My comment on”Reservation: A Debate”

ભાઈ મયંકનો લેખ ઘણા વાચકો સુધી પહોંચ્યો. વિચારપ્રેરક  ટિપ્પણીઓ પણ મળી. એના પર મારો પ્રતિભાવ અહીં એક સત્યઘટના દ્વારા રજુ કરૂં છું.

અંતહીન બાલચન્દ્ર

બાલચન્દ્ર મારો મિત્ર. ૧૯૮૯માં મને હાયર ગ્રેડ મળ્યો તે પછી તરત જ એની નીમણૂક પણ એ જ ગ્રેડમાં થઈ – અને તે પણ અનુસૂચિત જાતિ માટેની અનામત પોસ્ટ પર. આ બાબતમાં બીજા સાથીઓમાં ભારે અસંતોષની ભાવના હતી. વર્ષોથી સૌ નોકરી કરતા હોય અને ઓચિંતા જ સરકાર પ્રમોશનની પોસ્ટને અનામત જાહેર કરી દે એ વાતનો સૌને ભારે રંજ હતો. ઘણાં વર્ષોની નોકરીવાળા બધા જૂનિયર થઈ ગયા! બાલચન્દ્ર સાથેના સૌના સંબંધો પર પણ આ વાતની અસર દેખાતી હતી.

અમે એક જ રૂમમાં સાથે બેસતા અને સૌ સવારની ડ્યૂટીમાં કામ શરૂ કરતાં પહેલાં સાથે જ કૅન્ટીનમાં ચા પીવા જતા. એને કામમાં અમુક તકલીફ પડતી, જે નવાસવા માટે સ્વાભાવિક ગણાય. વખત જતાં અમે નજીક આવ્યા. હું સીનિયર, એટલે એ પોતાની કામ અંગેની તકલીફો મને કહે. આમ એક વિશ્વાસ બંધાયો એટલે એ અંગત વાતો પણ કહેતો થયો. શક્ય હોય ત્યાં સુધી સલાહ આપું અને વાત ત્યાં પૂરી થઈ જાય.

એ કર્ણાટકના એક નાના ગામનો વતની. ઍનાઉંસર તરીકે સિલેક્ટ થઈને બંગળૂરુ આવ્યો અને પછી દિલ્હી આવ્યો. વાતવાતમાં એના કુટુંબની સ્થિતિ જાણવા મળી. એના કુટુંબમાં એ સૌથી મોટો ભાઈ અને એ જ ભણી શક્યો. કાં તો બીજા કોઈને રુચિ નહીં હોય અથવા સંજોગો જ એવા નહીં હોય કે બધા ભણી શકે. પરંતુ ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે એની જવાબદારી હતી. અને ઘરમાં કમાણીનું સાધન? છાણાં બનાવીને વેચવાનું! આમાં મોટા કુટુંબનું ગુજરાન કેમ ચાલે?

પારાવાર ગરીબાઇ અને એના જ કારણે ગળે વળગેલી નિરક્ષરતાના આ સંજોગોમાં કુટુંબનો એક દીકરો ન્યૂઝ રીડર બનીને દિલ્હી જાય અને રેડિયા પરથી બોલે, એ વાતનો કુટુંબને ગર્વ થયો હશે કે કેમ, પરંતુ દીકરો હવે દસ હજાર રૂપિયા કરતાં પણ વધારે કમાય છે, એ વાતે સૌને સંતોષ જરૂર થયો હશે. હાશ… હવે કઈંક સુખના દહાડા જોવા મળશે. એ નિયમિત રીતે દિલ્હીના ખર્ચા બાદ કરીને ઘરને મદદ મોકલતો રહેતો. ઘરમાં પૈસાની બહુ જ જરૂર.

કુટુંબને ઓરતા પણ હોય; દીકરાને પરણાવવો છે. બાલચન્દ્ર પણ પરણી ગયો. એક શિક્ષિત, સુશીલ છોકરી સાથે એનો ઘરસંસાર શરૂ થયો. હવે સ્થિતિ એવી કે છોકરી પણ ગરીબ ઘરની. દક્ષિણ ભારતના રિવાજ મુજબ, બાલચન્દ્રના મામાની જ દીકરી હતી. પત્નીએ કહ્યું કે મારાં માબાપને પણ મદદ કરો. બાલચન્દ્રે હિસાબ દેખાડી દીધો. મદદ કરાય એવી સ્થિતિ જ નથી! બસ, પછી શું? લગ્નનાં એક-બે વર્ષમાં જ કલહ શરૂ થયો. સમાધાન તરીકે એણે કરજ લેવાની શરૂઆત કરી. પણ કરજ તો પાછું વ્યાજ સાથે ચૂકવવું પણ પડે! એટલે ત્રણ સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ ગઈ. એ સાસુ-સસરાને મદદ નથી કરતો, કરજનો ભાર વધતો જાય છે, કલહ વધતો જાય છે. એવામાં એક બાળક પણ પેદા થઈ ગયું. આર્થિક ભીડ વધતી ચાલી. માબાપ સમજે કે દીકરો તો દિલ્હીમાં મોગલ બાદશાહના સિંહાસને બેઠો છે. સ્થિતિ એ આવી કે એ ઘરને મદદ કરે તે તો ઠીક, પોતાનું ઘર ચલાવી શકે એવી સ્થિતિ ન રહી. અંતે પત્ની દીકરીને લઈને ચાલી ગઈ. બાલચન્દ્ર એકલો. કરજમાંથી છૂટવા ફાંફાં મારે. પણ માણસ કળણમાંથી બહાર નીકળવાના જેટલા પ્રયત્ન કરે તેટલો જ અંદર ઊતરતો જાય. કરજ આપનાર તો જે માગો તે આપવા તૈયાર. પણ એક શરત. એને ઘરે બોલાવો; ચિકન, દારૂની પાર્ટી આપો, એ પૈસા કાપી લે અને બાકીના લોહીચૂસ વ્યાજે એના હાથમાં મૂકે.

બાલચન્દ્ર હવે પતન તરફ આગળ વધતો હતો. રોજ દારૂ પીવાની ટેવમાં સપડાઈ ગયો. દારૂ પીને તકલીફો ભૂલી જાય. પછી તો સવારે પણ પીવાનું શરૂ થયું. રાતે પીધો હોય અને સવારે હૅંગ-ઓવર હોય તે તોડવા માટે સવારે પીએ. જે માણસ શરૂઆતના દિવસોમાં મારી સામે સિગરેટ પણ ન પીતો, તે સવારે ડ્યૂટી પર આવે ત્યારે મોઢામાંથી વાસ આવતી હોય. મારી સાથે વાત કરે તો થોડો દૂર ઊભો રહે. હું પૂછું કે “તુમ પી કર આયે હો? એ ના કહે. “ નહીં, પીના છોડ દિયા હૈ…”

એક દિવસ એ બીમાર પડ્યો. કમળો થઈ ગયો હતો. પત્ની તરત પાછી આવી. સારવાર ચાલી. ખાવામાં ચરી. પીવાની મનાઈ. ચાર-છ મહિના ચાલ્યું. દારૂએ ફરી ઊથલો માર્યો અને દરદે પણ. એ હોસ્પિટલ ગયો.  ડૉક્ટરે એને પેશાબના ટેસ્ટ માટે શીશી આપી. બાલચન્દ્ર બાથરૂમમાં ગયો. બસ. પછી લાશ બનીને બીજાઓની મદદથી બહાર આવ્યો.

xxxxx

એ તો ગયો. પણ પ્રોવિડન્ટ ફંડના પૈસા તો હોય જ ને? એક બાજુ સાસુ-દીયર અને બીજી બાજુ જુવાન વિધવા. કાયદા કોઈ જાણતું હોય એવો તો સવાલ જ નહીં. માને પણ પૈસા જોઇએ. દીકરો મારો. પાળીપોષીને મેં મોટો કર્યો. દુઃખ મેં ભોગવ્યું. દીકરો ગયો, તો મારો એના પૈસા પર હક નહીં?

બધાં ઑફિસમાં પહોંચ્યાં. એક ખાલી રૂમમાં સામસામી જીભાજોડી ચાલતી હતી. બાલચન્દ્રના મિત્ર તરીકે મને બોલાવ્યો. હું એ વિચારે ગયો હતો કે જુવાન વિધવા અને એની ચાર-પાંચ વર્ષની દીકરીનું શું? નિયમમાં પણ પત્નીનો જ હક ગણાય. મને હતું કે એમને બધાંને સમજાવીશ.

હું રૂમમાં ગયો કે તરત એની વૃદ્ધ માતા મારે પગે પડી. સાડીથી મારા પગ લૂછ્યા! હું સ્તબ્ધ. તમારા મિત્રની માતાએ કદી તમારાં ચરણ લૂછ્યાં છે? પૈસા કોને મળે એ બાબતમાં મારા જે કઈં વિચાર હોય તે, પણ મિત્રની પત્ની મારા પગ પકડીને કાકલૂદી કરે, એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ એ વૃદ્ધાને પેઢી દર પેઢી મળેલા દીનતાના સંસ્કારોને કારણે હું તો એના માટે દેવતા હતો…!

xxxx

આ વાર્તા નથી, એટલે એનો અંત પણ વાર્તા જેવો નથી. ખરૂં કહું તો આ વાર્તાનો અંત છે પણ નહીં. આ એક અવિરત ચાલતી કથા છે. એ અંતહીન બાલચન્દ્ર નામની એક ઘટના માત્ર છે. સીધી સપાટ ઘટના. એટલે જ સીધી સપાટ છે, મારી ભાષા. કહી શકાય કે એક જણને અનામતનો લાભ મળ્યો તે એણે વેડફી નાખ્યો. દારૂની લતે ચડી ગયો અને  મરતાં મરતાં કુટુંબને પણ પાયમાલ કરતો ગયો. પરંતુ દરેક ઘટના અનેક ઘટનાઓની પેદાશ છે.

આજે બાલચન્દ્રનાં માતાપિતાની હાલત શી છે તેની મને ખબર નથી. એની પત્ની ક્યાં છે તે પણ ખબર નથી. દીકરી શું કરે છે તે પણ ખબર નથી. માત્ર દિલ્હીમાં એક જણના ચાલીસ હજાર ચુકવવાના રહી ગયા છે તે ખબર છે.

વિચારૂં છું કે આ શું થઈ ગયું? બાલચન્દ્રના મૃત્યુ માટે કોણ જવાબદાર? આપણે ખરા કે નહીં? દલિત કુટુંબની લાચારીમાં જન્મ જ એના મૃત્યુનું કારણ છે? કારણ કે કુટુંબ દલિત હોય છે ત્યારે એના સંજોગો પણ દલિત હોય છે. પદદલિત. છેલ્લી ઘડીએ રથ કળણમાં ખૂંપી ગયો તે પણ બીજા કોઇનો નહોતો, કર્ણનો, એક સૂતપુત્રનો જ! બાલચન્દ્રનો રથ પણ અનામતનો લાભ મળવા છતાં કળણમાં ખૂંપી ગયો. સામાજિક, આર્થિક ઉત્પીડનનાં તીરો જિંદગીભર સહન કર્યા પછી, આયુષ્યનાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં એ જીવન તો હારી ગયો હતો.  ૪૪ વર્ષની વયે કહેતો કે આના કરતાં સારી નોકરી ન મળી હોત તો વધારે સારૂં થાત! અનામતની તરફેણમાં કે વિરુદ્ધમાં બોલતી વખતે આપણે ઘણું નથી વિચારતા. ઘણું તો જોઈ જ નથી શકતા.  દૂરથી જ જોઈને દલિતોના ડુંગરાઓને રળિયામણા માની લઈએ છીએ.

અનામત જરૂરી છે. આર્થિક આધાર લઈએ તો પણ જે દલિત છે તે બધાનો એમાં સમાવેશ થશે. એક આખી પેઢી નીકળી જાય, નવી પેઢી પગભર થાય ત્યાં સુધી આ ટેકાની જરૂર છે. ત્યાં સુધી ન માનવું કે આ રથ કળણમાં ખૂંપે એમ નથી. અનામત જરૂરી હોવા છતાં પૂરતું નથી. જ્યાં સુધી આખા કુટુંબના જીવનસંજોગો ન સુધરે ત્યાં સુધી મોટા ભાગે તો વત્તાઓછા પ્રમાણમાં બાલચન્દ્રો જ પેદા થશે. કારણ કે અનામતના લાભ વ્યક્તિગત સ્તરે મળે છે. એવું બને કે આનો લાભ લઈને એક કુટુંબના બધા સભ્યો તરી ગયા, પણ એય નક્કી માનજો કે આવાં કુટુંબોની ટકાવારી બહુ ઓછી હશે. ધુમ્મસની જિંદગીમાંથી બહાર આવી શક્યાં હોય એવાં કુટુંબો કેટલાં? અનામત વ્યવસ્થાનો લાભ આખા કુટુંબને મળતો નથી. કારણ કે મોટા ભાગના લોકોની હાલત એવી છે કે અનામતનો પણ લાભ ન લઈ શકે. અનામતવાળી જગ્યાઓ ખાલી રહે છે તેનું આ એક મોટું કારણ છે. અને મૅરિટ?  એ તો ઘરના વાતાવરણને કારણે જ વિકસે. ઘણા પ્રતિભાશાળી ભારતીયોની દેશમાં કદર નથી થતી અને વિદેશોમાં નામ કમાય છે. આનો અર્થ એ કે મૅરિટને અનુકૂળ સંયોગો પણ મળવા જોઈએ. તે સિવાય મૅરિટ વિકસે જ નહીં.  એક છોકરા કે છોકરીને શિક્ષણ મળે, સારી નોકરી મળે તો એનાથી સમાજની સેવા જ થશે. અનામત વ્યવસ્થા આજે રાજકારણીઓના હાથનું હથિયાર છે, એ પણ સાચું. પરંતુ અંગ્રેજીમાં કહેવત છે તેમ નહાવાના ટબનું પાણી ગંદું થઈ જાય તો એની સાથે બાળકને ફેંકી ન દેવાય. ગંદા પાણીને ફેંકી દેવાની વાત કરીએ તે બરાબર છે.

આપણા સમાજમાં અનામત નવી વાત નથી. ઘણાં કામો તો હજારો વર્ષથી એમના માટે અનામત હતાં જ. એ કામો તો એમના માટે આજે પણ અનામત છે! શૂદ્રો પગમાંથી ઉત્પન્ન થયા હોય અને એમણે સેવા જ કરવી એ નક્કી હોય તો એ સેવામાં શું આવે અને શું ન આવે? આ નક્કી કરવાનો અધિકાર કોના હાથમાં છે? એ બાબતમાં શૂદ્રોનો અભિપ્રાય કદી લેવાયો હોવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આપણે જેને આપણાં કામો માનીએ છીએ તેમાં એમના માટે થોડી જગ્યા કરી આપવી એમાં કઈં ખોટું નથી. બંધારણની કલમ ૧૫(૪)માં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્કર્ષ માટે પગલાં લેવાની કોઈ સમયમર્યાદા બાંધવામાં નથી આવી.

માણસને માણસ માનીએ, સૌની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી જંપીએ નહીં. સરકારને પણ જંપવા ન દઈએ. બ્રાહ્મણ કે દલિત, પૈસાદાર ભલે ન બને, પણ ગરીબ શા માટે રહે? શા માટે ગરીબાઈ વધતી જ જાય, વકરતી જ જાય? શા માટે આ દેશના બધા નાગરિકોને   જીવનની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય તે ચલાવી લઈએ છીએ?

શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સૌનો અધિકાર છે. આજે રોજગારની તકો જ નથી. સરકારે નોકરીઓ આપવાનું બંધ કરી દીધું છે. નોકરી ન આપવાનો નિયમ તો અનામતવાળા અને અનામત વગરના, સૌને એકસરખો લાગુ પડે છે. આ દેશમાં સૌથી મોટી એમ્પ્લોયર સરકાર છે. કોઈ પણ વિકાસશીલ દેશમાં સરકારે જનતાના હિતમાં નાણાકીય વહીવટ કરવો જ જોઈએ.

આજે શી સ્થિતિ છે? નોકરીઓ નથી, શિક્ષણમાં ‘પ્રાઇવેટ’ની ખર્ચાળ બોલબાલા વધી છે, સરકારી આરોગ્ય સેવા ઘસાવા લાગી છે. બીજી બાજુ, વેપારી આપણી જાત પૂછીને ભાવો નથી કહેતો. મોંઘવારીનો માર સૌને એકસરખો સહન કરવો પડે છે. એમાં અનામત વ્યવસ્થા નથી.  આ નીતિઓ સામે અવાજ બુલંદ કરવાને બદલે અનામતને કારણે કૉલેજમાં કે નોકરીમાં જગ્યા ન મળી એમ માનવું એ સમસ્યાને આડે પાટે ચડાવ્યા જેવું છે. જરૂર છે, સૌનું જીવન સ્તર સુધારવાની. 

 

67 thoughts on “My comment on”Reservation: A Debate””

 1. તમે દુખતી નસ દબાવી દીધી, દીપકભાઈ !

  વર્ષો સુધી આર્થીક ને સામાજીક–શૈક્ષણીક પછાત એવા લોકોની સાથે કામ કર્યું છે તેથી ઝુંડાંઓમાં શું થતું હોય છે તે જાણ્યું છે…ને જાણવા મળ્યું પણ કશું કરી શકાતું નહોતું એનું આજેય દુખ છે.

  આ આખો સવાલ છેવટે ભ્રષ્ટતા સાથે જાય છે. સત્યને લક્ષ્ય અને અહીંસાને સાધન બનાવીને આઝાદી મેળવનાર આ દેશનો (લગભગ દરેક ક્ષેત્રનો) આગેવાન બધું જ બધું ખાવા બેઠો હોય ત્યાં બાલચન્દ્રને ભાલે જન્મગત લગાડાઈ ગયેલું કલંકટીલું દુર કરવાનું કોને સુઝવાનું છે ?

  અમે તો લોકશાળામાં જમીનમાં નીક કરીને ઉપર મુકાયેલાં ખુલ્લાં જાજરુના મળને ઢાંક્યા છે. એનો ખાતર તરીકે ઉપયોગ કરવા એ જ મળોમાંથી બનેલા ખાતરને ખેતરમાં જાતે જ તગારામાં ભરીને ઠાલવ્યા છે. અમને ખબર છે કે બીજાનો મળ એટલે શું. અમદાવાદમાં મેં ભંગી લોકોને મળથી ભરેલી ગટરમાં ઉતરીને કામ કરતાં ખરડાયેલા જોયા છે. આવું જોતી વખતે ગટરમાં મેં મારી જાતને જોવા પ્રયત્ન કર્યો છે….પણ કશું જ થઈ શકતું નથી…ને લાગે છે કે કશુંય થઈ પણ શકવાનું નથી.

  એક બ્રાહ્લણ તરીકે બાલચન્દ્રનાં કુટુંબીજનોની માફી માગવા સીવાય હું શું કરી શકવાનો ?

  1. Dear Dilip and JJ,
   You made a very effective presentation on a hot topic. I agree whole-heartedly with your ideas. In short, casteism in all its manifestations has been a big blunder of Hindu society.
   However, I feel that there is a lot of confused thinking going on at all levels in India. The real problem is not Reservation or No reservation. To clarify, may I present some other relevant facts?
   None but me in my family could get any education. Why? 1. No school in the village and 2. grinding Poverty. I was not a Dalit, my family was high caste Jain.
   The root of all evil is our poverty, caste comes next. Why is India so Poor even today?That is our Yaksha Prashna.
   I faced the same conflict that your friend Balchandra faced with his wife: How to help two families. Don’t you think he could have done something else, strike some kind of a compromise, communicate better with his relatives? Lots of us face such problems in our orthodox society. Do we start drinking and ruin ourselves? No. So the other Yaksha Prashna in India is : Why are most of us so Irrational?
   I write this not to comment on your excellent blog, but to encourage clear thinking. We know lots of stories like these and anecdotes abound. Can we summarize and draw valid conclusions to save our effort, time and space? That is a challenge in India today. Thanks. –Subodh Shah, USA.

   1. Dear Subodhabhai,
    Thank you very much. In my sum-up of the article, I perhaps reflect your views that Reservation is not the main issue. One, because the human sea in India is suffering from abject poverty. Two, the Dalits (and of course others) are so poor that they cannot even take the benefit of Reservation. Poverty is the first crime. The engineered poverty under the garb of Varnashram is another crime, parallel to the first one.
    Thanks for the visit.

    1. Dear Dilipbhai,
     YES, you did mention poverty in passing in the last para of your excellent story. My point is this: Most thinkers including good writers in India concentrate their fire on issues like reservation, casteism, blind faith, bad government, and many others.
     This is not wrong at all; but these are merely the outward symptoms of the main two underlying diseases of (social and even intellectual )
     Backwardness and Poverty of the huge masses.
     Can we cure any disease without treating its root causes? NO. But we keep discussing mere symptoms in India without looking at the real deep rooted disease.
     For just one obvious example: Have you observed how many populist leaders oppose urbanization and industrialization? Yet elementary economics tells us that these are the very first steps in removal of poverty.
     Thanks. ——– Subodh.

     1. પ્રિય સુબોધભાઈ,
      હું સંપૂર્ણ સંમત છું. તમે વાપરેલો શબ્દ વાપરીને કહું તો ગરીબાઈ ય્ક્ષપ્રશ્ન ચે અને આજનો યુધિષ્ઠિર કદાચ નિરુત્તેર પણ થઈ જાય કે આનું નિરાકરણ શું?
      ૧૯૫૭માં ત્રિપક્ષી ઇંડિયન લેબર કૉન્ફરન્સે ચાર જણના કુટુંબ માટે મહિનામાં કેટલી આવક જરૂરી છે તેની ફોર્મ્યૂલા બનાવી. આ ત્રિપક્ષી સંગઠન છે, એટલે એમાં માલિકો, મજૂરો અને સરકાર, ત્રણેયના પ્રતિનિધે હોય છે અને એમણે સર્વસંમતિથી એ ફૉર્મ્યૂલા સ્વીકારી. આ ફોર્મ્યૂલા પ્રમાણે ૨૦૦૫ની ૨૯મી ડિસેમ્બરે એક કુટુંબ માટે મિનિમમ વેજ રૂ. ૧૪,૫૦૦ જરૂરી હતું. તે પછીનાં પાંચ વર્ષમાં મોંઘવારી ૧૬૦% વધી છે. આનો અર્થ એ કે આજે મિનિમમ વેજ રૂ.૨૨,૯૦૦ હોવું જોઈએ. આ માત્ર જીવન માટે જરૂરી વેતન છે, થોડા સહેલાઇથી રહી શકાય કે એકાદ શોખ પૂરો કરી શકાય એવું વેતન નથી. એ મિનિમમ કરતાં ૩૩% વધારે હોવું જોઇએ એમ આ ફૉર્મ્યૂલા કહે છે.
      દરરોજ એક માણસ ૭૫૦ રૂપિયા કમાતો હોય તો એ આજે પોતાની પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવી શકે. તેને બદલે સરકારે નીમેલી અર્જુન સેનગુપ્તા કમિટીએ રિપોર્ટ આપ્યો કે દેશની ૭૮% વસ્તી દરરોજ વીસ રૂપિયાથી ઓછું કમાય છે.એક માણસ ચાર જણના કુટુંબ માટે કમાતો હોય તો એની આવક આ હિસાબે ૮૦ રૂપિયાથી ઓછી છે. પ્લાનિંગ કમિશન માને ચે કે ગ્રામીણ વિસ્તારમાં એક માણસ રૂ. ૨૬ કે તેથી વધારે અને શહેરી વિસ્તારમાં રૂ.૩૨ કે તેથી વધુ કમાતો હોય તો એ ગરીબાઈની રેખા નીચે નથી!
      હું તમારી સાથે સંમત છું કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ઇચ્છનીય જ નહીં, અનિવાર્ય પણ છે.તે સિવાય આટલા મોટા પાયે રોજગાર આપી જ ન શકાય. જો કે એનાં દૂષણો તો છે જ, પરંતુ એ દરેક ગરીબ (દલિત સહિત)ના લાભમાં છે. ડૉ. આંબેડકર સામાજિક અને આર્થિક કારણસર શહેરીકરણના હિમાયતી હતા. એનાથી પરંપરાઓની પકડ પણ ધીલી પડે છે.

      આટલી દારૂણ દરિદ્રતાનો ઉકેલ શો? આ યક્ષપ્રશ્ન તો નથી જ. કોઈ પણ વ્યક્તિ આનો જવાબ આપી શકશેઃ લોકોને કમાવાલાયક બનાવવા અને કમાણીની તકો પૂરી પાડવી. આ દિશામાં થતા પ્રયાસોને ટેકો આપવો અને સરકાર પોતાની નીતિઓ આ એજન્ડાને ધ્યાનમાં રાખીને ઘડે એના માટે આગ્રહ રાખવો.

      1. કમાવા લાયક બનાવવાની સાથે સાથે તેને વ્યસન અને દૂષણ મુક્ત કરતું શિક્ષણ અને સમજ આપવી યે એટલી જ અગત્યની છે. બાલચન્દ્રની જેમ એક વખત વ્યસનમાં કે દૂષણમાં ફસાયા પછી ભાગ્યે જ કોઈક બહાર નીકળી શકે છે.

       પછાત વર્ગમાં મોટા ભાગે જોવા મળે છે કે આવક હોય તેવા લોકોએ વ્યસનને કારણે ડુબી જતા હોય છે હવે તો સવર્ણોએ વ્યસનો અને દૂષણોને ગળે લગાડીને ફરતાં હોય છે.

       એક બાજુ રોજગારી મળે તેવી તકો ઉભી કરવી (સરકારની જવાબદારી), તે તક ઝડપીને રોજગારી પ્રાપ્ત કરવી (દરેકની વ્યક્તિગત જવાબદારી) સાથો સાથ વ્યસનો અને દૂષણોમાં ન લપેટાઈને સ્વ અને કુટુંબ પ્રત્યેની જવાબદારી અદા કરવી.

       આ ઉપરાંત કુટુંબના સભ્યોની સંખ્યા સ્વૈછિક રીતે મર્યાદિત રાખવી તે દેશના હિતમાં તો છે પણ કુટુંબના યે હિતમાં છે.

       1. સમાજ વ્યવસ્થામાં માણસને પોતાનાં હિતો સધાતાં હોવાનું દેખાય ત્યારે એને જીવન માટે આશા ઊભી થાય છે. એની સાથે સારૂંનરસું શું તે સમજાવા લાગે છે. બાલચન્દ્રના જીવનમાં ચારેબાજુથી નિરાશા જ હતી. મહા નિરાશા તો મહા આશાની ઘડીએ મળી! એના વ્યસનનો હું બચાવ નથી કરતો; મેં એને પતનનો માર્ગ ગણાવ્યો છે. પરંતુ એણે એ માર્ગ કે મ્લીધો તે સમજવાનો પ્રયાસ કર્યો છે. એનાં માતાપિતાની આર્થિક સ્થિતિ સારી હોત તો એની આ સ્થિતિ ન થઈ હોત.
        બાકી થોડા પૈસા વધારે આવે ત્યારે લોકો જરા ‘રિલૅક્સ’ થવા માગતા જ હોય ચે!
        તમને એક મારી વાત કહી દઉં. મને એરિયર્સના પૈસા મળ્યા ત્યારે મેં પણ પુસ્તકો નહોતાં ખરીદ્‍યાં, મારૂં નાનું ફ્રિજ કાઢીને મોટું ફ્રિજ વસાવ્યું!પુસ્તકો ખરીદવાં એ તો સંસ્કારી માણસોનું લક્ષણ છે ને!
        તો, આપણું પણ એ વ્યસન જ છે!

       2. વ્યસન આર્થિક અને શારીરીક નુકશાની નોતરવાની સાથે સાથે ઘણી વખત સામાજિક ગુન્હાઓનું યે કારણ છે. વ્યસન આવશ્યક નથી અને ઉપયોગીએ નથી. રીલેક્સ થવા માટે પ્રવાસ / મનોરંજન વગેરે હોય છે વ્યસન જરુરી નથી. આર્થિક સદ્ધર કે અદ્ધર કોઈ પણ વ્યક્તિ માટે વ્યસન બરબાદીનું કારણ છે. જો બાલચંદ્રએ દુ:ખને લીધે વ્યસનમાં ડુબી જવાને બદલે અને સતત તેમના માતા અને ભાઈઓને પૈસા મોકલવાને બદલે છાણાં થાપવાના ધંધામાંથી આગળ વધારીને કશાક હુન્નર કરતાં શીખવીને પગભર કરી શક્યો હોત તો તેને કાયમી પૈસા મોકલવાની જવાબદારીમાંથી મુક્તિ મળત. તમારી જેવા મિત્રો પણ તેને યોગ્ય સલાહ આપી શક્યાં હોત. દુ:ખ તો જીવનમાં સહુ કોઈને કાઈને કાઈ હોય જ છે તેથી દુ:ખ આવે ત્યારે વ્યસનમાં ડુબી જવાનું આવશ્યક નથી પણ અનિષ્ટ જ છે.

       3. અતુલભાઈ, તમે.સારા ઉપાયો સૂચવ્યા છે પણ એ લાગુ કેમ કરવાં? પ્રવાસે જવું વગેરે જેને પોસાય તે કરી શકે. જેને ખાવાના સાંસા હોય તે પ્રવાસે નીકળી પડે?
        ફ્રાન્સમાં લૂઈ સોળમાની રાણી મૅરી ઍન્ટોઈનેટ શહેરમાં ફરવા નીકળી તો એણે ભૂખે મરતા માણસો જોયા. એણે કારણ પૂછ્યું તો એની સાથેના માણસોએ જવાબ આપ્યો કે એમને બ્રેડ નથી મળતી. રાણીએ કહ્યું કે બ્રેડ ન મળે તો કેક ખાય…! જેને રોટલો નથી મળતો, જેને ગામના મંદિરમાં આવવા દેતા નથી એ ક્યાં જાય ફરવા? ગોવાના બીચ પર? તિરુપતિનાં દર્શને? તમે જે સૂચનો કર્યાં છે તેનાથી આપણો વ્યક્તિગત અપરાધબોધ શાંત થઈ શકે, તેનાથી વધારે કશું ન થાય.
        આ સમસ્યા વ્યક્તિગત નથી.આપણી પરંપરાગત સમાજ વ્યવસ્થામાંથી પેદા થઈ છે. એનું નિરાકરણ જ્યાં સુધી રાજસત્તાનું ચિંતન ન બદલે ત્યાં સુધી ન આવે. એટલે ઘણા દલિતો કે આદિવાસીઓ ઊંચા આવ્યા હશે, પણ એનાથી સમાજનો અભિગમ બદલાયો છે એમ ન કહી શકાય.દલિતોનાં અરમાન આ અભિગમ બદલવાનાં છે. એ પણ જાણે છે કે બ્રાહ્મણ પણ ગરીબ હોઈ શકે. હું પણ માનું છું કે ગરીબાઈના આધારે એક મજબૂત મોરચો બનાવવો જોઇએ. કોઈ બ્રાહ્મણ દલિતો સાથે મળીને આવો સંયુક્ત ગરીબ મોરચો બનાવવા તૈયાર થશે કે કેમ એ સવાલ છે.

       4. દિપકભાઈ, તમે જ નીચે જુકલકિશોરભાઈને કહ્યું ને કે રામબાણ વાગ્યા હોય તે જાણે… એ જ રીતે ચોક્કસ કોઈક બ્રાહ્મણ જાગશે જે દલિતો સાથે આવો સંયુક્ત મોરચો બનાવશે. આમે બ્રાહ્મણ માંસાહાર કરવા માટે કે દારૂની મહેફીલ માણવા માટે તો દલિતોની સાથે બેસતો થઈ જ ગયો છે, પોતાની સમસ્યાઓ પણ દલિતના જેવી જ છે એમ જાણ થવામાં હવે એને બહુ વાર નથી….

       5. ધવલભાઈ,
        બ્રાહ્મણ માંસાહાર કરતો હોય કે દારૂ પીતો હોય એ એની વ્યક્તિગત બાબત છે પણ એની ગરીબાઈ એની વ્યક્તિગત બાબત નથી, કારણ કે સામાન્ય માણસ સ્વેચ્છાએ ગરીબ રહેવા ન માગે. એ સંતોષી હોઈ શકે. કદાચ સૌ કબીર દાસજીની જેમ એમ જ કહેઃ “સાંઈં ઇતના દીજિયો જા મેં કુટુંબ સમાય,મૈં ભી ભૂખા ના રહું, સાધુ ભૂખ્યા ન જાય” એટલે જ મેં કહ્યું હતું કે માણસ પૈસાદાર ભલે ન થાય, પણ વધારે ગરીબ થતો હોય કે એની ગરીબાઈ વકરતી હોય તે કેમ ચાલે? બીજા દેશોમાં પણ આ જ સ્થિતિ છે. સામાન્ય મા્ણસ ગરીબ થતો જાય છે. આ લડાઈ જાત બિરાદરીની સીમાઓની બહાર છે. એટલે બ્રાહ્મણ દારૂ ભલે ન પીએ, માંસાહર ભલે ન કરે, પરંતુ ગરીબાઈના મુદ્દા પર પોતે ક્યાં જશે તે નક્કી કરી લે તે જરૂરી છે.

        દલિતની વાત તો છોડો, ગરીબ બ્રાહ્મણને ધનિક બ્રાહ્મણ પણ પોતાનો સમોવડિયો નહીં માને.

        બે ઉદ્યોગપતિ ભાઈઓના અંગત વિવાદ છાપાંમાં બહુ ચગ્યા. પરંતુ આખા ઉદ્યોગજગતની વાત કરીએ તો એમના વચ્ચે કઈં જ ઝઘડો નહીં હોય! સરકારે ઉદ્યોગજગત મા્ટે શું કરવું જોઈએ, એ બાબતમાં એમના વચ્ચે સહમતી હશે જ હશે. એ વર્ગને પોતાનાં હિતોનો ખ્યાલ છે. ગરીબોને નથી. એટલે જ સંગઠિત થતા નથી. શ્રી સુબોધભાઈ શાહને આપેલા એક જવાબમાં મેં આંકડા આપીને સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ગરીબોમાં પણ જે દલિતો છે તેમને તો સદીઓથી અપમાનની જિંદગી મળી છે. ઇતિહાસના અન્યાયને ધ્યાનમાં લીધા વિના ગરીબોની પણ સાચી એકતા શક્ય નથી. સમાનતા એટલે બધી વાતમાં સમાનતા.

       6. Atulbhai,
        Good thoughts. But May I ask for your views on the following?
        1. You say No bad habits.
        Right. All our prophets, saints and religions have been preaching that line since centuries. Yet we see no improvement. Why? Is it possible to think of many other factors that play a part here? Can we do something else besides preaching?
        2. You say: Government should create opportunities for more employment.
        Some people think that the private sector (meaning people and companies) themselves can do this much better. What do you think?
        3. I agree with you on the question of population.
        Thanks. —Subodh —

     2. દીપકભાઇ, એ વાત સાચી છે કે નશો કે માંસાહાર તે વૈયક્તિક પસંદગી છે, જ્યારે ગરીબી નહિ. પરંતુ મેં તે ઉદાહરણો ફક્ત એમ સાબિત કરવા જ આપ્યા હતા કે જ્યાં સ્વાર્થ હોય ત્યાં કોઈ ઊંચનીચના ભેદભાવ કે છૂતાછૂતની સમસ્યાઓ નડતી નથી. જો ગરીબી દૂર થવી જ જોઈએ તેમાં લોકોને સ્વાર્થ દેખાશે તો બધાજ આર્થિક દલિતો એક ફલક પર આવશે જ. આપણા સમાજની એક સમસ્યા હંમેશા રહી છે, અને તે છે નેતા વગર આગળ નહિ વધવાની. કદાચ તે બધા જ સમાજને લાગુ પડે છે, કેમકે સંગઠનને એકસૂત્રે બાંધી રાખવા માટે એક ગાંઠની જરૂર હોય છે, અને તે ગાંઠ જ્યારે વળી જશે ત્યારે આ સંગઠનમાં દોરાઓના રૂપ-રંગ કે લંબાઈ-જાડાઈ જોયા વગર સૂત્રો જોડાશે.

      ભારત દેશના લોકો (ભલે તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ)ની એક જ નબળી વાત છે, અને એ છે કે તેમને પોતાના હક્કો શું છે તેની જ જાણ નથી. આપણા રાજકારણે અને તંત્રએ પ્રજાને ક્યારેય પોતાના હક્કોથી વાકેફ થવા જ દીધી નથી. પાંચમા-છઠ્ઠા ધોરણમાં નાગરિક શાસ્ત્રમાં ભણતા હતા કે “હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે” પણ તંત્રએ ફક્ત ફરજો જ આપણને યાદ દેવડાવે રાખી છે અને ચાહીને હક્કો ભૂલાવી દીધા છે. જે દિવસે પ્રજાને હક્કો યાદ રહેતા થશે તે દિવસે બધા જ દલિતોને એક થતા કોઈ સમાજ કે કોઈ રૂઢિ નહી રોકી શકે.

      1. ધવલભાઈ,
       આપણે ઘણી વાર એક જ ‘તર્કવૃત્ત’ પર મળ્યા છીએ. આથી તમારી કૉમેન્ટમાંથી કેટલીક વાતો ગમી તે અહીં અલગ ટાંકું છું.

       “માંસાહાર તે વૈયક્તિક પસંદગી છે, જ્યારે ગરીબી નહિ….જ્યાં સ્વાર્થ હોય ઊંચનીચના ભેદભાવ કે છૂતાછૂતની સમસ્યાઓ નડતી નથી… જો ગરીબી દૂર થવી જ જોઈએ તેમાં લોકોને સ્વાર્થ દેખાશે તો બધાજ આર્થિક દલિતો એક ફલક પર આવશે જ…. ભારત દેશના લોકો (ભલે તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ)ની એક જ નબળી વાત છે, અને એ છે કે તેમને પોતાના હક્કો શું છે તેની જ જાણ નથી. આપણા રાજકારણે અને તંત્રએ પ્રજાને ક્યારેય પોતાના હક્કોથી વાકેફ થવા જ દીધી નથી…. જે દિવસે પ્રજાને હક્કો યાદ રહેતા થશે તે દિવસે બધા જ દલિતોને એક થતા કોઈ સમાજ કે કોઈ રૂઢિ નહી રોકી શકે.”

       મેં એક વાક્ય બોલ્ડ અને ઇટૅલિકમાં મૂક્યું છે. ગરીબી દૂર થાય અને ગરીબો ઊંચા આવે એમાં આપણા સૌનો સ્વાર્થ છે. આ આર્થિક કાર્યક્રમ બની શકે છે.

      2. Dhavalbhai,
       Dalits already know that poverty is bad. To exhort them to unite is OK but how does it help if we the upper caste people do not realize all this and keep opposing things like Reservation to improve their conditions?

       Please imagine the situation when Dalits will all unite, as you propose, and demand their rights in a democracy by majority. Backward classes and Dalits constitute more than 80 percent of the Indian population. Do you wish to do something to help them now in peace, or wait till they become violent?
       We did have excellent leaders like Gandhiji, Ambedkar and several others. The problem is with US, not with the leaders. Politicians do not drop from the sky. We also have no scarcity of good ideas—- you yourselves have given so many of them in this blog at various times.

       Can we, the people, learn to remove the habits of confused thinking that most of us are stuck with? Pl. THINK.
       Thanks. —Subodh—

       1. Dear Subodhbhai, first of all, please accept my apologies for such a delayed reply.
        You have asked in the very begining of your message that if we the upper class people keep opposing things like reservation to improve dalit’s conditions, seems you are mixing 2 different things, dalits and backward class. Dalit is anybody who is suppressed, financially or socially. And we have debated here that most suppression in society is due to financail devide. I am sure that you will also agree that if someone from backward class earns money, no society consideres him/her as untouchable and hence no suppression remains. I (can’t tell about others) oppose the reservation to those so called dalits, who are just considered dalits because of their caste, but those who belong to non-backward class are not considered dalits in reservation system who are financially broken and need more access to government machinery.

        We definitely want to do much for them now, but have you heard that saying/proverb? “માંગ્યા વિના તો મા પણ ના પીરસે”. It is just like that, poors need to demand their rights, unless they do, I don’t really think that wider society is going to give much to them. Also, I never raised any question about ability of our past leaders. I simply said; am saying; and will continue saying that we need a good leader, who would think of poors, think about making them aware of their rights, and giving them that.

        Lastly, you have asked whether we can leave a habit of confused thinking? so answer is simple, it is habit, any habit only goes when person leaen that it is harmful for one. We do learn it at times and give up that habit, its only a matter of time. As different people learn things at different time. According to me, major problem is thinking in right direction at the right time, let us continue out confused thinking at other times.

   2. —————None but me in my family could get any education. Why? 1. No school in the village and 2. grinding Poverty. I was not a Dalit, my family was high caste Jain.—————————-

    That sounds extremely familiar to me. And then what happens? We stay emotionally attached with the family but get intellectually detached. They think that it is their right to expect financial help from us just like balchandra. Nothing wrong in that up to a point, but this never ends. One problem in our upbringing is not having a courage to say NO when it becomes necessary. In the end, everybody is a loser.

    1. Yes, sir, saying No is needed sometimes but compromising, explaining, better communication, etc can be equally useful in many other cases.

     Yet the main point is : If it sounds familiar, it is a widespread systemic problem, not just a matter for individuals like Bal or Subodh to handle. A thinker should address the wider problem. Individual details may vary. They may even be an exception to the rule. But what is the conclusion?That is what matters. Thanks. —-Subodh.

    2. Dhavalbhai,
     Yes, Dalit and backward are certainly different.
     When we are discussing issues like Balchander’s problem, we are discussing Social backwardness.
     When we argue for a system based on economic backwardness alone, we are enlarging the scope of the subject to cover everybody in India, not just the socially backward. That is welcome as a broad objective but will take eternity to achieve. Can you wait that long?
     Backwardness can be social or economical. (It can also be of many other kinds.) Both kinds of backwardness can overlap to varying extent . So how do you devise a perfect reservation system that is equitable to all? That is what I meant when I said confused thinking. No system can be devised that satisfies everybody completely.
     My humble suggestion as a way out of the dilemma would be to concentrate immediately on the burning problem of social injustice while keeping in mind the long term goal of economic backwardness of India. Both these goals are not opposites. It is only a question of priorities.
     Thanks. —- Subodh.

     1. Dear Subodhbhai,

      I differ on this topic here. If we just focused on social backwardness based on the caste system, that is what we are doing, and it is injustice to many more deserving people. If the argument brought forward is that the reservation system hasn’t helped achieve its goal by removing social injustice, then what is the point in continuing the same reservation system? If we have to wait eternally to achieve this simple goal as well, better we wait eternally to acheive the combined goal to eliminate poverty from the society and start treating all economically backward as real backward class.

      What we have now, is a half cooked meal, which just looks goog on plate, but when eaten harms the digestive system more, and hence it is better to fast then to eat the half cooked food. So, why are we relying on the imperfect and biased system of reservation and advocating it instead of opposing it and bringing more vital and borader system of true reservation, which could provide relief to truely deserving people, outside their race and caste.

     2. પ્રિય સુબોધભાઈ અને ધવલભાઈ,
      અહીં મારો દૃષ્ટિકોણ રજુ કરૂં છું. અસમાનતા આર્થિક અને સામાજિક બન્ને પ્રકારની છે, પરંતુ એક વર્ગ બન્ને અસમાનતાના થર નીચે દબાય છે. જે સામાજિક રીતે પાછળ છે તે આર્થિક રીતે પણ પાછળ જ છે!

      સામાજિક અસમાનતા દૂર કરવાનો ઉપાય કાં તો જે ઉપર છે તેમના હાથમાં અથવા જે નીચે છે એમના હાથમાં છે. ‘ઉપલા’જો આ સામાજિક અસમાનતાને તોડવા માગે તો થાય, કારણ કે આ અસમાનતા એમના મનમાં છે. અહીં સ્થિતિ એવી છે કે ‘ઉપલા’ મનથી તૈયાર નથી થતા, અને તે એટલી હદે કે ‘નીચલા’ને કોઈ કહેવાતો લાભ મળી જાય તો વિરોધના સુર પણ પ્રગટે છે.બીજી બાજુ ‘નીચલા’ હવે આ અસમાનતાને માનવા તૈયાર નથી. અત્યારે એ માત્ર ભાગ માગે છે, આવતી કાલે છીનવી લેશે.કારણ કે બમ્ધારણનો પણ અમલ ન કરી શકે તેવી સરકાર સામે વિદ્રોહ થાય જ. એટલે સામાજિક અસમાનતા દૂર કરવામામ ઉપલાનો સ્વાર્થ છે.

      આર્થિક અસમાનતાનાં ઘણાં કારણો છે, એમાં સરકારી નીતિઓનો મહત્વનો ફાળો છે.વળી આર્થિ સ્થિતિ હંમેશાં એકસરખી નથી રહેતી એટલે એના માપદંડ નક્કી કરવાનું પણ અઘરૂં બને છે. એકંદરે ગરીબાઈ કોઈ એક સમયે પ્રવર્તતી આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. એટલે નીતિઓ આર્થિક રીતે નબળા લોકોની તરફેણમાં ઘડાય તે માટે રસ્તા શોધવા જોઈએ. મેં પહેલાં પણ કહ્યું છે કે આજના બજારભાવે ચાર જણના કુટુંબ માટે મહિને ૨૨૦૦૦ રૂપિયા જોઇએ. આટલું કમાવા જેટલું કામ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની અથવા એમને કામ ન મળી શકે ત્યાં સુધી મદદ આપવાની સરકારની જવાબદારી માનવી જોઈએ. અમેરિકાની ‘મૂડીવાદી’ સરકાર પણ સોશ્યલ સિક્યોરિટી તરીકે બેરોજગારી ભથ્થું આપે જ છે. તો આપણે ભારતમાં એવું કેમ ન કરી શકીએ?

      પરંતુ એ પણ યાદ રાખવું જોઈશે કે આવી મદદ માટે જે પાત્ર હશે તે મોટા ભાગે સામાજિક અસમાનતાઓનો પણ ભોગ બનતા હશે જ! વળી ‘ઉપલા’ને વાંધો પડશે કે દલિતોને બહુ લાભ મળે છે. આથી આપણે આપણા માનસિક ભાવ પર પહેલાં ધ્યાન આપીએ અને સામાજિક અસમાનતા દૂર કરવા તૈયાર થઈએ એ જરૂરી છે. તે સિવાય આર્થિક રીતે પછાત લોકોનો મોરચો પણ બની નહીં શકે.

  2. જુગલભાઈ રામબાણ વાગ્યાં હોય તે જાણે! તમે છેલ્લી પંક્તિમાં જે કહ્યું છે એવો જ ભાવ મને બીજા એક-બે પ્રસંગે થયો છે. ક્દી સમ્દર્ભમાં એ વાત પણ કરશું.

 2. પ્રિય દીપકભાઈ,
  ખુબ જ સરસ અને વિચારશીલ લેખ લખ્યો છે ,,મને ખુબ જ ગમ્યો ,તમારી રજુ કરવાની રીત સરસ છે ,”આ નીતિઓ સામે અવાજ બુલંદ કરવાને બદલે અનામતને કારણે કૉલેજમાં કે નોકરીમાં જગ્યા ન મળી એમ માનવું એ સમસ્યાને આડે પાટે ચડાવ્યા જેવું છે. જરૂર છે, સૌનું જીવન સ્તર સુધારવાની. ”આ વાત ને રજુ કરવા તમે ખુબ જ સરસ રીતે અને ચિંતનાત્મક વાત કરી છે ,,જેટલો જાતિવાદ મોટો પ્રશ્ન છે એટલો મોટો અનામત નથી ,,જેટલું પછાતપણું છે એટલો મોટો પણ નથી ,માનસિક ગુલામી હજી નથી જતી આપણામાંથી ,આપને આપના છોકરાઓને આવું ભારત આપીને જઈશું ઘણી વાર તો એમ વિચારું છુ

 3. જન્મના આધારે ઉત્પન્ન થયેલી વર્ણવ્યવસ્થાને જ્યાં સુધી નેસ્ત-નાબુદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કશુંયે નક્કર થઈ શકે તેમ મને નથી લાગતું. જ્યાં સુધી આ વર્ણવ્યવસ્થા છે ત્યાં સુધી અનામત આપીને બહાર કાઢવાનો પ્રયાસ ભલે થતો. દક્ષિણમાં અને અન્ય પ્રાંતમાં લોકો ધર્માંતર કરી રહ્યાં છે તેની પાછળનું મુખ્ય કારણ જ આ છે કે આપણે ત્યાં માણસનો માણસ તરીકે સ્વીકાર જ કરવામાં નથી આવ્યો. તે જ વ્યક્તિ ક્રીશ્ચ્યન બની જશે તો તેને આર્થિક અને સામાજીક બંને સ્ટેટસ મળી જશે.

  આ જ હાલત અન્ય દેશોમાં ગુલામોની થઈ હતી અને આઝાદી પછી તેમની પરિસ્થિતિમાં ઘણો મોટો ફેર પડ્યો. આપણે ત્યાં આઝાદી પછી હવે બ્રાહ્મણોની કે ઠાકુરોની હકુમત રહી નથી તેવે વખતે દરેક નાગરીકને સમાનતાના અધિકારો માત્ર કાગળ પર જ નહીં પણ ખરેખર પ્રાપ્ત થાય તે પણ એટલું જ અગત્યનું છે.

  અનામત ઉકેલ નથી માણસને બેઠો કરવો તે ઉકેલ છે.

  જન્મે બ્રાહ્મણ હોવાને લીધે હું શ્રી જુ.ભાઈની જેમ માફી માંગવાની વેવલાઈ નહીં કરું કારણકે બ્રાહ્મણ હોવાને લીધે મારા જોડા મને ક્યાં ડંખે છે તે હું સારી રીતે જાણું છું અને આ ડંખતા જોડા ડંખાવનારાઓ કાઈ માફી માગવા નથી આવતા હોતા ઉલટાના લાગ મળ્યે તમારું અસ્તિત્વ પણ મીટાવી દેવાની તમન્ના રાખતા હોય છે.

  1. તમારી વાત સાચી છે. જન્મના આધારે નક્કી થયેલી વર્ણવ્યવસ્થા નેસ્તનાબૂદ થાય તો સમાનતા આવશે અને જોડા ડંખાવનારા પણ નહીં રહે.આપણા દેશમાં વિચિત્ર વાત તો એ છે કે બ્રાહ્મણ અકિંચન ગણાય. આમ બ્રાહ્મણ વૈશ્યો જેટલો પૈસેટકે આગળ નથી હોતો. બ્રાહ્મણ ગરીબ રહ્યો ચે, પણ બ્રાહ્મણત્વ સમૃદ્ધ રહ્યું છે! એટલે કે વિચારસરણી બ્રાહ્મણ રહી. આથી જ માત્ર શૂદ્રોએ જ નહીં, ક્ષત્રીયો અને વૈશ્યોએ પણ સ્વીકારી લીધું કે બ્રાહ્મણ વિશ્વપુરુષના મુખમાંથી પ્રગટ થયા છે અને એ કારણે સર્વશ્રેષ્ઠ છે. આ ઊંચો સામાજિક દરજ્જો થયો.

 4. Today, we see cast system based on money and beaurocracy. I think, it is human nature to bahave authoritatively and measure for that keeps changing time to time.

  In any case, people who are at the top or at the bottom of the cast system do not suffer at all. But, people who are in the middle, maybe more towards top or more towards bottom, they suffer the most! We cannot impose any help with much effect unless human psyche changes. And that can be done with educating children in their very youth. Educate children from group who are near top that being bottom is not bad and have tolerance to them. Educate children from bottom group to compete and to generate tolerence into their counterpart. No other help is as effective and as sufficient as this.

  I grew up in tribal area of Daang and Vansda till std 10th. 80% of the students were from government designated tribal groups. They were given opportunity to educate themselves and many of them are in very good position – financially, socially now. They are part of main stream. I hope, this should happen in every corner of the world.

  1. પ્રિય ચિરાગ, તમે લખો છો કે They were given opportunity to educate themselves and many of them are in very good position – financially, socially now. અહીં હું ‘given’ શ્બ્દને અંડરલાઇન કરવા માગું છું. એમને સમાજ અથવા રાજ્ય ‘આપે’ નહીં તે ન ચાલે. દેશના સર્વામ્ગી ઉત્કર્ષ માટે પન માનવસમ્પદાનો વિકાસ કરવાનું મહ્ત્વનું છે.
   SC અને ST બન્નેનો કેસ જુદો છે, જો કે એમની સ્થિતિ એકસરખી છે. આદિવાસીઓ cultural invasion and brainwashingનો પણ શિકાર બન્યા છે. એમને આપણે માર્જિન પર ધકેલી દીધા. દલિતોને આપણે દાસ બનાવી દીધા.દાસ પ્રથામાં પણ એક માલિક અને એના થોડા દાસ, એવું હતું આપણી સમાજ વ્યવસ્થામાં એક આખો સમુદાય બીજા એક આખા સમુદાયનો દાસ છે. અહિયારી માલિકી અને સહિયારૂં દાસત્વ! આ આપ્ની જ પ્રતિભાની કમાલ છે! આથે બીજે બધે તો દાસ પ્રથા નાબૂદ થઈ ગઈ કારણ કે દાસો બજારની કૉમોડિટી હતા. આપણે સામાજિક વ્યવસ્થામાં એમને મૂકીને બજારથી દૂર કરી દીધા અને સાર્વજનિક દાસત્વનો કન્સેપ્ટ વિકસાવ્યો.

 5. ૧) ગરીબી, નીરક્ષરતા, પછાતપણું, અજ્ઞાનતા વગેરે ફક્ત દલીતવર્ગોમાં જ છે એવું નથી. બ્રાહ્મણ વગેરેમાં પણ આમાંની બધી જ તકલીફો જોવા મળશે.

  ૨) બાલચંન્દ્રે મરી જવાની કે નશામાં ડુબી જવાની જરુર નહોતી તેય સાચું

  ૩) પરંતુ ઉપરની બન્ને બાબતોમા મુળમાં જઈશું તો જોવા મળશે કે મુખ્ય કારણ તે સદીઓથી દબાવાઈ ગયેલી અમુક મનુષ્યજાત (જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ આવી જાય છે !!)ને દબાઈ રહેવા સીવાય કોઈ ઉપાય નથી રહ્યો.

  ગરીબી નીરક્ષરતા વગેરે કહેવાતા ઉપલા વર્ગોમાં પણ છે ને દલીતોમાં પણ છે છતાં દલીતો–સ્ત્રીઓ–બાળકોને ફરીયાદ કરવાપણું નહીં !! તેઓને સદીઓથી એટલા બધા દબાવી દેવાયા છે કે ફરીયાદ તો શું, પોતે દુખી છે એવું ફીલ કરવાનુંય હોતું નથી !!! ગામડાંઓમાં દલીતો સામે ચાલીને છેટા રહે ! આપણને અડે નહીં !! સ્ત્રીઓ ઘરકામ સીવાય કોઈ કામમાં આગળ આવે નહીં, ને કહીએ તો કહેશે અમારું બૈરાંઓનું એમાં કામ નહીં. બાળકોને તો કોઈ અધીકાર જ નહીં…એક લાફો પડી જ જાય જો સામું બોલે !

  આ બધાં જ બાલકૃષ્ણો છે !! એમની સહનશક્તી ખલાસ થઈ જાય ત્યારે કેરોસીનનું શરણું લેવું પડે. મારી વાતમાં મેં ભ્રષ્ટતાને જ એકલીને દોષીત ગણાવી છે. ખેડુતો કેમ આત્મહત્યા કરે છે ? જગતનો તાત કહેવાયા હતા તેઓ. પણ એમને સૌથી વધુ માર પડે છે.

  આ દેશના યુવાનો, દબાયેલાંઓ વગેરેને સીનેમાના ડોઝ પીવડાવીને મુંગા કરી દેવામાં આવ્યા છે. નટનટીઓ, રમત‘વીરો’ વગેરે આપણા હીરો !! એમનાં ભ્રષ્ટાચારોની વાત પણ ચર્ચાશે નહીં એટલી બધી લોકચાહના તેઓએ ઉભી કરી લીધી છે. અબજો રુપીયાના ગોટાળા કરનારાં ટીવી પર કેવા મલકાતાં ફરે છે ?! ને બાલચંન્દ્રો બીચારાં મોં છુપાવીને જીવન ટુંકાવી દે છે…એમને કોણ સાંત્વના દેવાનું છે ? ઉલટાનું આપણે તો કહીશું કે એમણે આપઘાત શા માટે કરવો જોઈએ ?!! બાળકો–સ્ત્રીઓ–વગેરેને સદીઓથી એવાં કરી દેવાયાં છે કે તેઓ ભુલ કરે તોય માર પડે ને પોતાની જાતને શીક્ષા કરે તોય ઠપકો મળે !

  સૌ “પોતાની” જ વાત કહેવા ટેવાયેલા હોય છે. “સામા” માણસની વાત કહેવાની શરુઆત ક્યારે થશે ???

  1. જુગલભાઈ, તમે દલિતોની સ્થિતિ પર સારો પ્રકાશ પાડ્યો છે. એ જ દીન માનસિકતાને કારને એનાં વૃદ્ધ માએ મારા પગ લૂછ્યા. ખરૂં કહું તો બાલચન્દ્રના મૃત્યુથી દુઃખ થયું અને એના મૃત્યુનો અર્થ સમજાયો, પણ એનાં માની પ્રતિક્રિયાએ તો મને ચોંકાવી દીધો હતો કે આ શું?
   હવે ‘સામા’ માણસની વાત પણ કરવી જોઇએ.

   1. મેં જે સ્ત્રીઓ–બાળકોને ગણાવ્યાં છે તે સવર્ણોનાં સ્ત્રી–બાળકો છે હોં !! તેઓની સ્થીતી પણ આપણા સમાજે આટલી હદે દબાવેલી રાખી છે. જે લોકો પોતાનાં જ ઘરના આ બે વર્ગોને દબાવી શકે તેમની પાસેથી સમાજના બીજા વર્ગો અંગે શું આશા રાખી શકાય ?

 6. મારા હિસાબે આ અછૂત બાલચંદ્રની વાર્તા નથી. આ ગરીબ બાલચંદ્રની વાત છે. અને જયારે જયારે ગરીબોની વાત સાંભળું છું તો આંખમાં પાણી આવે છે.અને લાચારી અનુભવાય છે. મારા બાપુજી કહેતા કે “આપણાથી થાય તેટલું કરવું.દુનિયામાંથી ગરિબાઈ કાઢવાના સપના નહીં જોવાના.”
  જુ.ભાઈની વાત વાંચીને કમકમા આવી ગયા.ગાંધીજીની ગામ સુધારની વાંચેલી વાતો યાદ આવી..સુબોધ શાહ– ચિરાગના વિચારોતો જાણીતા છે. સૌને અભિનંદન.

  1. પ્રિય હરનીશભાઈ, આ શ્રેણીની શરૂઆતમાં મેં એક લેખ લખ્યો ‘કુંભકર્ણ જાગે છે…!’
   (https://wallsofignorance.wordpress.com/2012/07/20/%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%AD%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/)
   એમાં મેં લખ્યું છે કે સામાજિક અસમાનતા અને આર્થિક અસમાનતા જુગલબંધી કરે છે.

  2. મને આ વાતમાં વજૂદ લાગે છે. બધી વર્ણ વ્યવસ્થાનું મૂળ ‘અર્થનો અનર્થ’ છે. ભારતમાં એનો અતિરેક થયો છે – એ ભારતીય તરીકે આપણું દુર્ભાગ્ય છે.
   ————-
   એક આડ વાત . નાનકડા અને ગરીબડા બાંગલાદેશમાં મહમ્મદ યુનુસે આ પાયાની ખામી જાણી, સમજી ,,,, અને લાખો કુટુમ્બોને ગરીબીની રેખાની ઉપર લઈ આવ્યા – કોઈ સરકારી મદદ વિના- એમના પોતાના બળ ઉપર.
   એમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ ‘ વંચિતોના વાણોતર’ વાંચવા ખાસ ભલામણ.
   એમાંથી ચપટીક ટાંચણ અહીં લખ્યા હતા…
   http://gadyasoor.wordpress.com/2010/06/25/mohammad_yunus/
   આપણે ચર્ચાઓ કરી આપણા ચિત્તામાં નવી સમજ ભલે પેદા કરીએ ; પણ ગરીબીની રેખાની નીચે જીવતા માત્ર એકાદ કુટુમ્બને પગભર કરીએ તો?

   1. Sureshbhai,
    Good ideas. I agree with your first two paras above. But have reservations on the very last one.
    1. I like your idea of finding “roots”. However, we must investigate, not just assume where the real roots lie. For example, Bhagavan Shankar Aachaarya said this: “Consider, always, money as an Evil. There is not the slightest happiness in money.” IF you are surprised or you disagree with me here, please call me and I will give the full reference and recite the original Shloka over the phone. My question is : How can a society whose greatest logician saint calls money an unmitigated evil, reduce poverty?
    2. Helping individuals is good but the problem is systemic. Your help though welcome, cannot go far, even if you donate a million dollars in a billion people society impoverished for centuries. But, do give. Please.
    Thanks for sharing your views. —-Subodh Shah–732-568-0220.

    1. શ્રી સુભોધભાઈએ શંકરાચાર્યજીને ટાંક્યા છે. શંકરાચાર્યજી જ્ઞાનમાર્ગના અને સંન્યાસીઓના આચાર્ય છે. તેઓ તેમના સાધન પંચક સ્તોત્રના પ્રથમ શ્લોકમાં જ સાધકને પોતાનું ઘર છોડીને ચાલી નીકળવાનું કહે છે. દરેક સ્તોત્ર જે કોઈ તેના ઉપદેશના અધિકારી હોય તેને માટે જ તે ઉપદેશ છે.

     હિંદ છોડો અંગ્રેજોને કહ્યું હોય અને ગાંધીજીએ કહ્યું હોય તો સંદર્ભ જોવો જોઈએ. બધા લોકો હિંદ છોડો સાંભળીને થોડા હિંદ છોડવાના છે?

     મહાવીર સ્વામીનો વસ્ત્રોનો ત્યાગ થઈ ગયો અને દિગંબર હાલતમાં પરમ શાંતિ અનુભવતા તો શું બધાં જૈનોએ દિગંબર થઈ જવું?

     બુદ્ધે કહ્યું કે ત્યાગ કરો અને સહુ કોઈ સાધુ સાધ્વિ થવા ગયા તો ભયંકર વામાચાર ફેલાઈ ગયો.

     વિવેક બુદ્ધિની ડગલે ને પગલે જરુર છે.

     1. Atulbhai,
      This Shloka is from Charpat-Panjarika Stotram. It is one of my favorites. I am certainly not quoting it out of context because several stanzas in it clearly indicate that it is not meant for sanyasis only, it is for house-holders as well. I cannot quote at length here.
      But this is only one example I gave to illustrate the general principle that our Hindu preachings assign a lowly place to worldly wealth and puts Tyaga or renunciation on a high pedestal. Whether you actually like money or not, don’t you agree that we have been putting Tyaga at a very high level? That is all I am saying.
      I like your last sentence: “We need Vivek Buddhi at every step.’
      How nice ! That is exactly what we mean by the word Rationalism. And that is what this blog is all about. Do not follow Gurus blindly— use your discrimination and common sense.
      Congratulation for catching the essence of this blog ! Thanks. –Subodh.

      1. શ્રી સુભોધભાઈ,

       ભારતીય દર્શનો અને વિચારસરણીમાં ત્યાગ મુખ્ય રહ્યો છે. એક માત્ર ભગવદગીતાએ કહ્યું કે તપ, યજ્ઞ અને દાન તો ક્યારેય ન ત્યાગવા. અહીં પણ તપ, યજ્ઞ અને દાનને સમજવામાં લોકો ભૂલ કરતાં હોય છે.

       તપ – કોઈ પણ વિષયને સમજવા માટેની સ્થીરતાં અને અભ્યાસ.

       યજ્ઞ – જે તે વિષય સમજ્યાં પછી તેનો યોગ્ય વ્યવહારીક ઉપયોગ.

       દાન – જે કાઈ પરીણામ કે ફળ ઉત્પન્ન થાય તેની યોગ્ય વ્યક્તિઓમાં વહેંચણી.

       ભારતીય વિચારસરણી મુખ્યત્વે પરલોક તરફી રહી છે અથવા તો ભગવદ પ્રાપ્તિ કે મોક્ષની આકાંક્ષી રહી છે. તેને પરીણામે તે વર્તમાનથી અને વાસ્તવિકતાથી વિમુખ થઈ ગઈ.

       પારમાર્થિક સત્ય ભલે બ્રહ્મ હોય પણ જો વ્યવહારીક સત્યને અવગણવામાં આવે તો આ લોકમાં જીવન નિર્વાહ પણ ન થઈ શકે, સંપત્તિવાન થવાની વાત તો એક બાજુએ રહી.

       ભોગ ભોગવ્યાં પછી જ્યારે તેની નિરર્થકતા સમજાય ત્યારે સાચો વૈરાગ્ય આવે. જેમ કે બુદ્ધ અને મહાવીર ને રાજપાટ હોવા છતાં વૈરાગ્ય આવ્યો.

       ચર્પટ પંજરિકા સ્તોત્ર તો એક વૃદ્ધ બ્રાહ્મણ વૃદ્ધત્વને આરે ઉભેલો અને વ્યાકરણના શ્લોકો ગોખતો હતો તે જોઈને ઉદભવેલું સ્તોત્ર છે. મૃત્યુને આરે ઉભેલી વ્યક્તિ કે જેના ત્રણ પુરુષાર્થોનો સમય તો વીતી ગયો છે અને જ્યારે જીવનના અંતિમ તબક્કે પહોંચી ગયો છે તેનું યે મન પરમાર્થમાં નથી લાગતું તેથી શંકરાચાર્યજી તેની મૂઢમતિ વાળો કહે છે.

       ભારતમાં યે શાંકર મતને અનુસરનારા બહુ ઓછા છે કારણકે તે જ્ઞાન અને ત્યાગની વાતો કહે છે. તેને બદલે સંપ્રદાયો અને ભક્તિમાર્ગ વાળા ફુલ્યા ફાલ્યા છે કારણકે તેઓ ભોગ ભોગવવા દે છે.

       જીવનમાં ચાર પુરુષાર્થોમાં જો ધર્મ, અર્થ અને કામને અવગણવામાં આવે તો સીધો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થવાની શક્યતા નહીંવત છે.

       હાલની વર્ણવ્યવસ્થાના તો મુળમાં જ ખામી છે. ભગવદગીતામાં ચાર વર્ણ મેં સર્જીયા કહેવા પાછળનો આશય તો તેમ જ હોય કે ચાર પ્રકારની વૃત્તિ વાળા મનુષ્યો મેં સર્જીયા છે. બધાની સમાજમાં આવશ્યકતા હોય અને આ ચારે પ્રકારના ગુણો અને કર્મો બધામાં વધતા ઓછા અંશે હોય. તેથી બધાં થોડા ઘણાં અંશે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રીય અને બ્રાહ્મણ પ્રકારના ગુણો ધરાવતા હોય છે. વળી પગ, પેટ, ભૂજા અને મસ્તિષ્ક બધાં એક જ શરીરના અંગ છે અને તેમની વચ્ચે કોઈ ભેદ નથી માત્ર કાર્યમાં ભેદ છે પણ તે બધાનો અભીમાની તો એક જ જીવાત્માં છે તેવી રીતે સમગ્ર સમુદાયનો અભીમાની તો ઈશ્વર જ છે.

       વ્યવહારીક જગતમાં કોઈ પણ ક્ષેત્રે વિવેક બુદ્ધીની અત્યંત આવશ્યકતા છે અને પારમાર્થિક જગતમાં આ બુદ્ધિને ય અતીક્રમીને સ્વરુપમાં સ્થિતિ કરવાનું લક્ષ્ય હોય છે. લોકો વિવેક બુદ્ધિ સંપૂર્ણ પણે ખીલવ્યાં વગર તેને અતીક્રમી ન શકે. જે રીતે ભોગ ભોગવ્યાં વગર વૈરાગ્ય ન આવે તે રીતે બુદ્ધિને સુક્ષ્મ બનાવ્યાં વગર તેની પાર રહેલા ચૈતન્ય સુધી ન પહોંચી શકાય.

       1. Atulbhai,
        Your knowledge of Indian philosophy is obvious. I am heartened by the fact that you agreed with my basic point (without directly admitting it in so many words) that it undervalues money and heavily emphasizes Tyaga. Thanks. We should not make this blog a debating platform for Hindu philosophy. I have discussed it in depth elsewhere and lots of knowledgeable people like you have agreed.
        So please let me stop here with this excellent observation of yours that “Indian philosophy has principally favored the other world rather than this world. So it looks at a direction opposite to the real world and the current situation.” What a nice way to put it !That is the main point in my book where I have called it “surfeit of spirituality.” This has had tremendous practical consequences for all of us in India. “Nothing in India will change until religion changes.” By the way, that is what a great man like Vivekanand has said. Not you, not me. Yet people don’t really realize it.
        Thanks a lot. —-Subodh .

    2. શ્રી સુબોધભાઈ અને શ્રી સુરેશભાઇ,
     આપ બન્ને્ના પ્રતિભાવો વાંચ્યા.
     ૧. હું પણ માનું છું કે આ systemic problem છે. વ્યક્તિગત પ્રયાસ ગમે તેટલો મોટો હોય એ બહુ કારગત ન નીવડે. જો કે વ્યક્તિગત પ્રયાસોનું મૂલ્ય ઓછું નથી. પરંતુ મૂળભૂત રીતે રાજસત્તાની વિચારસરણી બદલવાનો બદલવાનો સવાલ છે. આ કાર્ય અવશ્ય સામાન્ય લોકો કરી શકે કારણ કે લોકશાહીમાં અંતે લોકો રાજસત્તાનું સ્વરૂપ નક્કી કરે છે. આપણે ત્યાં, સરકારો બદલાય છે, રાજસત્તાનું સ્વરૂપ નહીં.
     અમેરિકામાં સુપ્રીમ કોર્ટે Positive discriminationને માન્ય કર્યું ત્યારે ભારે વિરોધ થયો. મને નામ યાદ નથી પણ કદાચ રેવરંડ જેસ જૅક્સન (?)ને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાનો સવાલ હતો. આખી યુનિવર્સિટીએ હડતાળ પાડી પણ સરકારે એમની સાથે લશ્કરની ટુકડી મોકલી. એ દિવસે એ જ એકમાત્ર વિદ્યાર્થી કૉલેજમાં હતા પણ એમના માટે ક્લાસિસ ચાલ્યા! આ દૃઢતા જોઈએ. મત તો અમેરિકામાં પણ બધા માગે છે એટલે આ મતની પણ વાત નથી. હવે આપણે ત્યાં લશ્કરના કમ્પોઝિશનનો જરા વિચાર કરો.
     ૨. માઇક્રો ફાઇનૅન્સ ભારતમાં પણ છે. શરૂઆતમાં સારૂં ચાલ્યું. પછી મોટી કંપનીઓ આવી અને એમણે નાનાં સંગઠનોને હાંકી કાઢ્યાં. આજે મોટી કંપનીઓ એમના બૅંકિંગના સામાન્ય નિયમો પ્રમાણે પેનલ્ટી,મિલકતની ટાંચ વગેરે બધું જ કરે છે અને માઇક્રો ફાઇનૅન્સ ગરીબો માટે શાપ રૂપ બની ગયં છે. આપણી નૈતિકતાનો આ અરીસો છે. આ પણ સિસ્ટેમિક પ્રૉબ્લેમ જ છે ને! (http://infochangeindia.org/poverty/analysis/are-micro-finance-institutions-exploiting-the-poor.html)

     1. “રાષ્ટ્રીય ચારીત્ર્ય” એ એક માત્ર ઉપાય છે અને આ દેશમાં એનું ધોવાણ મોટા પાયે થઈ ચુક્યું છે…ભ્રષ્ટાચાર એ જ શીષ્ટાચાર બની ગયો છે તેથી કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. મેજર ઓપરેશન વગર આ રોગ (રૉગ) મટવાની શક્યતા નથી.

      1. Dear JJ,
       You are right— we need a major operation.
       Please let us know your ideas on what we, the people, can do.
       I don’t think we should keep hanging on the coat-tails of the government. As Dilipbhai said, in a democracy, WE are the government.
       THANKS.—- Subodh.

     2. Dilipbhai,
      I am glad to see that a good thinker like you agrees with Sureshbhai and me. Thanks.
      Your concluding sentence is great : “This is the mirror of our Ethics. This too is a systemic problem.” Very true.
      Our real problem is Ethics, which is the Values we preach and practice. Our real problem is not reservation, politicians, poverty, government or foreigners.
      Please don’t let go of such a vital point. Pursue it diligently and invite our thinker friends to examine our deep seated values, goals and beliefs. I assure you that you will strike a gold mine of ideas. I did. We need depth of thought, not shallow, casual comments. I feel heartened by your comments. Thanks. —-Subodh.

      1. શ્રી સુબોધભાઈ,
       તમારા પ્રતિભાવથી મને પ્રોત્સાહન મળે છે. આભાર.

       આપણે નૈતિકતા અને ધર્મ વચ્ચે કે નૈતિકતા અને ચિંતન વચ્ચે ભેદ કરતા નથી એ સૌથી મોટી તકલીફ છે. નૈતિકતા બાયોલૉજિકલ સર્વાઇવલનાં કારણોસર પેદા થાય છે, પછી એનો આપણે વિસ્તાર કરી શકીએ.
       દિલ્હીની સ્ટીફન્સ કૉલેજના પ્રિન્સિપાલ ફાદર વૉલસન તીમ્બૂએ એક વખત ક્રિસમસ નિમિત્તે રૅડિયો પરથી બોલતાં Love thy neighbourનો અર્થ સમજાવ્યો કે તમે તમારા પાડોશીને પ્રેમ કરો એ ધર્મની પહેલી શરત છે. આમ ઇસુએ ધર્મને ઊંચા સિંહાસન પરથી ઉતારીને લોકોની વચ્ચે લાવી દીધો. આપણે ધર્મને લોકોની વચ્ચેથી ઉપર ફિલોસોફીમાં લઈ ગયા!

       આમ તો કોઈ કહેશે કે આપણે ત્યાં પણ ‘વસુધૈવ કુટુંબકમ’ જેવી ભાવના છે. પરંતુ તે સાથે મોક્ષ પણ છે, જેમાં વસુધાવાસીઓ તો ઠીક, માતાપિતા સહિત બધાં જ આડખીલી રૂપ છે. આથી, આપણે બધાનો ત્યાગ કરવાનો છે. સમાજમાં જ ન રહેવું હોય તો પૈસો પણ નકામો લાગે. આ દુનિયામાં પૈસાની જરૂર છે, પરંતુ બધું માયા હોય તો સમાજમાં સુધારાની પણ પરવા ન કરીએ ને!તેમ છતાં આપણે આપણી ફિલોસોફીના આધારે સૌથી ઊંચા પણ બની રહીએ.
       એની સામે વૈષ્ણવજન તો…” જૂઓ. એમાં “પરદુઃખ”ની વાત છે. બીજા કોઈની હાજરી તો છે. જે કરવાનું છે તે આ દુનિયામાં!

       મને સૌથી વધારે ગમતો કબીરનો દૂહો પહેલાં પણ કહ્યો છે તેમ છતાં અહીં ફરી કહેવાની લાલચ રોકી શકતો નથી. “સાંઈં ઇતના દીજિયો, જા મેં કુટુંબ સમાય,
       મૈં ભી ભુખા ના રહું, સાધુ ભૂખા ન જાય”

       આખી આર્થિક અર્થવ્યવસ્થાને આના આધારે ગોઠવી શકાય. એમાં ધનનોઇન્કાર નથી. (“દીજિયો”) કુટુંબનું આ દુનિયામાં ભરણપોષણ કરી શકવાની શક્તિ રહે એવી ઇચ્છા છે અને તેમ છતાં બીજો ભૂખ્યો ન રહે તેની દરકાર છે.

       આપણું ચિંતન બીજા મા્ટે ત્યાગ નથી શીખવતું, બીજાનો ત્યાગ શીખવે છે! ખરેખર તો એક જ ત્યાગ જરૂરી છે – વર્ણ વ્યવસ્થાનો ત્યાગ અને એના ટેકામાં ફૂટી નીકળતાં જસ્ટિફિકેશન્સનો ત્યાગ! સમાનતા મૂળભૂત નૈતિકતા છે.

       1. Please allow me to summarize your above stated good thoughts (with my full support):
        1. To consider Ethics and religion as the same, is an error.
        2. Some religions have promoted love for other humans; we promoted a self centered approach.
        3. We concentrated upon self and upon the next world or Moksha. Others promote concern with this world.
        I think these limitations of our culture and religion kept us poor, backward, and selfish. They can explain, directly or indirectly, a lot of problems that India faces today, including corruption.
        What do you think? What do our friends think?
        My thanks to you for inspiring a lot of original good thinking.Please keep up the good work on your blog.
        ——Subodh —–

       2. Dear Subodhbhai,
        I quote you: ” I think these limitations of our culture and religion kept us poor, backward, and selfish. They can explain, directly or indirectly, a lot of problems that India faces today, including corruption.

        I endorse it in toto.

        Some people may call me nihilist, but NO.I agree with you because it is an attempt to review our culture. Review is always dispassionate. it is always better than a blind worship. I hope some others too will join the debate.

  3. શ્રી દીપકભાઈ,

   મારા તાજેતરના બ્લૉગલેખ “નોખું, અનોખું મારું રક્ષાબંધન !!” http://jjkishor.wordpress.com/2012/08/02/lekho-64/ માંની મારી કોમેન્ટમાં એ લેખ નહીં પણ “નક્કર કાર્ય”ને તમારા લેખનો સંદર્ભ આપીને એને યશ પણ આપવા પ્રયત્ન કર્યો છે ! જોઈ જવા વીનંતી.

   1. શ્રી જુગલભાઈ,
    તમારા બ્લૉગ પર જઈ આવ્યો. તમે કર્યું તેવું સૌ કરે તો? એ લેખ નીચે મેં લખેલી કૉમેન્ટ અહીં પણ રજૂ કરૂં છું

    આ નોખું – અનોખું નથી; વિનોખું છે (વિશેષ નોખું! નવો શબ્દ બનાવું તો જ મારો ભાવ વ્યક્ત કરી શકું એમ છું).
    મારો ઉલ્લેખ કર્યો તે માટે ખરેખર જ આભાર. નિમિત્ત માત્રં ભવ સવ્યસાચિન્’ જેવું જ છે.
    આમ તો તમે અને બીજા મિત્રોએ ‘અભીવ્યક્તી’ પરની મારી એક કૉમેન્ટના જવાબમાં પ્રોત્સાહન ન આપ્યું હોત તો મેં બ્લૉગ શરૂ જ ન કર્યો હોત. મને એ વખતે જે લાગતું તે આજે પણ લાગે છે કે એક નાનું જૂથ હોય, જે ટાર્ગેટેડ કામો કરે. વિચારને ફેલાવવાનું પણ મહત્વ છે જ. પરંતુ દુનિયા તો મગજની બહાર વસે છે.

 7. હું પણ દીપકભાઈને સુંદર લેખન શૈલિ માટે અભિનંદન આપવાનુ; ભૂલી ગયો. જુ.ભાઈ તમે કોલમ લખો છો ખરા? લખવી જોઈએ–તમારા દેવતા જેવા ગરમ શબ્દો– વિચાર ક્રાંતિ સર્જવા સમર્થ છે.

 8. “બ્રાહ્મણ કે દલિત, પૈસાદાર ભલે ન બને, પણ ગરીબ શા માટે રહે? શા માટે ગરીબાઈ વધતી જ જાય, વકરતી જ જાય? શા માટે આ દેશના બધા નાગરિકોને જીવનની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય તે ચલાવી લઈએ છીએ?”

  એકદમ સાચી વાત કરી દીપકભાઈ. આ દશા ફક્ત બાલચંદ્રન દલિત હતો માટે જ થઈ? ના, કદાચ બાલચંદ્રન બ્રાહ્મણ હોત તો પણ તેની દશા આવી જ થઈ હોત, આજના કેટલા બ્રાહ્મણો દારૂથી દૂર રહેવું જોઈએ તેમ વિચારે છે? સમાજમાં સવર્ણ અને દલિત એમ બે ભાગો માનસિક દૃષ્ટિએ છે, પણ વ્યવહારૂ દૃષ્ટિએ તો સમાજ ફક્ત બે વિભાગોમાં જ વહેંચાયેલો છે, તવંગર અને નિર્ધન. જેટલી જરૂર સવર્ણોએ પોતાના મનમાંથી આ છૂતાછૂત અને ઊંચનીચના ભેદભાવ મિટાવવાની છે, એટલી જ જરૂર કે કદાચ એનાથી પણ વધુ જરૂર સમાજના બધાજ વર્ગોએ ભેગા મળીને ગરીબી દૂર કરવા માટેના પ્રયત્નો કરવાની છે. મંત્રી પછાતમાં પછાત કોમનો હોય પણ તેની પાસે રૂતબો હોય છે એટલે મંદિરના મહંતો અને કહેવાતા ઉરજળિયાત સમાજના મોભીઓ પણ એમના પગરખા ઉપાદતા શરમાતા નથી. એ પ્રતાપ પૈસાનો જ છે. જે દિવસે અમિર-ગરિબ વચ્ચેની ભેદરેખા આછી થઈ જશે (ભૂંસાવાની તો નથી જ, વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાં નથી મીટાવી શકાઈ તો આપણી તો શું વિસાત?) તે દહાડે આ ભેદભાવ પણ મીટી જશે.

  જો કે એની સાથે સાથે ઘણું બીજું પણ કરવાની જરૂર છે. સમાજમાં આરક્ષણનું દૂષણ ઘુસાડીને આપણે પ્રજાને નબળી જ બનાવી છે. ઓછા માર્કે પાસ થયેલાને મેડિકલમાં પ્રવેશ આપીને આપણે તેમને અને તેમના કુટુંબને તો લાભ કરી આપીએ છીએ પણ સમાજને તો એક નબળો ડોક્ટર આપીને આપણે નુકસાન જ પહોંચાડીએ છીએ. દલિતોમાં ગરીબી છે, જે દલીતો ગરીબીમાંથી બહાર આવ્યા તેમને દલીત ના ગણીએ તો ના ચાલે? ઊલટું જે ગરીબ છે તે બધાને કેમ દલિત ના ગણવા? દલિતનો ખરો અર્થ તો રંક; ગરીબ; કચડાયેલું; પીડિત, વગેરે થાય છે, જેને આપણે ફક્ત સમાજના એક વર્ગ સાથે જોડી દીધો, અને પરિણામે સમસ્યા વધતી જ ગઈ.

  માફ કરજો, તમારી આગલી પોસ્ટ પર મયંકભાઈના વિચારો પણ વાંચ્યા, પણ સમયસર ત્યાં ટિપ્પણી કરી ના શક્યો એટલે અહિં તેની કસર પૂરી કરું છું. વાંચનારને વધુ કંટાળૉ ના ચડે તે હેતુથી અહિં જ અટકું છું.

 9. ધવલભાઈ ,
  ”મંત્રી પછાતમાં પછાત કોમનો હોય પણ તેની પાસે રૂતબો હોય છે એટલે મંદિરના મહંતો અને કહેવાતા ઉજળિયાત સમાજના મોભીઓ પણ એમના પગરખા ઉપાડતા શરમાતા નથી. એ પ્રતાપ પૈસાનો જ છે”

  આ વાક્ય સાથે હું જરા પણ સહમત નથી ,,આ વાક્ય બીજી રીતે પણ કહી સકાય કે કોઈ શુદ્ર કે દલિત ગામ માં ભલે અમીર બની જાય પણ સમાજ માં તો એનું સ્થાન એક શૂદ્ર જ રહે છે ,એક બ્રાહ્મણ ભલે ગરીબ રહ્યો પણ સામાજિક રીતે એ ગરીબ નથી ,કે રહેવાનો ,,
  તમે અનામત ને દુષણ માનો છો ,કેમ ?,,,માની લીધું કે આદિવાસી ના છોકરાને ૪૦ %પ્રવેશ મળ્યો ,,પણ પાસસ થવા માં તો એને કોઈ અનામત નથી ને એને પણ મેડીકલ માં બધા ની જેમ ૫૦ % લાવવા જ પડે છે ,,દલિત એ સંવિધાનિક શબ્દ નથી ,તમે કોઈ ને પણ ઘણી શકો પણ અનુશુચિત ના ઘણી શકો ,અનામત દલિત ને નહિ , આદિવાસી કે અનુશુચિત જાતિ ને આપવામાં આવી છે ,,
  જો તમે અનામત ને દુષણ માનીને એનો વિરોધ કરતા હોય તો આપ બંધારણ નો પણ વિરોધ કરો છો (બંધારણ માં આર્થિક અનામત પર જોગવાઈ નથી ,),,બાબા સાહેબ એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા ,,એમને ખબર જ હશે કે આર્થિક અનામત નથી ,ભારત નું બંધારણ એ વિશ્વ નું સૌથી મોટું લેખિત બંધારણ છે ,અરે બ્રિટન નું પણ પોતાનું કોઈ લેખિત બંધારણ નથી ,,રશિયા એ પોતાનું બંધારણ ૫ વાર બદલવું પડ્યું છે ..એટલે હું માનું કે ગરીબ સવર્ણ ને સરકાર કોઈ અલગ થી જોગવાઈ કરી અપાવી જોઈએ પણ એ અનામત ના હોવી જોઈએ,બીજું પછી ,,

  આભાર

  1. તદ્દન ખોટી વાત છે ભાઈ, સમાજમાં પૈસો જ પરમેશ્વર છે. પૈસા હોય તેની જાત કોઈ પૂછતું નથી. મનને મનાવવા ખાતર આપણે બધા તર્કો કરીએ પણ વાસ્તવિકતાને પણ સ્વિકારવી જોઈએ. આરક્ષણ એવા માલેતુજાર અને માલદાર કહેવાતા દલિતોને આપવા સામે મારો વિરોધ છે જે પેઢીઓથી તેનો ગેરલાભ ઉઠાવતા આવ્યા છે.

   અને કેમ ગરીબ સવર્ણને અનામત ના હોવું જોઈએ એવું તમે દૃઢપણે માનો છો? મનુષ્યમાત્ર ભૂલને પાત્ર, બાબાસાહેબે કે ગાંધીજીએ તે સમયે બધાજ ગરીબોની શું દશા થશે તે ના વિચાર્યું એનો અર્થ એવો થોડો છે કે કોઈએ કદી ના વિચારવું? મેં નજરે જોયેલા કિસ્સા છે જ્યાં દલિત સમાજના નેતાના બેસતા પહેલા કહેવાતા સવર્ણ સમાજના મહંતે તેમની ગાદી ખંખેરીને તેમને સાફ કરીને આપી હોય અને જોડા ઉપાડીને આઘા મૂક્યા હોય. અને એવા પણ દાખલા જોયા છે જેમાં બ્રાહ્મણની બાઈ ગામના એંઠા ઠામ માંજવા જતી હોય અને પેટિયું રળતી હોય.

 10. ધવલ ભાઈ ,
  મેં ગરીબો ને મદદ કરવાની વાત ને ના જ નથી પડી ,મેં તેમને અલગથી જોગવાઈ થઇ જોઈએ એમ કહ્યું જ છે ,તમેન એમ કહો કે પૈસા જ બધું છે તો અમારા પછાત વર્ગો માં સવર્ણો કરાય પૈસાદાર છે તો કેમ રોટી બેટી નો વ્યવહાર નથી કરતા ,ત્યારે પૈસા ક્યાં જાય છે ?…બ્રાહ્મણ કદી સામાજિક રીતે ગરીબ નથી હોતો ,એ પણ વાસ્તવિકતા જ છે .
  તમે કહો છો માલદાર દલિત ને અનામત ના મળવી જોઈએ ,સહમત ,તો માલદાર દલિત ને બેટી તો આપી શકો ને ?,,બેટી લઇ ચોક્કસ શકે છે સવર્ણો ,પણ શું પોતાની બેટી આપે છે ,,,?.ગરીબ હોવાથી અનામત નથી મળી જતી ભાઈ,,
  વાસ્તવિકતા ને તમે નકારો છો ભાઈ,હું નહિ

  1. ભાઈ આ તે કેવો માપદંડ? રોટી-બેટીનો વ્યવહાર શેને કહેવાય? કોઈ બેટી લે પણ આપે નહિ, તો એને વ્યવહાર ના કહેવાય? અને આ દલીલ મને પક્ષપાતી લાગે છે. મારા પરમ મિત્રની ભાણી જ દલિત પરિવારમાં પરણી છે. અને તમારી જાણસારૂ કહી દઉં કે મારો તે મિત્ર કે તેની ભાણી દલિત નથી. દૃષ્ટાંતો બધા જ સમાજમાં મળી રહે, આપણે ફક્ત નકારાત્મક પાસાઓને જ જોતા રહીએ અને હકારાત્મક બાબતો તરફ આંખો મીંચી દઈએ તો ક્યાંય આગળ ના વધી શકીએ.

   “એટલે હું માનું કે ગરીબ સવર્ણ ને સરકાર કોઈ અલગ થી જોગવાઈ કરી અપાવી જોઈએ પણ એ અનામત ના હોવી જોઈએ” એનું કારણ શું? કેમ અનામત નહિ? અને મારાભાઈ, અનેક સવર્ણો પોતાના દલિત સહકર્મચારીઓના ઘરે દિવાળીમાં જાય છે અને હોંશેહોંશે મિઠાઈઓ અને નાસ્તા આરોગે છે, એટલું જ નહિ, પોતાના ઘરે પણ તેમને નોતરે છે અને નાસ્તાપાણી કરાવે છે. એને રોટી વ્યવહાર ના કહેવાય તો બીજું શું કહેવાય? તમારા કથનોને તમે પોતે જ ધ્યાનથી વાંચશો તો સમજાશે કે વાસ્તવિકતાને કોણ નકારી રહ્યું છે.

 11. ધવલ ભાઈ ,
  પક્ષપાતી અત્યાર સુધી કોણ રહ્યું છે મારે કહેવાની જરૂર જ નથી ,મારી અણી પહેલાની પોસ્ટ વાંચી લેજો ભાઈ ,
  એક બે ઉદાહર આપી ને સવર્ણો ને બચવાની કોશિશ ના કરો ,,એક એવો સમય આવશે જયારે દલીલ કરવાનો પણ મોકો નહિ મળે ,૫૦૦૦ વર્ષ થી તો બધા અધિકારો મળ્યા છે હવે કોઈ આગળ આવે એમાં પણ નવા પ્રોબ્લમ છે ભાઈ ,,એક સનાતની બ્રાહ્મણ,,
  આભાર ,

  1. શાબાશ! શું મારી અટક વ્યાસ ના હોત અને હું બ્રાહ્મણ છું એવી તમને ખબર ના હોત તો પણ તમારો જવાબ આવો જ હોત? હશે, તમારી માન્યતાઓને હું બદલી શકવાનો નથી.

   તમે એક કહેવત સાંભળી છે? મારું મારું આગવું અને તારું મારું સહિયારું? યાદ રાખવા જેવી છે.

   અસ્તુ…!

 12. ધવલભાઈ ,
  ”મારું મારું આગવું અને તારું મારું સહિયારું? યાદ રાખવા જેવી છે.”
  કદાચ આ કહેવત બ્રાહ્મણ સમાજ પર લાગુ છે એમ નથી લાગતું ,મારું એ મારું ,,મંદિર માં રહેલી પંડિત બનવાની બિનહરીફ અનામત શું સૂચવે છે ,મંદિર માં રહેલો પૈસો કોણ વાપરે છે ?…ભગવાન ના નામ પર ,
  હશે હું પણ તમારી માન્યતાઓને બદલવા નથી ઈચ્છતો ,હું કોઈ બીજા શુદ્ર ને જાગૃત કરું એ સારું રહેશે,,અને હા તમે બ્રાહ્મણ ના હોત તો પણ જવાબ ના બદલાત,,મને કોઈ બ્રાહ્મણ થી વ્યક્તિગત દ્વેષ નથી ,પણ બ્રાહ્મણવાદ થી ચોક્કસ છે ,,

  આભાર ,

 13. એક સમય હતો જ્યારે ચાર વર્ગો વચ્ચે, જ્ઞાતી–જાતી વચ્ચે ઝઘડાઓ કરાવ્યે રાખીને સત્તા ને સંસ્કારો પોતાની પાસે રાખનારો “ઉપલો” વર્ગ સૌને વશમાં રાખતો હતો. દરેક વ્યક્તી પોતે જે વર્ગમાં વહેંચાયેલી છે તેના પક્ષે રહીને સામાની સાથે લડતી રહેતી. વ્યક્તી–વ્યક્તી વચ્ચેની આ લડાઈથી ઉપલા વર્ગને કાયમી નીરાંત હતી !!

  આજે સત્તા ને સંપત્તી ભેગી કરીને બેસી ગયેલા “ઉપલા” વર્ગના લોકોને કોઈ નાતજાત નથી, પણ એમને “ઉપલો” વર્ગ સુવાંગ મળી ગયો છે. એની જ નાતજાતના લોકો પણ એમની પાસે ફરકી શકતા નથી ને એમ આજે સત્તા અને સંપત્તી નામના નવા વર્ગો આવી ગયા છે.

  જુના સમયમાં જેમ ચારમાંનો એક વર્ગ હડધુત હતો તેમ આજે ગરીબ અને સત્તા વગરનો વર્ગ હડધુત છે….પરંતુ મજાની વાત એ છે કે જેઓ “ઉપલા વર્ગ”માં છે તેઓ બાકીનાને લડતા–ઝઘડતા રાખીને પોતાનું પદ સલામત રાખે છે ! ચાર વર્ગોમાંના છેલ્લા બે વર્ગોને ઉપલા વર્ગો સાથે બહુ વ્યવહારો હતા નહીં છતાં એ બન્ને વર્ગોએ સંપ કર્યો નહોતો. આજે સત્તા ને સંપત્તીવાળાઓનો એક વર્ગ અને બાકીના બધાં સામે પડે તો કેવું મોટું કામ થઈ જાય ?! સત્તા ને સંપત્તીવાળાઓ હંમેશાં લઘુમતીમાં જ હોવાના પરંતુ સત્તા અને સંપત્તીને લીધે એમની સામે કોઈ થઈ નહીં શકે.

  પરંતુ આવડો મોટો ગરીબ અને સત્તાવીહીન વર્ગ ક્યારેય એકમત નહીં થઈ શકે તે બધાં જાણીએ છીએ…ને અંદરોઅંદર લડતાં રહેવાને કારણે પેલો લઘુમતી “સંપન્ન વર્ગ” મજા કરતો રહેવાનો.

  આજની તારીખે પણ આપણે બ્લૉગ જેવા માધ્યમ ઉપર પણ લડતાં જ રહીશું તેથી ક્યારેય મુળ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે. સત્તાસંપત્તી ધરાવતો વર્ગ ક્યારેય આપણો થવાનો નથી. ગઈકાલે ટીવી પર ચર્ચા હતી તેમાં પ્રધાનોના ભ્રષ્ટાચારો સામે મોરચો ખોલાયો છે તો અણ્ણાજીની સામે આક્રોશ કરીને કેટલાક કહેતા હતા કે તેઓએ હવે લોકપાલ બીલને પડતું મુકીને પાટલી બદલી છે ! કોઈ બહાનું ન મળ્યું તો આવું નગણ્ય બહાનું કાઢીને પણ અણ્ણાને વખોડવાનું ચાલુ કર્યું !!

  ટુંકમાં કહીએ તો હવેનો સમય જ્ઞાતી–જાતીના દ્વેષનો નથી પણ શોષીત અને શોષક વચ્ચેના પ્રશ્નોનો છે. આપણાં સમય અને શક્તીને બચાવીને એકમત થવાની જરુર છે. લોકસભામાં અને પ્રધાનમંડળોમાં સંખ્યાબંધ વ્યક્તીઓ ગુનેગાર તરીકે ગણાયા હોય છતાં એની સામે બોલવાનું કે ચર્ચા કરવાનું આજે પોસાતું નથી ને અંદરઅંદર અંતરો ઉભાં કરતાં રહેવાનું બને છે. બ્લૉગથી લઈને પાનના ગલ્લા સુધી આપણે જાતી ને ધર્મનાં અંતરો વધારતાં જ રહીશું ?

  અનામતના મુદ્દે આપણે બધા કેટલાં ઉંડાણમાં ગયા !! પણ ડુબકીઓ મારીમારીનેય એમાંથી કયાં મોતી કાઢ્યાં ?! જેઓ “ઉપર” બેસીને આજે પણ નવા વાડાઓમાં આપણને પુરાયેલા જ રાખી રહ્યા છે તેઓને તો આવી ચર્ચાઓથી લાભ જ લાભ રહેવાનો છે !

  મને તો લાગે છે કે ભલે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરતો હોય પણ સત્તા ને સંપત્તી ચાખી ગયેલો એ વર્ગ આપણને સૌને (પીડીત તો છીએ જ) દલીત પણ બનાવી ચુક્યો છે. હું બ્રાહ્મણ હોવાથી હરીજન કે ભંગીભાઈ કરતાં થોડો ઉંચો દલીત કહેવાઉં એટલું જ !!! ને તેથી ઉમાશંકરના નાટક મુજબ ‘ગઈકાલના દલીત’ને હું “આજનો દલીત” પછાત જ
  ગણવાનો !

  લડાઈ ચાલુ રહો ! વર મરો (જુના દલીતો), કન્યા મરો (નવા દલીતો) પણ “નવા ગોર”નું તરભાણું ભરો !!

  1. Dear Dilipbhai,
   You have several good and spirited writers. For example:
   JJ is right: There are only two classes: The powerful rich upper class and the downtrodden poor lower class.
   Mayank is right: Reservation is a problem but it is not as big a problem as continuing Casteism and social problems of Hindu society.
   Other good writers have made good points too. Can I briefly say this now?

   Everybody is aware that India has dozens of problems— Poverty, Social Inequality, Corruption, Bad government, the list is long. What shall we do?

   In my humble opinion, we must decide our priorities. What is most important to us? While we should continue to discuss reservation, we must realize that it is only a small part of the much bigger problem of the poverty of the masses. We are in effect discussing how much share each class should get from India’s trivial GDP. The real problem is how to increase our per capita income. That is not just the government’s problem. Why should our productivity be less than one-tenth of the advanced nations? Why are we so backward and yet so proud?
   I don’t like to preach but these issues are vital. Progressive nations don’t get bogged down in less important minor issues like caste conflicts and religious intolerance. But we still do. Why? Let us all think a little deeper. Thanks. —– Subodh Shah, USA.

  2. શ્રી સુબોધભાઈ અને શ્રી જુગલભાઈ,
   આપ બન્નેએ કરેલું વિશ્લેષણ એટલું બધું સાચું છે કે એની નોંધ લીધા વિના ન ચાલે. સમાજમાં બે જ વર્ગો છેઃ ગરીબ અને તવંગર. આ સમીકરણમાં સરકારી નીતિઓ ગરીબો તરફ ઢળતી હોવી જોઇએ.

   ખરી વાત ઉત્પાદક રોજગારી (productive employment)માટેની તકો વધારવાની અને દરેક જણ એ તકનો લાભ લઈ શકે એટલા સમર્થ બનાવવાની છે. વ્યક્તિગત આવક પર ટોચ મર્યાદા પણ મૂકવી જોઇએ અને કરવેરો વધતા દરે વસૂલ કરવો જોઈએ.આ રીતે આવકને નવા હાથોમાં મૂકવાની (ઈન્કમ ટ્રાન્સફર) નીતિઓ અખત્યાર કરવી જોઈએ.

   દરમિયાન, આપણી કહેવાતી મહાન ભારતીય સંસ્કૃતિમાં રહેલા પૂર્વગ્રહો દૂર કર્યા સિવાય ચાલે તેમ નથી.આ પૂર્વગ્રહો અસમાનતાનું કારણ છે.

  3. “…જેઓ “ઉપર” બેસીને આજે પણ નવા વાડાઓમાં આપણને પુરાયેલા જ રાખી રહ્યા છે તેઓને તો આવી ચર્ચાઓથી લાભ જ લાભ રહેવાનો છે ! ”

   “…સત્તા ને સંપત્તી ચાખી ગયેલો એ વર્ગ આપણને સૌને (પીડીત તો છીએ જ) દલીત પણ બનાવી ચુક્યો છે. …. ”

   સો ટચના સોના જેવા તારણો છે જુગલકિશોરભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: