૬૦૧૮મા જન્મદિવસનાં અભિનંદન !!!

વેબગુર્જરી પર મારી બારી વિભાગમાં આજે આ વાંચશો.

http://webgurjari.in/2014/10/23/maari-baari_27/

સૌ વાચકમિત્રોને જન્મદિવસનાં અભિનંદન!

તમારો જન્મદિવસ? ન હોય! તો આટલા ઉત્સાહથી અભિનંદન શા માટે આપું છું?

વાત એમ છે કે ૨૩મી ઑક્ટોબર (ઈ.પૂ.)૪૦૦૪ના દિવસે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત કરી. એટલે આજે આપણી દુનિયાનો ૬૦૧૮મો જન્મદિવસ છે! બોલો, આપણે સૌ આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષો અભિનંદનને પાત્ર ખરાં કે નહીં? આજે આપણો સહિયારો જન્મદિવસ છે.

બાઇબલ (જૂના કરાર)ના પહેલા જ અધ્યાય ‘Genesis’(ઉત્પત્તિ)1માં સૃષ્ટિ નિર્માણની વિગતો છે; આપણે ટૂંકમાં જોઇએઃ

આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.પૃથ્વી ખાલી હતી. સમુદ્ર પર અંધકાર હતો.ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટોઅને પ્રકાશ પ્રગટયો.

દેવે પ્રકાશનું નામ દિવસઅને અંધકારનું નામ રાતરાખ્યું.

પછી સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માટે વચ્ચે અંતરિક્ષ થાઓ.

દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. દેવે અંતરિક્ષને આકાશકહ્યું.

પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.

દેવે સૂકી જમીનને પૃથ્વીકહી

અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને સાગરકહ્યો.

પછી દેવે પૃથ્વીને વનસ્પતિ, અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરવા કહ્યું.

પૃથ્વીએ તે પ્રમાણે કર્યું.

પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.

પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે.”

અને એમ જ થયું. પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી.

દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી

અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી.

ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.

પછી દેવે સમુદ્રમાંજુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે, તે બધાંની સૃષ્ટિ રચી.

દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં.

પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.

તે પછી દેવે પૃથ્વી પર બધી જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં.

દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં.

પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ,

જે મારી પ્રતિમારૂપ અને મને મળતો આવતો હોય;

જે સમુદ્રમાંનાં માછલાં પર, અને કાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે.

તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.” 

આથી દેવે પોતાની પ્રતિમારૂપ મનુષ્ય પેદા કર્યો.

દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.

પછી સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

આ રીતે પૃથ્વી, આકાશ અને તેમાંની બધી જ વસ્તુઓનું સર્જન પૂરું થયું.

દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું.

તેથી સાતમા દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું.

દેવે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો.


ઈશ્વરે સાતમા દિવસને પવિત્ર બનાવ્યો અને પોતાનું કામ બંધ રાખીને આરામ કર્યો એટલે યહૂદી પ્રજામાં છ દિવસના કામ પછી સાતમા દિવસે આરામ કરવાની પ્રથા પડી. આમ તો આની સાથે ‘સબાત’ની પ્રથા પણ જોડાયેલી છે. એ શુક્રવારના સૂર્યાસ્તથી થોડી વાર પહેલાં શરૂ થાય છે. આમ બે દિવસની અઠવાડિક રજાનો રિવાજ શરૂ થયો. આ દિવસોએ ઈશ્વરે આરામ કર્યો એટલે બધાએ કામ બંધ રાખીને પ્રભુભજનમાં વખત ગાળવાનો હોય છે. એ જ રીતે દર સાત વર્ષે એક વર્ષ ખાલી રાખવાની પ્રથા પણ છે. એ વરસમાં ખેતર ન ખેડાય અને કરજો જતાં કરી દેવાય. ખેતી પ્રધાન સમાજના તહેવારો પણ ખેતી સાથે જોડાયેલા હોય. તે ઉપરાંત દર સાત વર્ષનાં એક, એવાં સાત ચક્ર પછી, એટલે કે ૪૯ વર્ષ પછી ૫૦મું વર્ષ ‘યોવેલ વર્ષ’ છે. એમાં પણ ખેતી ન થાય અને ગુલામોને મુક્ત કરી દેવાય. હીબ્રુના ‘યોવેલ’ શબ્દ પરથી અંગ્રેજીનો ‘જ્યૂબિલી’ શબ્દ આવ્યો. આપણે પણ પચાસ વર્ષને ગોલ્ડન જ્યૂબિલી વર્ષ માનીએ છીએ.

પણ આપણે આડે પાટે ચડી ગયા. ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિની રચના કરી અને સાતમા દિવસે આરામ કર્યો તે તો ખરું; પરંતુ, આ સાત દિવસ કયા? કેટલાં વર્ષ પહેલાં સૃષ્ટિની રચના થઈ?

આયર્લૅન્ડના બિશપ જેમ્સ (જેકોબીસ) અશર

આયર્લૅન્ડના બિશપ જેમ્સ (જેકોબીસ) અશરે આ શોધી કાઢવા ઘણી મહેનત કરી. ઘણાય ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી એમણે ‘Annals of Old Testament’ પુસ્તક લખ્યું, જે ઈ.સ. ૧૬૫૦માં લંડનમાં પ્રકાશિત થયું. પુસ્તકના પહેલા જ પાના પર એમણે લખ્યું કે “ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી. એ સાથે સમયની શરૂઆત થઈ. જૂલિયન પંચાંગના ૭૧૦મા વર્ષમાં ૨૩મી ઑક્ટોબર પહેલાંની રાતે આ ઘટનાક્રમ બન્યો.” પુસ્તકના જમણી બાજુના હાંસિયામાં બિશપ અશરે જૂલિયન કૅલેન્ડરની ઈસવી કૅલેન્ડર સાથે સરખામણી આપીને દેખાડ્યું છે કે એ ઈસુ પૂર્વે ૪૦૦૪નું વર્ષ હતું!

Annals of Old Testament
બિશપ અશર કૅથોલિક ઈંગ્લૅન્ડની વચ્ચે ઝઝૂમતા પ્રોટેસ્ટન્ટ હતા અને પોપના ધર્મમાં જે ભક્તિ અને દીનતાનો પ્રભાવ હતો તેની ટીકા કરતા અને વિદ્વત્તાને અગત્યની ગણતા હતા. એમણે પ્રકાંડ પાંડિત્ય તો દેખાડ્યું, પરંતુ એ પારંપરિક માન્યતાને દૃઢ કરવા માટે જ હતું. આમ પણ, ખ્રિસ્તીઓ તો માનતા જ હતા કે સૃષ્ટિની રચના ઇસુથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. પોપની સામે વિદ્રોહ કરીને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપનારા માર્ટિન લ્યૂથર પણ એમાં અપવાદ નહોતા. એમને આખી સંખ્યા ઈ.પૂ. ૪૦૦૦ પસંદ હતી. ખગોળશાસ્ત્રી કૅપ્લરે ઈ. પૂ. ૩૯૯૨ને સૃષ્ટિની રચનાનું વર્ષ નક્કી કર્યું હતું.

એ નોંધવા જેવું છે કે બિશપ અશરની કાલગણનાનો વિરોધ કરનારા પણ હતા. ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે જમીનની નીચે જે રીતે ખનિજો ઘનીભૂત થયાં છે તે માત્ર છ હજાર વર્ષમાં ન થઈ શકે.

Annals of Old Testament પુસ્તક ૧૬૫૦માં પ્રકાશિત થયું ત્યારે ન્યૂટનની ઉંમર આઠ વર્ષની હતી. ૧૬૮૭માં ન્યૂટનનું ‘પ્રાકૃતિક દર્શનશાસ્ત્રના ગાણિતિક સિદ્ધાંતો’ વિશેનું પુસ્તક પ્રકાશિત થયું. આમ એક જ સમયગાળામાં વિજ્ઞાન અને અ-વિજ્ઞાન બન્ને સાથે ચાલતાં રહ્યાં છે. ખરું જોતાં ન્યૂટન પણ એમ જ માનતા કે ગુરુત્વાકર્ષણના નિયમો આકાશી પિંડોની ગતિની સમજણ આપે છે, પણ આ પિંડોને ગતિમાં લાવનાર કોણ છે તે એના દ્વારા જાણી ન શકાય. ન્યૂટને તો બાઇબલની ઘટનાઓ વિશે પણ પોતાની પાછલી જિંદગીમાં લખ્યું છે.

૧૮૦૯માં ડાર્વિનનો જન્મ થયો અને એમણે ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત સ્થાપ્યો. તેમ છતાં, અમેરિકામાં પણ ઉત્ક્રાન્તિના સિદ્ધાંત અને બાઇબલના સૃષ્ટિ સંબંધી મત વચ્ચે ભારે ટક્કર રહી છે અને છેક ૧૯૭૦ના દાયકામાં પલ્લું ઉત્ક્રાન્તિ તરફ ઢળ્યું છે. જ્યૉર્જ બુશ જૂનિયરે રાષ્ટ્રપતિ તરીકે માત્ર ઇરાક અને અફઘાનિસ્તાન પર હુમલા કર્યા એમ નથી. ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદને પણ પદભ્રષ્ટ કરવામાં પણ એ સક્રિય રહ્યા અને Creationism (સૃષ્ટિનો સર્જનહાર કોઈક છે એવો મત) અને Intelligent Design (સૃષ્ટિની સમજપૂર્વક બનાવેલી ડિઝાઇન)ના સિદ્ધાંતો વધારે વાચાળ બનાવ્યા. આ તો હમણાંની વાત છે.

૧૯૨૫માં તો ટેનેસી રાજ્યમાં એક કેસ ચાલ્યો. એમાં જીવવિજ્ઞાનના એક શિક્ષક જ્‍હોન સ્કોપ્સ સામે બાઇબલ વિરુદ્ધનો સિદ્ધાંત શીખવવાનો આરોપ હતો.

clip_image004_thumb.jpg

જુલાઈની દસમીથી આઠ દિવસ માટે આ કેસ ચાલ્યો અને ન્યાયાધીશે સ્કોપ્સને એકસો ડૉલરનો દંડ કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે ટેકનિકલ કારણસર દંડ રદ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દંડ જ્યુરીએ કરવો જોઇએ, પણ તેને બદલે ન્યાયાધીશે પોતે જ કર્યો તે ગેરકાનૂની હતું. આમ છ દિવસમાં સૃષ્ટિનું નિર્માણ થયું કે ઉત્ક્રાન્તિના સિદ્ધાંત પ્રમાણે – એ પ્રશ્ન અનિર્ણિત જ રહ્યો. આ કેસ અમેરિકામાં Monkey Trial3 તરીકે પ્રખ્યાત થયો છે.

પરંતુ સ્કોપ્સના કેસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ૨૦૦૦ની સાલમાં ડગ્લસ લિંડરે5 એક સારી વાત કહીઃ

“૧૯૨૫માં, વિચારશીલ બૌદ્ધિકો અને અભિપ્રાય ઘડનારાઓની સમાજને બહુ જરૂર હતી, અને આજે પણ છે. દેવી દેવતાઓના અંતની માનવીય કિંમત શી છે તે વિચારશીલ બૌદ્ધિકો સમજી શકે છે. બહુ નુકસાન થઈ ગયું છે અને આ કરુણ સ્થિતિ બરાબર સમજતા હોય તેઓ, આજે બહુ જ જરૂરી એવું, માર્ગદર્શન આપી શકે છે. બૌદ્ધિકો આ કામ ઠેકડી ઉડાવીને નહીં, પણ કળ વાપરીને કરે તો માનવીય ગરિમા અને નૈતિક જવાબદારીનું જતન થાય એવી, પરમતત્વ વિનાની નવી માન્યતાઓનાં બીજ રોપી શકે છે.”

૦-૦-૦

એ જે હોય તે. ૨૩મી ઑક્ટોબરે જેમનો જન્મ દિવસ હોય તેવા બધા વાચક મિત્રોને ખરેખર જ અને ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ. મને ખાતરી છે કે આવા મિત્રો હવે પછી એમના જન્મ દિવસે આ લેખને અને એના લેખકને યાદ કર્યા વિના નહીં રહે! જેમનો જન્મ દિવસ ૨૩મી ઑક્ટોબરે ન હોય એમણે પણ અફસોસ કરવા જેવું નથી. આપણી સૃષ્ટિનો જન્મ પણ આપણી સાથે જ થાય છે, એટલે દરેક જણ પોતાના જન્મદિવસને સૃષ્ટિનો જન્મદિવસ માની શકે છે અથવા તો બિશપ અશરની જેમ ગણતરીઓ કરીને ભૂતકાળમાં સૄષ્ટિની રચનાની તારીખ આઘીપાછી કરી શકે છે!


સંદર્ભ:

 1. ઊત્પત્તિ Genesis

2.  Genesis 2 – New International Version (NIV)

3. State v. John Scopes (“The Monkey Trial”) – by Douglas O. Linder

4. State v. John Scopes: A Final Word – by Douglas O. Linder

 1. Speech on the Occasion of the 75th Anniversary of the Opening of the Scopes Trial – Kansas City (July 10, 2000) – by Douglas O. Linder

7 thoughts on “૬૦૧૮મા જન્મદિવસનાં અભિનંદન !!!”

 1. ખુબ જ સરસ, અભિનંદન, દિપકભાઈ,

  આપના પ્રયાસે લોકોને ઉત્પત્તિ-(જીનેસિસ) નો પ્રથમ અધ્યાય વાંચવા તો મળશે….. આભાર.

  તમે નહિ માનશો….. આ પ્રથમ અધ્યાયે જ મારા જીવનને ૪૨માં વરસે બદલી નાંખ્યો આજે હુ ૫૨ વરસનો થઈ ગયો અને હજુ વધુને વધુ પરમેશ્વરની નજીક જઈ રહ્યો છુ. જે પહેલા શક્ય ન હતુ.

  મે બાઈબલમાં એક જગ્યાએ વાંચ્યુ છે કે પરમેશ્વરનો એક દિવસ ૧ કરોડ વર્ષથી લઈને ૧ ક્ષણનો પણ હોઈ શકે છે કેમ કે પરમેશ્વર દરેક ક્ષણનો સ્વામિ છે તમે એ વિશે વધુ પ્રકાશ ઉમેરશો તો હુ આપનો ઋણિ રહિશ.

  હા, પપલ રુઢિવાદને તો ઘણા ખ્રિસ્તીઓ વખોડે જ છે પણ એ પણ સમયનો તકાજો કહિ શકાય જેવી રીતે આજે લોકો ભૌતિક વિકાસમાં પોતાને વિકસીત માની નષ્ટ થઈ રહ્યા છે. એ વખતે વિજ્ઞાન આજના સ્તર સુધી વિકસ્યુ ના હતુ ત્યારે લોકોને ફક્ત અને ફક્ત યુધ્ધ, ધર્મ અને કર્મકાંડનો જ સહારો હતો. આજે પણ જે લોકો ભણી નથી શકતા તેઓ માટે પણ ધર્મ જ એક સહારો છે નહિ તો લુચ્ચાઈ તો છે જ ને અને એ લુંટારાઓથી બચવા માટે જ ધર્મની જરુર પડી છે.

  1. રાજેશભાઈ,
   અહીં જે કેસ આપ્યો છે તેમાં સ્કોપ્સના બચાવ પક્ષના વકીલ ઍથિસ્ટ હતા. કેસ કરનાર પાર્ટીમાં ડેમોક્રેટિક પાર્ટીના એક વખતના રાષ્ટ્રપાતિપદના ઉમેદવાર હતા. એમને જ્યારે ‘દિવસ’નો અર્થ પૂછ્યો ત્યારે એમની દલીલ એ હતી કે ‘દિવસ’ એટલે ૨૪ કલાકનો આપણો દિવસ નથી માનવાનો.

 2. બાય ધ વે, સંપુર્ણ ગુજરાત અને ગુજરાતી બ્લોગ જગતને પ્રભુ યેશુને નામે નુતનવર્ષાભિનંદન…… નવુ વર્ષ આપ સૌના જીવનને પ્રભુ યેશુના પ્રકાશમાં પ્રકાશમય કરે એવી અંતરમનથી પ્રાર્થના પ્રભુ યેશુને નામે……….આમીન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: