20.1.1948: Failed attempt on Gandhiji’s life

૨૦.૧.૧૯૪૮: ગાંધીજીની હત્યાનો નિષ્ફળ પ્રયાસ

આજથી ૬૫ વર્ષ પહેલાં, ૧૯૪૮ની ૨૦મી જાન્યુઆરીએ મદનલાલ પાહવા નામના યુવકે ગાંધીજીની પ્રાર્થના સભામાં એમની પાછળથી બોમ્બ ફોડ્યો હતો. પાહવાનું મૂળ વતન પાકપટ્ટન પાકિસ્તાનમાં ચાલ્યું જતાં એ ૧૯૪૭માં ભારત આવ્યો. એનું કુટુંબ પણ પાકિસ્તાનથી ભાગતી વખતે અત્યાચારો અને તકલીફોનો ભોગ બન્યું હતું. એ આના માટે ગાંધીજીને જવાબદાર માનતો હતો. નોકરીની શોધ કરતાં એ ગોડસેના સાથી વિષ્ણુ કરકરેના સંપર્કમાં આવ્યો અને ગાંધીજીની હત્યાના કાવતરામાં જોડાઈ ગયો.

૨૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ, મદનલાલ પાહવા અને બીજા છ જણ – નાથુરામ ગોડસે, ગોપાલ ગોડસે. વિષ્ણુ કરકરે, શંકર કિસ્તૈયા, દિગંબર બાડગે અને નારાયણ આપ્ટે ગાંધીજી જ્યાં રહેતા હતા, તે બિરલા હાઉસમાં પ્રાર્થનાના સમયે પહોંચ્યા. પાહવા અને કરકરે પાછલા બારણેથી ગયા અને બાકીના આગલા મુખ્ય પ્રવેશદ્વારથી જ અંદર ગયા. પાહવાએ દરવાજે ચોકીદારને ભોળવવાનો પ્રયત્ન કર્યો કે એ પાછળથી ફોટા પાડવા માગે છે, પણ એ માન્યો નહીં એટલે પાહવા અને કરકરે ચાલ્યા ગયા. ચોકીદાર સમજ્યો કે એ લોકો એમની ટેક્સી તરફ ગયા, પણ ખરેખર પાહવા નજર બચાવીને પાછળ ચાલ્યો ગયો હતો. ત્યાં એણે બોમ્બ ગોઠવ્યો અને ફોડ્યો. પ્રાર્થના સભામાં થોડો ખળભળાટ તો થયો પણ ગાંધીજી તદ્દન શાંત રહ્યા અને લોકોને પણ શાંત થઈ જવા કહ્યું. પ્રાર્થના નિયમ મુજબ જ પૂરી થઈ, પણ બોમ્બ નિષ્ફળ જતાં મદનલાલ પાહવાને છોડીને એના સાથીઓ ત્યાંથી ખસી ગયા હતા. પાહવાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું અને પોતાના સાથીઓનાં નામ પણ આપ્યાં અને એ લોકો જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં પણ લઈ ગયો. 

xxx

 ૨૦મી જાન્યુઆરીનો બનાવ પણ ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ નહોતો. પહેલાં પણ ૧૯૩૪, ૧૯૪૪ અને ૧૯૪૬માં પણ ત્રણેક હુમલા થઈ ચૂક્યા હતા પરંતુ એની ખાસ નોંધ લેવાઈ નથી. ઓછામાં ઓછા બે હુમલામાં નાથુરામ ગોડસેની સંડોવણી હોવાના પુરાવા પણ છે. ૨૦મી જાન્યુઆરીનો હુમલો સૌથી વધારે વ્યવસ્થિત પ્રયાસ હતો. સવાલ એ છે કે  નામો મળ્યા પછી પણ પોલીસતંત્ર એમને પકડી કેમ ન શક્યું. તે પછી ગાંધીજીએ પ્રાર્થનામાં આવનારાની ઝડતી લેવા સામે સખત નારાજી દેખાડી હતી, તેમ છતાં, દિલ્હી શહેર અથવા મુંબઈ, પૂનામાંથી પણ આ લોકોને પકડી શકાયા હોત. ગાંધીજીએ ઝડતી લેવાની ના પાડી એ સગવડિયું બહાનું હતું અને છે. સરકારની બેકાળજી પણ ગાંધીજીની હત્યા માટે કારણ બની. ગાંધીજી સૌને આડે આવતા હતા કે શું?

 ગુજરાતના વયોવૃદ્ધ ગાંધીવાદી નેતા વડીલ શ્રી ચૂનીભાઈ વૈદ્ય (ચૂનીકાકા) લખે છે કે ગાંધીજીની હત્યા માટે અપરાધીઓ અને એમના સમર્થકો આ કારણો આપતા હોય છેઃ

૧. ગાંધીજી પાકિસ્તાન બનાવવાના સમર્થક હતા એટલે દેશના ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા;

૨. કાશ્મીરમાં પાકિસ્તાને આક્રમણ કર્યું તેમ છતાં એને પંચાવન કરોડ રૂપિયા આપી દેવાની ગાંધીજીએ હઠ પકડી.

૩. મુસલમાનો આટલા ઉદ્દંડ બન્યા તે ગાંધીજીની એમને ખુશ કરવાની નીતિને કારણે.

 ચૂનીકાકા લખે છે કે દસ્તાવેજો તપાસતાં આમાંથી એક પણ વાત સિદ્ધ થતી નથી. પંચાવન કરોડ રૂપિયા આપવાની વાત ૧૯૩૪, ૧૯૪૪ કે ૧૯૪૬માં તો હતી જ નહીં તેમ છતાં એમને મારી નાખવાના પ્રયાસ શા માટે થયા હતા? હકીકત એ છે કે  આ કારણો તો ભોળા લોકોની આંખમાં ધૂળ નાખવા માટે આગળ ધરવામાં આવે છે. 

xxx

ગાંધીજી દક્ષિણ આફ્રિકાના એમના અનુભવોના આધારે ભારતમાં શું  જરૂરી છે તે સમજ્યા હતા, જનતાના દરેક વર્ગને સાથે રાખવાની જરૂરિયાતમાંથી એમના હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા, સ્વાવલંબન, ટ્રસ્ટીશિપ વગેરે વિચારોનો ઉદ્‍ભવ થયો હતો.

વળી ગાંધીજી ધર્મને રાજકારણ સાથે સાંકળતા હતા. એમણે ગીતા ઉપરાંત કુરાન, બાઇબલ વગેરે બધાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, અને હિન્દુ ધર્મ સહિત બધા ધર્મોના ક્રિયાકાંડોને તિલાંજલિ આપીને માત્ર મૂલ્યો ગ્રહણ કર્યાં. ખરેખર તો આ માનવીય મૂલ્યો હોય છે. ધર્મોમાં બંધાયેલાં આ મૂલ્યોને નવા સંયોગોમાં પુનર્જીવિત કર્યાં, પ્રયોજ્યાં અને રાજકારણને નવી દિશા આપી. 

આમ છતાં એમણે પોતે હિન્દુ, મોઢ વાણિયા હોવાનું પણ સ્પષ્ટ જાહેર કર્યું. ગાંધીજી ધર્મને છોડીને કટ્ટરપંથીઓ માટે મેદાન મોકળું કરવા નહોતા માગતા અને લોકો પર એમની જબ્બર પકડ હતી, ગાંધીજી વ્યક્તિ મટીને મૂલ્ય બની ગયા હતા.

આથી કટ્ટરપંથીઓ માટે બુદ્ધિવાદી નહેરુ કરતાં ગાંધીજી મોટી આડખીલી રૂપ હતા કારણ કે પ્રજાના અતિ વિશાળ વર્ગ પર એમના નૈતિક ચારિત્ર્યનો ભારે પ્રભાવ હતો. આ આડખીલીને દૂર કર્યા વિના ચાલે તેમ જ નહોતું. અંતે, માત્ર દસ દિવસમાં જ એ સફળ થયા.

 આધારઃ

 http://en.wikipedia.org/wiki/Madan_Lal_Pahwa

http://www.mkgandhi.org/assassin.htm શ્રી ચૂનીકાકાના આભાર સહિત.  

આજથી શરૂ કરીને ૩૦મી જાન્યુઆરી સુધી આપણે ગાંધીજીના પ્રભાવ વિશે એકાંતરે-બે દિવસે ચર્ચા કરશું.

 

17 thoughts on “20.1.1948: Failed attempt on Gandhiji’s life”

 1. ન ધાર્યો હોય તેવો આંખ ખોલે તેવો અહેવાલ !
  બીજા અહેવાલની રાહ જોઈએ
  દૂધેશ્વર, અમદાવાદમા તેમના અસ્થિ પધરાવવા ગયા ત્યારે તો આઘાતમા વિચારવાનો સમય ન હતો !

  .યાદ આવે છે કે ત્યારે ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ કેટલાકે આનંદ વ્યક્ત કર્યો હતો અને મીઠાઇ વહેંચી હતી

 2. અન્જલિ તરીકેનો સરસ ઉપક્રમ.
  ગાંધીજીને ખલનાયક તરીકે ચિતરવામા આ ૫૫ કરોડ રુપિયા બહુ વપરાય છે. ગુજરાત માં એ વિષે ચર્ચા એટલી નથી થતી, પણ મહારાષ્ટ્રમાં તો એ નાનાં છોકરાં ઓનાં મગજમા પણ ઘૂસેલું છે. અહી રહીને એના ઘણા અનુઅભવ થયા.

  1. ગાંધીજી વિશે ગેરસમજ ફેલાવવાના ઘણા પ્રયત્ન થયા છે અને થતા રહે છે. એ એક જ માણસ એવો છે કે જેના વિશે જેને જેમ બોલવું હોય તેમ બોલી શકે છે.બીજાઅ કોઈ વિશે કશુંક બોલશો તો કોઈક ને કોઇક તમારી સાથે ચર્ચામાં ઊતરી પડવા તૈયાર હશે.

 3. Very sad – politics not only killed person but values. Other day there was argument to bury even truth in pursuit of war as we see we have already buried non-violence in principle and is considered as sign of weakness but as I read more about it and try to understand in its real term of inclusiveness -finds it is very hard and not easy to follow that path. Thank you for sharing as one should form opinion based on truth.

  1. તમારા સુંદરર વિચારો માટે હૃદયપૂર્વક આભાર. અહિંસાને આદર્શ તરીકે પણ હટાવી દઈશું તો યુદ્ધ સિવાય કશું બાકી નહીં રહે. અને એમાં જે બલવાન હશે તે જ જજીતશે. આ નૈતિકતા છે? ખરેખર તો યુદ્ધને ટાલવામાં વધારે સાહસની જરૂર છે. સંયમ રાખવાનું સંયમ ખોવા કરતાં વધારે અઘરૂં છે.

 4. Few years back, Bhoomiputra published an article by Ramesh Oza from Mid-day. He took every argument to justify Gandhiji’s assassination and demolished each of them very effectively. He also comapared the contribution of great leaders of freedom movement like Gokhale, Tilak, Subhash etc and proved conclusively that none was as great as Gandhiji. The arguments justifying anger against Gandhiji were hatched up afterwards and the assassination was preconceived. Even then, the arguments were totally invalid. Every thinking Indian must read that article.

     1. I just ended fruitless attempts to find the article online. I guess I have a xerox copy of the article which I took out for giving to a well-read person who was putting forward the old argument regarding Rs.55 crores given to Pakistan. Ramesh Oza has shown in this article that the assassinatin plan was made before Gandhiji’s advocacy for giving the amount to Pakistan.

 5. Wish to share one of article as follows- bit longer but worth reading. Hope somewhere it may add value to above mentioned matter.
  Gandhi and the clash of cultures–RAJNI BAKSHI
  —————————————————————————————–
  But what is the relevance of Gandhi’s vision in the face of intractable conflicts within a society and between nations – be it Hindu-Muslim, Christian-Muslim, Shia-Sunni, Iran-US, India-Pakistan. Invoking Gandhi in such situations seems unrealistically idealistic, not merely to those in corridors of power but to many ‘ordinary’ people. Gandhi’s prescriptions are dismissed for being morally and psychologically over-demanding.
  And yet, if we view these realities through the lens of the civilisational. Gandhi we might find that speculations about a clash of civilisations as cultures are minor disturbances on the surface of global relations.
  The dominant discourse defines civilisation as that which defines ‘who you are’ as in where you belong – which tends to seed conflict. But in the framework offered by Gandhi, civilisation is not about tribal or cultural identity – it is that which enables us to process foundational questions: ‘Why am I here?’ ‘What is the purpose of life?’
  One, such endeavours necessarily view peace not as the absence of violence but as universal well-being and mutual creativity. The latter might be severely undermined even in situations where there is no visible violence. Two, when you expand space for recognising and appreciating overlapping identities and affiliations there is greater chance of finding some common ground. This can then, potentially, become the basis for addressing points of conflict and disagreement.
  Though practice on the ground might not always bear this out, societies across the world do in principle acknowledge the futility of an ‘eye for eye’ model of justice. But what about situations where one set of people have been brutally oppressed and abused by the dominant group?
  An answer to this question was offered by the post-apartheid regime in South Africa. Instead of opting for a Nuremberg-style court of justice the South African leadership instituted a Truth and Reconciliation Commission (TRC). This decision was challenged by some, for it seemed to short-circuit serious justice. But two decades later the TRC is acknowledged as one of the key steps by which post-apartheid South Africa avoided a protracted civil war. Certainly the TRC approach is complex. Both in South Africa and in Ireland, where it was also applied, it has helped to heal and not just wiped out the wounds of deep injustices. But, it did open spaces to both acknowledge wrongs and move on to a future in which the injustices can be corrected.
  This is what drew Gandhi to Christ’s call – ‘Love thy enemy’. For injustice can never be undone by fostering hatred towards the oppressor.

 6. ૫૫ કરોડ આપી દેવા પડે એમાં ખોટું પણ શું હતું? મૂળ તો ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ ઝુંબેશ ઉપાડી હશે ત્યારથી જ કટ્ટરવાદીઓની નજરમાં આવી ગયા હશે. એમની સલામતી માટે જાણી જોઇને બેદરકારી રખાઈ હોય તેવું લાગે છે. બાકી ભાગલા પડ્યા અને બોર્ડર ઉપર સરકારી આંકડા મુજબ દસ લાખ માણસો કપાઈ મર્યા ત્યારેજ ગાંધીજીની હત્યા થઇ ચુકી હતી. ગોડસે એ એક ગાંધી નામની લાશની હત્યા કરી હતી તેવું મને લાગે છે.

 7. સત્યના પ્રયોગો વાંચી ત્યારથી ગાંધીજી પ્રત્યે આદર ભાવ જાગૃત થયો હતો. freedom at midnight વાંચી હતી તેમાં પણ ગાંધીજીની હત્યાને લઈને ઘણા પ્રશ્નાર્થો રજુ કર્યા છે. મારા મગજ માં પ્રશ્ન છે કે કોન્ગ્રેસે આ બાબતો ને કદી લોકો સામે લાવવાની તસ્દી કેમ નથી લીધી તે આઘાતજનક લાગે છે. બ્લોગ પર કોઈ કોમેન્ટ લખી નથી કારણ કે કોમેન્ટ્સ નહિ માત્ર હતાશા જ લખી શકું એવી સ્થિતિ છે અત્યારે મારી. કેટલાક લોકો જે પોતાના ઘરના ભલા માટે એક ટંકનું જમવાનું પણ છોડી સકે તેમ નથી તેવા લોકો જયારે ગાંધીજી વિષે ખોટા અભિપ્રાયો આપે છે ત્યારે ગુસ્સો પણ આવે છે. ગાંધીજીના મૃત્યુ પર બર્નાડ શો એ કીધેલી વાત યાદ આવે છે “It shows how dangerous it is to be too good.”

 8. આજે વ્યક્તિસ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્યના નામે એટલો બકવાસ ચાલે છે અને મીડિયા પણ એટલું અસત્ય ને ઉશ્કેરે છે કે આજના ન્યાયવાદીઓ રામ રાવણ ના વિવાદ ફેસલો રાવણની તરફેણ માં આપે!! ગાંધીજીને આપણે સમજ્યાજ નથી!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: