Archeology and Ramayana (3)

પુરાતત્વ અને રામાયણ (

મકાનોમાં થાંભલા

રામાયણનાં મકાનોમાં થાંભલા હોવાનાં વર્ણનો પણ છે, એટલે આવાં મકાનોનો ઇતિહાસ જોવાની જરૂર છે. મોહેં-જો-દડોમાં થાંભલાવાળાં મકાનો હોય એવા અવશેષ મળ્યા છે, પણ તે પછીના સમયમાં થાંભલા તરીકે માત્ર ઝાડનાં થડ વપરાતાં એવું જોવા મળ્યું છે. આપણા ઐતિહાસિક કાળમાં પાટલિપુત્રમાં ૨૨૫ થાંભલાવાળાં મકાનનો ઉલ્લેખ છે. આમ. ઈ.પૂ. ૨૦૦-૩૦૦ના અરસામાં પાટલિપુત્રમાં મોટાં સભાગૃહો બંધાયાં. એ પહેલાં ઈરાનમાં પર્સિપોલિસમાં આવાં સભાગૃહો હતાં એનું ત્યાં અનુકરણ કરવામાં આવ્યું હતું.

તે પછી, આંધ્ર પ્રદેશના નાગાર્જુનકોંડામાં થાંભલાવાળાં મકાનોના અવશેષ મળ્યા છે, પરંતુ એક પણ મકાન એક હજાર થાંભલાવાળું નથી મળ્યું. લંકામાં એક હજાર થાંભલાવાળાં ચેત્યગૃહો અને પ્રાસાદો હોવાનું કહેવામાં આવે ત્યારે બે અનુમાન થઈ શકેઃ

એક તો, એ કવિની કલ્પના હોઈ શકે (વાલ્મીકિની નહીં;  પછીના કવિની). કવિએ વર્ણનો સાંભળ્યાં હોય અને ઉમેરા કર્યા હોય એવું બને. અથવા બીજું, દક્ષિણ ભારતમાં મદુરૈ, રામેશ્વર જેવાં મંદિરોનાં સભાગૃહોનું એમાંથી પ્રતિબિંબ મળતું હોય એ શક્ય છે. લંકામાં થાંભલા રત્નજડિત હતા. આમ પણ રાજમહેલમાં સોનાનાં વાસણો, સિંહાસનો હોય એ સમજી શકાય છે, પરંતુ થાંભલા પણ રત્નજડિત હોવાથી લંકા સોનાની હતી, એવી લોકવાયકા પ્રસરી. ભારતમાં માત્ર તક્ષશિલા અને મોહેં-જો-દડોમાંથી સોનાની બનેલી મોટી વસ્તુઓ મળી છે. એટલે રામાયણમાં આવતાં વર્ણનો કેટલે અંશે સત્ય હશે તે નક્કી કરવું સહેલું નથી.

 પ્રાકાર (કોટ) અને પરિખા (ખાઈ)

સિંધુ સંસ્કૃતિનાં શહેરો હડપ્પા અને કાલીબંગનમાંથી કાચી માટીની ઈંટના કિલ્લાના અવશેષો મળ્યા છે. સિંધમાં કોટડીજી અને મકરાણ પાસે તેમ જ કચ્છમાં સુરકોટડામાંથી પથ્થર અને માટીના કોટ મળ્યા છે. ભારતની બહાર સુમેર (હાલનું ઇરાક)માં કોટ અને ખાઈવાળાં નગરો હતાં.  એ ઓછામાં ઓછાં ૩૦૦૦ વર્ષ જૂનાં હશે.

આમ ભારતમાં કોટ અને ખાઈવાળાં નગરો તો હતાં જ પણ લંકાની વાત કરો તો, એ સમુદ્રમાં ટેકરી પર હતી. એની ફરતે કિલ્લો હતો. પરંતુ સમુદ્રની વચ્ચે આવેલી ટેકરી પર ખાઈ બનાવવી સહેલી નથી. સાંકળિયા સાહેબના શબ્દોમાં – “આ એક જ દૃષ્ટાંત પરથી આપણને સહજ થાય કે કવિએ પોતાના શ્રોતાજનો અને વાચક વર્ગના મન ઉપર લંકાની અભેદ્યતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમ કરવા જતાં વાસ્તવિકતાની બધી હદો વટાવી દીધી છે”.

 કિષ્કિન્ધા નગરી

કિષ્કિન્ધાકાંડમાં છૂટું છવાયું પાંચ-છ જગ્યાએ નગરીનું વર્ણન મળે છે.  એ ઋષ્યમૂક પર્વતની એક ગુફામાં હતી અને એમાં હર્મ્ય, પ્રાસાદ અને શિખરવાળાં મકાનો હતાં. ગલીઓ અને રસ્તાઓ હતાં, રસ્તાઓની બન્ને બાજુ ફૂલઝાડો હતાં. ગુફા ગમે તેટલી મોટી હોય, એમાં ઊંચાં શિખરોવાળાં મકાનો ન જ બની શકે. આમાં કવિની કલ્પના જ કામ કરી ગઈ છે, તેમ છતાં એમાંથી આપણે સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ.

એક સમયે ભારતમાં માણસ ગુફાઓમાં વસતો. પશ્ચિમમાં ભોપાલથી માંડીને પૂર્વમાં મિર્ઝાપુર સુધી આવું જોવા મળે છે ભોપાલ પાસે ભીમબેટકાની વિશાળ ગુફામાં દીવાલો પર ચિત્રો બનાવેલાં છે. આના પરથી આપણે કહી શકીએ કે અહીં ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષથી માનવવસ્તી રહી છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ઘણી જગ્યાએ ભિત્તિચિત્રોવાળી ગુફાઓ મળી છે. ખડકોથી બનેલી ગુફાઓમાં માનવ વસતો એના તો ઘણા પુરાવા છે. પરંતુ આવા નિવાસોને નગર કે શહેર તો ન જ કહી શકાય. આમ કિષ્કિન્ધા કવિની કલ્પનાનું જ સર્જન હોઈ શકે.  પરંતુ મૂળ સ્થિતિ શી હતી?

રામે જ્યારે વાલિને માર્યો ત્યારે એ ઘાયલ થઈને પડે છે અને રામને કહે છેઃ

 वयं वनचरा राम मृगा मूलफलाशिनाः

एषा प्रकृतिरस्माकं पुरुषस्त्वं नरेश्वर (४.१७.२६)

(નોંધઃ અહીં પાઠભેદ છે. ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા પ્રકાશિત સંવત ૨૦૫૯ એટલે કે ૨૦૦૩ની દાક્ષિણાત્ય પાઠની ૨૫મી હિન્દી આવૃત્તિમાં આ ૩૦મો શ્લોક છે).

આનો અર્થ છેઃ હે રામ, અમે વનચર, કંદમૂળ અને ફળો ખાઈને રહેનારા. આ અમારી પ્રકૃતિ છે, તમે પુરુષ (મનુષ્ય) છો. (આપણા વચ્ચે વેર કેમ હોય?)

આમ, સમૃદ્ધ નગરીનાં વર્ણન છતાં, આદ્યકવિએ કહેલું સત્ય પ્રગટ થઈ જાય છે કે વાનર જાતિ વનવાસી હતી અને ફળમૂળ ખાઈને રહેતી.

રામાયણમાં આવતાં નગરોનાં વર્ણન અતિશયોક્તિભર્યાં છે અને આ અતિશયોક્તિ દૂર કરો તો જે કઈં રહે છે તે ઈ.સ. ની શરૂઆતનાં નગરોનાં વર્ણનો છે. ગોપુર આ વર્ણનોને ઈસુના આઠ-દસમા સૈકામાં લાવી મૂકે છે. ડૉ. સાંકળિયા કહે છે કે “…જૂનામાં જૂની નેપાલી પ્રત ઈ. સ.૧૦૨૮ની છે. એટલે ૧૧મી સદી સુધી અને પછી પણ રામાયણ, મહાભારતમાં ઉમેરો થતો જ ગયો. જ્યારે જૂનામાં જૂનો ઉલ્લેખ ગ્રામોના પ્રારંભકાળનો હોય તો એ ઈ. સ. પૂર્વે ૧૦૦૦-૧૫૦૦નો હોઈ શકે”.

 હવે આગળ જતાં લંકા ક્યાં હતી તે વિશે ડૉ. હસમુખ સાંકળિયાના વિચારો જોઈશું.

13 thoughts on “Archeology and Ramayana (3)”

  1. વર્ષો થી આપણા કવિઓ ભગવાન ના સ્વરૂપો આલેખવા મા અને એમના વર્ણન મા અતીશ્યકોતી કરતા આવ્યા છે,એમાં એમની ભક્તિ અને ભગવાન પ્રત્યે ને અપાર શ્રધા છે.આ ખાલી આપડા પૂરતું શિમિત નથી.રોમન કે ગ્રીક કે પછી ચીની ડ્રેગન..આ બધા પોતાના દેવતાઓ ને અપાર શક્તિ શાળી માન્ય છે..અને એમનું વર્ણન કરેલું છે.મોઝીસ જયારે યહુદીઓ ને લઈને જતા હતા ત્યારે એમને દરિયા ને ૨ ભાગ મા વેહચી દીધેલો.આ બધું માન્યા મા ના આવે એવી વાતો છે,પણ જે રીતે આ લેખ મા સત્ય ને અતિશયોક્તિ થી અલગ કરેલો છે એ વાંચવાની મજા આવી.

    1. પ્રિય પિનાકિનભાઈ,
      આભાર. ભક્તિભાવ હોય તે સમજી શકાય પણ દરેક કાળમાં કથાકારોનાં ડીંડવાણાં પણ ઓછાં નથી એ તો સૌએ સમજવાની જરૂર છે. તમને આ લેખો ગમે છે તેથી આનંદ થયો.

  2. દીપક સર , એ વાત સાચી છે કે ગુફાઓમાં આટલી ઉંચાઈ ધરાવતા પ્રાસાદ ન બની શકે અને ભારતભર માં એવી કોઈ ગુફાઓ છે પણ નહિ , કે જે આવડા ભવ્ય મહાલયો નો સમાવેશ કરી શકે .

    પણ , દુનિયાની સૌથી મોટી ગુફા કદાચ મલેશિયામાં અથવા તો વિએતનામમાં છે અને તે પણ ગંજાવર કે જે કલ્પનાઓથી પરે છે . { Sarawak , Gunung mulu National park , MALAYSIA & Son doong Cave , Vietnam } અને મેક્સિકોમાં આવેલી The Cave of Swallows , કે જે તો ૪૦૦ મીટર ઊંડી છે !

    ઉપરોક્ત માહિતી તે માટે આપી કે , આવી અજાયબ ગુફાઓ સંભવી શકે છે , પણ ભારતમાં તો આવી ગંજાવર ગુફાઓ છે જ નહિ !

  3. I like to add couple of points for you to consider.

    1) Many Archeologists have stopped using B.C. & A.D. while talking about distance past. Instead they have started using B.C.E. (before current era, with year 2000 as the starting point.). That simplifies the explanation. See if you like to use this in your discussion.

    2) R.C.C.is a present day construction method which makes long span beams and multi story buildings possible. Before that, beams were either of wood or stone. Untreated Wood would have short life span. Most of the beams used in construction of older buildings were of stone. The limitation here is of carrying heavy piece of beam to upper levels. Without the beams, the structure can be only one story and the roof has be only dome type. This is seen in most of the Mogul buildings. Dome is a self supporting structure.

    Any building with many pillars does not necessary mean that it was huge. It means it had flat roof or ceiling and had to have many beams to support it. One could have tall columns made of several stone pieces cemented together with whatever they used as a cementing agent. However the same type of cement is of no use for the beams as beems need both compressive and tensile strength. (That is why in RCC we have steel rods at the bottom.)

    1. I do not know the Gujarati version of BCE and CE. Moreover, the book that I am discussing was published in 1973 i.e. it is already about 40 years old. In fact, I have to be careful when the book says…”Recently…” or “in the last 30 years…” or something that type of reference.
      Your second point is a valuable contribution to the understanding of the old buildings. Primarily, you are adding something to the content of the book. Felt nice. Thanks.

    2. Pyramids are called so because of their shape. I wonder what ancient Egyptians called them.

      Anyway, they figured out a technique to move very large pieces of stones to a great height but they did not know how to build a flat or slightly curved roof. So they went for a pyramid shape unlike a dome in Islamic buildings. Again a principal is the same. A structure slanted at a certain angle becomes self supporting, hence eliminating a need for any intermediate supports.

      Look at Indian railway station roofs. They all are supported by trusses, thus eliminating intermediate columns. Non of these techniques were known even few centuries ago, leave alone millennia ago.

  4. Diamond Jared is a famous archeologist / anthropologist and popular author of many best seller books in the USA. In his book ‘The Collapse’, he has mentioned this very interesting fact : The inhabitants of Polynesian islands somehow managed to raise stone statues that were quite tall, only about 1500 years ago and yet they were a very very backward pre-agricultural society. This fact has several implications, including the fact that a reference to or the sighting of tall structures in itself does not mean that the particular society was advanced in any real sense.
    Most of us in India are obviously unaware of even the basics of archeology. So your series on Ramayan will do a lot of good to promote interest in real history in contrast with our highly fictional Pauranik stories, with their later additions by others. It is a very vast subject — and my congratulations for drawing everybody’s attention to it.
    Regarding Rama, Tagore called him the “ambassador of the coming age of agriculture”. The implication is obvious: Ramayan is a story of the pre-agricultural age. No cement, no metallurgy, no civilization as we know it. Our religious faith leads us to believe a lot of fiction as truth.
    Thanks. —Subodh Shah.

    1. શ્રી સુબોધભાઈ,
      શ્રી મૂરજી ભાઈએ એન્જીનિયરિંગની દષ્ટિએ આ લેખમાં ‘વૅલ્યૂ ઍડિશન’ કર્યું, હવે આપે પુરાતત્વ અને નૃવંશ શાસ્ત્રની દૃષ્ટિએ ‘વેલ્યૂ ઍડિશન’ કર્યું છે. આભાર.

  5. રામાયણ કાળને બહુ નજીગ લાવી દીધો. ખોદકામમાં રામાયણકાળની વસ્તુ ના મળે, પછીના કાળની મળે તેથી રામાયણ કાળ નજીક નથી આવી જતો. ઈસુ પહેલા ૧૦૦૦ વરસ કાંઈ ન કહેવાઈ. આ હજર વરસમા આખુ મહાભારત,ચાણ્ક્ય, સિકંદર બુધ્ધને સમાવવા પડે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: