Reservation: A Debate

ભાઈ મયંક પરમાર અમદાવાદના શિક્ષિત દલિત યુવાન છે. ‘કુંભકર્ણ જાગે છે…!’માં અસમાનતાની ચર્ચા કરી તે વખતે મેં કહ્યું હતું કે હું મયંકના વિચારોનો પરિચય કરાવીશ. આજે  આ આશાસ્પદ યુવાનના આક્રોશ અને તે સાથે મિશ્રિત તર્કબદ્ધ  દલીલોને મિત્રો સમક્ષ રજુ કરૂં છું. સમાનતા આર્થિક વિકાસને બળ આપશે અને સમાનતા વિનાનો વિકાસ એક બાજુથી નમી ગયેલી નાવ જેવો છે. ક્યારે આ વિકાસ દગો દેશે અને સૌને ડુબાડી દેશે તે આપને સૌએ વિચારવાનું છે. 
આના પછીના લેખમાં હું એક મારા જીવનની સત્યઘટનાની ‘અનામત’ના સંદર્ભમાં ચર્ચા કરીશ. પણ આજે તો… આવો, ભાઈ મયંક, માઇક સંભાળો…!

 આરક્ષણ:પછાતોનું કે બ્રાહ્મણોનું?

લેખકઃ મયંક પરમાર

‘અનામત’ શબ્દ આવે એટલે હમેશાં સવર્ણ ભાઈબહેનો ગુસ્સે થઈ જતા હોય છે. લગભગ મોટે ભાગે લોકો અનામતને સમજી જ નથી શક્યા અને સમજ્યા છે તો બીજા કોઈ અર્થમાં. અનામત ના ત્રણ પ્રકાર છે: ૧) શિક્ષણમાં અનામત  ૨) નોકરીમાં અનામત, ૩) રાજકારણમાં અનામત.

મોટે ભાગે લોકોને એ ભ્રમ છે કે બાબાસાહેબે તો ફક્ત ૧૦ વર્ષ માટે જ અનામતની માગણી કરી હતી. ના…૧૦ વર્ષ અનામત તો ફક્ત રાજકારણમાં હતી અને બાબાસાહેબે રાજકીય અનામતનો વિરોધ પણ કર્યો, કેમ કે એનાથી માત્ર દલાલો જ પેદા થાય એમ બાબાસાહેબ માનતા. બંધારણ વિશેની ચર્ચામાં ડૉ. આંબેડકરે બહુ સરસ રીતે અનામત વ્યવસ્થાને સમજાવી છે: ‘Reservation is not the matter of employment, it is the matter of representation ‘‘. (અનામત રોજગાર માટે નથી, પ્રતિનિધિત્વ માટે છે). જો લોકો એ સમજ્યા હોત તો અત્યારે અનામતના નામ પર લડવાની કોઈ જરૂર જ નથી. પછાતો પણ નથી સમજ્યા. અનામત તો કોઈ એક સમાજના પ્રતિનિધિત્વનું નિર્માણ કરે છે.

બંધારણમાં ભેદભાવ પર પ્રતિબંધ

આ સંદર્ભમાં બંધારણની કલમ ૧૫(૩) અને ૧૫(૪) જોઇએઃ

૧૫મી કલમમાં  ધર્મ, નૃવંશ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણસર ભેદભાવ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દુકાનો. હૉટેલો, રેસ્ટોરન્ટો કે જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ,  અથવા સંપૂર્ણ કે આંશિક રીતે સરકારી ખર્ચે બનેલા કૂવા, તળાવો, સ્નાનઘાટો કે રસ્તા અને બીજાં આરામ માટેનાં સ્થાનોના ઉપયોગમાં ભેદભાવ કરી શકાતો નથી. આમ છતાં ૧૫(૩)માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ત્રીઓ અને બાળકો માટે રાજ્ય ખાસ વ્યવસ્થા કરે તો એ ભેદભાવ ન ગણાય. એ જ રીતે, ૧૫(૪) જણાવે છે કે “ આ કલમમાં અથવા કલમ ૨૯ની પેટા-કલમ (૨)માં જે કઈં જોગવાઈ કરાઈ છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એવા વર્ગોના નાગરિકો અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે કોઈ પણ ખાસ જોગવાઈ કરવામાં રાજ્ય માટે બાધક નહીં બને.” ((4) Nothing in this article or in clause ( 2 ) of Article 29 shall prevent the State from making any special provision for the advancement of any socially and educationally backward classes of citizens or for the Scheduled Castes and the Scheduled Tribes.)

હકારાત્મક ભેદભાવ

આમ આ માત્ર સ્ત્રીઓ, બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ પ્રત્યેની રાજ્યની જવાબદારી અદા કરવા માટેનો ‘હકારાત્મક ભેદભાવ’ (પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન) છે. આમ છતાં, જયારે મેં ઇજનેરીમાં એડમિશન લીધું ત્યારે ગણગણાટ સાંભળવા મળતો  કે “સા… આપણી જગ્યા રોકીને બેઠો છે…”

દલિતો માટે ૧૫ % અનામત છે, આદિવાસીઓ માટે ૭.૫ % અને અન્ય પછાત વર્ગો માટે ૨૭ % અનામતની વ્યવસ્થા છે. આ તો લગભગ દરેક વ્યક્તિ જાણે છે, પણ હવે કોઈ અલગ રીતે જોઈએ તો? આપણે ન ભૂલવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે  ૫૦% કરતાં વધારે અનામતને તર્કરહિત માન્યું છે. એટલે આજે અનામત ૪૯.૫% છે. આનો અર્થ એ કે આજે પણ દેશની વસ્તીના લગભગ  ૩.૫% બ્રાહ્મણ. ૫.૫% ક્ષત્રીય અને ૬.૫% વૈશ્ય – એટલે કે કુલ ૧૫ થી ૧૬% વસ્તી માટે ૫૧.૫% જગ્યાઓ છે જ! બીજી બાજુ, ૮૩-૮૪% લોકો માટે અડધા કરતાં ઓછી જગ્યાઓ છે.  આ રીતે જુઓ તો ?….ચોક્કસ આ તો એક ગણતરી છે. જે સમજવા માગે છે એ સમજી જશે.

પછાતોની પ્રગતિમાં અનામતનો ફાળો

અનામતના કારણે પછાતો આગળ જ આવ્યા છે, એમની દુર્ગતિ નથી થઇ. આદિવાસી સમાજનો છોકરો ૪૦%એ એડમિશન લે છે પણ તેને શું મૅડિકલમાં પાસ થવામાં અનામત છે? એણે પણ બધાના જેટલા જ ગુણ લાવવાના છે. એક આદિવાસીને જોઈને તેનો સમાજ શીખશે કે ના, ડૉક્ટર બની શકાશે. કોઈ આ કારણસર સમાજમાં શિક્ષણ વધારવાનું કામ કરે છે. ૬૪ વર્ષના ગાળામાં દલિતો ખાસ્સા એવા આગળ આવ્યા છે, અને આજે દલિત વિદ્યાર્થીની મૅરિટ કોઈ ઓપનવાળા છોકરા કરતાં પણ વધુ હોય તો એ સંભવ બન્યું છે, ફક્ત એમને પ્રતિનિધિત્વનો મોકો મળ્યો એટલે. પછાતો અને દલિતોમાં મૅરિટ ન જ હોય એમ માની લેવામાં આવ્યું છે. મૅરિટ ખરેખર તો સમાજ તક આપે તો વિકસે છે. 

બધા કહે છે દરેકે મહેનત કરીને જ એડમિશન લેવું જોઈએ જેથી બીજાને એડમિશન ન મળે એવી સમસ્યા જ ન સર્જાય. તો ભાઈ, પછાતો તમારા ભાઈ જ છે ને ? શું વાંધો છે એ આગળ આવે તો? અમુક વ્યક્તિનું કહેવું એમ હોય છે કે અનામતથી એક ભેદભાવ પેદા થાય છે. તો શું દરેક સમસ્યાની ચિંતા પણ અમારે જ કરવાની?સવર્ણો શું કરશે?એમના મનના પરિવર્તનની રાહ જોવાની ?

અનામત પ્રતિનિધિત્વ માટે

હવે થોડું અનામતથી અલગ વાત કરું તો સૌ પ્રથમ અનામત શાહુજી મહારાજ એમના કોલ્હાપુર સ્ટેટમાં લઘુમતી અને પછાતો માટે લાવ્યા હતા..ત્યારે પણ બ્રાહ્મણ વિરોધમાં જ હતા. શાહુજી મહારાજ એમને ઘોડાના તબેલામાં લઇ જાય છે, અને બ્રાહ્મણોને બતાવે છે કે દરેક ઘોડાના ખાવા માટે ચણા તેની આગળ લટકાવેલી થેલીમાં છે. હવે બે દિવસ સુધી ઘોડાને ભૂખ્યા રાખવામાં આવે છે. પછી બધા ચણા એક જગ્યાએ નાખ્યા અને ઘોડાઓને છુટા કરી દીધા. જે મજબુત હતા એ ચણા ખાઈ શક્યા અને અશક્ત ઘોડા ન ખાઈ શક્યા, ઉપરથી મજબુત ઘોડાની લાતો પણ ખાવી પડી! એ વખતમાં શાહુજી મહારાજ આટલું ઉમદા વિચારી શક્યા.એ ઘણી સારી બાબત હતી.

અનામત એ પ્રતિનિધિત્વ માટે છે પરંતુ  જેનું જેટલું પ્રતિનિધિત્વ હોવું જોઈતું હતું એટલું હજી પણ નથી અને કેવી રીતે કહેવાતા સવર્ણો આજે પણ બીજાના અધિકારોનું અતિક્રમણ કરીને બેઠા છે તે જાણવા માટે ભારત સરકારના કાર્મિક મંત્રાલયનો ૨૦૦૭-૦૮નો એક રિપોર્ટ જુઓ:

૧)ભારતમાં ક્લાસ ૧માં  ૭૯.૯ %  બ્રાહ્મણ 

૨)ભારતમાં ક્લાસ ૨માં  ૭૯.૪% બ્રાહ્મણ 

૩)હાઈકોર્ટના ૩૨૦ જજમાંથી ૩૧૬ બ્રાહ્મણ 

૪)સુપ્રીમના ૨૪ જજમાંથી ૨૩ જજ બ્રાહ્મણ 

૫) ભારત ના ૩૬૫૦ IA.S માંથી ૨૯૫૦ બ્રાહ્મણ 

આટલા બધાના અધિકારો પર બેસીને બ્રાહ્મણો ફક્ત અનામતની જ ઘોર ખોદવા બેઠા છે. જરૂર છે સાચી રીતે બધી વસ્તુને સમજવાની. ફક્ત અનામતના વિરોધમાં “શહીદ” થયા એવા બહુ કિસ્સા સાંભળ્યા છે, પણ જાતિવાદના વિરોધમાં લડતાં કોઈ સવર્ણ માર્યો ગયો એ  કિસ્સો કદી નથી સાંભળ્યો. સવર્ણોએ પોતાના વિચાર બદલવા પડશે. નહિ તો એક દિવસ કદાચ સવર્ણો એક ઈતિહાસ બનીને ના રહી જાય…! એ હવે એમણે વિચારવાનું છે. કે હજી કેટલી ચીડ રાખવી છે ,,

ભારતમાં બે ભારત વસે છે 

૧)સવર્ણોનું,  જેઓ બધું કરી શકે છે;

૨)દલિત,પછાત અને લઘુમતીનું. જે હજી અલ્પવિકસિત છે અને એમને સવર્ણોની જેમ ઉદ્યોગપતિ બનવાના તો ઠીક, સામાન્ય જીવન જીવવાના પણ મોકા નથી મળતા.

છેલ્લે, પરિવર્તન સંસારનો નિયમ છે અને પરિવર્તન માટે સમાજે એની કિંમત ચૂકવવી પડે છે, જેમ બાબા સાહેબે ચૂકવી હતી અનામત અને અધિકારો અપાવવા માટે ,,,,

 

 

 

49 thoughts on “Reservation: A Debate”

 1. સરસ લેખ. આ વીષયને સમજ્યા વીના ચગાવાઈને જુદા પાટે ચડાવી દેવાતો હોય છે. આ દેશની સંસ્કૃતીનો આ એક મોટો ડાઘ છે. વર્ષોથી મેં અટક લખવાનું લગભગ બંધ કર્યું છે. કોડિયુંમાં મારા લેખો આગળ મારું નામ અટક સાથે લખાય ત્યારે પ્રુફ રીડીંગ વખતે હું કાઢી નાખું ખરો પણ ક્યારેક પ્રેસવાળાય મારા એ સુધારાનું પ્રુફ રીડીંગ કરીને અટક ઉમેરી દે !! જાણે કે હું અટક વગર અધુરો ન રહી જાતો હોઉં !

  સમાજને બે કે વધુ ભાગોમાં વહેંચવાનું પાપ કરનારો સમાજ કે એના ધુરીણોને ક્યારેય માફ કરી ન શકાય.

 2. આ લેખમાંની દલીલો [તર્ક]વિષે હું કોઇ ટિપ્પણી નથી કરવા માગતો, કારણ કે એ વિષય પર સમયે સમ્યે, જૂદા જૂદા લોકોએ પોતપોતાની સમજ્ણ અને પોતપોતાનાં હિતના સંદર્ભમાં ઘણું કહ્યું છે, અને સમય આવ્યે કહેતા પણ રહેશે.
  કોઇ પણ સામાજીક વ્યવસ્થા કોઇ ને કોઇ પ્રકારે સમાનતામાં અસમાનતા લાવતી જ રહે છે. દરેક વ્યક્તિ, પોતાની આગવી રીતે, અલગ છે, માટે એક સરખા સંજોગોમાં અલગ અલ્ગ વ્યક્તિનો વિકાસ અલગ અલગ સ્તરે થવાનો. અને આ જે ફરક છે તે કાળક્રમે કોઇપણ સામાજિક ઢાંચામાં સમાનતાને અસર કરે છે. આમ ‘દરેક નાગરીકને સમાન તક’ એ સિધ્ધાંત અકારણ એક આદર્શ બનીને રહી જતો હોય છે.
  હા, કોઇ પણ સમાજમાં સમાનતાના માપદંડમાં મનુષ્યની જન્મોદત્ત પરિસ્થિતિની હાજરી એ તે સમાજની સંકુચિતતાનો પ્રમાણદંડ જરૂર ગણી શકાય.
  આપણા દેશમાં જ્યાં સુધી વ્યક્તિની ઓળખ તે વ્યક્તિની જાતિ રહેશે ત્યાં સુધી આપણે ગમે તેટલી અનામત રાખીએ, જાતિ આધારીત અસમાનતા દૂર થશે જ નહીં, કારણ કે એ રીતે આપણે જાણ્યે-અજાણ્યે જાતિ પ્રથાને સ્વિકૃતિ આપવાનું ચાલુ જ રાખીએ છીએ.
  આપ્ણે કોઇ પણ જાતના ધર્મ કે જાતિ પર અધારીત ન હોય તેવી રાજકીય શાસન વ્યવસ્થા આપણાં બંધારણમાં ઊજાગર જરૂર કરી છે, પરંતુ આપણો સામાજિક અભિગમ આજે પણ હજૂ એ ભાષામાં જ વિચારે અને વર્તે છે.
  જે દિવસે ભારતનો દરેક નાગરીક માત્ર ‘ભારતીય’ તરીકે જ ઓળ્ખાશે, તે દિવસે આપણે સાચા અર્થમાં ‘દરેક નાગરીકને સમાન તક’ની દિશામાં પહેલું કદમ માંડ્યું છે, તેવું હું માનું છું.

  1. તમે શરુઆત માં જ કહ્યું કે,” એ વિષય પર સમયે સમ્યે, જૂદા જૂદા લોકોએ પોતપોતાની સમજ્ણ અને પોતપોતાનાં હિતના સંદર્ભમાં ઘણું કહ્યું છે, અને સમય આવ્યે કહેતા પણ રહેશે.”
   તમારા આ વાક્ય ને તમારા જ reply પર ના લાગું પાડી શકાય..?
   અને
   તમારા સુચનો ખુબ જ આદર્શ છે,જે લોકો ના વ્યવહાર માં આવતા સદીઓ વિતી જસે.
   મયંક ભાઈ એ કોઇ જ સુફીયાણી ફિલસુફી થી ભરેલી આદર્શ વાતો નથી કરી,
   પણ એમણે અત્યાર ની વાસ્તવિકતા આલેખિ છે.

  2. શ્રી અશોકભાઈ, ભારતનો નાગરિક પોતાને માત્ર ‘ભારતીય’ તરીકે કેવી રીતે ઓળખી શકે એ વિશે થોડો પ્રકાશ પાડવા વિનંતિ કરુ છુ.

 3. સારો લેખ છે. ઘણાં બધા મુદ્દાઓ સાથે સહમત થઈ શકાય.

  અહીં ગણતરીમાં થોડી ભૂલ છે :-
  ૩.૫% બ્રાહ્મણ. ૫.૫% ક્ષત્રીય અને ૬.૫% વૈશ્ય – એટલે કે કુલ ૧૫ થી ૧૬% વસ્તી માટે ૫૧.૫% જગ્યાઓ છે જ! બીજી બાજુ, ૮૩-૮૪% લોકો માટે અડધા કરતાં ઓછી જગ્યાઓ છે. આ રીતે જુઓ તો ?….ચોક્કસ આ તો એક ગણતરી છે. જે સમજવા માગે છે એ સમજી જશે.

  ૮૩-૮૪% લોકો માટે અડધા કરતાં ઓછી નહીં પણ ૧૦૦% જગ્યાં છે. સક્ષમ અનામત વાળા મેરીટ પર પણ એડમીશન લઈને બીજાને અનામતનો લાભ આપી શકે છે. હા તેઓ તેમ કરતાં નથી અને અનામતની સીટ પર જ એડમીશન લઈ લે છે તે જુદી વાત છે.

  ભારત સરકારના કાર્મિક મંત્રાલયનો ૨૦૦૭-૦૮નો એક રિપોર્ટ જોયો. આ રીપોર્ટ દર વર્ષે બહાર પડે છે? આ રીપોર્ટ ક્યાંથી મેળવી શકાય?

  ૩.૫% બ્રાહ્મણ.
  બ્રાહ્મણોને લઘુમતિમાં ન મુકવા જોઈએ?

  સવર્ણોએ પોતાના વિચાર બદલવા પડશે. નહિ તો એક દિવસ કદાચ સવર્ણો એક ઈતિહાસ બનીને ના રહી જાય…! એ હવે એમણે વિચારવાનું છે. કે હજી કેટલી ચીડ રાખવી છે ,,

  ખુલ્લી ધમકી કાં તો સહન કરો અને નહીં તો ઈતિહાસના પાને અંકિત થઈ જાવ. વાહ !

  વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે કેટલાયે બ્રાહ્મણોને નથી વેપારનું જ્ઞાન – બાપ ગોતરમાં ધંધો કર્યો હોય તો ને? નથી લડવાની ક્ષમતા – કદી શસ્ત્રો ઉપાડ્યાં હોય તો ને? કાં તો ભીખ માંગીને ખાધું છે અને કાંતો વહીવટમાં બુદ્ધિનો ઉપયોગ કરીને પેટ ભર્યું છે. આ દેશમાં હવે કરોડો ભીખારાઓ વચ્ચે બ્રાહ્મણ ભીક્ષા માંગવા જઈ શકે તેમ નથી અને વહીવટમાંથી તથા નોકરી અને શિક્ષણમાંથી તેમને દૂર કરવામાં આવી રહ્યાં છે. વળી શિક્ષણમાં અનામતની સાથે સાથે પ્રાઈવર્ટાઈઝેશન થતાં પૈસાદારો પૈસાના જોરે સીટ મેળવે છે. સંપત્તિના આંકડા જો ઈન્કમ ટેક્ષ વિભાગ બહાર પાડતું હોય તો જણાશે કે સંપત્તિ અન્ય કરતાં બ્રાહ્મણો પાસે ઓછી જ હોવાની અને પરીણામે તેઓ ધનથી પણ સીટ મેળવી શકતાં નથી. માત્ર ને માત્ર બુદ્ધિના જોરે જ તેણે તેનું અસ્તિત્વ ટકાવવાનું છે. બુદ્ધિમાં અનામત ક્વોટા ઈશ્વરે નથી રાખ્યો એ તો જે વાપરે તેની વધે.

  અલમ અતિ વિસ્તરેણ

 4. અનામત બંધ કરવું હોય તો મંદિરો માં અનામત બંધ કરો ….ત્યાતો ૧૦૦% બ્રહ્મીન છે . ભારત નો સૌથી વધારે ભ્રષ્ટાચાર મંદિરો માં જ થાય છે. અનામત મેળવીને એની આખી જીંદગી માં કેટલું કમસે???????? ૧૦ -૧૫ લાખ …જયારે મંદિરોમાં રોજ ની આવક એટલી હોય છે …

 5. Reservation had a purpose. No society can survive and progress if it keeps a huge number of its constituents backward. Even the wasted interests in any community should realize this. The discriminatory social norms are seen in all religious entities and Hindu society should take initiative to remove this stigma.The Hindu society will survive if it has more openness and equality and the country as a whole cannot sustain itself if it does not constantly continue the process of correcting the imbalances created by not just social but also economic factors.

  The problem of the “creamy layer” getting the benefits should be looked into. I asked a Dalit friend who had progressed economically and socially by getting important position at a public sector enterprise, whether it would be fair if his children got the benefits of reservation? He agreed to the point. Another aspect that needs attention is removing the backwardness by proactive efforts. The classes that are socially or economically backward should get free education with more concerted efforts that focus on raising the standard of the children to a level where they are fit to compete with the privileged classes. This will raise the self-esteem and confidence of socially and economically deprived people. Efforts for removing the mindset of backwardness along with the present benefits of reservation will expedite the progress towards establishing a just society.

  Dalits can compete on merits in addition to getting reservation and that is a surer course for progress. Mr Mayank Parmar has pointed out this fact also Any society that holds on to inequality – be it social or economic – is doomed.

 6. Th creamy layer has become the “savarnas” in backward castes and have actually lost contact with the ground. They have created a haven for themselves which gives them protection as well as put them in the position of influential leaders of dalits. When I expressed this view to my colleague while discussing the issue, he reluctantly agreed. This in my opinion is an important factor sustaining the wasted interest groups of the creamy layer and the politicians. This has created a system of keeping the backwards permanently backward.

  The leadership should come from educated youth who can see through this scheme and take a lead to break it.

 7. Reservation must for financial backward only; not by caste or tribe. Jobs must be on merit only. Caste and tribe not be understood fix by birth but it be as job and interest of oneself. Vishwamitra was by birth and job as kshatriya but later he changed both to Brahmin.

 8. વર્ણવ્યવસ્થા ભારતીય માનસમાં એ હદે ઊંડી ઉતરી ગયેલી છે કે ભલભલા પ્રગતિશીલોના વહેવારમાં પણ એ માત્ર ‘સ્કીન ડીપ’ જ હોય છે. નિરાશાવાદી નથી, પણ વર્તમાન સ્થિતિ જોતાં લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં આ માનસિકતા બદલાય. અનામતના મુદ્દે – તેના વાજબીપણા અંગે ચર્ચા થઈ શકે, પણ આ માનસિકતાનું શું કરવું એ સમજાતું નથી. મુ.જુગલભાઈ અટક નથી લખતા એ ગમ્યું, પણ અટકનું ખાનું જ્યાં સુધી આપવામાં આવશે ત્યાં સુધી એ ભરાતું રહેવાનું. એથીય આગળ આપણને કોઈનું ફક્ત નામ જાણીને સંતોષ થતો નથી. એની અટક ન જાણીએ ત્યાં સુધી ચેન પડતું નથી. આ માનસિકતાની જ મને ચિંતા કરાવે છે.

  1. અટક લખો કે ન લખો. અમેરિકામાં અને યુરોપમાં પણ લાસ્ટ નેમ લખવું જ પડે છે.
   ભારતીય મૂળ ખોડ એના માનસમાં છે.
   અહીં કોઈ ભારતીય મળે તો તરત કયા રાજ્યનો; કઈ નાતનો અને કઈ પેટા જ્ઞાતિનો , કયા ગામનો … આ પ્રશ્નો એક પછી એક આવતા જ રહે.
   આ એકવીસમી સદીમાં પણ આ માનસ જો ન જાય – અને સુશિક્ષીતોમાં – તો રાજ્ય વ્યવસ્થા કશું કરી શકવાની નથી – સિવાય કે, આ તરાડો વધારે ઊંડી બનતી જવાની.
   એકલવ્ય/ કર્ણ કથાઓ એ આપણું સદીઓથી ચાલ્યું આવતું દુર્ભાગ્ય છે.
   ————
   અને છેલ્લે
   પશ્ચીમી દેશોમાં પણ આવા વાડા છે જ. પણ એ ધન અને સત્તાના સમીકરણોના આધારે છે. ઉપલા વર્ગની દુકાનો, હોટલો, ક્લબો છે જ. સામ્યવાદી દેશોમાં પણ પૂર્ણ રીતે વર્ગ વિહીન સમાજ ખરેખર છે ખરો ?
   ————–
   માટે ઈ તો ઈમ જ હાલે, મારા ભાઈ !!

 9. ચિંતનાત્મક સરસ લેખ
  જ્યાં આટલું ઊંચું આધ્યાત્મિક દર્શન વિકસ્યું હતું તે દેશ પોતાના ઈતિહાસમાં સ્વાધીન ઓછો અને ગુલામ વધારે રહ્યો, એમ કેમ બન્યું ?
  આરક્ષણ સતા મેળવવાનું સાધન બનતું જાય છે

  1. ખાદી કે જે એક સમયે અત્યંત પવીત્ર હતી તે પણ આઝાદી પછી માન અને સત્તા માટેની સીડી બની ગઈ હતી. ખાદીનો પણ દુરુપયોગ જ થયો છે.

   શ્રી બિરેનભાઈની ચિંતા – માનસિકતા – જ સાચી ચિંતા છે. મનમાં ખડેલાં ખાનાં ભગવાનને નામે પાડવામાં આવ્યાં હતાં. એક એના મસ્તકમાંથી જન્મ્યો, બીજો બાહુમાંથી, ત્રીજો પેટમાંથી ને ચોથો પગમાંથી.

   આ પગમાંથી જન્મેલો જ પાયો ગણવાની જરૂર હતી…પગ હતા તો શરીર ઉભું રહી શકતું ને ચાલી શકતું હતું. ચાલવું એ જ તો પ્રગતિ માટે અનિવાર્ય હતું પણ એને સેવાનું પ્રતીક માનીને પછી તો પગને ગંદકીમાં જ રાખ્યા.

   આપણે જાબાલીપુત્રનો દાખલો યાદ રાખવાને બદલે એકલવ્યને વધુ યાદ રાખ્યો…કર્ણને મળેલા જાકારાને વધુ ચગાચ્યો પણ એનો સાર ન લીધો. આ ખાનાં જ નડ્યાં કર્યાં છે. આરક્ષણને પણ જરૂરિયાત કહેવાને બદલે એનેય નવું ખાનું બનાવી દીધું…

   આ બે રચનાઓ કંઇક મારી વાતને સમજાવશે….

   http://jjkishor.wordpress.com/2006/11/14/kavitadan-51/
   http://jjkishor.wordpress.com/2010/05/01/kavitadan-58/

  2. પક્ષી કદી એક પાંખે ન ઉડી શકે. આધ્યાત્મિકતાની સાથે વાસ્તવિક ભુમિકાએ પણ કાર્ય થવું જોઈએ. આધ્યાત્મિકતાના અતિરેકને લીધે આ દેશ ગુલામ બન્યો. અલબત્ત આપે કેટલાં વર્ષોનો ઈતિહાસ લીધો છે તે જણાવ્યું નથી.

   આધ્યાત્મમાં જ્ઞાનમાર્ગ સાધકને સંસારથી અલિપ્ત કરી દે છે. પોતાની સ્વતંત્રતા માટે તે જગતને અવગણે છે પરીણામે જગત પણ તેનાથી વિમુખ થઈ જાય છે.

   સમજણ વગરનો ભક્તિમાર્ગ વેવલાવેડા તરફ દોરી જાય છે.

   યોગમાર્ગ એકાંકી માર્ગ છે જે યોગીને ભૌતિકતાથી અને જગતથી વિમુખ કરી દે છે.

   એક માત્ર કર્મયોગ તેવો છે કે જે શ્રેય અને પ્રેય બંનેને જાળવે છે.

   જો ભારતે ફરી પાછાં બેઠા થવું હોય તો તેણે પ્રબળ કર્મયોગ અપનાવવો જોઈએ.

   નોંધ: વિષયાંતર થતું હોવાથી આ ચર્ચા અહીં અટકાવીએ.

   મુખ્ય વાત તે છે કે વર્ણવ્યવસ્થાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવામાં નથી આવી. સાંપ્રત સ્થિતિમાં દરેક વ્યક્તિ જાતિ,વર્ણ,આશ્રમ વગેરેના ભેદભાવ મનમાંથી અને ધીરે ધીરે ફોર્મમાંથી યે હટાવે અને સહુ કોઈ પોતાને ભારતિય તરીકે ઓળખે , ઓળખાવે અને તેવી ઓળખ ધરાવવામાં ગૌરવ અનુભવે ત્યારે જ કશુંક નક્કર કાર્ય થઈ શકે.

   આ ઉપરાંત આપણું પ્રતિજ્ઞા પત્ર વાંચો : બધા ભરતિયો મારા ભાઈ-બહેન છે. આ પ્રતિજ્ઞા માત્ર પત્રમાં જ રહી ગઈ છે તેને બદલે પ્રત્યેક ભારતિય પોતાનાથી નબળાં ભારતિયને સહાય કરવા હાથ લંબાવે નહીં કે તેને લાતો મારવા પગ – ત્યારે ભારતનો બદસૂરત બાહ્યાવેશ કાઈક અંશે ખૂબસૂરત થઈ શકે.

   જ્યાં સુધી ભ્રષ્ટ રાજકારણીઓ ઉપર લોકોની મજબુત પક્કડ નહીં આવે ત્યાં સુધી તેઓ ભાગલા પાડો અને મત મેળવોની નીતીથી પ્રજાને લડતી રાખશે અને સ્વીસ બેંકોના બેલેન્સ વધાર્યા કરશે.

   1. સૌ પ્રથમ તો દીપક્ક્ભાઈ નો આભાર કે તમેને મને એક સરસ પ્લેટફોર્મ પૂરી પડી આપ્યું અને મારી વાણી ને વાચા આપવા મદદરૂપ થયા ,બહુ લોકો એ કહ્યું કે અનામત આર્થિક સ્તર પર હોવી જોઈએ ,બંધારણ માં એને માન્યતા નથી ,,આર્થિક રીતે પછાત હોવું એ વ્યક્તિગત છે ,જયારે સામાજિક રીતે પછાત હોવું એ વ્યક્તિગત નથી ,,ચોક્કસ માનું કે ચાલો બ્રાહ્મણ હવે ગરીબ છે આર્થક સ્તર પર ,પણ તે કદી સામાજિક કે ધાર્મિક રીતે ગરીબ નથી ,,અરે! ઉપર થી કોઈ પછાત ભણી ને થોડો અમીર થાય તો પણ તેનું સામાજિક લેવલ તો નહીવત બરાબર જ છે ,
    ૫૦૦૦ વર્ષ ના ઈતિહાસ માં બ્રાહ્મણ ને કોઈ રોકવા નથી આવ્યું ,કે ના તો જુલમો થયા છે ,તો આર્થિક રીતે પછાત હોવું એ એની સમસ્યા છે સમય સાથે ચાલવું જરૂરી છે ,,અતુલ ભાઈ ને જાણવું કે ૨૦૦૭ સેન ગુપ્તા કમિશન નો રીપોર્ટ કે છે ભારત માં સાડા છ કરોડ બાળ મજુર છે શું કે બ્રાહ્મણ છે ?…કે સવર્ણ છે ?…ના ભાઈ બધા પછાત છે ,,કદી ચાની કીટલી પર પૂછી લેજો ,,,૮૨ કરોડ લોકો ની રોજની આવક ૬ થી ૨૦ રૂપિયા છે ,,એ કોણ છે?…..ફક્ત થોડા બ્રાહ્મણ નું ઉદાહરણ આપી આખી સમાજ ને ધ્યાન માં ના લઇ શકાય,,

    સવર્ણો પછાતો ને સામાજિક રીતે પછાત ના ઘણો ,સમાન ઘણો સમાજ માં એક બ્રાહ્મણ જેટલું જ મન એક ભંગી ના છોકરાને આપવા લાગો ,,શરૂઆત કરો ફક્ત ચર્ચા ના કરો , અતુલ ભાઈ ને એક વાત કહું કે ભાગલા પડવાની નીતિ તો બ્રાહ્મણવાદ ની છે,અત્યાર સુધી લોકોના ભાગલા જ પડ્યા છે

    1. શ્રી મયંકભાઈ,

     આર્થિક રીત પછાત એટલા માટે છે કે તે ભ્રષ્ટાચાર નથી કરતો અને સ્વીસ બેંકમાં નાણા નથી મુકી આવતો. કાર્ય કરતાં પહેલા વિચારે છે.

     શા માટે માત્ર ૩.૫% બ્રાહ્મણો છે? કારણ કે તે વિચારે છે કે જે બાળકો ને પેદા કરીશ તેને પાળી શકીશ? તો જ બાળકો પેદા કરે છે. શહેરો અને ગામડાની ગલીઓમાં રખડવા માટે ઘેંટા બકરાની જેમ છોકરાવ નથી જણ્યા કરતા.

     વસ્તીનો દર વધારવામાં કોનો મુખ્ય ફાળો છે? સવર્ણોનો કે ધાર્મિક લઘુમતિ ધરાવનારાઓ અને કહેવાતા દલીતોનો?

     ભાગલા હંમેશા રાજકારણીઓ પાડે છે.

     1. શ્રી અતુલ ભાઈ ,
      વિષયાંતર કરીને તમે મુખ્ય મુદ્દા ને અલગ જ કરી દીધો ,જયારે મેં કહ્યું બ્રાહ્મણ ગરીબ વાડી વાત ત તમે એમને બિચારા ગણાવી નાખ્યા ,પણ વાસ્તવિકતા બદલાઈ નથી જવાની ,ઉપર એટલું મોટું લીસ્ટ આપ્યું એ કોનું હતું ,,રાજકારણીમાં સૌથી વધુ સંખ્યા કોની છે ,જરા જોઈ લેજો ભાઈ,,,એટલું બધું સામ્રાજ્ય છે તમારા બ્રાહ્મણ નું તો પણ હજી રોવાની જ વાત કરો છો ,,મંદિરોમાં બ્રાહ્મણ ની ૫૦૦૦ વર્ષ થી બિન હરીફ અનામત વિષે વિષે પણ વિચારવું ના જોઈએ,મંદિરોના પૈસા ….નો માલિક કોણ છે ,,અતુલભાઈ ,જે વાસ્તવિકતા છે એ બદલવાની નથી ,માનું કે ચાલો દલિતો માં ન ભણવાને કારણે છોકરા વધુ હોય છે પણ એના કારણે મેં જે કહ્યું એ બદલાઈ પણ નહિ જવાનું ને !

      1. શ્રી મયંકભાઈ,

       અંગત રીતે જન્મને આધારે હું કોઈને બ્રાહ્મણ કે અન્ય કશું ગણતો નથી. જન્મને આધારે થતા વ્યક્તિના કે સમાજના મૂલ્યાંકનો પ્રત્યે મને ભયંકર ચીડ છે. અનામત જરુરી હોય તો મને કશો વાંધો નથી પણ તે જન્મને આધારે નહીં જરૂરીયાતને આધારે હોવી જોઈએ. ભારતના પ્રત્યેક નાગરીકને સમાન કાયદા અને સમાન હક હોવા જોઈએ. જે વંચિતો છે તેને વિશેષ સગવડ આપવી જોઈએ પણ તે જન્મને આધાર નહીં પણ જરુરીયાતના આધારે.

       ખરેખર ભણવાની ધગશ વાળા અને લાયકાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણની અને નોકરીની વ્યવસ્થા કરવી તે રાજ્ય વહિવટકર્તાઓનું ઉત્તરદાયિત્વ છે. આ ઉપરાંત ધગશ કે લાયકાત ન હોય તેમનામાં ધગશ અને લાયકાત ઉભી કરવાના ભગીરથ કાર્યનું ઉત્તરદાયિત્વ પણ વહીવટકર્તા અને સામાજીક સંસ્થાઓનું છે. સર્વને માટે શિક્ષણ, ભોજન, આવાસ અને શુદ્ધ પર્યાવરણ તે નાગરીકના મુળભૂત હકો હોવા જોઈએ. એક નાગરીકને અન્ય નાગરીકનું કે એક સમાજને અન્ય સમાજનું અપમાન કરવાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ અને તેવા કીસ્સામાં કડક દંડની જોગવાઈ હોવી જોઈએ.

       જન્મનો ઉંચો દર અને પછાતપણું એક બીજા સાથે સીધી રીતે સંકળાયેલા છે. જે દેશમાં મર્યાદિત વસ્તી હોય છે તેમનો વિકાસ સારો હોય છે. આ જ વાત કુટુંબ અને સમાજને પણ લાગુ પડે. તક મળે તો કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરી શકે પણ તે તક લાયક વ્યક્તિના હક છીનવીને આપવાને બદલે નવી તકો ઉભી કરવી વહીવટનો એક ભાગ ગણાવો જોઈએ.

       અનામત ખરેખરા વંચિતો માટે હોવી જોઈએ. જેવી રીતે જન્મને આધારે થતાં સામાજિક અન્યાયો વિરોધ કરવા લાયક છે તેવી રીતે જન્મને આધારે અપાતી અનામત વિરોધ કરવાલાયક છે.

       1. Mr. Mayank expecting things just change in days. Lets wait for that but same time keep all negativity from your mind and words.

        This is long process and also some responsiblity on people take themself and implement from their personal life.

        Look the nations in world no one have Reservation system like india thats gift of politics.

        Every one need opportunity and for that we need to develop support system not Reservation.

      2. મંદિરોની અનામતનો દૃઢતાથી વિરોધ થવો જોઈએ અને જે મંદિરોમાં ભેદભાવ રખાતો હોય તે મંદિરનો લોકોએ જ બહીષ્કાર કરવો જોઈએ. ઈશ્વર મંદિરમાં નહીં પણ જીવંત મનુષ્યોના હ્રદયમાં સહુથી વધારે અભિવ્યક્ત થાય છે. જે મંદિરો સ્ત્રી અને પુરુષોમાં ભેદભાવ રાખતા હોય તેમનો યે બહિષ્કાર કરવો જોઈએ.

 10. કોઇ પણ જાત ની કમેંટ કરવા હજી કદાચ મારા પાસે અનામત જેવા ભારી વિષયનું બહુ જ્ઞાન નથી પણ, એટલું જરૂર કઈશ કે આપણે કોઇ પણ વસ્તુમાં વસ્તુની “ક્વોન્ટિટી” કરતાં “ક્વોલિટી” ને વધુ મહત્વ આપતાં હોઈએ છિંએ તો શું અનામતની બાબતમાં પણ એવું ના થઈ શકે?

  મારો કહેવાનો અર્થ એ છે કે સામાજીક કે આર્થિક પછાત વર્ગોને અનામત આપવા સામે કોઇ જ વાંધો નથી પરંતુ તેમાં પણ “ગુણવત્તા” ખ્યાલ રાખવામાં આવે તો?
  દા.ત. કોઇ શાળા કે કોલેજમાં સામાજીક કે આર્થિક પછાત વર્ગો માટે અનામત “સીટ” ગમે તેટલી ટકાવારીમાં હોય પણ તે સીટ માટે ના મેરિટ ની ટકાવારી શા માટે ઓછી રાખવી?
  કોઇ કોલેજ માં ૪૦ માંથી ૨૦ સીટ અનામત રાખવામાં આવે તો પણ વાંધો ના હોય પણ એ અનામત સીટોમાં પણ પછાત વર્ગો ના એવા બાળકોને એડમિશન મળવું જોઇએ જે મેરીટ માં આવતાં હોય નઈ કે માત્ર ૪૦- ૫૦ ટકાવારી ધરાવતા હોય તેવા…

 11. ————આજે પણ દેશની વસ્તીના લગભગ ૩.૫% બ્રાહ્મણ. ૫.૫% ક્ષત્રીય અને ૬.૫% વૈશ્ય એટલે ———————

  Is this really true?. I do not have any source to back up my doubt but I find it very hard to believe.

   1. So many people have tried and succeeded to get in the list of Schedule class, schedule tribe, OBC etc. that it may have got to such a high number. However, what these other class of people went thru is nothing close to what the traditional “Dalits” have gone thru. Them lining up for the benefits took away a lot from the real deserving dalits. That is my understanding.

    1. સ્નેહી શ્રી મૂરજીભાઈ, દલિતો અને OBC વચ્ચે આભજમીનનું અંતર છે. ખરેખર તો મોટાભાગની મધ્યમ સ્તરની જાતિઓ ક્ષત્રીયને વૈશ્યમાંથી નીચે જવાને કારણે બની. એમને અનામત આપવાથી થયું એ છે કે અનામતના વિભાગમાં હરીફાઈ વધી છે અને ‘જનરલ’ કેટેગરીમા હરીફો ઘટ્યા છે, જે ઉચ્ચ જાતિઓના જ લાભમાં છે. રાજકારણીઓ આ વાત જાણે છે. એટલે જ જે માગે તેને અનામતમાં મૂકી દે છે. એમને બન્ને પક્ષે લાભ. અનામત મળે તે રાજી અને હરીફાઈ ઘટે એટલે ઉચ્ચ જાતિઓ રાજી. ખરી વાત તો એ છે કે સરકારે નોકરીઓ જ આપવાનું બંધ કર્યું છે! સમસ્યા આજીવિકા રળવાનાં સાધનની છે.રાજ્યનો સક્રિય ટેકો જરૂરી છે. ભાઈ ચિરાગે ઉદાહરણ આપ્યું છે તે પણ રાજ્યના ટેકાની આવશ્યકતા સિદ્ધ કરી આપે છે.

 12. જ્ઞાતિ ભેદનું મૂળ વ્યક્તિની અટકમાં છે. આજકાલ સમય બદલાયો છે. દલિતો ફક્ત સફાઈનું કામ કરતા નથી પરંતુ સારા સારા હોદ્દા પર કામ કરે છે, વેપાર કરે છે વિગેરે. મારું એવું માનવું છે કે વ્યક્તિની અટક મિટાવી દેવાથી ફરક નહિ પડે, કારણકે એ તો વધારે શંકાસ્પદ કહેવાય. એટલે સારામાં સારો ઉપાય એ છે કે વ્યક્તિના વ્યવસાય પ્રમાણે અટકને ફેરવી નાખવી. દા.ત. કોઈ વ્યક્તિ ઓફિસમાં કે બેન્કમાં ક્લાર્કનું, કેશીઅરનું કામ કરે તો મહેતા, ખેતીનું કામ કરે તો પટેલ, સ્કુલમાં ભણાવવાનું કામ કરે તો માસ્તર કે આચાર્ય વિગેરે.

  આ ઉપાય જો બરાબર લાગે તો આપણે “અનામત” શબ્દને તિલાંજલિ આપીએ.

  મયંકભાઈની હૈયા વરાળ સમજી શકાય છે. ધીમે ધીમે આ દલિત વર્ગ ઉપર આવી રહ્યો છે એવું મારું માનવું છે. ઇંગ્લેન્ડમાં સારો એવો “પરમાર” વર્ગ જે આફ્રિકાથી આવ્યો છે તે બહુ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે. વર્ષો જુના અશ્પૃશ્યતાના મૂળને કપાતાં થોડો વાર તો લાગશે, પણ જરૂર નિર્મૂળ થશેજ. એની પાછળ દેશની ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમની જેમ બહુ મોટો ભાગ ભજવશે.

  1. શ્રી ભીખુભાઈ,
   વ્યવસાય પ્રમાણે અટક બદલી નાખવાનું સૂચન તો સારૂં છે, પણ હમણાં આપણે ત્યાં એક સવાલ પુછાય છે -“તમે કેવા?”
   અટકો બદલ્યા પછી પુછાશે – “તમે મૂળ કેવા?”
   આપણા દેશમાં ધર્મ બદલવાનું સહેલું છે, જાત બદલવાનું નહીં. ધર્મ બદલ્યા પછી પણ જાત એ જ રહે છે.

   1. This is true of every religious community. Various sects and movements came up as a reaction to the regressive social order that prevailed during the middle age – the dark age- of Indian history , with the definite aim of removing the inequalities and establishing a just social order. In the course of time, these other religious sects developed their own caste systems with the result that now all of them have within themselves their own caste system. It would be a pride of Hindu society if it takes initiative to restore its egalitarian base prevailing before the age of Manu.

    1. જ્યાં સુધી રાજ્યસત્તા વિશેના ખ્યાલ બદલાય નહીં ત્યાં સુધી સદ્‍ભાવનાથી કરેલા પ્રયાસો પણ સફળ ન નીવડે. સમાજના ‘વજનદાર’ વર્ગનું વર્ચસ્વ રાજ્યસત્તા પર હોય છે. એટલે રાજ્યસત્તાના ચિંતનમાં ખરેખર પરિવર્તન ન થાય ત્યાં સુધી કઈ ન થાય. એટલે જ તમામ યોજનાઓ છતાં હજી દલિતોનો ઉગાર નથી થયો.

 13. શ્રી દીપકભાઈ:

  મારું માનવું છે કે આપણે ત્યાં અટકો જે તે વ્યક્તિના વ્યવસાય પરથીજ પડી છે એટલે વ્યવસાય પ્રમાણે અટકો બદલવી બિલકુલ વ્યાજબી વાત છે. આગળ શું થાય તેનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી.

  વ્યક્તિના નામ અને અટકનો પ્રભાવ તેની વાણી, વર્તન અને સામા પક્ષની વર્તણુંક પર પડતો હોય છે. વ્યક્તિને એની લઘુતા ગ્રંથી જેટલો માર મારે છે એટલો કોઈ નથી મારતું.

  આઝાદી પછી આ બાબતે ઘણો બદલાવ આવ્યો છે અને હવે પછીના વીશ વર્ષમાંતો ઘણા ભેદભાવો ટળશે એવું લાગે છે. હું જોઉં છું કે બ્રાહ્મણો માંસ અને શૂરાપાન કરતા થયા છે અને સમાજનો નીચેનો વર્ગ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે. આ એક સૃષ્ટિનો ક્રમ છે.

  1. શ્રી ભીખુભાઈ, તમારી વાત સાવ જ સાચી છે. અટક નકામું પૂંછડું છે. મેં તો આપણી ટેવની વાત કરી. ગઈકાલે એક બહેન લિફ્ટમાં સાથે હતાં. હું ગુજરાતી બોલતો હતો એ સાંભળીને એ ખુશ થયાં કે કોઈ ગુજરાતી મળ્યા. ક્યાં રહો છો વગેરે સવાલો પછી એમનો પહેલો સવાલ એ હતો કે “તમે કેવા?” પછી “પોતે કેવાં” તે એમણે જાતે જ કહ્યું! મેં તમને જવાબ આપ્યો ત્યારે આ વાત મારા મગજ પર હતી. મનુસ્મ્રુતિમાં તો શૂદ્રો અને દાસોનાં નામ જ તિરસ્કારને પાત્ર રાખવાનો આદેશ છે. એટલે “નામને શું રડે?” એ આપણે ત્યાં કદાચ ખોટું પડે.આપણે ત્યાં નામ અને અટકનું મહત્વ છે, જે ઘટાડવું જોઈએ.

 14. દીપકભાઈ ,
  થોડો સુધારો કરવા ઈચ્છું છુ કે વૈશ્ય કે ક્ષત્રીય માંથી શુદ્ર વર્ગ નથી બન્યો ,જો તમને સમાજ માં ઊંચા આસને બેસવાનું મળતું હોય તો તમે નીચા આસને બેસસો ?..ના ,,OBC (SEBC) કહેવામાં આવે છે ,મતલબ Socially and educationally backward class,,,,બીજી આપના મિત્રો એ ઘણી સારી વાતો રજુ કરી ,એક બીજી વાત છે કે ચોક્કસ અટક ના લખવાથી આનું નિવારણ નહિ આવે ,,સમાજ નો લગભગ ૯૦ % વર્ગ (સવર્ણો અને પછાતો ) સાથે જે હજી પણ અસમાનતા માંથી બહાર નથી આવી શક્યા ?…એ માટે વાંક કોનો માનીશું ?…લગભગ હજારો વર્ષો થી અત્યાચારો સહન જે સમાજે કર્યા એના માટે શું ૬૪ વર્ષ ની અનામત પુરતી છે ?….હજી તો માંડ થોડા પછાતો ચાલતા શીખ્યા છે અને આપને માંડી પડ્યા અનામત નો વિરોધ કરવા ,,શું આ વ્યાજબી છે ,,?
  ચોક્કસ ગરીબ બ્રાહ્મણ ને અલગ જોગવાઈ કરી શકાય પણ એ અનામત ના હોઈ શકે ?,,,આગળ પણ કહ્યું છે કે અનામત કોઈ રોજગાર નો મામલો નથી ,,એક લાયક માણસ બનવાની પ્રક્રિયા ઘણી શકાય,,.૬૪ વર્ષ માં શું બધા લાયક બની ગયા છે ?…જે સમાજ નું (સવર્ણો )આટલું બધું બધી જ જગ્યાએ પ્રતિનિધિત્વ છે તેજ સમાજ નો થોડો વર્ગ ગરીબ કેવી રીતે રહી ગયો ,,?,,એ વિચારવું જરૂરી છે નહિ કે ગરીબ છે એ,,હું ઘણી વાતો થી સહ્મંત છુ પણ બધી થી નહિ ..

  1. Mayank,

   Why you are making mess in current time with past. why you identify yourself as OBC and others names ??

   God gives all humans same body and mind.

   Think positive and Work hard.

   From my guess it takes 200 more years to get things diluted but your kind apporach will makes 1500 more years.

   Again Support is solution not Reservation.

 15. દીપકભાઈ ,
  થોડો સુધારો કરવા ઈચ્છું છુ કે વૈશ્ય કે ક્ષત્રીય માંથી શુદ્ર વર્ગ નથી બન્યો ,જો તમને સમાજ માં ઊંચા આસને બેસવાનું મળતું હોય તો તમે નીચા આસને બેસસો ?..ના ,,OBC (SEBC) કહેવામાં આવે છે ,મતલબ Socially and educationally backward class,,,,બીજી આપના મિત્રો એ ઘણી સારી વાતો રજુ કરી ,એક બીજી વાત છે કે ચોક્કસ અટક ના લખવાથી આનું નિવારણ નહિ આવે ,,સમાજ નો લગભગ ૯૦ % વર્ગ (સવર્ણો અને પછાતો ) સાથે જે હજી પણ અસમાનતા માંથી બહાર નથી આવી શક્યા ?…એ માટે વાંક કોનો માનીશું ?…લગભગ હજારો વર્ષો થી અત્યાચારો સહન જે સમાજે કર્યા એના માટે શું ૬૪ વર્ષ ની અનામત પુરતી છે ?….હજી તો માંડ થોડા પછાતો ચાલતા શીખ્યા છે અને આપને માંડી પડ્યા અનામત નો વિરોધ કરવા ,,શું આ વ્યાજબી છે ,,?
  ચોક્કસ ગરીબ બ્રાહ્મણ ને અલગ જોગવાઈ કરી શકાય પણ એ અનામત ના હોઈ શકે ?,,,આગળ પણ કહ્યું છે કે અનામત કોઈ રોજગાર નો મામલો નથી ,,એક લાયક માણસ બનવાની પ્રક્રિયા ઘણી શકાય,,.૬૪ વર્ષ માં શું બધા લાયક બની ગયા છે ?…જે સમાજ નું (સવર્ણો )આટલું બધું બધી જ જગ્યાએ પ્રતિનિધિત્વ છે તેજ સમાજ નો થોડો વર્ગ ગરીબ કેવી રીતે રહી ગયો ,,?,,એ વિચારવું જરૂરી છે નહિ કે ગરીબ છે એ,,હું ઘણી વાતો થી સહ્મંત છુ પણ બધી થી નહિ ..કદાચ તમે સાચા હોઈ પણ શકો છો ,,,

  એક અમીર દલિત નું સમાજ માં સ્થાન હજી નહીવત જ છે ,,પણ એક બ્રાહ્મણ નું ?,,એ દિશા માં શું કરીશું ,,અનો મતલબ તો એમ જ થયો ને કે ભલે દલિતો ભણી જાય પણ સમાજ માં તો શૂન્ય જ છે ..બાબા શએબ એ લખેલ પુસ્તક ”અહીલેસન ઓફ કાસ્ટ ” માં લખ્યું છે કે આંતર જ્ઞાતિ લગ્ન પણ આનું સમાધાન નથી

  1. મયંક્ભાઇ, તમે પહેલા વાક્યમાં મારા એક કથન તરફ ધ્યાન દોર્યું છે, આથી એ વાત જરા વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરૂં છું. સ્વેચ્છાએ નીચા આસને બેસવાનો સવાલ જ નથી. આ તો સામાજિક પરિવર્તનો દરમિયાન અમુક ઉપર જાય અને અમુક નીચે આવે, એ દર્શાવવાનો મારો ઉદ્દેશ છે. ગીતામાં કહ્યું છે કે “કૃષિ ગોરક્ષ વાણિજ્યં, વૈશ્યકર્મ સ્વ્ભાવજમ” એટલે કે કૃષિ, ગોરક્ષા અને વાણિજ્ય સ્વાભાવિક રીતે વૈશ્યકર્મ (વૈશ્યો કરે એવાં કામ છે). આમ ગીતાના સમય સુધી ખેડૂત વૈશ્ય મનાતો. પણ આજે, ખેતી અને ગાયોના પાલનને કોઈ વૈશ્યકર્મ નથી માનતું! વૈશ્યો માત્ર વાણિજ્ય ક્ષેત્રમાં જ હોય! આમ ગીતાની રચના પછીના કાળમાં હાથથી કામ કરનારા બધા લોકો ત્રણ ઉચ્ચ વર્ણોથી નીચે આવી ગયા!
   જે લોકો વર્ણવ્યવસ્થાને આજે પણ વાજબી ઠરાવે છે તેઓ સમાજમાં બે હજાર વર્ષ દરમિયાન આવેલાં પરિવર્તનોને જોતા નથી. વેદકાળ પછી ઉપનિષદ કાળમાં તો ઘણા ફેરફાર થઈ ગયા હતા! સમાજ વ્યવસ્થા વધારે જટિલ બની ગઈ હતી. મોટાં રાજ્યોનો વિકાસ થઈ ચૂક્યો હતો. નવા નવા વ્યવસાયોનો વિકાસ થયો હતો. આમાં સૌથી વધુ પરિવર્તન વૈશ્યોનાં કામોમાં આવ્યાં આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને તો એ જ વર્ગ હતો! બ્રાહ્મણો કે ક્ષત્રિયોના કાર્યમાં એટલી બધી જડબેસલાખ એકવિધતા હતીકે એમનો વિકાસ થઈ જ ન શકે અને આર્થિક પ્રવૃત્તિમાં એમનો ફાળો નગણ્ય હતો. બસ, ભણો અને ભણાવો અને બીજું, લડો. હવે,લડવામાં તો ધનની જરૂર રહેતી અને જે ધન ન આપી શકે તેનું મૂલ્ય પણ ન રહે!જો કે લડાઈમાં તો તલવાર, ધનુષ્યબાણ, ઢાલ , રથ, ઘોડા, સારથીઓ, બધાની જરૂર રહેતી, પણ લોહારને વૈશ્ય નથી માનવામાં આવ્યો! વેપારી તો ધન આપી શકે, ખેડૂત ન આપી શકે.મનુસ્મૃતિ પણ આવા ફેરફારોનો સંકેત આપે છે.
   હાથે કામ કરનારાને નીચા ગણી લેવામાં આવ્યા પણ એ જ ભારતના ટેકનૉલૉજિસ્ટ હતા. ખૂબીની વાત એ છે કે ઋગ્વેદના (અથવા એનાથી પહેલાંના સમયમાં ટેકનૉલૉજિસ્ટોનો આદર હતો. ઋગ્વેદમાં એક ઋભુ દેવતા છે. ઋભુગણ છે, એક વ્યક્તિ નહીં ઋગ્વેદ એમને ટેકનૉલૉજિસ્ટ ગણાવે છે અને કહે છે કે એમણે એમનાં કાર્યોથી દેવતાઓની બરાબર સ્થાન પ્રાપ્ત કર્યું છે!
   આપણે એક બાજુથી સંસારને અસાર ગણાવનાર ઋષિમુનીઓની પ્રશંસા કરીએ છીએ, તો બીજી બાજુ ધનપતિ કુબેરથી પ્રભાવિત થઈએ છીએ! સમ્રાટોને આવા કુબેરોની જરૂર હતી! બીજા બધાનું જે થવાનું હોય તે થાય. એટલે આર્થિક પ્રવૃત્તિમાં જેમનો નગણ્ય ફાળો હતો તે લોકો યેનકેન પ્રકારેણ ઉચ્ચ સ્થાને ચોંટી રહ્યા અને જેમના દ્વારા દેશનો વિકાસ થઈ શકે તે બધાને શૂદ્રમાં ધકેલી દેવાયા. જે દેશમાં ટેકનૉલોજિસ્ટનો દરજ્જો નીચો આંકવામાં આવે તે દેશ વિજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકે.
   શૂદ્રોને થયેલા ઐતિહાસિક અન્યાયોનું નુકસાન માત્ર શૂદ્રો જ નહીં આખો દેશ આજે પણ ભોગવે છે.

  2. ‘ Educationally ‘ ને બદલે ” ECONOMICALLY”નથી? એમજ રાખીએ તો ?
   ઈશ્વરીય કુદરતી વ્યવસ્થામાં ,ભગવાન ની ભૂલ કાઢનારા આપણે કોણ?આપણાથી
   કોઈનેય અન્યાય ન થાય એ જોવામાં આપણો ફાળો ઈમાનદારી થી આપીયે તો કેમ?
   જાતને જ સુધારીએ…બીજા આપણા કહ્યા મુજબ સુધરે એમ ઇચ્છવું વધુ પડતું નથી ?
   -લા’કાન્ત / ૨૮-૭-૧૨

   1. કોઈને પણ અન્યાય ન થાય એ જોવાની તો સૌની ફરજ છે જ, પરંતુ સમાનતા પોતે જ ન્યાય છે.મારો એવું કહેવાનો આશય નથી કે દરેક જણ સદાસર્વદા સમાન જ હોય. આપણી પ્રાચીન અથવા વર્તમાન વ્યવસ્થામાં આવી સમાનતાને આડે આવે એવું કઈં પણ હોય તે દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

    ઘણા મૅન્ટલ બ્લૉક્સ છે. સમાજનો અમુક વર્ગ મારી બરાબર નથી અને નીચો છે એમ માનતો રહું તો એ વર્ગ જેને અન્યાય માનતો હશે તેને હું સ્વાભાવિક સ્થિતિ માનીશ અને મને લાગશે કે એ શા માટે અમુક માગણી કરે છે. પણ વાજબી માનીશ.

    આ સંદર્ભમાં અનામતની વાત કરૂં તો કહીશ કે અનામત શિક્ષણમાં હોય કે નોકરીમાં – એનો વિરોધ થાય જ છે. બીજી બાજુ મોટી કૅપિટેશન ફી આપીને શ્રીમંત પરિવારનાં સંતાનો સારૂં શિક્ષણ મેળવી લે છે! એની સામે અવાજ ઊઠતો નથી. એ પણ અનામત જ છે! બજાર જે કિંમત માગે તે આપવાની ત્રેવડ ન હોય તે અજારમાં જઈ જ ન શકે! આમ પૈસાદાર વર્ગ માટે એક અનામત ક્ષેત્ર ઊભું થાય છે, જેમાં મારા-આપના જેવા સામાન્ય માણસના પ્રવેશ પર વણકહ્યો પ્રતિબંધ છે.

    Educationallyને બદલે Economically એવી વ્યાખ્યા કરવાના અનુસંધાનમાં મેં આ તથ્ય રજુ કર્યું છે. શિક્ષણ અને આર્થિક સ્થિતિ વચ્ચે સીધો સંબંધ છે. તમે ગરીબ હો તો સારૂં શિક્ષણ ન મેલવી શકો અને સારૂં શિક્ષણ ન હોય તો સારૂં કામ ન મળે અને તમે ગરીબ જ રહો, આ કારણે તમારાં સંતાનો પણ ગરીબ રહે. આવું થવાનું કારણ એ કે શિક્ષણ બજારની વસ્તુ બની ગયું છે. આપણી આર્થિક સ્થિતિનો આધાર સરકારની નીતિઓ પર છે. જે આજે તો માત્ર તવંગરોની તરફેણમાં છે. અમેરિકા જેવા ઘોર મૂડીવાદી દેશમાં ઇન્કમ ટેક્સનો દર ૩૫% ્છે પણ ભારતમાં સાધનસંપન્ન લોકો માત્ર ૩૦% ટેક્સ ચૂકવે છે. આમ, વર્ષમાં પાંચ લાખ કમાનાર અને માત્ર એક મહિનામાં પાંચ કરોડ કમાનાર એકસરખા દરે ટેક્સ આપે છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થું અપાય છે, આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા નથી. આપણે એ માગણી તો કરતા નથી કે આવકની ટોચમર્યાદા હોવી જોઈએ અથવા માસિક પચાસ હજાર (એ પણ ઉચ્ચ આવક છે) અને માસિક બે કરોડ વચ્ચે ઘણો ફેર છે. એના પર વધારે કર લાગુ કરવો જોઈએ.

    હાલમાં મંદી દરમિયાન એક ઉદ્યોગપતિએ પોતાનો માસિક પગાર ચાર કરોડ રૂપિયા હતો તેમાં સ્વેચ્છાએ કાપ મૂકીને પોણાબે કરોડ કરી નાખ્યો. પગારની વાત કરો તો એ પણ સામાન્ય માણસ જ ગણાય! પણ ધનિક વર્ગ પર ભારે ટેક્સ લેવાની વાત આવે ત્યારે કહેવાય છે કે એની ઉદ્યોગ પર ખરાબ અસર પડશે.પણ હું કંપનીના ટેક્સની વાત નથી કરતો, ઉદ્યોગપતિની અંગત આવકની વાત કરૂં છું.

    અનામતનો વિરોધ એ દેખાડે છે કે આજે મધ્યમ વર્ગ ભીંસમાં છે અને એને લાગે છે કે એની બચી ખૂચી તકો પણ ઝુંટવાઈ જાય છે, પણ ખરેખર તો આપણી તકો નીચેના લોકોએ નહીં, ઉપરના લોકોએ ઝુંટવી લીધી છે.

    1. |”મારો એવું કહેવાનો આશય નથી કે દરેક જણ સદાસર્વદા સમાન જ હોય. આપણી પ્રાચીન અથવા વર્તમાન વ્યવસ્થામાં આવી સમાનતાને આડે આવે એવું કઈં પણ હોય તે દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઘણા મૅન્ટલ બ્લૉક્સ છે” તમારી વાત સાચી જ છે.
     આભાર ! તમે તમારા વિચારો સુયોગ્ય રીતે લોજીકલી ..પેશ કર્યા.
     ઊંચી આવકવાળા વધુ ટેક્ષ ભારે એ જાયજ છે જ .આપણી આર્થિક સ્થિતિનો આધાર સરકારની નીતિઓ પર છે. જે આજે તો માત્ર તવંગરોની તરફેણમાં છે..વળી અમેરિકા સાથે બધી વાતે સરખામણી થાય . અને વધુ ન્યાયકર્તા પોલીસી ઘડાય તો સારું જ.
     લા’કાન્ત / ૨૯-૭-૧૨

 16. જે દેશમાં ટેકનૉલોજિસ્ટનો દરજ્જો નીચો આંકવામાં આવે તે દેશ વિજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકે. શૂદ્રોને થયેલા ઐતિહાસિક અન્યાયોનું નુકસાન માત્ર શૂદ્રો જ નહીં આખો દેશ આજે પણ ભોગવે છે.—
  Very True.

 17. પ્રિય દીપકભાઈ ,
  તમે જે વાક્ય નું કથાન કહ્યું એમાં મોટે ભાગે સહમત છુ,”શૂદ્રોને થયેલા ઐતિહાસિક અન્યાયોનું નુકસાન માત્ર શૂદ્રો જ નહીં આખો દેશ આજે પણ ભોગવે છે”
  હકીકત બયાન કરતુ વાક્ય છે ,
  પણ એક વાત પણ ધ્યાન રાખવા જેવી છે કે ગીતા કો કે મનુસ્મૃતિ ,કોઈ ને કોઈ ચોક્કસ પુરાવા નથી કે ક્યારે લખી ,એટલે ક્યારે કયો ફેરફાર કર્યો ,એ કહેવું ,મુસ્કેલ છે , જો પહેલેથી જ વર્ણવ્યવસ્થા હતી જ તો જાતિ વ્યવસ્થા બનવાની જરૂર ક્યાંથી આવી ?,,એ પણ વિચારવા જેવું છે ,

  1. મયંકભાઈ,
   વર્ણ વ્યવસ્થા પોતે સારી હતી એમ નથી કહેતો. એમાં ઘણાં તત્વો હતાં, જેને કારણે જન્મ આધારિત વ્યવસ્થામાં એ પરિણમે.દાખલા તરીકે એ જો ખરેખર શ્રમ વિભાજન હોત તો બધા વર્ણૉ સમાન હોત અને માણસ કોઈ પણ વર્ણનો હોય, એને મળતો આદર ઓછો ન હોત. આ ભેદભાવમાં જાતિપ્રથાનાં મૂળ રહેલાં છે.
   ઋગ્વેદ પછીના સમાજે કદી એ નથી સ્વીકાર્યું કે માણસ પોતાનો વર્ણ બદલી શકે. ઋગ્વેદના પુરુષસુક્તમાં આ ભેદ જોવા મળે છે. એમાં જન્મપ્રમાણે ભેદ પાડવામાં આવ્યા છે. આખા દસમા મંડળને વિકસિત સમાજના સમયમાં મૂકી શકાય. એ બીજાં મંડળોથી જુદું પડે છે.પરિવર્તનો ચાલુ રહ્યાં હતાં સામાજિક વ્યવસ્થામાં પણ ફેરફાર ચાલુ હતા. પરિણામે વર્ણોનું વધારે વિઘટન થયું અને હાથથી કામ કરનારાઓની જાતિઓ બની, જે મુખ્યત્વે વ્યવસાય આધારિત હોવા છતાં જન્મ આધારિત બની રહી, કારણ કે મૂળ સિદ્ધાંત તો એ જ રહ્યો કે માણસ જે વર્ણમાં જન્મે તે જ વર્ણનો ગણાય. આ સાથે પંચમ વર્ણ પણ બન્યો જેને મનુષ્યથી પણ અધમ માનવામાં આવ્યો. એને લજ્જિત કરવા, સ્વાભિમાનને કચડી નાખવા માટે અને નિમ્નતમ દરજ્જા પર મૂકવા માટે એની પાસે મળ મૂત્ર ઉપાડવાં, મરેલાં ઢોરોને લઈ જવાં વગેરે કામો કરાવવામાં આવ્યાં. આ જ વર્ગને અસ્પૃશ્ય માનવામાં આવ્યો. બ્રાહ્મણો સૈદ્ધાંતિક રીતે આના માતે જવાબદાર હતા, પણ રાજસત્તાનો પણ એમાં સાથ હતો. તે સિવાય શોષણનું આ ચક્ર ચાલુ ન રહ્યું હોત. દરેક શોષણ રાજસત્તા અને ધનને સહારે જ ટકી શકે છે.

 18. wrong…totally wrong..
  je lekha tame lakhya 6e te khoto 6e. jo anamat ni vat karvi hoy to tene jativad per su kam?

  jo arthik pa6at loko ne anamat apvi hoy to jativad per ke?
  darek jati ne sarkhi gani ne arthik dhorane nabada loko ne anamat ni jogavai karo ne…
  e pa6i koi pan jati no hoy,,,,,arthik rite nabada hoy te ne anamat aapo/…jati adharit anamat no hu virodh karu 6uuuu..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: