Au revoir !

ઘણા વખતથી વિચારું છું કે ‘મારી બારી’ને નવું રૂપ આપું. શું કરવું તે મારા મનમાં સ્પષ્ટ નથી. તેમ છતાં કંઈક જરૂર લાગે છે. કંઈ નહીં તો ઘરના ડ્રૉઇંગ રૂમમાં ફર્નિચરની નવી ગોઠવણી કરીએ એવું પણ કંઈક કરી શકાય. છેવટે મેં વિચાર્યું કે આટલા બધા મિત્રો ‘મારી બારી’માં આવતા રહે છે એમનો જ અભિપ્રાય પૂછું. (પરંતુ એક વાત ધ્યાનમાં લાવવી જરૂરી છે, અને તે એ કે છેલ્લા ઓછામાં ઓછા ૧૦૦ લેખો વેબગુર્જરી અને મારી બારી પર ‘કૉમન’ રહ્યા છે. વેબગુર્જરીના સંપાદક વિભાગની કેટલીક જવાબદારી સંભાળ્યા પછી મારા માટે આ અનિવાર્ય બની ગયું હતું).

આ લેખ સૌને અંગત રીતે પણ મોકલી શકું છું, પરંતુ એમ કરવાથી કદાચ તમારો અભિપ્રાય માત્ર મારા પૂરતો જ રહે. એના કરતાં અહીં અભિપ્રાય આપો તો બીજા પણ જાણી શકે. આમ કરવાનો મારો મૂળ ઉદ્દેશ તો એ જ છે કે હું ‘મારી બારી’ને સૌની બારી બનાવવા તરફ વળવા માગું છું એટલે કે જાણે ‘મારી બારી’ એક ક્લબ હોય અને એના તમે સભ્ય હો અને સભ્ય તરીકે તમે પણ લખવા માગતા હો તે લખી શકો. આમાં અમુક નિયમો જરૂર રાખીએ, જેમ કે, એવું લખવું કે જેમાં અસંગત વાતો ન હોય. રાજકીય પક્ષાપક્ષી ન હોય, માનવીય ગૌરવનું સન્માન થતું હોય, સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાનને પ્રોત્સાહન મળતું હોય, પણ એ તો થાય ત્યારે વાત; હમણાં તો બસ મને આ પ્રશ્નોના જવાબ આપીને મદદ કરો.

૧. ‘મારી બારી’ બંધ કરી દેવાની જરૂર છે?
૨. એમાં રજૂ થતા લેખોના સ્તરથી તમને સંતોષ છે?
૩. કંઈ ફેરફાર સુચવવા જેવું લાગે છે?
૪. તમે પોતે ‘મારી બારી’ ચલાવવામાં સક્રિય થઈ શકો – અને કઈ રીતે?
૫. લોકો વૉટ્સ-ઍપ અને ફેઇસબુકના જમાનામાં હવે બ્લૉગથી દૂર થવા માંડ્યા છે?
૬. તમને લાગે છે કે બ્લૉગ લખવાને બદલે ફેઇસબુક પર લખવાનું વધારે સારું છે?

બસ, આ સામાન્ય સવાલોના જવાબ આપી શકો તો સારું. જવાબો મને અંગત ઈ-મેઇલથી પણ મોકલી શકો છો. (dipak.dholakia@gmail.com).

દરમિયાન વેબગુર્જરી પર આવતા મારા લેખો – સાયન્સ સમાચાર કે ગણિતશાસ્ત્રીઓની લેખમાળા અહીં ચાલુ રાખીશ.

આભાર.

Advertisements

5 thoughts on “Au revoir !”

 1. 1] No 2] Yes 3] જો આપ વિષય સંબંધિત ચિત્રો ઉમેરી અને વધારી શકો તો . .

  4] કમનસીબે , નહીં ! 5] નહીં . . . બ્લોગનું એક અલગ જ ઓડિયન્સ હોય છે , એક ક્લાસ હોય છે. ફેસબુક અને વ્હોટ્સએપની નકરી કરતા નક્કર રજૂઆત હોય છે.

  6] ફેસબુક પર માત્ર સમરી કે લિંક કે પછી હિંટ આપીને અહીં રિડિરેક્ટ કરી શકાય , કેમકે સારી રજૂઆત હશે તો પણ ફેસબુક પર લોકોને ફટાફટ વાંચીને નીકળી જવું હોય છે અને એમ કરીને કદાચ તેઓ યોગ્ય પ્રતિભાવ ન પણ આપે !

   1. હું તો ઓલરેડી અત્યારથી જ ફસાઈ ગયો છું કેમકે જાળું પણ મેં જ બૂન્યું છે ! સર્જનથી વિસર્જનની આ ઘટમાળ તો ચાલુ રહેવાની જ . . મુખ્ય વાત મજા આવવાની છે અને એ જ ખરી મોજ છે 🙂

 2. ૧.’મારી બારી’નાં આમ તો હવે બે આયામ થી રહ્યાં છે – એક છે મહિના બે લેખે વેબ ગુર્જરી અને અહીં પ્રકાશિત થતા લેકો અને બીજું છે આ બ્ળોગ પોતે.
  પહેલી પ્રવૃત્તિને જરૂર પ્રમાણે કરવાનું કરી શકાય.
  આ બ્લૉગ તો બંધ નથી જ થતો તે તો તમે કહી ચૂક્યા છો.
  ૨. અહીં રજૂ થતા લેખોનાં સ્તરથી વાંચકોને સંતોષ છે એ વાતનું જેટલું મહત્ત્વ આપણને હોય તેના કરતાં આપનણે તેનાથી સંતોષ છે કે કેમ તે વધારે મહત્ત્વનું રહ્યું છે.
  ૩. અનિયમિતપણે નિયમિત રહેવાનું કરો.
  ૪. મારાથી જે શક્ય બની શકે તે માટે મને કામે લગાડી શકો છો.
  ૫ અને ૬. ફેસબુક વગેરે માધ્યમો ચટ મંગની પટ બ્યાહ માટે જ બનેલાં માધ્યમો છે. પુસ્તક, સામયિક, બ્લૉગ કે ફેસબુકને એક બીજાનાં પર્યાય તરીકે નથી જોવાતાં ફેસબુક વગેરે દ્વારા અન્ય માધ્યમો પર પ્રકાશિત સામગ્રીનો પ્રસાર જરૂર થઈ શકે. આમ કરવાથી માત્ર ફેસબુક પર જ જતાં ટાર્જેટ ઑડિયન્સને આપણી સામગ્રી સુધી ખેંચી લાવવાની ચોક્કસ વ્યૂહરચના ભણી મદદરૂપ બની શકે.

 3. ‘મારી બારી’ ઘણી સારી માહિતી આપે છે. બદલવું જ હોય તો નામ બદલીને ‘આપણી બારી’ કરી શકાય, કોઈ બહારથી અંદર જુએ, બીજા કોઈ અંદરથી બહાર, કામ તો બંનેને લાગે.

  “Au revoir !” is not acceptable. You are not allowed to leave.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s