થતો રોગ) છે. એમાં એવું બને છે કે એક વાર મૅલેરિયા થયા પછી પરોપજીવી વિષાણુઓ રહી જતાં હોય છે. શ્રીલંકામાં જે વિસ્તારમાં મૅલેરિયાનો પ્રકોપ ન હોય ત્યાં પણ આખી વસ્તીની તપાસ કરવામાં આવી અને એમાં માત્ર રોગવાહક નહીં, બચીગયેલાં વિષાણુ પર પણ હુમલો કરવામાં આવ્યો. આમ એક પછી એક જુદા જુદા વિસ્તારોમાંથી મૅલેરિયા%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%9d%e0%ab%8d%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%af%e0%aa%ae-%e0%aa%ab%e0%ab%89%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%aa%e0%ab%87%e0%aa%b0%e0%aa%aeએ વિદાય લીધી. આમ તો ૧૯૬૩માં જ શ્રીલંકામાં માત્ર ૧૭ કેસ નોંધાયા હતા, આથી એમને થયું કે કામ થઈ ગયું પણ એ દરમિયાન સામાન્ય મચ્છરોનો ઉદ્વિકાસ થયો અને એમણે DDT સામે અવરોધ શક્તિ વિકસાવી લીધી. તે સાથે ‘પ્લાઝ્મોડિયમ ફૉલ્સીપેરમ’ (બાજુનાં ચિત્રમાં) વિષાણુએ પણ ક્લોરોક્વીન સામે ક્ષમતા મેળવી લીધી. આથી, એને મેલેરિયાને સંપૂર્ણ જાકારો આપવામાં બીજાં ૩૭ વર્ષ લાગી ગયાં.

ભારતમાં સ્થિતિ શી છે?

ભારતનું કદ શ્રીલંકા કરતાં બહુ મોટું છે એટલે આ બાબતમાં સરખામણી ન થઈ શકે. આમ છતાં, આપણે ત્યાં જાગૃતિનું પ્રમાણ પણ ઓછું રહ્યું તે પણ હકીકત છે. ૨૦૦૦ના વર્ષમાં મેલેરિયાએ દેશમાં ૨૦ લાખ લોકોનો ભોગ લીધો હતો. તે પછીનાં પંદર વર્ષમાં સ્થિતિ સુધરી છે અને ૨૦૧૫માં મૃત્યુનો આંકડો ૧૧ લાખ રહ્યો. આમ છતાં દક્ષિણ-પૂર્વમાં મેલેરિયાના કેસો બને છે તેમાંથી ૭૦ ટકા કેસો ભારતમાં નોંધાય છે. પ્લાઝ્મોડિયમ વાઇવૅક્સના ૮૦ ટકા કેસો માત્ર ત્રણ દેશોમાં મળે છે અને તેમાં એક દેશ ભારત છે. આપણે મેલેરિયાના નામથી ગભરાતા નથી એટલે એની ગંભીરતા પણ સમજાતી નથી.

હવે ફેબ્રુઆરી ૨૦૧૬માં સરકારે National Framework for Elimination of Malaria in India દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે, એનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં મેલેરિયાની નાબૂદીનું છે. એવું નથી કે દેશમાં મેલેરિયા વિરુદ્ધના સંઘર્ષમાં કશું જ નથી થયું પરંતુ માત્ર લોકોના સ્તરે નહીં, સરકારના સ્તરે પણ આ મુદ્દા પર બહુ ચીવટથી કામ નથી થયું.

ગયા વર્ષના નવેમ્બરમાં પૂર્વ એશિયાના ૧૮ દેશોના વડા પ્રધાનો (કે રાષ્ટ્રપnational-framework-for-elimination-of-malaria-in-india-%e0%aa%a6%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8તિઓ) મલયેશિયાના ક્વાલાલુમ્પુરમાં મળ્યા. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ એમાં સામેલ થયા હતા. એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની  ‘ગ્લોબલ ટેકનિકલ સ્ટ્રૅટેજી ફૉર મૅલેરિયા ૨૦૧૬-૨૦૩૦ની ચર્ચા થઈ અને ઍશિયા-પૅસિફિક લીડર્સ ફોર મૅલેરિયાઍલાયન્સ (APLMA) નામની પહેલ કરવામાં આવી. ભારતનો કાર્યક્રમ વિશ્વ આરોગ્ય સંસ્થાની આ ‘સ્ટ્રૅટેજી’ પ્રમાણે ઘડવામાં આવ્યો છે.

ઉપરોક્ત દસ્તાવેજમાંથી લીધેલો આલેખ અહીં આપ્યો છે. એ દેખાડે છે કે ૨૦૦૦ના વર્ષ સુધી દેશમાં બહુ મોટા વિસ્તારમાં મેલેરિયાનો ઉપદ્રવ હતો. ૨૦૧૪માં એમાં સારોએવો ઘટાડો થયો છે, પરંતુ, એનો અર્થ એ નથી કે આ વિસ્તારોમાં ફરી મેલેરિયા પ્રવેશી નહીં શકે. આના માટે શ્રીલંકામાં જે કાળજીથી સતત કામ કરવામાં આવ્યું છે તે જ રીતે અહીં પણ કામ કરવું પડશે; એટલે માત્ર મેલેરિયાની સંભાવનાવાળા પ્રદેશો નહીં પણ આજે જ્યાં મૅલેરિયા નથી ત્યાં સતત ત્રણ વર્ષ સુધી નજર રાખવી પડશે. (આલેખમાં – API એટલે Annual Parasite Incidence અથવા પરોપજીવી વિષાણુના હુમલાનો વાર્ષિક દર. લાલ રંગ સૌથી વધારે કેસોનો પ્રદેશ છે. આ આંકડા દર ૧૦૦૦ની વસ્તીમાં નોંધાયેલા કેસોના છે).

સ્વચ્છતા અભિયાન

દેશમાં છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા અભિયાન ચાલે છે. અથવા ચાલે છે એવી વાતો સંભળાય છે. પરંતુ સ્વચ્છતાના અભાવમાં જ મૅલેરિયા થાય છે. વ્યક્તિગત રીતે સફાઈના પ્રયાસો બહુ મહત્ત્વના છે પણ જો ઘર પાસે ગંદા પાણીની નીકો વહેતી હોય એની સફાઈ મ્યૂનિસિપાલિટીએ કરવાની હોય છે. એની સફાઈમાં એકલદોકલ નાગરિક કંઈ ન કરી શકે; બહુ બહુ તો પત્રો લખીને ફરિયાદો કરી શકે, પરંતુ મચ્છરો ખુલ્લી ગટરોનાં પાણીમાં જ થતા હોય છે. એના પ્રત્યે સરકારી તંત્ર સજાગ ન હોય ત્યાં સુધી મૅલેરિયા અને એવી બીજી બીમારીઓને દૂર રાખવાનું શક્ય નથી.

આ દેશને ઘણી બધી બાબતોથી મુક્ત કરવાના નારા સંભળાતા રહે છે. ક્યારેક મૅલેરિયામુક્ત ભારતનો નારો પણ બધા જ પક્ષો સાથે મળીને આપે તો ધરપત રહે કે ૨૦૩૦માં દેશ મૅલેરિયાને દેશવટો આપવામાં સફળ થશે.

૦_- ૦_- ૦

One thought on “Congratulations Sri Lanka……. for eradicating Malaria in toto”

  1. બહુ સરસ મુદ્દો, દીપકભાઈ!
    મેલેરીયાનાબૂદીની વાત આવે એટલે ‘રાગ દરબારી’નું સૂત્ર યાદ આવી જાય.
    ‘લિખે દેખ અંગરેજી અચ્છર, ભાગે મલેરિયા કે મચ્છર’.
    અંગ્રેજીમાં લાલ અક્ષરે સૂત્રો લખી દેવાથી મેલેરિયા નાબૂદ! ( આ વાત સાઠના દાયકાની છે.)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: