Science Samachar : Episode 40

() ચેતના શરીરથી અલગ છે?

સજીવ એટલે શું? ચેતના શરીરથી અલગ છે? અનુભવ શું છે? આપણા શરીરમાં કોણ અનુભવ કરે છે? આ પ્રશ્નો તત્ત્વચિંતકો અને વૈજ્ઞાનિકોને એકસરખી રીતે મુંઝવતા રહ્યા છે. તત્ત્વચિંતકો કહે છે કે અનુભવ કરનારો આત્મા છે, જે શરીરથી ભિન્ન છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ અનુભવ ક્યાં થાય છે તે શોધી કાઢ્યું છે. એમનું કહેવું છે કે અનુભવ મગજનાં અમુક કેન્દ્રો સક્રિય થવાથી થાય છે.

ચેતના અથવા જાગરુકતા એટલે તમે જે કંઈ અનુભવો તે. બેભાન વ્યક્તિ અનુભવ કરી નથી શકતી. વૈજ્ઞાનિકોએ અલગ અલગ અનુભવો મગજમાં ક્યાં થાય છે તે તપાસ્યું. મગજના પાછલા ભાગમાં બધા અનુભવ થાય છે. દાખલા તરીકે કોઈ ગીત મન પર ચડી જાય કે દાંત દુખતો હોય, આ બન્ને અનુભવ છે. તમે કંઈ જોતા હો કે સાંભળતા હો ત્યારે મગજના પાછલા ભાગમાં એના માટેનાં કૉર્ટેક્સ સક્રિય બને છે. એમણે બેભાન વ્યક્તિઓનાં આવાં કેન્દ્રો કંઈ પ્રતિક્રિયા કરે છે કે કેમ તે તપાસ્યું. એમાં બધા એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે એવું નથી હોતું. આના પરથી બેભાન વ્યક્તિ કેટલી હદે બેભાન છે તે નક્કી થઈ શકે છે. એવું બને કે આપણે એવું અનુભવ્યું છે કે બીમાર વ્યક્તિની નજર આપણા પર મંડાયેલી હોય, આપણે માનતા હોઈએ કે આપણને જૂએ છે પરંતુ માત્ર આંખથી દેખાતું નથી. મગજમાં તત્સંબંધી જ્ઞાનતંતુઓ, એટલે કે ન્યૂરોનવાળું કૉર્ટેક્સ સક્રિય ન થાય તો એ આપણને જોઈ શકે નહીં.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-05097-x

૦-૦-૦_૦

() વિટામિનની ગોળીઓ લેતા હો તો આ જરૂર વાંચો

લંડનની સેંટ માઇકલ હૉસ્પિટલના સંશોધકોએ કહ્યું છે કે વિટામિનો અને મિનરલોની ગોળીઓનો બહુ ફાયદો નથી થતો. એમણે ૨૦૧૨ના જાન્યુઆરીથી ઑક્ટોબર ૨૦૧૭ સુધી નિયંત્રિત પરીક્ષણો કર્યાં (નિયંત્રિત પદ્ધતિમાં ડૉક્ટર અને દરદીને દવાની ખબર હોય છે) અને તે ઉપરાંત અત્યાર સુધી મલેલી જાણકારીનું વિશ્લેષણ કર્યું છે. એમના અભ્યાસમાં દેખાયું કે સામાન્ય રીતે મલ્ટી વિટામિનો, વિટામિન D, કૅલ્શિયમ કે વિટામિન Cની ગોળીઓનો બહોળો વપરાશ થાય છે. એનાથી નુકસાન નથી થતું પણ જો લાભ થતો હોવાની આશા હોય તો આ વિટામિનો ઠગારાં નીવડે છે. ફૉલિક ઍસિડથી હ્ર્ય્દયની ધમનીઓની બીમારીનું જોખમ ઘટે છે પરંતુ બીજા કોઈ કારણ પર આપણું ધ્યાન ન હોય અને એને કારણે મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. ટીમની સલાહ છે કે આ વિટામિનો કે મિનરલો લેવાને બદલે શાકભાજી અને ફળોનો આરોગ્યપ્રદ આહાર લેવાથી વધારે ફાયદો થશે.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/05/180528171511.htm

મૂળ સ્રોતઃ Supplemental Vitamins and Minerals for CVD Prevention and Treatment. Journal of the American College of Cardiology, 2018; 71 (22): 2570 DOI: 10.1016/j.jacc.2018.04.020

(૩) ડાર્ક મૅટરના પાર્ટિકલ્સ મળ્યા

બ્રહ્માંડની મૅટરમાં મોટા ભાગે ‘ડાર્ક મૅટર’ છે, જેની સાથે આપણે માત્ર સૈદ્ધાંતિક રીતે જાણીએ છીએ પરંતુ એ મૅટર હોય તો એના કણ પણ હોવા જોઈએ અને કોઈ રીતે એના કણો ઝિલાય કે આપણી પરિચિત મૅટરના કણો સાથે અથડાય તો ડાર્ક મૅટરનો નક્કર પુરાવો મળે. XENON1T દુનિયાનું સૌથી મોટું પાર્ટિકલ ડિટેક્ટર છે. એને એક વર્ષના પ્રયોગ પછી WIMP તરીકે ઓળખાતા કણ મળ્યા નથી. ((WIMP એટલે weakly interacting massive particle). XENON1Tના પ્રયોગમાં અતિ શીતળ પ્રવાહી સ્વરૂપનું ૧,૩૦૦ કિલોગ્રામ Xenon (ઝેનોન) લેવામાં આવ્યું. આશા હતી કે WIMP એની સાથે અથડાશે, પરંતુ એમાં નિષ્ફળતા મળી છે.

પરંતુ વિજ્ઞાનમાં નિષ્ફળતા જેવું કશું હોતું નથી. આ પ્રયોગને કારણે wimp મળવાનું ક્ષેત્ર મર્યાદિત થયું છે. આથી વૈજ્ઞાનિકો પોતાના પ્રયત્નોમાં ઢીલ મૂકવાના નથી.

સંદર્ભઃ https://www.sciencenews.org/article/dark-matter-particles-elude-scientists-biggest-search-wimps

() નિએન્ડરથલના DNAનો ઉપયોગ કરીને બનાવાશે મિનીમગજ!

આપણે મનુષ્યો હોમો સેપિઅન્સ છીએ અને આપણાથી પહેલાં, અને ઘણા વખત સુધી સાથે રહેલી બીજી એક પ્રજાતિ હતી, નિએન્ડરથલ.

જર્મનીના લીપ્ઝિગ શહેરમાં આવેલી સંસ્થા ‘મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટીટ્યુટ ફૉર ઍન્થ્રોપોલૉજી’ના ડાયરેક્ટર પ્રોફેસર સ્વાન્તે પાબોએ કહ્યું છે કે નિએન્ડરથલ આપણી સૌથી નજીક છે. અને આપણે પ્રજાતિ તરીકે શી રીતે અલગ છીએ તે જાણવું હોય તો નિએન્ડરથલનો અભ્યાસ કરવો જ પડે.

એમણે ‘મિની-મગજો’ બનાવવાની તૈયારી શરૂ કરી છે, આના માટે એમણે એમાં નિએન્ડરથલના DNAને ઉમેરવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ માણસના સ્ટેમ સેલમાંથી ‘ઑર્ગૅનૉઇડ્સ’ બનાવશે અને એનું નિએન્ડરથલીકરણ કરશે. દાળના દાણા જેવડા આ ઑર્ગૅનૉઇડ્સમાં સંવેદન કે વિચારશક્તિ નથી હોતાં. નિએન્ડરથલનો ચહેરો બનાવતા જીન્સ ઉંદરમાં અને એને વેદના થાય તે માટેના જીન્સ દેડકાના ઈંડામાં ભેળવી દેવાયા છે. પાબો કહે છે કે નિએન્ડરથલનાં જ્ઞાનતંતુઓ શી રીતે કામ કરે છે તે સમજી શકાશે એવી આશા છે. આની સમજ મળતાં હોમો સેપિઅન્સ કેમ ટકી રહ્યા તે જાણી શકાશે.

સંદર્ભઃ https://www.theguardian.com/science/2018/may/11/scientists-to-grow-mini-brains-using-neanderthal-dna

One thought on “Science Samachar : Episode 40”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: