“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (13)

Creating a new medina 1 venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)

1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995

Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

પાકિસ્તાનનો વિચાર અને ઉર્દુ અખબારો

બે વિશ્વયુદ્ધો વચ્ચેનાં વર્ષોમાં ભારતમાં અખબારોનો ફેલાવો બહુ વધ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના વાદવિવાદમાં પણ છાપાંઓનો ફાળો બહુ મોટો રહ્યો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ થયેલાં આંદોલનોને માત્ર રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં પણ અંગ્રેજી અખબારોની મહત્ત્વની ભૂમિકા રહી. મિલ્ટન ઇસરાઈલ કહે છે કે રાષ્ટ્રવાદી સંઘર્ષની “કલ્પના અંગ્રેજી અખબારો”ની હતી. પરંતુ આમાં ભાષાઈ અખબારોને જેટલું મહત્વ મળવું જોઈએ તેટલું નથી મળતું. ખરેખર તો ભાષાઓનાં અખબારોની ભૂમિકા પણ નાનીસૂની નહોતી.

લગભગ બધાં ‘રાષ્ટ્રવાદી’ અખબારો ભારતની આઝાદી માટેની લડતમાં કોંગ્રેસના દૃષ્ટિકોણને વાચા આપતાં હતાં. જિન્નાને લીગ વતી બોલનારા કોઈ અખબારની ખોટ બહુ જ તીવ્રતાથી વર્તાતી હતી. એમણે ૧૯૩૭માં એક ઉર્દુ અખબાર ‘મન્શૂર’ શરૂ કરાવ્યું અને ૧૯૪૧માં આંતરરાષ્ટ્રીય આલમ સમક્ષ પહોંચવા માટે અંગ્રેજી અખબાર The Dawn શરૂ કર્યું જેમાં તેઓ અંગત રીતે અને સક્રિયપણે લખતા. પરંતુ પાકિસ્તાન વિશે મુસ્લિમ સમાજમાં ચર્ચાઓ જગાડવામાં યુક્ત પ્રાંતનાં ઉર્દુ છાપાંઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

મદીનાના વાચકો

આમાં બિજનૌરથી પ્રકાશિત થતા અખબાર ‘મદીના’નો ઉલ્લેખ ખાસ જરૂરી છે. ૧૯૧૩માં એ શરૂ થયું; ખિલાફતના આંદોલન વખતે એણે જોરદાર ટેકો આપ્યો. ‘મદીના’ મુસ્લિમ લીગની પાકિસ્તાનની યોજનાનો સતત વિરોધ કરતું રહ્યું. એ છેક ૧૯૪૭ સુધી પાકિસ્તાનનો વિરોધ કરતું રહ્યું. અખબારે પાકિસ્તાન વિશે વાચકોને પાકિસ્તાન વિશે પોતાના વાચકોને આમંત્રણ આપ્યું પરિણામે એને હજારો પત્રો મળ્યા. ઉર્દુ વાંચી શકનારાઓમાં ‘મદીના’ એટલું લોકપ્રિય હતું કે પશ્ચિમમાં મુંબઈ અને પૂર્વમાં બંગાળના ચટગાંવ (ચિતાગોંગ) સુધી કે દક્ષિણમાં રાયચૂર સુધી એનો વાચક વર્ગ ફેલાયેલો હતો. અખબારે એને મળેલાં વાચકોનાં મંતવ્યોમાંથી બે લાંબા લેખો પસંદ કર્યા જેના પર બીજા વાચકોએ પણ અભિપ્રાયો આપ્યા. એક લેખ પાકિસ્તાનનો વિરોધ કરતો હતો, તો બીજા લેખમાં પાકિસ્તાનની હિમાયત કરવામાં આવી હતી.

મૌલાના સૈયદ અબૂ સૈયદ બઝ્મી પાકિસ્તાનના વિરોધમાં

લેખક વિશે તો ખાસ કશું જાણવા મળતું નથી પરંતુ દેખીતી રીતે જ લીગના વિરોધી જમિયતુલ-ઉલેમા-એ-હિંદ પ્રત્યે બઝ્મીને સહાનુભૂતિ હતી એમ લેખમાંથી સ્પષ્ટ થાય છે. (વેંકટ ધૂલિપાલાના પુસ્તકનો મુખ્ય સૂર છે કે સામાન્ય લોકો પણ પાકિસ્તાન વિશેની ચર્ચામાં બહુ જોશભેર ભાગ લેતા હતા).

. પાકિસ્તાન શું છે, તે તો કહો!

બઝ્મીએ લખ્યું કે લીગના ટેકેદારો યુક્ત પ્રાંતના રસ્તાઓ પરપાકિસ્તાનપાકિસ્તાન…”ના નારા પોકારતા રહે છે, પણ જેના માટે લીગે આટલી કાગારોળ માંડી છે પાકિસ્તાન શું છે તે કોઈ કહેતું નથી! એમણે બીજો સવાલ કર્યો કે શું કોંગ્રેસે પાકિસ્તાનની માંગ નથી માની લીધી? આ બીજો સવાલ વધારે મહત્ત્વનો હતો.

તે પછી પાકિસ્તાન શું હશે તેના વિશે એમણે પોતાનો ખ્યાલ રજૂ કર્યો. એમણે કહ્યું કે પાકિસ્તાન એટલે જ્યાં મુસલમાનોની બહુમતી હોય ત્યાં મુસલમાનો રાજ કરે અને હિન્દુઓની બહુમતી હોય ત્યાં હિન્દુઓ રાજ કરે. પાકિસ્તાનનો અર્થ એટલો કે એક હોયમુસ્લિમ હિન્દુસ્તાનઅને બીજું હોયહિન્દુ હિન્દુસ્તાન’. મુસ્લિમ હિન્દુસ્તાનમાં એમણે પંજાબ, બંગાળ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાનને ગણ્યાં, જે લીગ પણ કહેતી હતી.

પરંતુ કોંગ્રેસે પાકિસ્તાન માટે તો સંમતિ આપી દીધી છે! પાકિસ્તાન એટલે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોને આત્મનિર્ણયનો અધિકાર એવો અર્થ હોય તો કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબૂલ કલામ આઝાદે લીગની પાકિસ્તાન યોજના માટેની સબકમિટીના એક મહત્ત્વના સભ્ય પ્રોફેસર સૈયદ અબ્દુલ લતીફને પત્ર લખીને પ્રાંતોને ફેડરેશનમાંથી છૂટા પડવાનો અધિકાર આપવાનું કબૂલ્યું છે. ક્રિપ્સ મિશને આવો આત્મનિર્ણયનો અધિકાર નહોતો સૂચવ્યો, કોંગ્રેસ બધા પ્રાંતોને આત્મનિર્ણયનો અધિકાર આપવા તૈયાર હતી. પરંતુ જિન્ના અને બીજા લીગીઓ કોંગ્રેસની દરખાસ્ત પર ધ્યાન આપવા નથી માગતા અને હજી બ્રિટિશ સરકાર ભણી મીટ માંડી બેઠા છે.

ઉલ્ટું. મૌલાના આઝાદની દરખાસ્ત સાથે સંમત થયા એટલે પ્રોફેસર લતીફનેકોમના સૌથી મોટા દ્રોહીઠરાવી દેવાયા. બઝ્મીએ તે પછી લીગના નેતાઓનાં નામ આપીને દેખાડ્યું કે એમને કોમની પડી નહોતી, કોમ માટે એમણે કંઈ ભોગ નથી આપ્યો. રાજા મહેમૂદાબદ પાસે લાખો રૂપિયાની સંપત્તિ હોવા છતાં એમણે કોમ માટે એક પૈસો નથી ખર્ચ્યો. પ્રોફેસર લતીફ રૂ. ૧૦૦૦ જેવી માતબર રકમની નોકરી છોડીને પાકિસ્તાનની યોજનાઓનો અભ્યાસ કરવા માટે લીગમાં આવ્યા, બીજી બાજુ, બિહારના લીગી નેતા અબ્દુલ અઝીઝ હૈદરાબાદના નિઝામની મોટી નોકરી માટે લીગને લાત મારીને ચાલ્યા ગયા. છત્તારીના નવાબને મુસ્લિમ લીગના સભ્ય રહેવા કરતાં હૈદરાબાદના દીવાન બનવામાં વધારે રસ છે, પંજાબના સિકંદર હયાત ખાને ખાકસારો પર ગોળીઓ ચલાવી અને જિન્નાને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. બઝ્મીએ કહ્યું કે પ્રોફેસર લતીફને કોમના દ્રોહી ગણવાનું કારણ એટલું કે તેઓ ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલને મુસલમાનોનો આત્મનિર્ણયનો હક માની લેવા સમજાવી શક્યા હતા. એના પછી મુસલમાનો જે માગતા હતા તે તો એમને મળી ગયું છે!

. બે રાષ્ટ્રોનો સિદ્ધાંત અને લાહોર ઠરાવ કોમ માટે નુકસાનકારક

બઝ્મીએ લખ્યું કે બે રાષ્ટ્રોનો સિદ્ધાંત અને લાહોર ઠરાવ મુસલમાનો માટે ભારે નુકસાનકારક સાબિત થશે કારણ કે એમાં પ્રદેશોની વહેંચણીનો સવાલ ઊભો થશે. પંજાબ અને બંગાળના ભાગલા થશે તો પાકિસ્તાનને ફાળે મુસ્લિમ બહુમતીવાળા જે પ્રદેશ આવશે તે આર્થિક રીતે નબળા છે. રાનીગંજ અને આસનસોલની કોલસા ખાણો અને કલકત્તા બંદર ‘હિન્દુ હિન્દુસ્તાન’માં રહી જશે. બઝ્મીએ કહ્યું કે

. લડાઈ થાય તો પહેલવાની નહીં ચાલે

બન્ને હિન્દુસ્તાન વચ્ચે લડાઈ થાય તો આજની લડાઈઓમાં ‘પહેલવાની’ નું કામ નથી. હાથોહાથની લડાઈમાં તો કદાચ પંજાબીઓ અને બલૂચો હિન્દુઓ પર ભારે પડે પણ આધુનિક શસ્ત્રો. કોલસા અને પોલાદ પર આજની લડાઈઓ લડાય છે અને પાકિસ્તાનને એ હિન્દુસ્તાન અથવા બીજા કોઈ દેશ પાસેથી ખરીદવાં પડશે. પાકિસ્તાનને પોતાનો વહીવટ ચલાવવા માટે પણ નાણાંની ટાંચ વર્તાવાની છે ત્યાં આવી ખરીદી કેમ કરી શકશે?

. પાકિસ્તાન માગે છે લઘુમતી પ્રાંતોના મુસ્લિમો, મળે છે બહુમતી પ્રાંતોના મુસ્લિમોને

કાનપુરમાં એક સભામાં જિન્નાએ કહ્યું હતું કે બહુમતી મુસ્લિમ પ્રાંતોમાં પાકિસ્તાન બને તે માટે લઘુમતી મુસ્લિમ પ્રાંતોના બે કરોડ મુસલમાનોને કોઈ કચડી નાખે તો પણ એમને વાંધો નથી. બઝ્મીએ આનો ઉલ્લેખ કરીને કહ્યું કે જિન્ના ખોટો આંકડો આપે છે, પરંતુ આ આંકડાને સાચો માનીએ તો પણ બે કરોડની વસ્તી ઈરાન અને અફઘનિસ્તાન, બે દેશોની કુલ વસ્તીની બરાબર છે. વળી પાકિસ્તાનની માગણી મુસલમાનોને હિન્દુઓ સામે રક્ષણ આપવા માટે થતી હોય તો એનો આધાર યૂ. પી.ના મુસલમાનોની સ્થિતિ છે. લીગ યુક્ત પ્રાંતમાં મજબૂત હોવાનું પણ એ જ કારણ છે. પંજાબ, બંગાળ કે બિહારમાં મુસ્લિમ લીગ મજબૂત નથી કારણ કે ત્યાં મુસલમાનોને કઠણાઈ નથી ભોગવવી પડતી. આમ છતાં લીગ પણ બહુમતી પ્રાંતોના મુસલમાનોને પાકિસ્તાન મળે તે માટે લઘુમતી પ્રાંતોના મુસલમાનો પાસેથી બલિદાન માગે છે, પરંતુ બહુમતી પ્રાંતોના મુસલમાનોએ પાકિસ્તાન માટે માગણી કરી નથી.

. ગંગાયમુના પ્રદેશ હિન્દુઓ માટે સાંસ્કૃતિક ભૂમિ

બઝ્મીએ આગળ પ્રોફેસર લતીફનાં વખાણ કર્યાં હતાં પણ વસ્તીની અદલાબદલીના એમના સૂચનની આકરી ટીકા કરતાં એમણે લખ્યું કે પાંચ કરોડ લોકોની અદલાબદલી ઇતિહસમાં થઈ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી દસ લાખ ગ્રીકો તુર્કીમાંથી હિજરત કરી ગયા તે આવો સૌથી મોટો બનાવ છે. આવા સ્થળાંતરને કારણે જમીનો, વળતર, મિલકત વગેરેની અભૂતપૂર્વ સમસ્યાઓ ઊભી થશે અને પકિસ્તાન પાસે એટલી જમીન પણ નથી કે જમીનના બદલામાં જમીન આપી શકે.

યમુના પાસે મુસલમાનો એક હજાર વર્ષથી રહે છે એટલે ત્યાં મુસ્લિમ રાજ્ય બનવું જોઈએ એવી લતીફની દલીલ ખોટી છે. હિન્દુઓ પણ લઘુમતીમાં હોવા છતાં ત્યાં હજારો વર્ષોથી રહે છે અને ત્યાં રહેતા હિન્દુઓ માટે પણ સાંસ્કૃતિક ભૂમિ છે. મુસલમાનો કાબાના ઝમઝમ કુવાના પાણીને પવિત્ર માને છે રીતે યમુના હિન્દુઓ માટે પવિત્ર છે. બઝ્મીએ સૌથી મહત્ત્વની વાત કહી કે હજારો વર્ષોથી પેઢીઓ સુધી એક જગ્યાએ રહેતા લોકો પોતાનાં વતન છોડીને જવા ઇચ્છતા નથી હોતા; એમને પરાણે ધકેલવાનું અમાનવીય કૃત્ય હશે.

. ઉર્દુની સ્થિતિ; નોકરીઓમાં મુસલમાનોની સંખ્યા ઘટશે

બઝ્મીએ કહ્યું કે પાકિસ્તાન બનતાં યુક્ત પ્રાંતના મુસલમાનો ઉર્દુને નહીં બચાવી શકે. હિન્દી-ઉર્દુની સમસ્યા આજે પણ છે, સર તેજ બહાદુર સપ્રુ જેવા હિન્દુઓ પણ ઉર્દુ માટે સારી લાગણી ધરાવે છે. હિન્દુઓમાંથી રતન લાલ સરશાર જેવા ઉર્દુના વિદ્વાનો નીકળ્યા છે પણ પાકિસ્તાન બનતાં એમનો અવાજ નબળો પડી જશે અને સાવરકર કે ડૉ. મુંજે જેવા નેતાઓના દબાણથી ‘સંપૂર્ણાનંદી’ હિન્દી ઠોકી બેસાડાશે (ડૉ. સંપૂર્ણાનંદ, પુરુષોત્તમ દાસ ટંડન વગેરે નેતાઓ સંસ્કૃતમય હિન્દીના આગ્રહી હતા; નહેરુ અને ગાંધીજી સામાન્ય બોલચાલની હિન્દુસ્તાનીના હિમાયતી હતા.).

બઝ્મીએ દેખાડ્યું કે મુસલમાનો મુખ્યત્વે શહેરમાં રહે છે અને અત્યારે સરકારી નોકરીઓમાં એમનું પ્રમાણ વધારે છે પણ પાકિસ્તાન બનશે તે પછી એમને નોકરીઓ પણ મળતી બંધ થઈ જશે. એમણે કહ્યું કે ડ્રેસનો સવાલ પણ યૂ. પી.માં છે. ધોતિયું કે પાયજામો? શેરવાની કે કોટ? તુર્કી ટોપી કે ફેઝ કૅપ? પંજાબ કે બંગાળમાં સવાલ નથી. આમ બધી સમસ્યાઓ યૂ. પી.માં છે.

. જિન્ના પાકિસ્તાનના શાહ?

એમણે લીગના નેતાઓને સ્વાર્થી ગણાવ્યા અને અંગત રીતે જિન્ના પર પ્રહાર કરતાં કહ્યું કે એમણે ‘મુત્તહિદા કૌમિયત’ (સંયુક્ત રાષ્ટ્રીયતા)ને બદલે દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત પકડ્યો છે કારણ કે તેઓ દંભી અને મતલબી માણસ છે. એમની મહેચ્છા પાકિસ્તાનના શાહ બનવાની છે.

બઝ્મીના વિચારો પર વાચકોની ટિપ્પણી

બઝ્મીના લેખ પર મુખ્યત્વે ત્રણ ટૂંકા પ્રત્યાઘાત આવ્યા અને એક લાંબો લેખ આવ્યો. બે વાચકોએ એમનો વિરોધ કર્યો. એક વાચકે પોતાનો તુક્કો ચલાવ્યો. ઉત્તરપશ્ચિમમાં પાકિસ્તાન હશે અને ઉત્તરપૂર્વના મુસ્લિમ પ્રાંતનેઇસ્લામિસ્તાનનામ અપાશે. પણ ત્રીજા વાચક, અલીગઢના વિદ્યાર્થી આદિલ મિર્ઝાએ બઝ્મીના ટેકામાં લખ્યું કે લીગના નેતાઓ ઇચ્છે છે કે લોકો રાજકીય પતંગો ચગાવવાની બાજી તરફ ધ્યાન આપે, માત્ર સ્લોગન પર ધ્યાન આપે. આપણા પાકિસ્તાની ભાઈઓ પાકિસ્તાનનાં ગુણગાન કરે છે ત્યારે બે વાત કરે છે. એક તો પાકિસ્તાનમાં ઇસ્લામિક શાસન હશે. ઇસ્લામિક શાસન શ્રેષ્ઠ હશે તેનો ઇનકાર કોઈ મુસલમાન કરી શકે. ખરો સવાલ નથી કે આવું શાસન જરૂરી છે કે નહીં, પરંતુ આવું શાસન બનાવવું શક્ય છે કે કેમ.

મૌલાના અબુલ નઝર રિઝવી અમરોહવીએ બઝ્મીના લેખના જવાબમાં વિગતવાર લેખ લખીને પાકિસ્તાનની માગણીને વાજબી ઠરાવી. આપણે એની વિગતોમાં નહીં જઈએ, પરંતુ વાચકોમદીનાઅખબારમાં કાયદે આઝમને સંબોધીને સીધા પત્રો પણ લખતા હતા.

એક પત્રલેખક આશિક રઝા સિદ્દીકીએમાય ડીઅર કાયદે આઝમને લખ્યું કેહજી સુધી પાકિસ્તાનનો ચોક્કસ ખ્યાલ કોઈ આપી શક્યું નથી એટલે હું મારા વિચારો રજૂ કરું છું. પાકિસ્તાનમાં હિન્દુઓને બધા નાગરિક અધિકારો મળશે, રાજકીય અધિકારો નહીં મળે. મુસલમાનોની બહારના ઝોનમાં સ્થિતિ હશે. એમને ૩૦ ટકા સીટો મળશે, જેનો કંઈ અર્થ નથી. એમનનો વિરોધ અરણ્યરુદન જેવો રહેશે. કોંગ્રેસ તો એના પિઠ્ઠુઓરફી અહમદ કિદવઈ. હાફિઝ ઇબ્રાહિમ વગેરેને રાખશે, જે એના હાથમાં રમશે. બીજી બાજુ, પંજાબ અને બંગાળમાં મુસ્લિમોની બહુમતી પાતળી છે એટલે જો હિન્દુઓને રાજકીય અધિકારો મળશે તો તેઓ કાયમ તકલીફ આપતા રહેશે એટાલે એમને રાજકીય અધિકારો મળવા જોઈએ.

બીજું, બીજા ઝોનોમાં રહેતા મુસલમાનો ધીમે ધીમે પાકિસ્તાન તરફ આવશે. હિન્દુઓ પણ ત્યાંથી ધીમે ધીમે તરફ આવતા જશે. કોઈની ફરજ પાડવામાં આવે, સ્વેચ્છાએ જવું હોય તે જાય. જે વિસ્તાર નક્કી થયો છે તેનાથી ઓછો વિસ્તાર સ્વીકારવાની ના પાડવી જોઈએ, કારણ કે જ્યારે મુસલમાનો બિનમુસલમાન વિસ્તારોમાંથી આવવા લાગશે ત્યારે એમને આપવા માટે પૂરતી જમીન નહીં હોય.”

બીજા વાચક અતહર હસને જિન્નાને પત્ર લખ્યો કેમને તમારો ૨૦મી મે, ૧૯૪૪નો પત્ર મળ્યો છે તેથી ઉત્સાહિત થઈને લખું છુંમારા પિતા અખ્તર હસન કોંગ્રેસી છે અને લીગના વિ્ચારોનો સજ્જડ વિરોધ કરે છેમારા પિતાના વાંધાઓના હું જવાબ આપી શકતો નથી એટલે તમે આપજો….”

યૂ. પી.માં માત્ર ૧૪ ટકા મુસલમાનો છે એટલે અમે તો હિન્દુ શાસન હેઠળ રહેશું. આનો જવાબ મળે છે કે અમે (એટલે કે મુસ્લિમ લીગ) પ્રત્યાઘાતની નીતિ અપનાવશે. પંજાબમાં ૪૫ ટકા હિન્દુઓ છે. યૂ. પી.ના ૧૪ ટકા મુસ્લિમોને કચડી નાખવાનું સહેલું છે, પણ ૪૫ ટકા હિન્દુઓને કચડી નાખવાનું સહેલું નથી. બંગાળના હિન્દુઓને કચડવાનું તો સૌથી વધારે અઘરું છે. મુર્શીદાબાદથી કલકત્તા સુધી એક લાઇન દોરો. લાઇનમાં નીચે ઊતરતા જશો તેમ જોવા મળશે કે હિન્દુઓ ગજબના ધનવાન, વિદ્વાન અને સમજદાર છે, પણ લાઇનની ઉપર જશો તો જોવા મળશે કે મુસ્લિમો કેવા મૂર્ખ, અસભ્ય અને ચીંથરેહાલ છે. અહીં મને લાગે છે કે હિન્દુઓને કચડી નાખવાનું અશક્ય છે. તમે જોઈ શકો છો કે આખું હિન્દુસ્તાન એના /૧૦૦મા ભાગના કદના ટાપુ પર આધાર રાખે છે. શા માટે? કારણ કે ઈંગ્લૅન્ડવાળા સમજદાર, ધનવાન, રાજકીય રીતે સભ્ય અને શિક્ષિત છે. આથી અહીં પ્રાંત હંમેશ માટે હાથમાંથી જાય એવું જોખમ છે. અહીં વાંધો છે કે અમે ચગદાઈ જઈએ તેમાંથી બચાવે એવો કોઈ નિયમ છે? (પ્રાંત હાથમાંથી જવાની યુવાનની આગાહી માત્ર ત્રીસ વર્ષમાં સાચી પડી અને બાંગ્લાદેશ બન્યું. આનાં કારણો યુવાને કહ્યાં છે તે નથી એટલું ચોક્કસ).

મદીનાઅખબારના લેખો અને વાચકોના અભિપ્રાયો સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન વિશે મુસ્લિમ સમાજમાં ભારે વાદવિવાદ ચાલતો હતો.

આગળ જોઈશું કે ઇસ્લામ અને પાકિસ્તાનને ભેળવવા માટે કેવા પ્રવાહો વહેતા હતા.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૨૫ :

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
· ઇ-પત્રવ્યવહાર સરનામું: dipak.dholakia@gmail.com
· નેટવિશ્વ પરનું સરનામું: મારી બારી

%d bloggers like this: