The Morbi Disaster (1)

 

No one had a tongue to speak પુસ્તકનો પરિચય (૧)

 ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટને ‘મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય…’ લોકગીત પુસ્તકની શરૂઆતમાં મૂક્યું છે. વાણિયણ પાણી ભરવા મચ્છુ નદીએ ગઈ છે ત્યાં જિયાજી ઠાકોર ઘોડે ચડીને આવે છે. સ્ત્રીને જોઈને ઠાકોર ચળી ગયા છે. વાણિયણ એમને વારવા મથે છે, પણ ઠાકોર એને ઉપાડી જવા કૃતનિશ્ચય છે. અંતે વાણિયણ મચ્છુને વહાલી કરે છે અને શાપ આપતી જાય છે કે તારૂં  શહેર જ ડૂબી જશે.

લેખકો કહે છે કે આ શાપ પેઢીઓ સુધી ફળ્યો નહીં અને જાડેજા વંશનું ત્યાં રાજ ચાલતું રહ્યું. મોરબી શહેર પણ ફૂલતુંફાલતું રહ્યું અને એનાં સુંદર શિલ્પોને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ બની રહ્યું. લોકો આ શાપને કદી યાદ ન કરત, પરંતુ નોકરશાહીએ જાણે કમર કસી લીધી હતી કે લોકો ભૂતકાળની ઘટનામાં અંકિત થયેલા, પરંતુ કદી ન ફળેલા શાપને સ્મૃતિઓના ભંડકિયામાંથી બહાર લાવે અને કહે કે શાપ સાચો પડ્યો.

આમ શરૂ થાય છે મોરબીની ગોઝારી હોનારતની કથા.

પહેલું પ્રકરણ ઉચ્ચ કક્ષાનાં સજીવ પાત્રાલેખન દ્વારા મોરબીના જનજીવનનો પરિચય કરાવે છે. ચરિત્રો જીવતાં બનીને સામે આવી ઊભે છે. એક સારી નવલકથાનાં તમામ તત્વોથી સજ્જ પહેલું પ્રકરણ અનાગતના આભાસ સાથે વાચકના મનમાં એક વ્યાકુળતા પેદા કરે છે. આપણે દ્વિધામાં છીએ. નવલકથા કેમ વળાંક લેશે તે જાણતા હોવા છતાં અનિચ્છાએ આપણે પણ ભયાવહ અનાગત તરફ ધકેલાતા જઈએ છીએ. શૈલીની પીંછી કેવાં સુંદર દૃશ્યો ઊભાં કરી આપે છે તે દેખાડવા અહીં હું થોડાં વાક્યોનો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ આપું છું: ”ધૂંધળી ક્ષિતિજ ઉપર સૂરજ ચડ્યો અને દેખાડ્યું કે નદી સાવ સૂકીભાંઠ છે. જુલાઈ પૂરો થવા આવ્યો હતો, પણ હજી ગુજરાતમાં ચોમાસું ડોકાયું નહોતું. જો કે મોરબીમાં જીવન પૂર્વવત્ ચાલતું હતું…બફેલો બ્રિજ પર ટ્રાફિકનો પ્રવાહ હૉર્ન વગાડતો વણથંભ ઊભરાય છે. બે કાંસાના આખલા પોતાનાં સિંહાસનો પર ટ્રાફિક પર નજર માંડીને બેઠા છે…ઑટોરિક્શાઓનાં છડિયાં, સાયકલોને માંડ સંભાળીને ચલાવતા નિશાળિયા છોકરાઓ, પતિઓની ખચાખચ ઠાંસેલી મોપેડો પર બાળકોને સજ્જડ વળગાડીને બેઠેલી પત્નીઓ… જે કોઈ ટ્રાફિક પરથી નજર હટાવી શકે એમ છે એમને સદીઓની સમૃદ્ધ રાજાશાહીના ભવ્ય વારસાને નિરખવાની તક મળે છે.” એક ગતિમાન ચિત્ર આંખ સામે સરકવા લાગે છે.

અહીં તમને મળે છે, પ્રતાપભાઈ આડરોજા. મેઇન માર્કેટ પાસે જ એમનો નાનો પાનનો ગલ્લો છે.અને દક્ષિણ મોરબીની એક શેરીમાં જૂના જમાનાના એક આલીશાન મકાનમાં કચરો વાળતી એક સોહામણી યુવાન સ્ત્રી નજરે ચડે છે – ખતીજાબેન વાલેરા. આખો પરિવાર દરબારી ગાયક હતો પણ હવે એ દિવસો ગયા. કુટુંબના સભ્યો  બીજાં કામો પણ કરે છે, પણ સંગીત હજી પણ મુખ્ય કામ રહ્યું છે. માત્ર એક જ કુટુંબમાં હવે પેઢીઓ ફેલાઇ છે અને આ એક જ ઘર પાસે સંગીત શિક્ષણનાં ઘણાં બોર્ડ છે. કુટુંબીઓમાં જ હરીફાઈ છે. શૌકતભાઈ સૌથી નાના અને સૌથી સુરીલા, પણ કહે છે કે, એમને કોઈકે સિંદૂર પિવડાવી દીધું.

આ ભગવાનજીભાઈ પટેલ. પણ હવે ખેતીને બદલે ઉદ્યોગમાં પડ્યા છે. લીલાપરથી આવીને મોરબીમાં કારોબાર જમાવ્યો છે. સિરેમિકનું એમનું કામ ધમધોકાર ચાલે છે. એટલું જ નહીં ૧૯૭૦ના દાયકાથી મોરબીની ઘડિયાળો પણ દેશની અનેક ભીંતો પર સમયની પ્રહરી બનીને ગોઠવાવા લાગી હતી.

આ છે કનુભાઈ કુબાવત. ઊંચી કદકાઠી, સેંથી પાડીને ઓળેલા વાળ, મોઢામાં પાન ઠસોઠસ ભર્યું છે. મોરબીની ઉત્તરે શિક્ષક તાલીમ કૉલેજમાં ભણાવે છે, પણ સાંજે દક્ષિણમાં ઘરે આવે ત્યારે પેન્ટને બદલે ધોતીમાં દેખાય અને મંદિરમાં સેવાનું કામ કરે.

ચારે બાજુ ઉત્સાહ છે. આજે રાંધણ છઠ છે. રસોડાંને આરામ નથી. કાલે શીતળા સાતમ. માતાજીને ઊનું ન ફાવે એટલે કાલે તો ચૂલો પણ ઠંડો રહેશે. ટાઢું ખાવાનું છે એટલે આજે જ રંધાઈ જવું જોઈએ. અને પરમ દિવસે આવશે જન્માષ્ટમી. કૃષ્ણ કનૈયાના જન્મનો ઓચ્છવ. બધા મસ્ત છે; બધાંનાં મન ઉમગે છે.

આવો હવે મળીએ મોરબીના મૅયર રતિલાલ દેસાઈને. અચકાતા મને જાહેર જીવનમાં આવ્યા, પણ હવે એમને મન જનસેવા એ જ પ્રભુસેવા. સગાવાદ, લાગવગ. ચશમપોશી, રુશ્‍વતખોરીના પ્રખર વિરોધી. સૌરાષ્ટ્રમાં કોઈકને કોઈક મ્યુનિસિપાલિટી રુશ્વતના કીચડથી ખરડાયેલી હતી ત્યારે પણ રતિલાલ દેસાઇને કારણે મોરબીએ ‘આદર્શ શહેર’ નો દરજ્જો જાળવી રાખ્યો હતો.

આવાં અનેક પાત્રો આપણને મોરબીના સમાજજીવનનો ચિતાર આપે છે.

xxx

સૌરાષ્ટ્રના દ્વીપકલ્પની ફરતે આવેલી ડૂંગરોની હારમાળામાંથી અનેક ઝરણાં ફૂટે છે. લીલાં જંગલો પાર કરીને એક સૌથી મોટા ઝરા, મચ્છુને આવીને મળે છે. એ જ મચ્છુ નદી. વાંકાનેરથી વીસ માઇલ (૩૨ કિલોમીટર) આગળ વધીને મચ્છુ મોરબીમાં પ્રવેશે છે. અહીં એની પહોળાઈ લગભગ બે ફર્લાંગ (૨૫૦ મીટર) છે. વરસમાં મોટા ભાગે તો એ કોરી હોય છે, કીચડ અને ગારા સિવાય કઈં હોતું નથી. મોરબીથી માળિયા સુધી જઈને મચ્છુ કચ્છના અખાતમાં ઠલવાય છે. ચોમાસામાં અખાતમાં પાણી ભરાતાં એ અરબી સમુદ્ર સાથે એકાકાર થઈ જાય છે. અનેક જાતની માછલીઓ મચ્છુના મુખપ્રદેશમાં જોવા મળે છે. પરંતુ ચોમાસું વીતતાં કચ્છનો અખાત સુકાવા માંડે છે અને ખારાપાટની સખત જમીન બની જાય છે. એ મચ્છુને શોષી લે છે.

આમ તો મચ્છુને નાથવાનો વિચાર નવો નહોતો. છેક ૧૯૨૦ના અરસામાં મોરબીના રાજા ઠાકોર લખધીરજીને મોરબીમાં બંધ બાંધવાનો વિચાર આવ્યો હતો. એમણે ભારતના સર્વમાન્ય નિષ્ણાત એન્જીનિયર વિશ્વેસરૈયાને સલાહ માટે મોરબી તેડાવ્યા. પરંતુ એમણે આ વિચાર તરત પડતો મેલ્યો. એ વખતના અમુક દસ્તાવેજો પ્રમાણે  ડૅમ બાંધવા માટે જોઈતાં નાણાંની ખેંચ હતી. તે પછી વાંકાનેર પાસે બંધ બાંધવાની દરખાસ્ત આવી. પણ એય લખધીરજીએ માંડી વાળ્યું, કારણ કે વાંકાનેરનાં ઘણાં ગામડાં ડૂબી જાય એમ હતું અને વાંકાનેર અલગ રાજ્ય હતું એટલે સાર્વભૌમત્વનો પણ સવાલ હતો. પરંતુ મૅયર રતિલાલ દેસાઈના માનવા મુજબ વિશ્વેસરૈયાએ લખધીરજીને બંધ ન બાંધવાની સલાહ આપી. કહેવાય છે કે વિશ્વેસરૈયાએ કહ્યું કે જો બંધ પાણીને રોકી નહીં શકે તો સમજી લો કે મોરબીની સામે તોપનું નાળચું કાયમ માટે તકાયેલું રહેશે.

  ૧૯૨૦માં જે ન થયું તે આઝાદી પછી થયું. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું અને ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મોરબીથી ૩૩ માઇલ (૫૩ કિલોમીટર) દૂર વાંકાનેર પાસે લગભગ દોઢ માઇલ ( બે-અઢી કિલોમીટર) લાંબો બંધ બાંધ્યો. આનો લાભ વાંકાનેરની આસપાસનાં ગામોને મળવાનો હતો. આ હતો પહેલો મચ્છુ બંધ.

પરંતુ મોરબીની જરૂરિયાત સંતોષવા માટે મોરબી પાસે પણ બંધ બાંધવાની વાત તો ઊભી જ રહી. એ બીજો બંધ બનવાનો હતો. આપણે એ જ બંધની વાત કરીએ છીએ, પરંતુ આજે તો અહીં જ અટકીએ. xxx

18 thoughts on “The Morbi Disaster (1)”

 1. વાહ !!! વાહ !!!!…વાણીયણનું લોકગીત, રાધણ છઠ્ઠ, સીતલા સાતમ અને ગોકળ આઠમ !!! આપણે એ જ મચ્છુ ઉપરના મોરબી પાસેના બીજા બંધની વાત કરીએ છીએ….

 2. મોરબી શહેર પણ ફૂલતુંફાલતું રહ્યું અને એનાં સુંદર શિલ્પોને કારણે સૌરાષ્ટ્રનું પેરિસ ?
  મચ્છુ ડેમ તુટવા પછી પણ મોરબી સૌરાષ્ટ્રનું પેરીસ રહ્યું ? કે ફરી પેરીસ કરતાં ચડિયાતું બન્યુ ? ? ?

 3. નવું ઘણું જાણવા મળ્યું
  યાદ
  અમારા સર્વોદયી પાડોશી .ભારે તરવૈયા સ્વ રતનજીભાઇ ઢીંબર હોનારતનું જાણતા સીધા હોનાતરની જગ્યા પર પહોંચી બચાવાય તેને બચાવ્યા અને શબો કાઢવા લાગ્યા હતા.

 4. Dipakbhai,
  I have a sentimental connection with Morbi… I entered in Morbi (L E Collage , 1st year of my engineering study ) just 10 days befor this tragedy happened
  Left Morbi for ‘Satam-Aatham ‘ vacation just two days befor the happining..

  I have seen the ugly face of mathor nature and the fighting sprit of this city..

  You have shak my sleeping memories…

  Thanks..

 5. http://www.mavjibhai.com/lokgeet%20files/morbini.htm

  મોરબી – મારા પપ્પા અરુણોદય મીલ્સમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતાં. અમે ભાવનગર ભણતા અને મારા બા ભાવનગરમાં શીક્ષીકા. વેકેશનમાં અમે મોરબી જઈએ. અમે અહીં અને પપ્પા ત્યાં તે ફાવે નહી. એક દિવસ મેં ગરબડીયા અક્ષરે મારા પપ્પાને પોસ્ટકાર્ડ લખ્યું કે આમ તમે ત્યાં રહો અને અમે ભાવનગરમાં તે ફાવતું નથી. તમે ભાવનગર આવી જાવ તો જંગ જીત્યાં. આ હોનારત બની તેના થોડા મહીના પહેલાં મારું પોસ્ટકાર્ડ વાંચીને ત્યાંની મીલમાંથી રાજીનામું આપીને ભાવનગર પરત આવી ગયેલા. લગભગ આ હોનારત સાતમ – આઠમમાં બનેલી.

  ઘટના ઘણી કરુણ હતી, તે દૃષ્યો યાદ આવે તો યે કંપારી છુટી જાય.

 6. વાહ મોરબી વાહ
  મારો દીકરો મોરબીની એન્જી .કોલેજમાં ભણેલો છે .
  એ મિત્રો એ તમને ખબર છે ? મચ્છુ ની છીપરડી યુ પોલાદ નાં કટકા જેવો અવાજ કરે છે .

 7. મોરબીની હોનારત વખતે એક હેડલાઈન એવી આવી હતી કે “પેરીસનું પતન”. મોરબી જ્યારે હું ૧૯૬૦માં ત્યાં હતો ત્યારે તે સાચે જ બહુ સુંદર શહેર હતું. એટલે “પેરીસનું પતન” હેડ લાઈને મારા રુંવાડા ખડા કરી દીધેલ. પણ અત્યારે મોરબી એટલું સુંદર રહ્યું નથી. પણ જરુર એ ઉભું થઈ અને અદ્‍ભૂતરીતે વિકસિત થઈ ગયું છે. મજોકૉઠો અને ઠાંગો માણવા લાયક છે.

 8. એકવાત કહેવાની રહી ગઈ કે સર્વોદય કાર્યકર નાનુભાઈ ને ગુજરાતે ગુમાવેલા. મોરબીની હોનારતમાં નહીં પણ ત્યાં સેવા આપવામાં શરીરને ચેપ લાગવાથી.

 9. Dipakbhai, this was amazing, actually I got the reference of this book from somewhere and just ordered it, and one of my friend who is also from Morbi referred me your blog’s link. I grew up in Morbi and have spent my entire educational life there and I was almost 3 year old when this happened. Reading this was like nostalgia! I was stunned. I would suggest you should actually translate the entire book. I am too small to say this but You really did excellent job in this article. Thank you so much. Best regards – Kaushik

  1. Thank you very much. I understand they must have got the book translated by now or must be in the process of it. The unfortunate thing for us is, two young American boys expose the human failure and our journalists never thought about it. For them, every disaster is good for headlines.Everything is forgotten then and we do not learn from our mistakes and falures. Thanks again.

   1. Very rightly said Sir! It feels that we as a society has lost our soul. I don’t want to sound too negative but today, where ever we see, there are just a dance of inhumanity and selfishness. Feels like we are heading towards inhumanity with much more speed then ever with power of latest technology. Everyday we read about “hit and run” cases but nobody cares for enforcing proper traffic rules! Why people here are not afraid of traffic cops? Because they know with small amount of money they can just get away with almost anything! Same is true with Media! If you take a look at any of our leading English or Gujarati newspaper website, they are selling more advertisements and third class cheap articles with vulgar content then the amount of news. Look at medical “industry”. Doctors and hospitals are more concerned if you have “Mediclaims” then diagnosing your disease. Take any example be it education or law and order or even so called social service provider NGOs. I am sorry to be so sarcastic but I am not sure if we are going to leave a society which will be even up to the mark for living, for our next generations.

    1. Your analysis is correct, your pain is genuine. It is a strange phenomenon that the Western society is generally known as an individualistic society and we are known as family or group based society where an individual has to submit to the wishes of the collective. However, in practice our actions. our lack of concern for the general well-being shows that we are a highly individualistic society! On the other hand, Individuals in the Western society are more likely to act in the interest of the society – Bill Gates and Warren Buffet giving away their wealth. Snowden exposing American espionage mechanism and all the scientific inventions and discoveries, are only a few examples. The Morbi remained oblivious for long and these two American (including one, American Indian) boys brought it back in the public domain.

    2. Your analysis is correct, your pain is genuine. It is a strange phenomenon that the Western society is generally known as an individualistic society and we are known as family or group based society where an individual has to submit to the wishes of the collective. However, in practice our actions. our lack of concern for the general well-being shows that we are a highly individualistic society! On the other hand, Individuals in the Western society are more likely to act in the interest of the society – Bill Gates and Warren Buffet giving away their wealth. Snowden exposing American espionage mechanism and all the scientific inventions and discoveries, are only a few examples. The Morbi remained

     1. Dear Dipakbhai, That is cent percent true observation! We are a very individualistic and hypocrite society and I feel that only by learning, observing, spreading and sharing the knowledge and acting upon it we will be able to bring out society back to the level where it once was enjoying the status of most advance human civilization thousands of years back. And fortunately we have tools like Internet which would open the doors of possibilities for those who really wants to learn and adopt and move one. Thank you very much for sparing time and responding to my comments. Thanks a lot Sir.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: