webgurjari.in – New website to unite all blogs in Gujarati

મિત્રો,

આજે પ્રજાસત્તાક દિને એક નવી વેબસાઇટ webgurjari.in નું ઉદ્‍ઘાટન થયું છે.

આનો હેતુ બધા ગુજરાતી બ્લૉગોને એક સંગઠનનું રૂપ આપવાનો છે. આપના સહકારની અપેક્ષા છે. આ સાઇટ પાછળ રહેલી ભાવના, તર્ક, વિચાર અને આદર્શ વિશે વિગતે સમજવા માટે Net-ગુર્જરી બ્લૉગ પર આ અભિયાનના પ્રેરક બળ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે લખેલા આ લેખો અને પ્રતિભાવો વાંચવા વિનંતિ છે.

http://jjkishor.wordpress.com/2013/01/19/aapna-saunun-10/

http://jjkishor.wordpress.com/2013/01/21/aapna-saunun-11/

http://jjkishor.wordpress.com/2013/01/23/aapna-saunun-12/

http://jjkishor.wordpress.com/2013/01/24/aapna-saunun-13/

 આભાર…!  

18 thoughts on “webgurjari.in – New website to unite all blogs in Gujarati”

 1. માન.શ્રી.દીપકભાઈ,
  પ્રજાસત્તાક પર્વ, મા બોલી ગુજરાતીનાં કોમળ કવિ કલાપીનો જન્મદિન અને ’વેબગુર્જરી’નો શુભારંભ. આ ત્રિવેણીસંગમની હાર્દિક વધાઈ. આપ સમા મિત્રોની છત્રછાયામાં ગુજરાતી વેબજગત ’વેબગુર્જરી’ દ્વારા વિકાસનાં સોપાનો સર કરે એવી અભ્યર્થના અને અભિનંદન.

 2. ચાલો એક કામ પૂરું થયું અને બીજા અનેક કામ માટે દરવાજા ઉઘાડા થયા. વિચાર તો જુનો હતો પણ થતું હતું કે એકવાર વેબગુર્જરી બની જાય પછી બધા સમક્ષ મુકું. સ્કુલમાં ભણતો હતો ત્યારે મારી જોડણી ખુબ સારી હતી. પણ ધીમે ધીમે બધું ભુલાઈ ગયું. સાચી જોડણી જાણતા હશે અને લખતા હશે તેવા કેટલા હશે? સાર્થ જોડણી કોશ છે પણ એમાય ભૂલો જુગલભાઈએ શોધી કાઢી જ છે. એનો મતલબ આપણે જાણીએ છીએ તેવા વ્યક્તિઓમાં સાચી ગુજરાતી જોડણી જાણનારા શ્રી. જુગલભાઈ છેલ્લું રત્ન તો નહિ હોય ણે? સાર્થ જોડણીકોશની પ્રસ્તાવનામાંથી ત્રણ પેઈજ ભરીને ભૂલો શોધી કાઢનારા મને લાગે છે જુગલભાઈ જોડણી જાણનારા છેલ્લું રત્ન જ છે. જો ગુજરાતી સાહિત્યની સેવા કરવા વેબગુર્જરી બનાવી હોય તો જુગલભાઈ દ્વારા પ્રકાશિત એક ગુજરાતી ભાષાનો જોડણી કોશ અહી મુકવો જોઈએ. એમાં બહુ મહેનત નથી સાર્થ જોડણીકોશ તો હાથવગો છે જ. એમાં જુગલભાઈએ નજર નાખી સુધારા જ કરવાના છે. નહિ તો પછી એવું ના થાય કે આવી જોડણી હતી તે વાત નવી પેઢીને ખબર જ ના હોય..કાળક્રમે લોકો ભૂલી જશે કે ગુજરાતીમાં જોડણી હતી..

  1. બાપુ, તમારી વાતના આધારે કહેવું તો જોઈશે જ કે –
   જોડણી આવતીકાલનાં લોકો માટે અજાણ્યો શબ્દ બની જાય ખરો….પણ હકીકત સાવ એવી નથી.

   ૧) જોડણીકોશમાં જે ભૂલો રહી જાય છે તેનું કારણ કોશરચના વખતે પ્રૂફરીડરોએ કાળજી લીધી નહોતી ને એમની ભૂલો માટે સંપાદકોએ ભૂલ સ્વીકારી નહોતી.
   ૨) બધાં જ જાહેર ગુજરાતી લખાણોમાં ભૂલો હોય છે કારણ કે જોડણીના નિયમો પાળવા–પળાવવાનું ફરજિયાત નથી !
   ૩) પળાવતું કોઈ નથી તેનાં બે કારણો ગણી શકાય : એક, જરૂરી લાગતું નથી ને બે, ચકાસનારા ચકાસી શકે તેટલી ક્ષમતા ધરાવતા નથી !!
   ૪) અને ઉપરનાં ત્રણેય કારણોનુંય કારણ મુખ્ય અને એકમાત્ર કારણ એ છે કે ગુજ.જોડણીના નિયમોમાં “અરાજકતા” છે ! શુદ્ધ જોડણી લખવી હોય તોય તે અત્યંત દુષ્કર કામ છે.
   ૫) ‘છેલ્લું રત્ન’ તો હુંય નથી !! કારણ કે ‘કોડિયું’ના સંપાદનકાર્યના ભાગરૂપે જોડણી હું જ તપાસું છું, ને ભૂલો ક્યાંક રહી જ જાય છે !
   ૬) નેટ પર કોશો મુકાયેલા જ છે. (મુકાયેલા શબ્દમાં કોઈને ભૂલ લાગશે પણ મૂકવું અને મુકાવું બન્ને સંદર્ભે સાચા છે ! તેની વાતો તો ખૂટે તેમ નથી) તેથી નવો કોશ મૂકવો જરૂરી નથી….કોશનું કામ એકલદોકલથી થઈ જ ન શકે. તે ટીમવર્ક છે.
   ૭) લૅક્સિકોનની જોડણી મોટા ભાગે સૌ લેક્સિકોન કરે છે ! લૅક્સિકોન તો સારો જ છે, પણ સંકળાયેલી વ્યક્તિઓ તેને પાળી ન શકે,,,કારણ ? (જુઓ નં. ૪)

 3. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા માટે આ નવી વેબ સાઈટ શરૂ કરવા તમામ આયોજકોને વિશેષમાં આદરણીય જુગલકિશોરભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ !

 4. વૅબજગત પર ગુજરાતીઓની જેટલી હાજરી રહેતી હશે, તેટલી જ વ્યાપકતા ગુજરાતીની પણ કરવામાં વૅબ-ગુર્જરીની સ્થાપના એક મહત્વનું સોપાન બની રહે તે માટે દરેક ગુજરાતી અહીં સક્રિય બને તેવી સર્વે ગુજરાતીને હાર્દિક અપીલ.

  મારો જે કંઇ સહયોગ આ બાબતે ઉપયોગી થઇ શકે તે ઉપયોગ જરૂરથી કરશો.

  – અશોક વૈષ્ણવ

 5. આજ્કાલ સ્કૂલમાં જ જે શિક્ષકો છે તેમણે જ સાચી જોડણી ક્દાચ શીખી નથી, તો અત્યારે ભણતાં છોકરાં ક્યાંથી શીખશે? અને કોઇ મારા જેવુ જોડણીસુધારવા જાય તો જવાબ મળે, અર્થ સમજાઇ જાય છે ને? શું ફરક પડે?!!

  1. બહેન, જ્યાં સુધી સાચા ઉચ્ચારો ન શીખવાય ત્યાં સુધી જોડણીની ભૂલો થતી રહેશે. ઉચ્ચાર બોલાતી ભાષા છે અને જોડણી આપણે શું બોલીએ છીએ તેનું ચિત્ર છે.આપણે જેવા હોઈએ તેવા જ ફોટામાં દેખાઈએ!

 6. બહુ સુંદર અને ઘણી જાણકારી આપતી વેબસાઈટ માટે તમને અભિનંદન.
  બાકી, ગુજરાતીમાં જોડણી માટે રોજની ફરિયાદ તો રહેવાનીજ…..

  1. શ્રી ગાંધીસાહેબ,
   મારી બારીમાં પહેલી વાર ડોકિયું કરો છો. આપનું ઊમળકાભેર સ્વાગત કરૂં છું. મારી બારી માત્ર મારી નથી, તમારી પણ સમજશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: