કુંભકર્ણ જાગે છે…!

બહુ લાંબા સમય પછી લખું છું. કુંભકર્ણની ઊંઘમાંથી જાગ્યો છું. બીજાં કામોમાં વ્યસ્ત રહેવાનું બનતાં મનમાં ઘુંટાયા કરે પણ લખવાનો સમય ન મળે. સમય મળે ત્યારે વિચારો બરાબર ન ગોઠવાતા હોય. આમ લખવાનું ટલ્લે ચડતું રહ્યું. પરંતુ આ કદાચ અહંભાવ છે…”અરેરે. હું નહીં લખું તો દુનિયા ચાલશે નહીં…” ખરેખર તો એવું નથી. હું લખું કે ન લખું, દુનિયા ચાલવાની છે.

 ઘણાયે મહત્વના બનાવો બની ગયા. “કદાચ – હિગ્સ બોસોન” કણ વૈજ્ઞાનિકોને મળી આવ્યો. (હજી વૈજ્ઞાનિકો “કદાચ” કહે છે!) આના આધારે ઘણા ઈશ્વરીય ધમપછાડા થયા, કોઈનો વળી દેશપ્રેમ પણ ઝળક્યો. “આપણા સત્યેન્દ્રનાથ બોઝને તો કોઈ યાદ જ નથી કરતા!” અરે ભાઈ, એમની કદર તો બહુ પહેલાં થઈ ચૂકી. કણનું નામ જ બોસોન છે. આથી વધારે મોટું સન્માન શું હોઈ શકે? જો કે, હિગ્સ બોસોન વિશે ગુજરાતીમાં કદાચ સારામાં સારા લેખ શ્રી ઉર્વીશ કોઠારીએ એમના બ્લૉગ Gujarati world પર લખ્યા છે (http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_15.html) ત્રણેય લેખ વાંચવા જેવા છે. જો કે અમુક બાબતોના ખુલાસા આપવામાં એમને પણ સ્વાભાવિક રીતે જ તકલીફ પડી છે. આમ છતાં ભલામણ કરવા લાયક લેખો છે. બસ. હવે એના પર નવું શું લખું?

 બીજી બાજુથી શ્રી અરવિંદભાઈ અડાલજાએ ગાંધીજીની આત્મકથાના આધારે નવી લેખમાળા શરૂ કરી દીધી! આ એક અનોખો પ્રયાસ છે. આપણે ગાંધી ન બની શકીએ પણ ગાંધીના માપદંડે પોતાના ‘સ્વ’ને માપી તો શકીએ જ. (http://arvindadalja.wordpress.com/2012/07/09/1378/). ખલાસ! હવે આ વિષય પર જે લખવું હોય તે એમના બ્લૉગ પર જ લખાય. લખાણની તસ્કરી તો ન જ ચાલે પણ વિચારની તસ્કરી પણ ન ચાલે પહેલા લેખમાં ગાંધીજીનું એક વાક્ય વાંચવા મળ્યુઃ આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે, તો સત્ય શોધવું જ રહ્યું. આ છે ગાંધીજીનો હિગ્સ બોસોન!

 ત્યાં તો શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે એમના બ્લૉગ Net-ગુર્જરી પર ગાંધીજીના હિગ્સ બોસોનનો અણસાર આપતો લેખ લખ્યો (http://jjkishor.wordpress.com/2012/07/14/lekho-63/). હીંચકે ઝૂલતાં માથે લટકાવેલા ટુવાલના છેડા સરખા કરવા લાગ્યા તો એમને સમાજના અસમાન છેડા યાદ આવ્યા! નીતિ એટલે શું? અસમાનતાને સ્વાભાવિક માનવી? ચન્દ્ર પર જઈ આવીએ, બ્રહ્માંડ ધ્વનિઓ સાંભળી લઈએ. ૧૪ અબજ વર્ષ પહેલાં ‘મહાવિસ્ફોટ’ કેમ થયો તે સમજી લઈએ, હિગ્સ બોસોન શોધી લઈએ… પણ મેં શરૂઆતમાં જ કહ્યું છે તેમ આપણી દુનિયા એમ જ ચાલવાની છે. અસમાનતાનો નૈતિક આધાર છે કે આ દુનિયા બદલશે? સત્યના ગાંધીચીંધ્યા હિગ્સ બોસોન સુધી ક્યારે પહોંચીશું?

અસમાનતા તો ઘણા પ્રકારની છે. પરંતુ સામાજિક અસમાનતાનો મને પોતાને કઈં અનુભવ ખરો? આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે અસમાનતા છે. આ સામાજિક અસમાનતા આર્થિક અસમાનતા સાથે જુગલબંધી કરતી હોય છે. જે ભોગવે તે જ જાણે.  

 સાહિર લુધયાનવી કહે છેઃ

ये महलों, ये तख्तो, ये ताजों की दुनियाँ

ये इंसान के दुश्मन समाजों की दुनियाँ

ये दौलत के भूखे रवाजों की दुनियाँ

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 हर एक जिस्म घायल, हर एक रूह प्यासी

निगाहों में उलझन, दिलों में उदासी

ये दुनियाँ हैं या आलम-ए-बदहवासी

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जहा एक खिलौना है, इंसान की हस्ती

ये बसती हैं मुर्दा परस्तों की बस्ती

यहाँ पर तो जीवन से मौत सस्ती

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जवानी भटकती हैं बदकार बनकर

जवां जिस्म सजते हैं बाजार बनकर

यहाँ प्यार होता हैं व्यापार बनकर

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

ये दुनियाँ जहा आदमी कुछ नहीं है

वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है

यहाँ प्यार की कद्र ही कुछ नहीं है

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जला दो इसे, फूंक डालो ये दुनियाँ

मेरे सामने से हटा लो ये दुनियाँ

तुम्हारी हैं तुम ही संभालो ये दुनियाँ

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

(સાભારઃ http://geetmanjusha.com/hindi/lyrics/536.html)

 હવે એક-બે દિવસમાં ફરી આવીશ ત્યારે મારા મિત્ર, અમદાવાદના ૨૪ વર્ષના યુવાન મયંક પરમારને પણ સાથે લાવીશ. એમને ખબર છે કે જુતામાં ચૂંક ક્યાં વાગે છે. આ દુનિયા એમની નજરે કેવી દેખાય છે તે તો જોઈએ.

 

 

 

 

Advertisements

19 thoughts on “કુંભકર્ણ જાગે છે…!

 1. આ સામાજિક અસમાનતા આર્થિક અસમાનતા સાથે જુગલબંધી કરતી હોય છે. જે ભોગવે તે જ જાણે…
  પણ પછી
  जला दो इसे, फूंक डालो ये दुनियाँ
  मेरे सामने से हटा लो ये दुनियाँ
  तुम्हारी हैं तुम ही संभालो ये दुनियाँ
  ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है
  કે
  લગાકે હાથમેં મેંદી હલાલ કર ડાલા
  બના કે મસ્ત મુજે પામાલ કર ડાલા

  1. ‘મસ્ત’ બનાવીને પાયમાલ કરનારાઓની પિછાણ માટે શ્રી ગોવિંદભાઈ મારૂના બ્લૉગ ‘અભિવ્યક્તિ’ની મુલાકાત અનિવાર્ય છે!

 2. તમે સરસ સંકલન કર્યું છે. ગાંધીજી અંગેની ચર્ચા અરવિંદભાઈના બ્લૉગ પર વાંચીને તમારી ધખના પામી શકાય છે. ગાંધીજી અંગેના વીરોધાભાસો પણ પેલા ટુવાલના છેડાની જેમ જ વ્યાપ્ત છે…

  કચ્છના શ્રી રમેશ સંઘવી મારી સાથે લોકભારતીમાં ભણતા. બહુ ઉંચી કક્ષાએ પહોંચ્યા છે. ગાંધીવીચાર આચરી રહ્યા છે. એમનું વાચન અતી વ્યાપક છે. એમણે એકાદ વરસથી “શાશ્વત ગાંધી” સામયીક શરુ કર્યું છે. બહુ મજાનું ને ઉંચી કક્ષાનું છે. સંપર્ક માટે –

  સ્વજન જીવનકેન્દ્ર, કતીરા–ઈ, તોરલ ગાર્ડન પછી, મુન્દ્રા રિલોકેશન, ભુજ ૩૭૦ ૦૦૧ (કચ્છ) ફોન : ૦૨૮૩૨ ૨૩૦૧૪૩. વાર્ષીક લવાજમ : ૧૫૦/– પરદેશે : ૧૦૦૦/– લવાજમ ઐચ્છીક છે. શુભેચ્છા સહયોગ આવકાર્ય છે. લવાજમનું સરનામું : અક્ષરભારતી પ્રકાશન, ૫, રાજગુલાબ, ભુજ. ફોન : ૦૨૮૩૨ ૨૫૫૬૫૯.

 3. ASHOK M VAISHNAV

  કુંભકર્ણ તેમની થોડી લાંબી તંદ્રામાંથી જાગ્યા છે તે જેટલો આનંદનો અવસર છે, તેટલી જ મજાની એ અવસરની ઉજવણીની આલબેલ રહી.
  નિરાશાવાદી સૂર લાગવાનો ભય હોવા છતાં, લેખ વાંચતાં વાંચતાં સત્યના ‘હિગ્સ-બોઝોન’સુધી ક્યારે પહોંચીશું તે સવાલે ‘શું આવી શોધ ક્યાંય થઇ પણ રહી છે?’ વિચારતંત્ર પર ટકોરો કર્યો. હમણાં થોડા દિવસો દરમ્યાન વિજ્ઞાનના હરણફાળ વિકાસની સાથે સાથે માણસ વધારે ને વધારે સ્વાર્થ તરફ વહેતો જણાય છે તેવા સૂર પણ ઘણે બધે જોવા /સાંભળવા મળ્યા.
  એટલે એવો સંતોષ થાય છે કે જ્યાં સુધી ‘સત્ય’, ‘સ્વાર્થ-નિગ્રહ’, ‘બીજાં વિશે વિચારો’ જેવા વિચારોનાં ઝરણાં વહેતાં રહેશે ત્યાં સુધી નકારાત્મકતાને સશક્ત પડકારો છે.

 4. બીરેન કોઠારી

  દીપકભાઈ, તમે ન લખો તો દુનિયા ચાલ્યા કરશે, પણ ‘મારી બારીએથી’ નહીં ચાલે. અને અમે તમારી બારીએથી ઝાંકી નહીં શકીએ. માટે…..

 5. SAMIR

  Kumbhakarna had to get up because his brother was loosing the war with the Rama.What made you awake ? Birenbhai Kothari is right ….we missed you.

  1. સમીર, થૅન્ક યૂ! હજી એ તો નક્કી થવા દો કે રાવણ કોણ! હજી તો માત્ર કુંભકર્ણની ખબર પડી છે, રાવનની શિધ ચાલે છે.

 6. સુરેશ જાની

  સત્ય શોધન અને સત્યની ચર્ચા …
  આ બે સાવ વિરુદ્ધ બાબતો છે !

  1. સુરેશભાઈ, સત્ય શોધન અને સત્યની ચર્ચા કદાચ વિરુદ્ધ નથી પણ એક જ વાત નથી એ સ્પષ્ટ છે. આજ સુધી સત્યની સ્થાપના સત્તા અને શસ્ત્રના જોરે થઈ છે. સત્ય તો એ જ, જે વિજેતા કહે તે. આપણે તો માત્ર એના વિકલ્પ તરીકે ચર્ચાનો રસ્તો લઈએ છીએ. કદાચ આ રસ્તો યોગ્ય હોય, કદાચ ન પણ હોય.પરંતુ ચર્ચાનો પણ કોઈ વધારે સારો વિકલ્પ છે?

   1. સુરેશભાઈની વાતે સહમત થવા જેવું છે જ. શોધનકાર્ય એ ચર્ચાથી પણ થઈ શકે ખરું પરંતુ સત્ય તો પોતાના માટેની જ શોધ હોય. ગાંધીજીએ આવડાં મોટાં આંદોલનો હાથ પર લીધાં પછી પણ એ કાર્યો માટેના કારણની વાત તો એમણે અવી જ કહી કે આ તો હું મારા મોક્ષ માટે કરું છું. સત્યશોધન એ ઈશ્વરની શોધ છે. ઈશ્વરમાં ન માનનારો પણ સત્યને માનશે જ. ગાંધીને મન તો સત્ય જ ઈશ્વર હતો.

    એમની શોધ ફક્ત ખાંખાંખોળાં ન હતી. એમણે શોધ માટેના બધા જ તરીકાઓને અમલમાં મુકીને આચરી બતાવ્યા. ચર્ચા નહીં…અમલ ! સત્યની શોધ કેવળ આંતરીક અને વ્યક્તીગત બાબત હોય તો જ તે સાર્થક બને.

 7. હવે વાંદરાઓ અને રીંછનો સફાયો બોલશે કે શું? 🙂 કાઈ વાંધો નહીં, અસૂરોએ કેટ કેટલા ઢોલ વગાડવા પડે કુંભકર્ણને કાચી નિંદ્રામાંથી જગાડવા માટે 🙂

  જાગ્યા ત્યારથી સવાર લ્યો ત્યારે હવે હિંડો રણમેદાનમાં 🙂

  1. અસુર તો અસમાનતા છે! કુંભકર્ણ તો બિચારો એક હતો. રાજખટપટથી દૂર. પોતાની દુનિયામાં મસ્ત. કુંભકર્ણ એટલે તામસી નિદ્રા. એ માત્ર રાવણના ભાઈની નિદ્રા નથી.અહીં તો મેં માત્ર મારા લખવાના આળસ માટે આ શબ્દ પ્રયોગ કર્યો હતો, પણ મારા ધાર્યા કરતામ પણ એનો અર્થવિસ્તાર થયો છે. સારૂં લાગ્યું!

   1. શ્રીમદભગવદ ગીતાનો ૧૬મો અધ્યાય દૈવી અને આસુરી સંપત્તિનું સારી રીતે વર્ણન કરે છે. અહીં સંપત્તિ એટલે ગુણો કે અવગુણો.

    દૈવી સંપત્તિ ધારણ કરવા યોગ્ય છે અને આસુતી સંપત્તિ ત્યાજ્ય છે. આપે સ્વ-મજાક કરી એટલે મેં ય થોડું હસી લીધું.

    ઘણા વખતે પધાર્યા છો તો હવે પુરતું સાટું વાળી દેવું પડશે અવનવા લેખો લખીને.

    1. હાસ્તો વળી. નેટ ઉપર આવા જાગતલ દીપકો કેટલા ?! તમે આમ અંધારપછેડી ઓઢી લીયો તે કેમનું રહેવાય, સહેવાય ?

 8. થોડું વીષયાંતર કરીનેય બે લેખો કુંભકરણના ભાઈ રાવણને લગતા અહીં મુકું છું. એક મજા માટે જ ! –

  “ધનુષ્ય વગરના રામ” અને “રાવણ મરતો નથી.” :
  ૧) http://jjkishor.wordpress.com/2010/09/14/lekho-16/

  ૨) http://jjkishor.wordpress.com/2009/09/29/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3-
  %E0%AA%AE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80/

  1. બન્ને લેખો વાંચવાની મઝા આવી. રામને ધનુષ્ય એતલા માતે છોડાવવાનું ચાલે છે કે હવે રાવણ તો મરતો નથી, તો કારણ વગર ભાર ઉપાડીને ફરવું. ધનુષ્ય વજનદાર હોય છે. શિવનું ધનુષ્ય તો કોઈ ઉપાડી પણ નહોતા શક્યા!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s