આજે પ્રજાસત્તાક દિને એક નવી વેબસાઇટ webgurjari.in નું ઉદ્ઘાટન થયું છે.
આનો હેતુ બધા ગુજરાતી બ્લૉગોને એક સંગઠનનું રૂપ આપવાનો છે. આપના સહકારની અપેક્ષા છે. આ સાઇટ પાછળ રહેલી ભાવના, તર્ક, વિચાર અને આદર્શ વિશે વિગતે સમજવા માટે Net-ગુર્જરી બ્લૉગ પર આ અભિયાનના પ્રેરક બળ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે લખેલા આ લેખો અને પ્રતિભાવો વાંચવા વિનંતિ છે.