Islam, Muslim Society and Blind Faith

http://webgurjari.in/2015/04/03/maari-baari-38-islam-muslim-society-and-blind-faith/

-દીપક ધોળકિયા

ઇસ્લામ, મુસ્લિમ સમાજ અને અંધશ્રદ્ધા

આપણા દેશમાં અંધશ્રદ્ધાની વાત થતી હોય છે ત્યારે માત્ર હિન્દુ સમાજની જ વાતો જાણવા-વાંચવા મળે છે. મને લાગે છે કે આનાં ત્રણ કારણો હોઈ શકે.

એક તો, લખનારા મુખ્યત્વે હિન્દુ સમાજના હોય છે. શક્ય છે કે લખનારા નાસ્તિક હોય, પરંતુ હિન્દુ પરંપરામાં નાસ્તિકોને પણ સ્થાન છે ! એટલે નાસ્તિક પણ હિન્દુ પરંપરાની બહાર નથી હોતો. આમ હિન્દુ ધર્મનાં કોઈ રીતરિવાજ, પરંપરા, આસ્થા કે આસ્થાનાં પ્રતીકોની ટીકા કરવાનું એમના માટે સહેલું હોય છે.

બીજું કારણ એ કે તેઓ પોતાના સમાજને બરાબર જાણે છે, જ્યારે મુસ્લિમ સમાજને બરાબર જાણતા નથી.

ત્રીજું, અને સૌથી મહત્ત્વનું કારણ એ કે અન્ય ધર્મને લગતી વાતોમાં માથું મારવું તેને કદાચ અસભ્ય વ્યવહાર ગણી શકાય, એટલે સૌ આવી વાતોમાં પડવાનું ટાળે છે.

ઉદાહરણ લઈએ તો મારા મિત્ર અને શુભેચ્છક શ્રી ગોવિંદભાઈના બહુ જ લોકપ્રિય બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર અંધશ્રદ્ધા વિરુદ્ધ ઘણા લેખો પ્રકાશિત થાય છે. એમાં મુખ્યત્વે તો એક જ સમાજની અંધશ્રદ્ધાની ચર્ચા હોય છે. પરંતુ એક ખાસ નોંધવા જેવું હોય છે તે એ કે એમના એક વાચક કૅનેડાના કાસિમભાઈ અબ્બાસ એમના પ્રતિભાવ દ્વારા એમ ધ્યાન દોરવાના પ્રયત્નો કરતા હોય છે કે મુસ્લિમ સમાજમાં પણ આવી જ અંધશ્રદ્ધા વ્યાપ્ત છે. જો કે કદાચ શાલીનતા ખાતર એમના પ્રતિભાવ પછી કોઈ એમને માત્ર ઉત્સુકતાથી પ્રેરાઈને પણ આગળ લખવા કહેતું નથી.

કાસિમભાઈ અબ્બાસ

આવી ઓઢેલી શાલીનતાને કારણે પરસ્પર અંતર વધે છે. બન્ને સમાજોના ગુણદોષોની ચર્ચા મુક્ત મને થવી જોઈએ. આમાં એક સમસ્યા અવશ્ય છેઃ બીજા ધર્મની ચર્ચા કરીએ ત્યારે એ ધર્મના મિત્રો ‘બચાવ’ની મુદ્રા ધારણ કરી લઈને જે કંઈ ખોટું હોય તેને વાજબી ઠરાવવા લાગતી હોય છે. આથી સજ્જનો એનાથી દૂર રહે છે. આપણે એકબીજાની મહત્ત્વની સામાજિક રુઢિઓને પણ સમજવી જોઇએ. ખરેખર તો મનમાં જે કંઈ સવાલ ઊભા થતા હોય તે નિખાલસ હૃદયે એકબીજાને પૂછી લેવા જોઈએ. આવી ‘નિખાલસતા’ આપણે ચહેરો દેખાડ્યા વગર ફેસબુક જેવાં માધ્યમ પર સામસામે પ્રહાર કરવામાં તો હિંમતભેર દેખાડતા જ હોઇએ છીએ પણ જિજ્ઞાસા કે શંકાને દૂર કરવા માટે નિખાલસતાને બદલે સભ્યતા ઓઢી લઈએ છીએ !

એટલે આજના લેખમાં મુસ્લિમ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા વિશે લખવાનો વિચાર કર્યો છે અને એમાં કાસિમભાઈઅબ્બાસના વિચારોને સમાવી લઈશ. આમાં કંઈ ઉણપ જણાય તે મારી જ હશે, રજુઆત પણ મારી જ છે. કાસિમભાઈના આભાર સાથે માત્ર એમનો સાથ અને સંદર્ભ લ્‍ઉં છું.

પરંપરાઓ પોતાના તાત્કાલિક સંદર્ભની બહાર વિસ્તરતી હોવાથી મોટા ભાગે નિર્જીવ બની જતી હોય છે અને આપણે ખભા પર એક લાશને લઈ જતા ડાઘુઓની જેમ એને નિભાવતા હોઈએ છીએ. આમાં ઘણી વાર એવુ થતું હોય છે કે નવા ક્રાન્તિકારી વિચાર પર નબળા વિચારની કલમ લગાડી દેવાતી હોય છે અને એ પણ ફાલતોફૂલતો રહે છે.

ઇસ્લામમાં મનાઈ

આમ તો ઇસ્લામ મધ્યમમાર્ગી ધર્મ છે. મન કે શરીરને બહુ કષ્ટ ન પડવું જોઈએ એ એની પાયાની સમજ. ઇસ્લામનો અર્થ જ સમર્પણ છે એટલે અલ્લાહને સંપૂર્ણ સમર્પિત રહેવું; આટલું જ. વળી, ચમત્કારોને ઇસ્લામમાં સ્થાન નથી. જે અલ્લાહે ધાર્યું હોય તે જ થાય એવી મૂળભૂત માન્યતાને કારણે કોઈ પીર, ફકીર ચમત્કાર ન કરી શકે. તાવીજ, બાધા-આખડી, રમલ, પાસા, ગ્રહજ્યોતિષ વગેરેને ઇસ્લામ નકારી કાઢે છે. અલ્લાહના પયગંબર મહંમદસાહેબને એમના શરૂઆતના સમયમાં લોકો કહેતા કે પયગંબર છો એ સાબીત કરવા ચમત્કાર કરી દેખાડો. એમનો જવાબ હતો કે આ સૂર્ય અને ચંદ્ર નિયમિત રીતે ઊગે અને આથમે છે એ શું ચમત્કાર નથી? આપણે પેદા થઈએ છીએ એ શું ચમત્કાર નથી? આ ચમત્કાર નથી દેખાતા? અલબત્ત, હદીસ સાહિત્યમાં (પયગંબરના જીવનની સામાન્યથી માંડીને મહાન ઘટનાને માર્ગદર્શક તરીકે સ્થાપિત કરતા ગ્રંથોમાં ચમત્કારોની ઝલક મળે છે. પરંતુ મહંમદ સાહેબે પોતાને પયગંબર (સંદેશવાહક) જ ગણાવ્યા, ચમત્કારી પુરુષ નહીં.

પરંતુ એનો અર્થ એ નથી કે મુસલમાનો ખરેખર આવાં ધતીંગોથી મુક્ત થઈ ગયા છે. મુસ્લિમ સમાજ પણ અંધશ્રદ્ધાનો શિકાર છે અને એમાં પણ જંતરમંતર કરીને લોકોનાં દુઃખ દૂર કરવાના બહાને પૈસા કમાનારા છે.

કાસિમભાઈ ‘સ્વદેશ કૅનેડા’ નામના અખબારમાં એમના લેખ (૧૩ અને ૨૦ એપ્રિલ ૨૦૦૭)માં દેખાડે છે કે કુરાનશરીફની સુરા (પ્રકરણ) ૯. આયત (શ્લોક) ૩૪માં કહ્યું છે કે ધર્મશાસ્ત્રના ઘણા વિદ્વાનો (આલિમો અને આમિલો) અને દરવેશો(પીરો, ફકીરો અને બાબાઓ) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાઈ જાય છે અને તમને અલ્લાહના સત્ય માર્ગેથી રોકે છે.”

જો પાલનહાર અલ્લાહ તમારો સાથ આપે તો તમારા ઉપર કોઈ ફાવી શકે નહીં અને જો તમને પડતા મૂકે તો પછીએવો કોણ છી કે જે તમારી મદદ કરે?” (૩/૧૬૦).

કાસિમભાઈ લખે છે કે “…પાલનહાર અલ્લાહે સર્જન કરેલો પામર માનવી, જે પોતાની દુકાન ખોલીને લોકોની સમસ્યાઓ. મુશ્કેલીઓ અને મૂંઝવણોને દૂર કરવાના પોકળ દાવાઓ કરીને અને તેની ભારી કિંમત વસૂલ કરીને નિષ્ફળતા જ આપે છે તેના પાસે ક્યાંથી આધ્યાત્મિક (રુહાની) જ્ઞાન આવી ગયેલ છે કે તેને તેના આ જ્ઞાનને વેચવા દુકાન ખોલવી પડે? અને વર્તમાનપત્રોમાં લોભામણી જાહેરાતો આપવી પડે?…” કાસિમભાઈ તાર્કિક સવાલ પૂછે છે કે આવા લોકો પોતે જ સંપત્તિના ઢગલા કેમ કરી દેતા નથી જેથી તેને દુકાન ખોલવાની કે ટેલીવિઝન પર જાહેરાતો આપવાની જરૂર ન પડે?

આવા ઠગભગતો લોકોની કઈ જાતની મુશ્કેલીઓ દૂર કરવાનો દાવો કરતા હોય છે?

કાસિમભાઈએ લાંબી યાદી આપી છે. બીમારી દૂર કરવી, સંતાનપ્રાપ્તિ, નાણાકીય ભીડ, નોકરીમાં પ્રગતિ, ધંધામાં નફો, દેવું દૂર કરવું, સંતાનોને આજ્ઞાંકિત બનાવવાં, મરજી પ્રમાણેનાં લગ્ન, પતિ કે પત્નીને વશ કરવી વગેરે. એટલું જ નહીં પણ ઇમિગ્રેશનની આડખીલીઓ દૂર કરવામાં કે લૉટરીના નસીબવંતા આંકડાઓ આપવામાં કે કોર્ટમાં કેસ જિતાડવામાં પણ મોટી કિંમતના બદલામાં પોતાના કહેવાતા આધ્યાત્મિક જ્ઞાનથી મદદ કરવાનો દાવો કરે છે. આ જાણે પૂરતું ન હોય તેમ એમનો દાવો એવો હોય છે કે કુરાનમજીદની આયતો દ્વારા જ તેઓ આ બધાં દુઃખો દૂર કરતા હોય છે ! ખરું પૂછો તો કુરાન મજીદ આવાં ધતીંગોનો ખુલ્લો વિરોધ કરે છે.

અબૂ ધાબીમાં

એ ખરું કે ઇસ્લામમાં પણ અલ્લાહનાં વચનો દ્વારા સાજા કરવાનો (રુકેયા)ઉપાય માન્ય છે અને એનો જ બગલાભગતો લાભ લેતા હોય છે. પરંતુ, અબૂ ધાબીમાં મૌલવીઓ અને ડોક્ટરોએ સાથે મળીને લોકોને સલાહ આપી છે કે કોઈ પણ બીમારી જણાય તો પહેલાં ડૉક્ટર કે મનોવૈજ્ઞાનિક પાસે જાઓ અને તે પછી જ શ્રદ્ધાનો આશરો લો.(અહીં વાંચો). એ લોકો માને છે કે “દુઆ એ જ દવા” એ ધર્મમાં માન્ય છે, પણ એ ‘બિઝનેસ’ ન બની શકે. આ એક જાતની સદ્‍ભાવ પૂર્ણ પ્રાર્થના છે, પણ દરદી બધા ઉપાયો કરી લે તે પછી જ એનો આશરો લઈ શકાય.

પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં લગભગ બધા માનસિક રોગો માટે જિન્ન (ભૂતપ્રેત)ને જવાબદાર માનવામાં આવે છે. મંતરેલું પાણી, માદળિયાં બલિ ચડાવવો વગેરે ગામડાંના સાધનસંપન્ન જમીનદારોથી માંડીને લાહોર અને કરાંચી જેવાં આધુનિક શહેરોમાં ભણેલાગણેલા માણસો પણ દોરાધાગા અને તાવીજોમાં માનતા હોવાના રિપોર્ટ છે.

પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. (મૂળ લેખ).

ઝરદારી પણ ખરા !

image

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ‘કાળી નજર’થી બચવા દરરોજ એક કાળા બકરાનો બલિ ચડાવતા. દરરોજ એક બકરો ખરીદાય. એને ઝરદારી પાસે લઈ જવાય. ઝરદારી એને હાથ લગાડે, તે પછી એમના ખાનગી મકાનમાં એને લઈ જવાય અને ત્યાં એની કુરબાની અપાય. ઝરદારી પાંચ વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાં સુધી તો આ નિયમ અચૂક ચાલ્યો. (અહીં વાંચો).

રૅશનલિઝમનાં બીજ

image

આરબો જેમ ફેલાયા તેમ નવા પ્રભાવો પણ એમના પર પડતા હતા. ખાસ કરીને પ્લેટોનો પ્રભાવ શરૂઆતના ઇસ્લામી ફિલોસોફરો પર ઘણો પડ્યો. યુરોપના રૅશનલિઝમનાં મૂળ અવિસેના (અબૂ ઇબ્ન સિના) જેવા દાર્શનિકોનાં લખાણમાં રહ્યાં છે. અબૂ ઇબ્ન સિનાનો કાળ ઈ.સ. ૯૮૦-૧૦૩૭ છે. એ વિખ્યાત તબીબ, ભૂસ્તરશાસ્ત્રી, ચિંતક અને રૅશનલિસ્ટ હતો. એણે શ્રદ્ધાને બદલે તર્ક (વિવેક બુદ્ધિ)નો આશરો લીધો અને કુરાનનો અભ્યાસ કર્યો. એ રીતે એણે રેને દ’કાર્ત (Rene Descartes) (૧૫૯૬-૧૬૫૦)થી પહેલાં શ્રદ્ધાને બદલે તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સ્થાપિત કર્યું.

ઇસ્લામની આ મહાન પરંપરાનો અંત આવ્યો (એની કથા જુદો લેખ માગી લે છે) અને મુસ્લિમ સમાજ પાછો ધર્મના અનુદાર અર્થઘટનને કારણે અંતે દોરાધાગામાં ગૂંચવાઈ ગયો.

૦-૦-૦-૦

અંતમાં શ્રી કાસિમભાઈ અબ્બાસનો ફરી આભાર માનું છું. એમનો સંપર્ક અહીં થઈ શકે છેઃ qasimabbas15@hotmail.com

૦-૦-૦

7 thoughts on “Islam, Muslim Society and Blind Faith”

 1. દિપકભાઈ;
  દરેક લખનાર ઈસ્લામ પર લખતાં પહેલાં સતર્ક હોય છે કે સહેજ પણ આડુંઅવળું લખાઈ ગયું તો જાનનુ જોખમ છે. ભુતકાળના અનેક ઊદાહરણો મોજુદ છે. તે તમે અને અન્ય લોકો પણ જાણૉ છો. અન્ય કોઈપણ ધર્મના અનુયાયી જેટલો ઈસ્લામનો અનુયાયી સહિષ્ણુ નથી.મારે દેખ્યે હિન્દુઓ જેટલાં સહિષ્ણુ કોઈપણ ધર્મના અનુયાયીઓ નથી અને તેને પરિણામે જ ગમે તે વ્યક્તિ ગમે તેવી ટિકાટીપ્પ્ણી હિન્દુ અને તેમના દેવી દેવતાઓ કે અન્ય માનતાઓ પર કરી શકે છે અને તે સત્ય છે.કોઈ તે સ્વિકારે કે ન સ્વિકારે. ઈસ્લામ, મહંમદ સાહેબનો પૈગામ તેમજ તેમનુ જીવન એ સમય, સ્થળની પરિસ્થિતિને અનુરુપ અને ખુબ જ સુંદર હતું.પરંતુ કોઈપણ ધર્મને જીવંત રાખવો હોય તો તેને સમયની સાથે ચાલવું પડે. બંધિયાર પાણી દુર્ગંધ મારે તેમ જ ધર્મ પણ. ઉદાહરણ રુપે,” મહાવીર સ્વામિએ ૨૫૦૦વર્ષ પહેલાં પગરખાં પહેરવાની મનાઈ ફરમાવી હોય તે પાછળ હિંસાનુ કારણ હતું. કેવળ ચામડાંના જુતા જ મળતાં. વળી સડકો માટીની હતી અને માટીની સડકો પર વહેલી સવારે ઝાંકળને કારણે ભીની થયેલ માટીપર ચાલવું સ્વાસ્થ્ય માટે શુભ હતું. પરંતુ અત્યારે અહિંસક કેનવાસના જુત્તા ઊપલબ્ધ છે ત્યારે મહાવીરની દેશના કેટલી તર્ક સંગત છે? અને હજી પણ જૈન સાધુ સાધવીઓ ડામરની સડકો પર જુતા વગર ચાલવાની પરંપરાની હિમાયત કરે તે કેટલું યોગ્ય છે? બીજું કે મહાભારતના યુધ્ધમાં અર્જુનને કૃષ્ણ યુધ્ધ કરવા પ્રેરે છે. બાકી અર્જુન તો સામે સ્વજનોને જોઈ વિષાદમાં સરી પડેલ અને શસ્ત્રો હેઠા મુકી દીધેલ. પરંતુ આજે કૃષ્ણ અવતરે તો કોઈને યુધ્ધ માટે પ્રેરી શકે? હવે યુધ્ધ તીર, તલવારનુ રહ્યું નથી. હવે તો એક જ બટન દબાવો અને પૃથ્વી પરથી જીવન સમાપ્ત. કહેવાનુ તાત્પર્ય એ જ કે એક સમયે જે સાચુ અને સારું હોય તે સદા સાચુ અને સારું નથી હોતું સત્ય પણ સમયે સમયે બદલાય છે.
  મારા એક મુસ્લીમ મિત્રને મારી વાતોમાં ખુબ રસ પડતો અને ઘણીવાર તે ઈસ્લામની, કુરાનની અને મહંમદ સાહેબની વાતો કરતાં. મને પણ થોડીઘણી ઈસ્લામ વિષે જે ખબર છે તે તેમના કારણે જ છે. એકવાર વાતમાંથી વાત નીકળી અને તેઓએ કહ્યું,” મહંમદ પયંગમ્બર સાહેબ ઈસ્લામના છેલ્લાં પયંગબર હતાં એમના અગાઊ બીજા અનેક થઈ ગયાં” મેં તેમને કહ્યું,”કોઈ બગિચામાં ૧૫૦૦ વર્ષમાં એક પણ ફુલ ન ખીલે તો તેને તમે બગિચો કહો ખરાં?” તેઓ મારો ઈશારો સમજી તો ગયા, પરંતુ મને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો?” મેં કહ્યું,’ ઈશ્વર રોજ નવા પર્ણો અને પુષ્પો ખીલવે છે.તો આપણને જીવંતતા આ પૃથ્વી પર લાગે છે. પરંતુ નવા પુષ્પો ખિલવાના બંધ થઈ જાય તો જેમ આ પૃથ્વી મૃત બની જાય તેમ ધર્મ પણ મૃત બની જાય તેવું તમને નથી લાગતું?” એ મિત્ર થોડા ખુલ્લા દિલના છે એટલે મને કહ્યોં તમારી વાતમાં દમ તો છે પણ ઈસ્લામ એ મૃત ધર્મ તો નથી જ.” મેં કહ્યું તમારી વાત સાથે હું સો ટકા સહમત છું. ઈસ્લામમાં મહંમદ પછી એકથી એક ચઢિયાતા અનેક ફુલો ખિલ્યા છે પરંતુ એક ખોટી માન્યતાને કારણે મુસલમાનો આ ફુલોથી અંજાણ રહી ગયા.જો કે બધા મુસલમાનો અંજાણ રહ્યા એવું પણ નથી અનેક ખુલ્લા દિલના મુસલમાનો આ ફુલોને ઓળખી શક્યા અને તેનો આનંદ ઊઠાવી શક્યા છે પરંતુ જે મુસલમાનો જડ પ્રકૃત્તિ ધરાવતાં તેઓ આ સૌંદર્યથી વંચિત રહી ગયા.” તેઓને મારી વાતમાં રસ પડ્યો એટલે વાતને આગળ વધારતાં બોલ્યાં,” તમને આવા કોઈ ફુલોનો અનુભવ છે? કોઈના નામ આપી શકો.” મેં કહ્યું ઓછામાં ઓછા એક હજારથી વધુ આવા નામોને હું જાણૂ છું ઉદાહરણ રુપે મંસુર, રાબીયા, લલ્લા, તાજુદ્દીન, ઈનાયત શાહ,બુલ્લેશાહ, બાબાજાન,ફરિદ અને બીજા અનેક.” તેઓએ મને પૂછ્યું,” અજમેરના ખ્વાજા સાહેબ માટે તમે શું કહો છો?” મેં કહ્યું ખાલી ખ્વાજા સાહેબ જ નહી પરંતુ ચિશ્તી પરંપરામાં બીજા અનેક સંતો થયા છે.” તેઓ ખ્વાજા સાહેબની દરગાહ પર ઘણીવાર જતાં અને તેમને થોડી શ્ર્ધ્ધા હતી જેથી તેઓ તે સંવાદ પુરતાં તો મારી સાથે સહમત થયા, પરંતુ બીજા દિવસે વળી ઈસ્લામના સંસ્કાર જાગૃત થયા હશે તો મને આવીને કહી ગયા કે તમારી વાત પર મેં ખુબ વિચાર્યું. પણ થયું કે,” મહંમદ સાહેબની તોલે આ બધામાંથી કોઈ ન આવે.” મેં કહ્યું તમે તુલના શા માટે કરો છો? ગુલાબ, ગુલાબ છે અને ચમેલી ચમેલી છે. અને એ ભિન્નતા જ તેમનુ સૌંદર્ય છે. જરા વિચારો કે આ પૃથ્વી પર બધા ગુલાબ જ હોત તો?” મારી વાત સાંભળી તે ગયા તો ખરા, પણ પછી મારી સાથે બહું ધર્મ અને ઈસ્લામ વિષે વાત કરવાનુ ટાળતા. આ કહાની એટલે કહી કે તેમાં મુસલમાનો જે મુળભુત રીતે ઈસ્લામનુ ખોટું અર્થઘટન કરે છે પરિણામરુપે તેમના જ ધર્મના સારા પાસાઓ છે તેનાથી વંચિત રહી જાય છે જેની ઉપર થોડો પ્રકાશ પડે.

 2. શ્રીમાન શરદ શાહના વધુમતીના વિચારો સાથે હું સહમત છુ.

  સ્ત્ય ઍ છે કે ઈસ્લામાના અંતિમ પયગમ્બર સાહેબ આજથી ૧,૪૦૦ વર્ષ પહેલા થઈ ગયેલ છે. ૧,૪૦૦ વર્ષ પહેલા ખરેખર શું થયું હતું તેનો ૧૦૦ ટકા સાચો રિપોર્ટ ક્યાંથી મળી શકે? તેમના કથનો પણ તેમના નિધનના ૧૫૦ વર્ષ પછી લખાવા શરૂ થયેલ, ઍટલે આ કથનો માં ખોટા, બનાવટી, ઉપજાવી કઢેલા કથનો વગેરે પણ હોય શકે છે, અને છે.

  જ્યાં સુધી તેમના પછી બીજા કોઈ પયગંબાર કેમ નથી આવ્યા, તો ઍ વિષે લખવાનું કે અત્યારે “કાદીયાની” કે “ઍહમદીયા” સંપ્રદાયના લાખો અનુયાયીઓ જગતમાં ફેલાયેલા છે, જેઓ માને છે કે પયગંબર સાહેબ પછી પણ બીજા પયગંબાર આવી શકે છે, અને તેઓ “મીરઝા ગુલામ ઍહમદ” ને પયગંબાર માને છે, જેમનું અત્યારે નિધન થઈ ગયું છે.

  ઍ પણ સો ટકા સત્ય છે કે મુસલમાનો અત્યારે બીજા બધા ધર્મપંથીઓ કરતા બહુજ વધારે ધર્મઝનુની છે. માનવજાતને જીવતા સળગાવી દેવું તેમના માટે ઍવુ છે જાણે પયગંબર સાહેબે આ માટે તેમને આદેશ આપ્યો હોય!. આ ધર્મ ઝનુનીઑ (જેવાકે તાલીબાનો, ISIS વાળાઓ તથા બીજા ભટકી ગયેલા અંધશ્રધાળુઓ વગેરે) પોતે તો પયગંબર સાહેબ ના ચીંધેલા માર્ગે નથી ચાલતા, પરંતુ પયગંબર સાહેબના કહેવાતા અપમાન કરવાવાળઑ ની (કશા પણ કાનૂની પુરાવાઓ વગર) જીવતા સળગાવી દે છે અથવા તો ક્રુર હત્યા કરી દે છે.

  દર વર્ષે સાઉદી અરેબીયામાં વીસ લાખ કરતા વધુ મુસ્લિમો “હજ” માટે જાય છે, જેમાં હજારો ઍવા પણ હોય છે, જેઓના પાડોશીઑ ભુખે મરતા હોય, પણ તેઓ “હજ” માટે લાખો ખરચ કરશે. ઈસ્લામ ધર્મ “માનવતાનો ધર્મ” છે, ઍ આ અંધશ્રધાળુઓને નથી સમજાતું .

  આ છે અત્યારના કહેવાતા (અંધશ્રધાળુ) મુસલમાનોની દશા.

  કાસીમ અબ્બાસ

  1. કાસિમભાઈ,

   ચર્ચામાં જોડાયા તે બદલ આભાર.

   પાકિસ્તાનમાં કાદિયાનીઓ સાથે જે થાય છે તે ખરેખર અમાનવીય છે. આટલા બધા ધર્મો છે તે બધા પોતપોતાના ધર્મોપદેશકને માને છે. આમાંથી કાદિયાનીઓ ઇસ્લામની મુખ્ય ધારાથી અલગ પડે તો એમને કદાચ મુસલમાન ન ગણો તે સમજાય છે, પણ એટલા જ કારણસર એમના પર જુલમો ગુજારવા એ તો કોઈ સ્વીકારી ન શકે. તે ઉપરાંત પાકિસ્તાનનો Blasphemy Law પણ અન્ય ધર્મના લોકો પર અત્યાચારો કરવાનું સાધન છે.

   પયગંબર મહંમદ સાહેબે કહ્યું કે કુરાન દ્વારા અલ્લાહે ધર્મને ‘પરિપૂર્ણ’ બનાવી દીધો છે અને હવે કોઈ નવો પયગંબર નહીં આવે. આનો પોઝિટિવ અર્થ તો એ થાય કે એમણે મુસલમાનો પર ખાસ નવી જવાબદારી નાખી છે કે દુનિયાને કેમ બહેતર બનાવવી કારણ કે ઉપદેશો અને શીખવવાનું કામ પૂરું થયું. અવારનવર દુનિયાને દુઃખમાંથી મુક્ત કરવા કોઈ આવશે એવા ખ્યાલ કરતાં આ વિચાર મને વધારે ગમે છે, કે કોઈ બચાવવા નહીં આવે અને આપણે પોતે જ સુધરવાનું અને સુધારવાનું છે.

   તમે પાડોશીઓની વાત કરી છે, તો એક હદીસ પ્રમાણે એક મુસ્લિમ ઘરની ચારે બાજુનાં પચાસ ઘરો સુધી પાડોશ જ છે અને એના સાથે સારા સંબંધો રાખવાના છે. જો કે સામાન્ય માણસ આવું બધું કદાચ ન કરી શકે. બધા ધર્મોમાં આવા સદ્‍ભાવની વાત હોય છે પણ અમલ શૂન્ય રહે છે એટલે આમાં કંઈ ઉણપ હોય તો એના માટે હું સામાન્ય મુસલમાનને જવાબદાર ગણવા માગતો નથી. પરંતુ પાડોશી તરીકે કોઈને નુક્સાન કરતાં તો બચી શકાય. કુરાનમજિદના (અથવા કોઈ પણ ધર્મગ્રંથના) આવા સંદેશ સૌ કોઈને માટે છે. આ બધાં માનવીય મૂલ્યો છે અને એમને સાચવવાની જવાબદારી સૌની છે.

 3. Dear Dipak bhai.

  I have read your article and the views by Sharadbhai and my friend Qasimbhai.

  First of all congrats for writing such article on a touchy issue of religion. Religion and beliefs in it are not bad. Yes, I know many my rationalist friends and their views on religion. Well, I am a practising Muslim having regards for all religions. I do have Quraan, Geeta and Bible with me and keep on reading them from time to time. All religions teach respect for humanity, tolerance and respect for others. Unfortunately this doesn’t happen with most of the followers. Many of them do exactly violating daily all these everyday for many, many years. In fact most of the wars and the resultant massacres took place in the name of religions.

  Islam means ‘Submission.’ And submission means ‘Faith.’ Those who do not believe in the finality and the teaching or commandments are FREE to chose their paths like, as pointed out by Brother Qasim Abbas, Ahmediyas or Qadiyanis. Their spiritual Guru proclaimed himself as a Prophet.It mean he didn’t ‘Submit’ himself according to Quranic commandments. In Pakistan and Saudi they have been declared ‘Non-Muslims.’ What’s happening to them in Pakistan is deplorable and political. Many Muslims like me condemn this. In fact I wrote in my articles on this many times. Islam doesn’t welcome opposition from within. This not done by Muslims only but we see it in almost with followers of other religions too. We see this in India what’s happening to Dalits.

  So far and even today I have great respect for Buddhism for its teachings on non-violence. Ahimsa is its main teaching. Look what’s being done by Monks in Myanmar and Sri Lanka. Despite this act on the part of the followers my respect for Buddhism is not at all diminished or reduced a bit. The point is any religion is not bad but some of its followers are certainly violating teachings everyday. George Bernard Shaw famously said, “Islam is the best religion but its followers are not.’ This is applicable to all religions.

  Now as for ‘Blind Faith (Andh Vishvas).’ Again we find this is practised by followers of almost every religion including Islam. Muslims in the world are generally divided (In following Islam) in Two groups. One Wahabi(Deobandi) and Barelvi. Wahabis call them puritan. To some they are followers of dotted lines.They follow what exactly is written in Quran and Hadees (Prophets sayings). No matter what they don’t like any kind of deviation like constructing Qabars, going to Durgahs, not believing in asking some wise or saints for making Duas for you. They even don’t recognise Saints. For an example they say all saints are also humans and shouldn’t be granted any special status. It is as good as saying a Judge r a Scientist is equal to a Peon. There are many. Barlevis, on the other wayis totally different and following opposite views. These two branches or schools of thought exist side by side. However, it is their internal matter.

  I oppose some blind faith practises like kissing durgahs, asking for a favour (Mannat maanvi), Tying a coloured thread etc. If you have read carefully Govind Marubhai’s bolg Abhivyakti you’ll see my views expressed in writings over there. In fact I am the First Muslim to express my such views over there and this has been recognised by Govindbahi himself. I think Muslims follow these practises because of local cultures. Islam also recognise local cultures. I f you see Bangladesi Muslim women they put Bindyas on their foreheads. If you go to Afghanistan you find many Muslim women with tattoos on their bodies. Wahabi way doesn’t recognise this.

  From 1970 to 80, while in Mumbai (Then Bombay) I worked with the local chapter of Satya Shodhak Mandal (SSM) founded by Dr. Dabholkar who was murdered last year by religious hooligans (Bigots). I wrote an article on him paying a tribute for a local Gujarati weekly ‘Gujarat News Line’ (Gujaratnewsline.com). I contribute my articles for this newspaper Bi-weekly for over Two years. Earlier I contributed for ‘Gujarat Abroad. and Gujarat Express.

  The dividing line between Shraddha nad Andh-Shraddha is very thin. Fanatics in any religion will never like any sort of opposition or Reforms. However hard they try reforms are taking place. Narmad, Akha, Dabholkar, Com. Pansare (Murdered this year in the same way as Dabholkar) and many more will be there. Fanatics treat Reforms as ‘Threats.’

  With more and more Bhagwans, Acharyas, Babas coming forward the movement for Rationalism ha not or is not picking up. I think many more like Dabholkar and Pansare have to laid their lives. I am happy to note one thing. In the last more than Fifty years I didn’t find a new ‘Peer.’ Compare to this many new so called Pakhandis have come to fore in Hindus. So, iI think Muslims have been educated and enlightened. Again the percentage of followers of Andh-vishwas is more among Hindu because of their large numbers, at least in India. Films like OMG and PK will meet with resistance.
  Anyway, the reforms are taking place but the process is very slow.

  As for commercialisation of religion again this is found with followers of almost all religions. Grand temples and mosques are still built. Billions are spent on their construction and management. The fight among managers are well known. Hardly there is any temple or mosque where there are no disputes between groups. some time back I wrote a shair in Urdu (Raat bhar durgah par chaadren chdhti rahin, Bahar ek ghareeb thand se mar gaya). People have forgotten the real teachings, service to humans and humanity, and have become ritualistic (Karmakaandi). My friend and famous shayar and film lyricist Nida Fazli also wrote, ‘Ghar se masjid hai bahot door chalo yun kar len, Kisi rote hue bachche ko hansaya jaaye.’

  You’ll wonder and be happy to note that not only in Toronto but in many cities around among Gujarati Muslims Myself and Qasim Abbas are the only Two persons who have been advocating for reforms. We all have to find and address reasons for the failure of Reform movement not picking up.

  Thanks for providing an opportunity to express my views.

  Regards to you all readers of Maari Baari. Khare khar this time it was Maari Baari (My turn).
  Firoz khan
  Journalist/Columnist/Educationalist and Human Right Activist.
  Toronto
  Canada.

  1. પ્રિય ફિરોઝભાઈ,

   ચર્ચામાં જોડાવા બદલ આભાર. તમે ‘મારી બારી’ને ‘તમારી બારી’ માનો છો તે મારા માટે આનંદની વાત છે. ધર્મ જેવા વિષય પર આવો લેખ લખવા બદલ તમે અભિનંદન આપો છો તે પણ મારા માટે આનંદની જ વાત છે, પણ કહે છે ને કે જ્યાં દેવદૂતો જાતાં અચકાય ત્યાં મૂર્ખાઓ ધસી જતા હોય છે. આ રીતે પણ મારા વિશે કહી શકાય.

   તમે અંધશ્રદ્ધા વિશે જે વિગતે છણાવટ કરી છે તે સા્ચી છે. બધા ધર્મોમાં આ દૂષણો છે. આનાં ઘણાં કારણો છે. આપણે સૌ જાણીએ છીએ કે આશા અને ભવિષ્યની અનિશ્ચિતતા આમાં મુખ્ય કારણ રૂપ છે. વળી જીવનમાં અમુક પ્રકારનો વિશ્વાસ સ્થાપિત થાય તો અમ્ધ શ્રદ્ધા ઓછી થાય. હું સામાન્ય લોકોનો વાંક જોતો નથી. આપણે સમસ્યાનો ઉકેલ જ્યાં મળવો જોઈએ ત્યાં ન શોધીએ અને બીજે શોધીએ તો આવું જ થાય. દુનિયાએ આપેલાં સંકટો પહેલાં તો દુનિયાના માર્ગે જ ઉકેલવા મથીએ અને ગેબી મદદ ન માગીએ. બધું કર્યા પછી જ આપણે એના હકદાર બનીએ છીએ. ભગવાને આપણને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યાં એનો પૂરો ઉપયોગ કર્યા વિના જ ભગવાનને તકલીફ આપીએ તે કેમ ચાલે? એ જાણે આપણા માટે નવરો બેઠો હોય.

   અભિવ્યક્તિ પર તમારા વિચારોથી હું પરિચિત છું જ. તમે વહાબી, બરેલવી વગીરે ભેદ સમજાવવાની કોશિશ કરી છે તે પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. માણસ રંધાતા ચોખાના દાણા નથી કે એક દાણો મસળી જોઈએ અને નક્કી કરી લઈએ કે બધા દાણા રંધાઈ ગયા. એક માણસને જોઈને આખા સમાજની સંપૂર્ણ કલ્પના ન કરી શકાય. એટલે એકબીજાને નજીકથી જાણવાના પ્રયાસ ચાલુ રાખવા જોઇએ. આભાર.

   1. Dear Dipakbhai,
    Thanks for your comments on my views.

    Fear of Unforeseen is also one of the major factors for Blind Faith. I would like to go one step further and say absence of confidence on one’s own abilities is also the reason for this state of affairs.

    What I say and practice myself is to take essence of good from any corner.

    We, all of us, stop criticising or name calling other persons or religions or any other aspects then the true understanding will prevail and much of the problems won’t be there.

    Yes, we all must continue our efforts to educate people. I consider many religions like plants of flowers that beautify the garden called the WORLD.
    Firoz Khan

 4. From primitive man to the medieval man, god and religion were the last and only refuge. But with the availability of knowledge from sciences and literatures of all kinds, modern man came to know after renaissance that both god and religion are fountain source of all the big and small superstitions. He came to know that all good and/or bad in life is consequent upon the interplay of natural and social environment. If they are made conducive by his own effort, man can be happy. If they are made non-conducive, man can be miserable. For modern man, therefore, the idea of god and religion is not only obsolete and outdated but also counter-productive. Only those idiots who don’t know about natural and phisical and biological and social sciences together with literatures can belive in these grand superstitions, namely Hinduism, Islam, Christianity et al with their gods !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: