Shravan kyaa malashe?

શ્રવણની કથા બહુ જાણીતી છે. આપણે સૌ પરંપરાથી જાણીએ છીએ કે શ્રવણ પોતાનાં અંધ અને વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રાએ લઈ જતો હતો. રસ્તામાં માતાપિતાને તરસ લાગી એટલે એ નદીમાં પાણી લેવા ગયો. એ જ વખતે દશરથ રાજા શિકાર માટે નીકળ્યા હતા એમણે ઘડામાં પાણી ભરાતું હતું તેનો અવાજ સાંભળીને ધારી લીધું કે કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું છે. એમને શબ્દવેધી બાણની કલા હસ્તગત હતી એટલે બાણ ચલાવ્યું. શ્રવણ એનાથી ઘાયલ થઈ ગયો. દશરથ એની પાસે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે એમનું તીર તો માનવીને લાગ્યું છે. શ્રવણે એમને પૂછ્યું કે મને શા માટે માર્યો. ત્યારે દશરથે એની માફી માગી. શ્રવણે કહ્યું કે મારા મૃત્યુના સમાચાર તમે પોતે જ જઈને મારાં માતાપિતાને આપો. દશરથના પસ્તાવાનો પાર નહોતો, પરંતુ એ શ્રવણનાં માતાપિતા પાસે ગયા અને પોતાનું પાપ કબૂલ્યું. અંધ અને નિરાધાર થઈ ગયેલાં માતાપિતા આક્રંદ કરી ઊઠ્યાં અને એમણે પણ મૃત્યુને વરવાનો નિર્ણય કર્યો. દશરથને બ્રહ્મહત્યાનું પાપ તો લાગ્યું જ, તે ઉપરાંત શ્રવણનાં માતાપિતાએ એમને શાપ પણ આપ્યો કે અમે આજે જેમ પુત્રનું મોઢું જોઈ શકતાં નથી તેમ તમારું પણ મૃત્યુ પુત્રવિયોગમાં જ થશે. છેવટે એ શાપ સાચો પડ્યો અને રામ વનવાસ માટે નીકળી ગયા તે પછી દશરથ રામના વિયોગમાં ઝૂરતા મૃત્યુને વશ થયા.

આગળ  વાંચવા માટે વેબગુર્જરી પર જવા વિનંતિ છે…અહીં ક્લિક કરોઃ

મારી બારી (૨૫) – શ્રવણ ક્યાં મળશે?

3 thoughts on “Shravan kyaa malashe?”

 1. ‘ દશરથને બ્રહ્મહત્યાનું પાપ તો લાગ્યું જ ‘ એટલે શું ? દશરથે અન્ય કોઈ વર્ણના માનવીની હત્યા કરી હોત તો એણે કોઈ પાપ નથી કર્યું એમ માનતા orthodox બ્રાહ્મણ કથાકારોની જેમ શું આ પોસ્ટના લેખકનું પણ એવું જ માનવું છે ?

  1. શ્રી નીરવભાઈ,
   મૂળ વાક્ય આ પ્રમાણે છેઃ “એ યુવાન દશરથને કહે છે કે પોતે બ્રાહ્મણ નથી એટલે આ હત્યા બ્રહ્મહત્યાનું પાપ નથી.નીચે આનો સંદર્ભ મેં આપ્યો છે. આ વાક્ય એ સંદર્ભ પ્રમાણે છે. મારું પોતાનું ઘડેલું નથી.
   મને પૂછો તો હું તો કહીશ કે જે માણસ બાણથી ઘાયલ થયો હોય તે એ જ વખતે એને મારનારાના પાપનો પ્રકાર કેવો છે તેની ચર્ચા કરવાની સ્થિતિમાં જ ન હોય! એ દશરથને આશ્વાસન આપે કે “ભાઈ હું બ્રાહ્મણ નથી એટલે બહું ચિંતા ન કરો” આ કલ્પના જ અવાસ્તવિક છે. આવું શક્ય પણ નથી, તેમ છતાં વાલ્મીકિ રામાયણમાં છે!
   મૂળ વાત એ છે કે શ્રવણ જ નથી! અને મુખ્ય મનાતી કથાઓ પણ એકસરખી નથી. કંબનમાં એને બ્રાહ્મણ દેખાડ્યો છે, પણ બ્રહ્મહત્યાની એમાં વાત નથી!
   તો શ્રવણ એની કાવડ સાથે આવ્યો ક્યાંથી?
   મારી વાત કરું તો હું પોતે નથી માનતો કે બ્રાહ્મણને મારવાનું પાપ બીજા કોઈની હત્યા કરતાં મોટું છે્. મેં તો રામાયણ સંબંધી વિસંગતિ દેખાડી છે.
   વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: