Science Samachar : Episode 27

() ઍક્યુપંક્ચરથી કૅન્સરની પીડામાં રાહત

સ્તનના કૅન્સરની દર્દીઓને એક્યુપંક્ચરથી પીડામાં બહુ રાહત મળતી હોવાનું જણાયું છે. કૅન્સરના નિષ્ણાતોએ અમેરિકામાં જુદાં જુદાં ૧૧ સેન્ટરોમાં ૨૨૬ સ્ત્રીઓ પર પ્રયોગ કરીને ટેક્સાસમાં આ મહિનાની સાતમીએ યોજાયેલા પરિસંવાદમાં પોતાનાં તારણો રજૂ કર્યાં છે. ઍક્યુપંક્ચરથી રાહત મળે છે એવો દાવો ઘણાં વર્ષોથી થતો હતો, પાણ એની કસોટીએ પહેલી વાર થઈ છે. સંશોધકો કહે છે કે પીડા ઓછી થાય તો દર્દી જીવનરક્ષક દવાઓ લેવાનું ચાલુ રાખે છે. આ રીતે એનું જીવન બચાવવા માટે વધારે તક મળે છે.

સંશોધકોએ અમુક દર્દીઓને સાચા ઠેકાણે સોયો ભોંકી અને તુલના માટે બીજા દર્દીઓને બીજે ક્યાંક સોયો ભોંકી. આના પરથી જોવા મળ્યું કે જેમને ખરા અર્થમાં સારવાર અપાઈ તેમને ફાયદો થયો. આમ ઍક્યુપંક્ચરને પશ્ચિમી મૅડીકલ સાયન્સની દૃષ્ટિએ માન્યતા મળવાનો માર્ગ ખુલ્લો થયો છે.

જો કે હજી શંકાશીલો પણ ઓછા નથી. કોઈ પણ દવા કે મૅડીકલ સિસ્ટમનું પરીક્ષણ કરવાનું હોય ત્યારે એ ‘ડબલ બ્લાઇંડ’ પદ્ધતિથી કરાય છે. એટલે કે દવા લેનાર દર્દીને કે દાવા આપનાર ડૉક્ટરને ખબર ન હોય કે એને અખતરા માટેની દવા અપાય છે કે placebo (દેખાવમાં મૂળ દવા જેવી પણ એ ખરેખર દવા ન હોય). ઍક્યુપંક્ચરમાં તો જે સોય ભોંકતો હોય તે જાણતો હોય છે કે એણે શું કર્યું!

સંદર્ભઃ નૅચર લેખ _41586-017-08309-y

૦૦૦૦૦

() ઇલેક્ટ્રૉનિક કાન

બેંગાળુરુની ઇંડિયન ઇંસ્ટીટ્યુટ ઑફ સાયન્સિઝ (IISc)ના વૈજ્ઞાનિકોએ વીજાણુ કાન બનાવ્યો છે. આમ તો એ કાન નહોતા બનાવતા, પણ છિદ્રાળ ધાતુભસ્મ (metal oxide) બનાવતા હતા. એ ભેજ માટે સંવેદનશીલ છે એટલે હવામાં કેટલો ભેજ છે તે દેખાડે છે. પરંતુ એ વીજાણુ કાન તરીકે પણ કામ આવે છે!

સંશોધકો કહે છે કે એમનું ઉપકરણ ૧ ટકાની ખામી સુધી સચોટ રીતે ભેજનું પ્રમાણ દર્શાવી શકે છે, એટલું જ નહીં, એ શબ્દો, શ્વાસોચ્છ્વાસ કે શ્વાસમાં સંભળાતી સિસોટીનો તફાવત પણ સમજી શકે છે. બે વ્યક્તિઓની બોલવાની જુદી રીતો પણ નોંધી શકે છે. આ ઉપકરણ દમ, કૅન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓના નિદાનમાં કામ આવશે. છિદ્રાળ ધાતુભસ્મો શરીરનાં અંગો બનાવવામાં વપરાય છે.

સંશોધકોઃ

Vanaraj Solanki , S. B. Krupanidhi, and K. K. Nanda*

Material Research Centre, Indian Institute of Science, Bangalore 560012, India

સંદર્ભઃ વીજાણુ કાન_7b12127 અને નૅચર એશિયા_2017.150

૦૦૦૦૦

() મહિલા સંશોધકો સાથે અન્યાય

ઑસ્ટ્રેલિયામાં મહિલા સંશોધકોને ગ્રાન્ટ મેળવવામાં ઘણી તકલીફો પડે છે. એક સર્વેમાં જોવા મળ્યું કે ૮૯ ટકા કેસો એવા છે કે સંશોધન ટીમનું નેતૃત્વ મહિલાના હાથમાં હોય તો ગ્રાન્ટ ન મળી હોય. તેની સામે પુરુષ જો નેતૃત્વ કરતો હોય તો તરત ગ્રાન્ટ મળી જાય છે. આથી મહિલા સંશોધકોએ ગ્રાન્ટ મેળવવી હોય તો એ માટેની અરજી પર પુરુષ સંશોધકની સહી લેવી પડે છે. આમાં પણ કોઈ પ્રોગ્રામ માટે ગ્રાન્ટ લેવાની હોય તો એમ માની લેવાય છે કે ટીમનો નેતા પુરુષ હોય તો કામ બરાબર થશે. આ મહિનાની છઠ્ઠી તારીખે ૮૭ કરોડ ૫૦ લાખ ડૉલરની ગ્રાન્ટની જાહેરાત કરાઈ તેમાંથી ૧૦ કરોડ ડૉલરની ગ્રાન્ટ આઠ પ્રોજેક્ટો માટે આપવામાં આવી. એ બધાના ટીમનેતા પુરુષો જ છે.

સંદર્ભઃ સનડે મૉર્નિંગ હેરલ્ડ_20171206-h000ow.html

૦૦૦૦૦

() કોલસાની ખાણની જગ્યાએ હરિયાળી

યુનાઇટેડ કિંગડમમાં પર્યાવરણ પ્રત્યે જાગરુકતા વધતી જાય છે. ઉપર બે તસવીરો આપી છે તે એક જ સ્થળની છે. પહેલી તસવીર ઓપન કાસ્ટ કોલસા ખાણની છે, અને બીજી તસવીર એ જ સ્થળે વિકસાવાયેલા ઉદ્યાનની છે. પચીસ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ઘણી કોલસાની ખાણો હતી જે હવે બંધ કરી દેવામાં આવી છે. આવી એક ખાણમાં કામ કરનાર ભૂતપૂર્વ કામદારના કહેવા પ્રમાણે હવે આ પ્રદેશના લોકોના જીવનની ગુણવત્તા સુધરી છે અને લોકો વધારે સુખી દેખાય છે.

છેલ્લાં એક હજાર વર્ષમાં પહેલી વાર બ્રિટનમાં એક પ્રાકૃતિક જંગલ વિકસાવવામાં આવ્યું છે, જેમાં ૩૨૦ વર્ગ કિલોમીટરમાં ૮૦ લાખ ઝાડો વાવવામાં આવ્યાં છે. જે લોકો કોલસાની ખાણો બંધ થવાથી આર્થિક નુકસાન થાય એમ માનતા હતા એમના આશ્ચર્ય વચ્ચે ઘણા નવા વ્યવસાયોનો વિકાસ થયો છે. એક તો પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે, એટલું જ નહીં, લોકો અહીં વસવાટ માટે પણ આવવા લાગતાં બિલ્ડિંગ વ્યવસાયમાં પણ ઉછાળો આવ્યો છે.

આપણા દેશમાં પ્રકૃતિને સાચવવા માટે આનું અનુકરણ કરવા જેવું છે.

સંદર્ભઃ ગાર્ડિયન_પર્યાવરણ

૦૦૦૦૦

One thought on “Science Samachar : Episode 27”

  1. બહુ સુંદર જાણકારી આપી છે. ભારતમાં લોકો કરી શકે નહીં, જગ્યાજ સરકાર પૈસા લીધા વગર (ઉપરના અને નીચેના) ન આપે અને સરકારમાં રહેલા સત્તાધીશોને પૈસા ન મળતા હોય તો બનાવવાની કોઈ ઈચ્છાજ ન થાય!!! પર્યાવરણની ઐસીતૈસી…(કે એસીતેસી..?)
    Los Angeles, CA

    U.S.A.

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: