Something, Somewhere …It so happened

વરસના ૩૬૪મા દિવસે કંઈક લખવું હોય તો શું લખવું? આમ તો એવું છે કે ૧૯૭૪ની આજની તારીખે સવારે પાંચ વાગ્યે હું જયંતી જનતામાંથી દિલ્હીનાં પ્લેટફૉર્મ પર ઊતર્યો હતો. લાંબું પ્લૅટફૉર્મ પાર કરતાં મન ઉદાસ થઈ ગયું હતું. કોઈ ઓળખતું નહોતું. સખત ટાઢ હતી. ગુજરાતી સમાજ જવું હતું. સાઇકલરિક્ષા કરીને પહોંચ્યો ત્યારે હાથ ઠરીને લાકડું થઈ ગયા હતા. પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ જાય જ નહીં, અને માંડ ગયો ત્યારે નીકળે જ નહીં. આપણું જે કંઈ હોય તેનાથી કપાઈ જવું કપરું છે. અજાણી જગ્યાએ આવી ચડવું. એક વાર તો એમ જ થાય કે પાછા ભાગી જઈએ. પણ હાલત એવી હોય કે સાપે છછૂંદર ગળ્યું.

રાજા ભરથરીને કેવું થયું હશે? (એમનાં ફઈબા ‘ભર્તૃહરિ’ જેવું અઘરું નામ સૂઝે એટલું ભણ્યાં હશે? મૂળ નામ, સહેલું ને સટ, ભરથરી જ હશે). ચાર ચાર જુગના સે’વાસ પછી પણ રાણી પિંગલા એમની સાથે ન આવી અને એમણે દુઃખ સાથે ઘર છોડીનેભેખ ધારણ કરી લીધો. ભરથરી તો વનમાં ગયા હશે, પણ એમના જમાનામાં વન બહુ દૂર નહીં હોય કારણ કે વન વધારે હતાં અને શહેર ઓછાં. એટલે બહુ બહુ તો દસ-વીસ કિલોમીટર ગયા હશે, પણ ભુજથી દિલ્હી તો ૧૧૦૦ કિલોમીટર! ગાંધીજી લંડન ગયા ત્યાં એમને પણ ઘર બહુ યાદ આવતું હતું એટલે જ માને આપેલાં વચનો પણ યાદ રહ્યાં. કદાચ અહીં જ રહેતા હોત તો વચનોની જરૂર જ ન પડી હોત, અને મોહનદાસમાંથી મહાત્મા પણ ન બન્યા હોત. એટલે તો વિદેશ જઈને વસનારા આજે ભલે સુખી હોય પણ શરૂઆતના દિવસો કેવા હશે? મનમાં એક અજંપો ઘોળાયા કરતો હોય. જે ન હોય તે મનમાં ધબક્યા કરે, અને જે હોય તે ગમતું હોય …પણ ન ગમતું હોવાની લાગણી થાય.

આવું કંઈક મનમાં ચાલતું હતું તે જ ટાંકણે વિજયભાઈ જોશીનો એક મેઇલ મળ્યો. એમને તો આપણે મળ્યા જ છીએ. યાદ ન આવતું હોય તોમારી બારી (૨૩) ન્યાય-પ્રતિન્યાયની મુલાકાત લઈ લો.

એમણે એક હાઇબૂન મોકલ્યું. સત્તરમી સદીમાં જાપાનમાં હાઇબૂનનો જન્મ થયો. હાઇબૂન એટલે કલ્પનો અને તસવીરોથી ભરેલું પદ્યાત્મક ગદ્ય અને એની વચ્ચે હાઇકુ જેવી વાછંટ.

એમના હાઇબૂનનો વિષય? શું હતો?

એ જ – દેશ છોડવો અને વિદેશમાં વસવું. ક્યારે માણસ પોતાના નવા ઘરમાં વસે છે? મને થયું કે એમને ટેલીપથી થઈ કે શું?

જોઈએ એમનું હાઇબૂન.

(મૂળ અંગ્રેજીમાં અને તે સાથે મેં કરેલો ભાવાનુવાદ રજુ કરું છું).

૦૦૦

As an immigrant, I always struggled between two identities – the newly acquired one and the one left behind. Uprooted and unable to plant new roots, I tried to connect to the new world while not quite disconnecting from the old world. Derailed and sidetracked, I was in perpetual transit. Constantly trying to go somewhere, I failed to get anywhere. The more I strive to be stationary, the more I become mobile.

driftwood . . .
remains
of a ship

 

After many years, I visited my hometown in India. I was looking forward to reviving and untangling the fond memories tucked away and buried in the layers of time. I found instead – fancy boutiques, cyber cafes, fast-food joints, western fashions, skyscrapers, nightclubs, and sprawling malls – a faceless town without a soul.

It had no resemblance to the town of my youth. The old town had been entirely wiped out by the tsunami of change. The native culture was completely swallowed by the foreign culture. The only thing old about the town was its name.

 

In the early hours of the morning, as I boarded the return flight, it dawned on me that all these years, I had been harboring an illusion. Upon my return, I realized that although a collective root-searching by millions of immigrants will always continue, for me, the sojourn was finally over.

spring morning . . .
unfurling its aroma
a Jasmine bud
 

Today, as I watch a movie and hear the soft mysterious beats of Tabla being played in the background, I know that my home will always be in my adopted country, in a subliminal sense, old memories – although feeble and fading – will be mine to cherish. Yes, that’s it, my old country will be within me, mine always.

refusing
to fall
a wilted rose

0-0-0

હું ત્યારે એક હિજરતી હતો, એકલો અટૂલો. નવો નવો પરદેશી.અસ્મિતાના સર્કસમાં બે ઝૂલે ઝૂલતો હતો.એક દેશી ને એક નવોનક્કોર પરદેશી ઝૂલો. હું મૂળસોતો ઊખડીને ખોડાયો હતો નવી ભૂમિમાં – કોશિશ તો કરી નવી ભૂમિમાં મૂળ નાખવાની પણ જૂની માટીની મહેક પણ મગજને તર કરતી રહેતી.

હું ત્રિશંકુખડી ગયેલી ટ્રેન જેવો રસ્તાની કોરાણે રઝળતો કણસાટ, કોશિશ તો કરું અચળ બનવાની પણ વધારે ને વધારે ચળતો રહું.

હાંફે તરાપો
વિલાતા ભણકારા
દૂર કિનારો

 

વર્ષો વીત્યાં ને હું નવો પરદેશી આવ્યો જનમભોમ. મારો ભારત દેશ. મારું વતન. હૈયે ઓરતા ઊમગે.સ્મૃતિમાં ટૂંટિયું વાળીને સૂતું હતું મારું વતનઃ જગાડ્યું. અરે, આ મારું વતન? એમાં તો નહોતાં ચકચકતાં બૂટિક ને સાઇબર કૅફે ને ફાસ્ટ-ફૂડ જૉઇંટ્સ, સ્કાય સ્ક્રેપર્સ, વિશાળ મૉલ્સ…ક્યાં ગયાં ઘાઘરા-ચોળી? ને આ શું વળી, સ્કર્ટ, મૅક્સી, કૅપ્રીઝ, જંપર, જીન્સ?

શહેરના ચહેરે હાથ ફેરવીને ઓળખવા માગું છું, મારા બાળપણના શહેરને, પણ પરખાય છે પત્થરના આત્માહીન ઉચ્છ્‌વાસ; મારા શહેરને તો પરિવર્તનની ત્સુનામી ભરખી ગઈ છે! કિનારો હવે અહીં નથી. સામેનો કિનારો એને ગળી ગયો કે શું? આંખો ચોળીને દુકાનોનાં પાટિયાં જોયાં તો નામ તો એ જ છે. વંટોળિયાની જેમ ગયો સ્ટેશને, પ્લેટફૉર્મ પર મોટા અક્ષરે લખ્યું છેઃ ‘મારું વતન’!

પરોઢિયા પહેલાં રિટર્ન ફ્લાઇટ લીધી ત્યારે અહેસાસ જન્મ્યોઃ સ્મૃતિઓની ભ્રમજાળમાં જીવતો હતો. લાખો જણ પણ શું આવી જ ભ્રમજાળમાં જીવે છે અને વતનનો ઝુરાપો વેઠે છે? નહીં, હવે હું નવો પરદેશી નથી. માત્ર પરદેશી છું. મારી યાત્રાનો છેલ્લો માઇલસ્ટોન મેં જોઈ લીધો છે.

વસંત હસે
જાસ્મિનનું પ્રભાત
હિલોળે મન

 

આજે પણ નવા વતનમાં, મારા નવા ઘરમાં, ટપકે છે એક અંગ્રેજી ફિલ્મમાં, તબલાના અકળ તાલ સાથે, ભ્રમજાળ વિનાની શુદ્ધ સ્મૃતિઓ સાથે, જુનું પુરાણું મારું ઘર, મારા વતનમાં.

ખરવા નથી
માંગતું, ફૂલ એક
કરમાયેલું

0-0-0


One thought on “Something, Somewhere …It so happened”

  1. હા વિજયભાઈની વાત સાચી છે. વતન ઝૂરાપા જેવું ખાસ કાંઈ ન હોવા છતાં, અંતરમાં વિતેલી યાદો ચિરંજીવ રહે છે. કદાચ નવા વતનની સાચી સમજ અને ને માટે પ્રેમ પણ પણ એ યાદો આપવા કાબેલ હોય છે.
    ……જાગૃતિ હોય તો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: