Our World, Their World

 દુનિયા બહારની દુનિયા

ભૂલતો ન હોઉં તો મરાઠીના લેખક જયવંત દળવીના એક વાર્તા સંગ્રહના ગુજરાતી અનુવાદનું આ શીર્ષક છે, પરતુ આપણે છેલ્લા દસબાર દિવસથી જે વિષય – અસમાનતા, જાતિગત ભેદભાવ, ગરીબાઇ, અસ્પૃશ્યતા, અનામત – ચર્ચીએ છીએ એના માટે આ શીર્ષક બંધબેસતું લાગ્યું એટલે લેખક, અનુવાદક અને પ્રકાશક (આ બન્નેનાં નામ યાદ નથી) પ્રત્યે શ્રદ્ધા પૂર્વક આભાર વ્યકત કરતાં એનો ઉપયોગ કરૂં છું.

 એનું કારણ એ કે આજે ‘સત્યમેવ જયતે’ના છેલ્લા અંકથી વાત શરૂ કરવી છે. કાશ્મીરના એક મુસ્લિમ બહુમતી વાળા ગામમાં હિન્દુ સ્ત્રી સરપંચ બને, એક સ્ત્રી જાત-અનુભવ પછી સ્ત્રીઓને વેશ્યાઓના કોઠેથી છોડાવવા માટે કમર કસી લે, એક ગરીબ સ્ત્રી ગરીબો માટે હૉસ્પિટલ બનાવવાનાં સપનાં સેવે અને સિદ્ધ પણ કરે, એક નવ વર્ષનો છોકરો બાળકોને ભણાવવાનું મિશન બનાવી લે અને એક વિકલાંગ સ્ત્રી બીજા વિકલાંગોનાં જીવનમાં અર્થ ભરી દે. કે  પહેલા વ્હિસલ-બ્લોઅર સત્યેન્દ્ર દૂબે, હાઇવેના બાંધકામમાં ભ્રષ્ટાચારને રોકવા જતાં પોતાના પ્રાણ અર્પણ કરી દે – આ લોકો આપણી દુનિયાની બહારની કોઈ દુનિયાનાં વાસી હોય એમ મને લાગ્યું.

પરંતુ આ સંજીવ ચૌધરીને તે વળી શું થયું? લાગતા તો હતા આપણા જેવા જ. ખાસ્સામઝાના એમ. બી. એ. થયા, સારી નોકરી કરતા હતા અને ભોજના તહેવાર માટે પોતાને વતન ગયા અને પતરાવળી ચાટતા ડોમ લોકોને જોઇને એમના માટે ત્યાં રહી ગયા – અને તે સાથે આપણી દુનિયાની બહારની દુનિયામાં ચાલ્યા ગયા!

સંજીવ આજની આભડછેટની વાત કરે છે. આજના ભેદભાવોની વાત કરે છે. આ સંદર્ભમાં મને એક ફિલ્મ  India Untouched યાદ આવી, જે ‘સત્યમેવ જયતે’ના ૮ જુલાઈના અંકમાં પણ પ્રસારિત કરવામાં આવી હતી. એ યૂ-ટ્યૂબ પર પણ છે, જોઈ ન હોય તો અહીં લિંક આપું છુઃhttp://www.youtube.com/watch?v=lgDGmYdhZvU

આજે પણ અમાનુષી રિવાજો ચાલુ છે. ૧૮મી જુલાઈના The Hindu અખબારે એક સમાચાર આપ્યા કે એક ગામમાં ગૂજરો અને દલિતો વચ્ચે ઝઘડો થયો. ગૂજરોએ બદલો લેવા એમના મહોલ્લા પર હુમલો કર્યો. એક યુવાનને પકડી ગયા. હાથ પગ બાંધીને ટ્રેનના પાટા પર મૂકી ગયા. ટ્રેન આવી અને છોકરાના બન્ને પગ કપાઈ ગયા! આ ગૂજરો રાજસ્થાનમાં પોતાના માટે OBCનો દરજ્જો માગે છે, આંદોલનો કરે છે અને ટ્રેનો રોકે છે! પણ જવા દો. આ ફિલ્મ દેખાડે છે કે એક પણ રાજ્ય, એક પણ સંપ્રદાય આભડછેટથી મુક્ત નથી, હિન્દુ, મુસ્લિમ, સિખ ઇસાઇ, હમ સબ હૈં ભાઈભાઈ!  તો કરો ને આ લિંક પર ક્લિક!

 

5 thoughts on “Our World, Their World”

 1. ફરીથી એક નાનકડી જ વાત. ભારતમાં એકાદ લાખ બૌદ્ધિકો – ગરીબીની રેખાની ઘણે ઉપર – હશે જ. એ દરેક એક જ ગરીબ કુટુમ્બને – બને તો વધારેને – પગભર કરવાનું વ્રત લે તો?
  બાકી સરકારો તો જે પણ આવે – એ તો સત્તા/ વૈભવના જ ભૂખ્યા રહેવાના. એમની પાસેથી કશી અપેક્ષા ન રખાય.

 2. લાલ પીળો ને વાદળી મુળ રંગ કહેવાય
  બાકીના બીજા બધાં મેળવણીથી થાય

  ત્રણ રંગની મેળવણીથી અગણીત રંગ છાયા ઉત્પન્ન થાય.

  સત્વ રજ ને તમ ત્રણ મુળ ગુણો કહેવાય
  બાકીના બીજા બધાં મેળવણીથી થાય

  ત્રણ ગુણની મેળવણીથી અનેક પ્રકારના મનુષ્યો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ક્યાંયે કશી સમાનતા જોવા નહીં મળે. સમાનતા જોવી હશે તો મુળમાં જવું પડશે.

  ફીલ્મ જોઈએ છીએ પડદો દેખાતો નથી. પ્રકૃતિ જોઈએ છીએ આત્મા દેખાતો નથી. ભીન્નતા જોઈએ છીએ સમાનતા દેખાતી નથી.

  જેને લાગી આવ્યું તે નીકળી પડ્યાં. જેને કશી અસર જ નથી તેઓ તો આપણી જેમ તમાશો જ જોવાના છે.

  લોકો ત્યારે જ બુમાબુમ કરે છે જ્યારે પગ નીચે રેલો આવે. પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી તો આ જગતની સઘળી સમસ્યાઓ અન્યની સમસ્યા છે.

  જગતની સર્વ સમસ્યા કરતાં દરેક પતિને માટે પત્નિએ મંગાવેલ શાક કે દૂધ લઈને ઘરે જવું તે પ્રાથમિકતા ધરાવતી સમસ્યા હોય છે. હોય છે કે નહીં?

 3. દીપક્ ભાઈ ,દુનિયા …શીર્ષક જયવન્ત દલવી ના વાર્તા સંગ્રહનું નહિ,નવલકથાનું શીર્ષક છે જેના પરથી રણવીર ધર્મરાજે ૧૯૮૧મા ચક્ર નામની ફીલ્મ બનાવેલી

  1. આભાર, રાજેન્દ્રભાઈ. એમની જ એક કૃતિનું શીર્ષક છેઃ દુનિયા બહારનાં માણસ. એ પણ નવલકથા છે કે વાર્તા સંગ્રહ, યાદ નથી. આ બધું ૧૯૭૦ના દાયકામાં વાંચ્યું છે! મગજમાં સાપ ગયા અને લીસોટા રહ્યા છે. ચક્ર ફિલ્મ આ નવલકથા પરથી બની એ મને ખ્યાલ નહોતો. પણ એ કદાચ રવીન્દ્ર ધર્મરાજ…!

 4. India Untouched ખરેખર Touched કરી જાય એવી Film Documentary છે. દુનિયાના મોટા ભાગના ધર્મોમાં આ ઊંચ નીચ જાતીનો ભેદ જોવા મળે છે. કાગડા બધે જ કાળા પણ અહીં પશ્ચિમમાં થોડા ઓછા કાળા અને ધીમે ધીમે એ કાળાશ ઘટતી જાય છે. ઔધોગિક વિકાસ, શહેરીકરણ, થોડો ઘણો વૈજ્ઞાનિક અભિગમ તેમજ બીજા નાના મોટા ઘણાં કારણો ને લઈને ફેર પડ્યો છે. બે વિશ્વયુધ્ધો દરમ્યાન સ્ત્રીઓ bread winner બની એટલે એમના Social Statusમાં પણ સુધારો થયો. પુરુષ સમોવડી થતી ગઈ.
  આપણા દેશમાં સંવિધાન છે. કાયદા પણ છે પણ પાલન થતું નથી. વળી જૂના કાયદાઓમાં સુધારા વધારા, કે ફેરફાર થતા નથી. સત્તાધારીઓ કાળો કેર વર્તાવતા રહે છે અને નીચલો થર સદીઓથી પીસાતો રહે છે. આ જ્ઞાતિ પ્રથા આપણા DNAમાં જડબેસલાક ઘૂસી ગઈ છે જે નીકળી શકતી નથી. કોને ખબર ક્યારે નીકળશે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: