મિત્રો,
આપણે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનો લેખ ‘ગાંધીજી, ગુજરાત અને ગૂજરાત’ વાંચ્યો. આજે શ્રી જુગલભાઈ એક રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે.
ભાઈશ્રીઓ અને બહેનશ્રીઓ!
એ છે – ‘શ્રી’નો ખેલ. નરમાંથી નારી બનાવી દેવાની એની શક્તિ. વિચિત્ર લાગે છે ને?. આપણે જે ભાષા બોલીએ છીએ તેનાં ઊંડાણમાં જવાનો અનુભવ એટલો આનંદદાયક હોય છે કે બસ, એક વાર એનો સ્વાદ ચાખીએ તો પછી ધરાઇએ જ નહીં, આવો, જુગલભાઈ શું કહે છે તે જોઇએ –
0-0-0-0-0-0
કોશના નીયમોમાં જેનો ઉલ્લેખ જો કે નથી તેવો શબ્દ ‘શ્રી’ પાંચમી આવૃત્તીની પ્રસ્તાવના સુધી ‘શ્રી.’ (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રહ્યો છે. પછી તેની સાથેનું પૂર્ણવીરામચીહ્ન નીકળી ગયેલું જોવા મળે છે.
આપણે જાણીએ છીએ કે શ્રી મોટે ભાગે પુરુષનામો સાથે જ વપરાય છે પણ શ્રીના લગભગ બધા જ અર્થો નારીજાતીમાં છે!! સ્ત્રીઓના નામ આગળ એને લગાડતાં જ કેટલાક ટીકા કરી બેસે છે પણ પુરુષોને પોતાના નામ આગળ નારીજાતીસુચક અર્થો લગાડવામાં કોઈ વાંધો નથી હોતો !
આપણે એ પણ જાણીએ છીએ કે નામની આગળ લાગતો શબ્દ ’શ્ર” એ ખરેખર તો ‘શ્રીયુત’ કે ‘શ્રીમાન’નું સંક્ષીપ્ત રુપ છે. એટલે પુરુષોએ પોતાના નામની આગળ તેને મુકવો હોય તો શ્રી. એમ પુર્ણવીરામ.ચીહ્ન સાથેનો જ મુકવો જોઈએ, કારણ કે નહીં તો તે નારીજાતીસુચક બનીને પુરુષોની મજાક કરી બેસે !
હવે ઉપર જણાવ્યું છે તેમ કોશની મારી પાસેની છેલ્લી આવૃત્તીમાંની પ્રસ્તાવનાઓમાં તે શ્રી. (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રુપે લખાયો છે. અને તે જ સાચું ગણાય. છતાં રુઢ થઈ ગયેલા શબ્દ તરીકે આજે ફક્ત શ્રી લખાય તો ચલાવી લેવામાં વાંધો ન હોવો જોઈએ અને એ જ કારણસર મહીલા નામોની સાથે એને લગાડાય તે પણ સહજ અને સાચું ગણાવું જોઈએ. મહીલાઓને લગાડાતું ‘શ્રીમતી’ કુમારીકાઓને લાગુ પડતું ન હોઈ મહીલાઓના નામ સાથેના સાદા શ્રીને શ્રીમતીનું ટુંકું ન ગણતા બધી જ બહેનો માટે સાદો શ્રી રહે તે ઉચીત ગણાય. (આને ફક્ત ભાષાકીય બાબત જ રાખીને નારીમુક્તી ચળવળ સાથે આપણે અહીં જોડતા નથી).
હવે હું આપને એ બતાવવા માગું છું કે કોશમાં તેનો પ્રયોગ કયાં ક્યાં થયો છે ? જુઓ –
૧) કુલનાયકશ્રીના નીવેદનમાં ફક્ત શ્રી છે;
૨) પ્રકાશકના નીવેદનામાં શ્રી. છે;
૩) કોશની જે પુરવણી પ્રગટ થઈ (પહેલી આવૃત્તી, ઑક્ટોબર – કોશના પ્રથમ પાને ઓક્ટોબર છપાયું છે ! – ૨૦૦૫)તેના “પ્રકાશકીય નિવેદન”માં ફક્ત શ્રી લખાયો છે;
૪) પુરવણીની જોડણીકોશસમીતી વતી ચંદ્રકાંત શેઠની નોંધમાં પણ શ્રી જ છે;
૫) કોશમાંની કુલ પાંચ પ્રસ્તાવનાઓમાંની ત્રીજી સીવાયની બધી જ પ્રસ્તાવનાઓમાં પુર્ણવીરામચીહ્ન સાથેનો શ્રી. લખાયો છે. (ત્રીજી આવૃત્તીમાં કોઈનું નામ નહીં હોવાથી ત્યાં તે શક્ય પણ નહોતું.)
એવું કહી શકાય કે પાંચમી આવૃત્તી પછી ’શ્રી’ પુર્ણવીરામ.ચીહ્ન વગરનો થયો છે.
પાંચેય પ્રસ્તાવનાઓને વાંચતાં તે સમયના સંપાદકોની ચીવટ, ઝીણામાં ઝીણી બાબતોની નોંધ આપવાની નીષ્ઠા વગેરેથી મસ્તક નમી જાય છે. સાહીત્યરસીકોએ આ પાંચેય પ્રસ્તાવનામાં છલોછલ પ્રગટ થતી કાર્યનીષ્ઠાનો અભ્યાસ કરવા જેવો છે. મેં મારા બ્લૉગ પર આ પ્રસ્તાવનાઓ આપવાની શરુઆત કરીને ત્રણેક પ્રસ્તાવનાઓ ટાઈપ કરીને મુકી હતી પણ સમયના અભાવે બાકીની બન્ને બહુ લાંબી હોવાને લીધે પણ મુકી શક્યો નહોતો. એને પ્રગટ કરવાનું બહુ મન રહ્યું છે.
xxxx
(આ પ્રસ્તાવનાઓ પર ‘મારી બા્રી’માંથી ડોકિયું કરવા મળશે તો આનંદ જ થશે)
શ્રી.જુગલકીશોરભાઈનો આ તકે ફરી આભાર માનવો પડે કેમકે, તેઓશ્રીએ થોડા સમય અગાઉ આ ’શ્રી’ વિષયે, અંગત રસ લઈ, મને માર્ગદર્શન કરેલું. અને ત્યારથી હું (હજુ ક્યારેક ચૂક થાય તે ક્ષમ્ય ગણો તો) શ્રી પછી પૂર્ણવિરામ માંડતો થયો. (આમ ધીરે ધીરે સુધારો થાય !) આજે વિગતવાર જાણકારી મળી. (સાથે અમ જેવા અજ્ઞાની જ નહિ, વિદ્વાનો પણ લોચા મારે છે તે જાણી ટાઢક વળી !!)
આપે ઉત્તમ વાત કહી, ’આપણે જે ભાષા બોલીએ છીએ તેનાં ઊંડાણમાં જવાનો અનુભવ એટલો આનંદદાયક હોય છે કે…’ ચાલો ’મારી બારી’માંથી અમને આ ’ઊંડાણમાં’ ડોકિયું કરવાનો લાભ મળે છે તે બદલ આપનો પણ આભાર.
શ્રી દીપકભાઈ, આપના નીચે લખેલા વાક્યના અનુસંધાને એ પાંચમાંની બે પ્રસ્તાવનાઓ જે બ્લૉગ પર હતી તેની લીંકો (લીંક્નું ગુજરાતી બ.વ.) અહીં મુકું છું.
“આ પ્રસ્તાવનાઓ પર ‘મારી બા્રી’માંથી ડોકિયું કરવા મળશે તો આનંદ જ થશે.”
http://jjkishor.wordpress.com/2010/12/31/jodni-ange-5/
http://jjkishor.wordpress.com/2011/01/04/jodni-ange-6/
http://jjkishor.wordpress.com/2011/01/10/jodni-ange-7/
http://jjkishor.wordpress.com/2011/01/18/jodni-ange-8/
બાકીની પ્રસ્તાવનાઓ માટે કદાચ સમય મળશે તો મુકીશું. – જુ.
હું બધી પ્રસ્તાવના વાંચી ગયો. વિદ્વાનોની પારદર્શકતા તો દેખાય જ છે, વળી, એમનું વલણ પણ બહુ રૂઢિચુસ્ત નથી એમ મને લાગ્યું. એમણે એમના સમયના ચિંતન પ્રમાણે કામ કર્યું છે. આપણે એમની સમક્ષ નતમસ્તક છીએ.
સારી છણાવટ થાય છે.માહી પડ્યા મહાસુખ માણે એ સિદ્ધાંત અહી પ્રસ્થાપિત થાય છે.જ્ઞાન સમ્રુદ્ધ બનવા નો લહાવો લઈએ . નાના મોટા હિસ્સાઓ ફેસ બૂક પર મુકવા નુ મને યોગ્ય લાગે છે, સ્વાદિષ્ટ ભોજન ઘણા સુધી પહોચે અને વિષય પ્રત્યે સમજ્દારી પુર્વક નુ આકર્ષણ વધે.. આખરે તો ગુજરાતિ ભાષા ની સેવા જ છે ને …!
ગુજ. કોશમાંના અર્થો –
લખાણના આરંભમાંવપરાતો મંગળ શબ્દ / શ્રીમાન–શ્રીમતીનો સંક્ષેપ / નામની આગળ આદર બતાવતો શબ્દ / એક રાગ / સ્ત્રી / લક્ષ્મી / શોભા / સૌંદર્ય / ત્રણ પુરુષાર્થ
સંસ્કૃત કોશમાંના અર્થો –
સંપત્તિ/ સમૃદ્ધિ/ લક્ષ્મીદેવી/ રાજલક્ષ્મી/ પદવી/ હોદ્દો/ શોભા/ સરસ્વતીદેવી/ મંગળવાચક શબ્દ વગેરે
આ અર્થો દેખાડે છે કે સંસ્કૃતમાં આ શબ્દ માનાર્થે વ્યક્તિનામનો પૂર્વગામી નથી બનતો! આ ભાષાના ઇતિહાસની વાત છે.
“સંસ્કૃત કોશમાંના અર્થો –
સંપત્તિ/ સમૃદ્ધિ/ લક્ષ્મીદેવી/ રાજલક્ષ્મી/ પદવી/ હોદ્દો/ શોભા/ સરસ્વતીદેવી/ મંગળવાચક શબ્દ વગેરે”
…આ ન્યાયે પ્રકાશકશ્રી, સંપાદકશ્રી, નિયામકશ્રી, વગેરે શબ્દો શ્રી પછીના પૂર્ણવિરામ ચિહ્ન વગર ઉચિત ગણાય એમ સમજવું (કેમકે તે પદવી/હોદ્દો ના સંદર્ભે વાપરેલા છે) ?
થોડા સમય પહેલા અશોકભાઈની પોસ્ટ પરની ચર્ચામાં આ વાંચ્યુ હતું, આજે સવિસ્તૃત જાણકારી મળી. આભાર જુગલકિશોરભાઈ.
Shree…………meanings
http://en.wikipedia.org/wiki/Sri
http://shabdkosh.raftaar.in/Hindi-Dictionary/meaning/shree
http://dict.hinkhoj.com/words/meaning-of-%E0%A4%B6%E0%A5%8D%E0%A4%B0%E0%A5%80-in-english.html