Science Samachar 47

() રેસાદાર આહાર મગજ માટે પણ લાભકારક

સસ્તન જીવોની ઉંમર વધતાં એમના મગજમાં માઇક્રોગ્લિયા નામના ઇમ્યૂન કોશો કાયમ સૂઝેલા રહે છે. આ સ્થિતિમાં એમાંથી એક એવું રસાયણ પેદા થાય છે જેની પરખ શક્તિ અને ચાલક શક્તિ પર ખરાબ અસર પડે છે. આને કારણે યાદશક્તિ મંદ પડી જાય છે અને મગજ ધીમે કામ કરે છે. પરંતુ, ઇલિનૉઇસ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે ઉંદરો પર અખતરો કરીને જોયું કે આહારમાં રેસાવાળા પદાર્થ લેવાથી આંતરડામાં સારાં બૅક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. આ બૅક્ટેરિયા રેસાને પચાવે છે ત્યારે એક શૉર્ટ ચેન ફૅટી એસિડો (SCFAs) આડપેદાશ તરીકે બને છે, જેમાંથી એક હોય છે બ્યુટીરેટ (butyrate). એ બહુ ઉપયોગી જણાયો છે, કારણ કે મગજમાં માઇક્રોગ્લિયાના સોજા ઘટાડે છે. મોટી ઉંમરના ઉંદરોને રેસાદાર આહાર આપતાં જાણી શકાયું કે એમના મગજના ઇમ્યૂન કોશોના સોજા ઊતર્યા. સોડિયમ બ્યુટીરેટની અસર જાણવી એ નવી વાત નથી, પણ આ સંશોધને દેખાડ્યું કે એ નુકસાનકારક રસાયણને બનાતું અટકાવે છે.

સંદર્ભઃ http://news.aces.illinois.edu/news/dietary-fiber-reduces-brain-inflammation-during-aging

વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ

https://www.frontiersin.org/articles/10.3389/fimmu.2018.01832/full

૦-૦-૦

() એક નવો તારો જન્મી ચૂક્યો છે!

તારાના વિસ્ફોટને સુપરનોવા કહે છે. એનું તેજ એટલું પ્રખર હોય છે કે એની પોતાની ગૅલેક્સી ઝાંખી પડી જાય છે અને એ મહિનાઓ અને વર્ષો સુધી ઝળહળ્યા કરે છે. ક્યારેક વિસ્ફોટને કારણે નીકળેલા ગૅસ ફરી એમાં ખાબકતાં એનો પ્રકાશ ફરી વધે છે. પરંતુ આવું કંઈ ન થાય તો એ ક્યાં સુધી પ્રજ્વલિત રહી શકે?

પરડ્યૂ યુનિવર્સિટીના ઍસ્ટ્રોનૉમી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૅન મિલિસાવ્લિયેવિચ કહે છે કે એમણે ‘SN 2012au’નો વિસ્ફોટ થયા પછી પણ છ વર્ષે એ જ ચમકતો પ્રકાશ જોયો. આ પ્રકારનો વિસ્ફોટ પહેલાં જોવા નથી મળ્યો. એનો અર્થ એ કે હાઇડ્રોજનનો સંપર્ક થતો હોય તો એમાં બળતામાં ઘી હોમાવા જેવું થાય પણ તે સિવાય પણ જો એ પ્રકાશિત રહે તો એનું કારણ બીજું હોઈ શકે. આ વિસ્ફોટ આટલા લાંબા વખત સુધી ટક્યો છે તેના માટે હાઇડ્રોજન જવાબદાર હોય એવું જોવા નથી મળ્યું.

જ્યારે મોટો તારો ફાટે ત્યારે એનો અંદરનો ભાગ એક બિંદુ પર ધસી પડે છે અને એ બિંદુ પર બધા કણ ન્યૂટ્રોન બની જાય છે. આ બિંદુ એટલે ન્યૂટ્રોન તારો. એનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય તો એ અતિ વેગથી ધરી પર ભ્રમણ કરે છે અને નજીકના વીજભારવાળા કણોને પણ ઘુમાવી શકે છે. આને ‘પલ્સાર વિંડ નૅબ્યુલા’ કહે છે. આ વાત વૈજ્ઞાનિકો જાણે જ છે પણ એનો કોઈ પુરાવો નહોતો મળ્યો. હવે ‘SN 2012au’ના વિસ્ફોટના પરિણામે આવો જ ન્યૂટ્રોન સ્ટાર જન્મ્યો હોવાનો સંભવ છે.

સંદર્ભઃ https://www.purdue.edu/newsroom/releases/2018/Q3/astronomers-witness-birth-of-new-star-from-stellar-explosion.html

વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ

http://iopscience.iop.org/article/10.3847/2041-8213/aadd4e/meta (માત્ર ઍબ્સ્ટ્રૅક્ટ)

અને The Astrophysical Journal Letters.

૦-૦-૦

() બિગ બૅંગ પહેલાંના બ્રહ્માંડના અવશેષો!

(Mark Garlick / Science Photo Library/Getty Images)

વૈજ્ઞાનિકો ‘બિગ બૅંગ’થી પહેલાં શું હતું તે કહેતા નથી. કહી શકાતું પણ નથી. ‘પહેલાં’ – એટલે કે બિગબૅંગ સાથે સમય શરૂ થયો, તે પહેલાં શું હતું અથવા સમય શો હતો તે અર્થ વગરનો સવાલ છે. પરંતુ રોજર પેનરોઝ જેવા ખગોળભૌતિકશાસ્ત્રીઓ એમ માનતા રહ્યા છે કે બિગ બૅંગથી શરૂઆત નથી થઈ; સર્જન અને પુનઃસર્જનની સતત ચાલતી પ્રક્રિયામાં પુનઃસર્જનના એક તબક્કાની ‘બિગ બૅંગ’ સાથે શરૂઆત થઈ. પેનરોઝ ઘણાં વર્ષોથી આમ કહે છે પણ હવે એમનું કહેવું છે કે એ થિયરીના પુરાવા બ્રહ્માંડની ધારે જોવા મળે છે.

બ્રહ્માંડમાં ઘણાં ‘હૉટસ્પૉટ’ એટલે કે અનર્ગળ ઊર્જાનાં બિંદુઓ છે, જે આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું તેનાથી પહેલાં (એટલે કે ૧૩.૮ અબજ વર્ષથી પણ પહેલાં) અસ્તિત્વમાં હતાં. ઉપર આપેલું ચિત્ર ચક્રિય બ્રહ્માંડવિજ્ઞાન (Cyclic cosmology)નું છે.

પેનરોઝ કહે છે કે અત્યંત દૂરના ભવિષ્યમાં બ્રહ્માંડ એટલું બધું વિસ્તરી ચૂક્યું હશે કે અંતરિક્ષ (સ્પેસ) લગભગ ખાલી હશે. એમાં દ્રવ્ય (મૅટર)ને બદલે ઊર્જા અને વિકિરણનું વર્ચસ્વ હશે. પેનરોઝ કહે છે કે આ તબક્કે દ્રવ્યનો એક ગુણધર્મ – દળનું હોવું – વિલય પામશે. વ્યાપક રીતે કણો ફેલાઈ જશે અને બ્રહ્માંડ ઓળખી શકાય તેવું નહીં રહે. એ ક્ષણે દળ અને સંરચનાના માપદંડ પણ લુપ્ત થઈ જશે અને બ્રહ્માંડ માપી ન શકાય એવું સૂક્ષ્માતિસૂક્ષ્મ હશે અને નવો બિગ બૅંગ થશે જેમાં આપણા આજના બ્રહ્માંડના બધા કણો અને ઊર્જા સમાઈ જશે અને ફરી કોઈ જુદા રૂપે પ્રગટ થશે. આવા કોઈ પહેલાના બ્રહ્માંડના અવશેષો મળ્યા છે જે આપણા બ્રહ્માંડના મૉડેલ સાથે સુસંગત નથી થતા. આ અવશેષ રૂપ બિંદુઓને પેનરોઝે ‘હૉકિંગ પૉઇંટ્સ’ નામ આપ્યું છે.

Relate

સંદર્ભઃ https://www.nbcnews.com/mach/science/cosmic-hotspots-may-be-evidence-universe-existed-ours-ncna909646

વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ

(૧) Apparent evidence for Hawking points in the CMB Sky

(૨) Before the Big Bang

0-0-0

() હૉસ્પિટલોમાંથી ફેલાય છેસુપરબગ

ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આખી દુનિયાની હૉસ્પિલોમાંથી એક નવો સુપરબગ – બૅક્ટેરિયા – આખી દુનિયામાં ફેલાવા લાગ્યો છે. એના પર કોઈ જાતના ઍન્ટીબાયોટિકની અસર નથી થતી. દસ દેશોમાંથી લેવાયેલા નમૂનાઓમાં આવા ત્રણ પ્રકારના સુપરબગ જોવા મળ્યા છે.

‘સ્ટેફિલોકોકસ એપિડર્મિસ’ નામનાં આ બૅક્ટેરિયા સામાન્ય રીતે મનુષ્યની ચામડી પર રહે છે અને ખાસ કરીને કૅથેટર (મળમૂત્ર માટેની નળી)નો ઉપયોગ કરનારા દરદીઓ સામે એનો મોટો ખતરો રહે છે. એનો ચેપ બહુ ગંભીર રૂપ લેતો હોય છે.

ટીમે દુનિયાની ૭૮ હૉસ્પિટલોમાંથી નમૂના એકત્ર કર્યા હતા. આ બૅક્ટેરિયા પોતાના DNAમાં નજીવો ફેરફાર કરી લે છે, જેથી એન્ટીબાયોટિકની અસરને શિથિલ બનાવી શકે છે. આ તારણ દર્શાવતો લેખ Nature Microbiologyમાં પ્રકાશિત થયો છે. સ્ટેફિલોકોકસ એપિડર્મિસનું મોટું જોખમ ICU wardsમાં જોવા મળ્યું છે કારણ કી અહીં દરદીઓને જાતજાતની નળીઓ લગાડેલી હોય છે.

આ પહેલાં ઑસ્ટ્ર્લિયામાં બીજો એક અભ્યાસ હાથ ધરાયો હતો એમાં જોવા મળ્યું કે અમુક બૅક્ટેરિયા આલ્કોહોલ આધારિત હૅન્ડ વૉશ વગેરેની મારક શક્તિઓનો સામનો કરી શકે છે.

૦-૦-૦

સંદર્ભઃhttps://www.thehindu.com/sci-tech/science/drug-resistant-superbug-spreading-in-hospitals-study/article24857593.ece

https://pursuit.unimelb.edu.au/articles/the-rise-of-the-latest-drug-resistant-superbug


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: