Polio-ne Deshvato

પોલિયોને દેશવટો

આવતીકાલે મકરસંક્રાન્તિ.સૂર્ય ભગવાન ઉત્તરે વળશે. આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ
ધન્ય હો, આર્યપુત્ર ઊઠજો,
સુભટનાં શુકનની વાગી ઘડીઓ;
ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા,
ભાનુના ભર્ગની વરસી ઝડીઓ…

ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે. કઈંક માનસિક રીતે જ ઉત્તરાયણ સાથે સારૂં લાગવા માંડે છે. એ ટાંકણે, (સરકારી અનુવાદિયા ભાષામાં કહું તો, મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ) સમાચાર મળે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશમાં પોલિયોનો એક પણ નવો કેસ નોંધાયો નથી. માત્ર બે વર્ષ પહેલાં નવા ૭૪૧ કેસો નોંધાયા હતા, એટલે કે દરરોજ સરેરાશ બે નવાં બાળકો પોલિયોની જીવનભરની નાગચૂડમાં સપડાતાં હતાં. માત્ર બે જ વર્ષના ગાળામાં પોલિયોનાં વાયરસને જડમૂળથી નાબૂદ કરી દેનારા અસંખ્ય આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્ધારકો ખરેખર અભિનંદનના અધિકારી છે.

આપણા દેશમાં સારા સમાચાર બહુ ઓછા મળે છે. ક્યાંક ટ્રેન અકસ્માત, તો ક્યાંક હૉસ્પિટલમાં આગ લાગી જાય અને દરદીઓ જીવતાંજીવત મહા ચિતાને સમર્પિત થઈ જાય. ક્યાંક બાળકોને લઈને જતી સ્કૂલ બસ ખાઈમાં ગબડી પડે, તો ક્યાંક આદિવાસીઓ પોતાની રોજીરોટી બચાવવા સંઘર્ષ કરતા હોય. અને એકને ભૂલો અને બીજાને યાદ કરો એવાં કૌભાંડો, ખૂનામરકી, લૂંટફાટ, ત્રાસવાદ…આવા સંયોગોમાં પોલિયો નામના એક મૌન કૌભાંડનો અંત આવ્યો છે એ ખરેખર ઉતરાણ પર મળેલા સારા સમાચાર છે. આટલાં કૌભાંડો આટલા રાજકીય આટાપાટા વચ્ચે પણ તંત્ર પોલિયો રવિવાર જેવી ઝુંબેશો ચલાવતું રહ્યું એ પોતે જ એક સારા સમાચાર છે.

બાળકો માટે જીવલેણ મનાતી છ મુખ્ય બીમારીઓમાં એક છે પોલિયોની બીમારી. આ છ બીમારીઓ એટલે છ પૂતનામાસીઓ. પોલિયોનું વાયરસ બહુ જ ચેપી હોય છે અને ચેપી ભોજન દ્વારા એ આંતરડામાં પહોંચીને પાંગરે છે અને પછી બાળકની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. બાળકનાં અંગો એની પકડમાં આવી જાય છે અને સ્વાભાવિકપણે કામ કરતાં નથી. આંતરડામાંથી એની અસર બાળક પર ન દેખાય ત્યારે પણ એ મળ દ્વારા બહાર આવે છે અને પ્રદૂષિત પાણી, હવા અને ખોરાક મારફતે ચેપ ફેલાવે છે. પોલિયોનો ઇલાજ નથી, માત્ર પોલિયોની રસી -ઇંજેક્શન કે ટીપાં – એની સામે ઢાલ બની શકે છે.

એ પણ નોંધવું જોઈએ કે છાસવારે કૌભાંડો અને ભ્રષ્ટાચારને નામે રાજકારણીઓ પર વરસી પડનારા,આપણે કદી બોલ્યા નથી કે સાર્વજનિક આરોગ્ય સેવા આપણૉ અધિકાર છે. આ મૌન કૌભાંડ આપણા ધ્યાનની બહાર જ રહ્યું; બાળકો આવી બીમારીનો ભોગ બને એ રાષ્ટ્રીય શરમ છે એવું આપણને કદી ન લાગ્યું. પોલિયોની નાબૂદી તો આજથી પચાસ વર્ષ પહેલાં થઈ જવી જોઈતી હતી, પરંતુ, બાળકનું મૃત્યુ, બીમારી, ગરીબાઇને પૂર્વજન્મનાં કર્મોનું ફળ માનનારા આપણે આ બાબતમાં કદી પણ આંદોલિત ન થયા એ પણ કડવું સત્ય છે.

પરંતુ હજી પણ સફળતા તરફ આપણે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ.
હજી આજ સુધીના નમૂનાઓનું લૅબોરેટરીમાં પરીક્ષણ બાકી છે, ગટરોમાં આ વાયરસ છે કે નહીં તે જોવાનું બાકી છે. એનાં પરિણામ આવી ગયા પછી વિધિવત્ જાહેર કરાશે કે ભારતે પોલિયો સામેની લડાઈ જીતી લી્ધી છે.આજે માત્ર ચાર દેશો. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજીરિયા, ભયંકર ચેપી દેશોની યાદીમાં છે. એમાંથી બહાર આવવાની ખરી નિરાંત તો ૨૦૧૩ની મકર સંક્રાન્તિએ જ થશે.

પરંતુ, આજે તો કવિ નરસિંહરાવ દિવેટિયાની શરૂઆતમાં આપેલી પંક્તિમાં થોડો ફેરફાર કરીને ગાઈ તો શકીએ છીએ કેઃ
ધન્ય હો, સર્વ જન ઊઠજો,
પોલિયોના દફનની વાગી ઘડીઓ,
ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા
ભાનુના ભર્ગની વરસી ઝડીઓ
xxxxxx
આ મકર સંક્રાન્તિએ એક બીજી વાતની પણ નોંધ લેવી જોઇએ. ગુજરાતી બ્લૉગ જગતના ભિષ્મ પિતામહ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ બ્લૉગ જગતમાંથી નિવૃત્તિ લે છે.

17 thoughts on “Polio-ne Deshvato”

 1. પોલિયોને દેશવટો અપાવવામાં ભાગીદાર એવા સૌ, સરકારી, બિનસરકારી સંસ્થાઓ, સમુહોને અભિનંદન.

  આ તકે મને યાદ યાવે છે જાહેરાતોના ભરપૂર મારા વચ્ચેની એ જાહેરાત, જેમાં સદીના મહાનાયક દ્વારા એ અર્થનું કહેવાયું હતું કે, ’આજે તમે બે ડગલાં ચાલો જેથી તમારૂં સંતાન જીવનભર ચાલી શકે’ આ ઘણી જ અસરકારક જાહેરાત રહેલી. હવે આ પૂતનામાસીનો ખરેખરો મોક્ષ થયાના સમાચાર જાણવા મળે તેવી અભ્યર્થના.

  શ્રી જુગલકીશોરભાઈ ’નિવૃત્તિ લે છે’ એમ કહેતાં (વાચતાં, સાંભળતાં) મન માનતું નથી ! ’નિવૃત્તિ એટલે સંન્યાસ’ એવો અર્થ લગભગ બધાને તરવરવા માંડે ! હું એમ કહીશ કે બ્લોગજગતનાં ભિષ્મ પિતામહે સ્વૈચ્છીક ’વાનપ્રસ્થાશ્રમ’ સ્વિકાર્યો છે ! જરૂરતના સમયે માર્ગદર્શન કરવા આપણી સાથે જ રહેશે. (આવું હું સમજ્યો છું, અને હું સાચું જ સમજ્યો હોઉં તેવી આશા રાખું છું).

  આપને અને ’મારી બારી’નાં સૌ મિત્રોને મકર સંક્રાન્તિની હાર્દિક શુભકામનાઓ.

 2. અહીં રહ્યે આ સારા સમાચારની ખબર નો’તી. તમે આવા સારા સમાચાર આપ્યા તે માટે ખુબ ખુબ આભાર.
  અતિશય વકરી ગયેલી નકારાત્મકતાનો પ્રતિકાર કરવાનો એક સબળ રસ્તો છે – હકારાત્મકતાનો પ્રસાર. તમે એ કર્યું એ બહુ જ ગમ્યું.
  —–
  કવિ નરસિંહરાવ દિવેટિયાનું નામ આવ્યું અને યાદ આવી ગયું – અને એમાંય આ જ ભાવ છે –

  કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બિંબ ઢંકાયું
  તે ચિત્ર દીસે અગમ્ય.
  તથાપિ તે છાંયની પેલી પારે
  જ્યોતિ રહ્યો ઝળહળી ન કદિય ખૂટે.

 3. આ ‘બારી’ પર આવ્યો ’તો પોલીયો અંગે આપના વીચારો જાણવા, પણ એમાં મારા વીશેની નોંધ વાંચીને મને પોલીયો થતાં રહી ગયો !! ભીષ્મ પિતામહ જેવો શબ્દ મને એટલી હદે કઠ્યો કે જાણે પોલીયો વળગ્યો. આવું ન લખવા પ્રાર્થના. મને આપે આ પહેલાં શીક્ષક કહ્યો છે. મેં આજીવન શીક્ષણના ક્ષેત્રમાં જ (બે વરસ મીલમાં સેમી કારકુની – અરધા પટાવાળા !ની નોકરી એમ. એ. કરવા માટે) કામ કર્યું છે. ને બીજું મૂળશંકરભાઈ, મનુભાઈ દર્શક અને ન. પ્ર. બુચ જેવાનો વીદ્યાર્થી છું…મને પ્લીઝ શીક્ષક જ ગણો અને કહો.

  આપના લેખમાંનો પ્રયોગ ‘મૌન કૌભાંડ’ મને બહુ ગમ્યો. નેટજગત પર મારા જેવાને આ શબ્દપ્રયોગ શીખ આપશે કે વાણીવીલાસ એ પણ મૌનકૌભાંડ જ ગણાય.

  લેખ બદલ ધન્યવાદ અને આભાર.. આપણે કદાચ સરઘસો ન કાઢી શકીએ પણ આમ સૌને વીચારવહેંચણી કરતાં રહીએ તો પણ ઉપયોગી થશે.

 4. 1. Its note worthy. Very few newspapers take note of good news. One of my friends Bhanu Mehta intends to start ‘Shubh Samachar’, a news paper with auspicious and inspiring news.
  2. Now read this matter from WHO & UNICEF
  Up to the end of April 33 cases were reported in Pakistan, eight in Nigeria and only one in both India and Afghanistan.

  To the end of June 2011 241 cases globally have been reported (216 wild poliovirus type 1 and 25 wild polio type 3). This compares with 456 cases reported to the end of May in 2010 (399 type 1 and 57 type 3). Cases have been reported in the four endemic countries — Pakistan, Afghanistan, Nigeria and India — as well as in the Democratic Republic of Congo, Chad, Angola, Mali, Cote d’Ivoire, Burkina Faso, the Republic of Congo (Brazzaville), Niger and Gabon. Over 80% of all cases seen this year come from three countries: Chad, the Democratic Republic of the Congo and Pakistan. In India, only 1 case of wild poliovirus has been reported this year–a remarkable feat in a country that in many recent years has had a plurality or majority of the world’s polio cases.[50]

  Since the start of 2010 there have been 14 outbreaks of polio. Several are continuing into 2011. To June 2011 Chad has reported 80 cases; the Democratic Republic of the Congo has reported 59; and Pakistan has reported 54. Polio transmission has recurred in Angola, Chad and the Democratic Republic of the Congo. The number of cases reported in Pakistan is double the number reported over the same period in 2010. 16 cases have been reported in Nigeria. Although the situation in Northern Nigeria has improved, concerns exist about further outbreaks there because of its central location. On the basis of current trends it would appear that Pakistan will be the be last place of Earth where wild polio will survive.

  Up to the end of August there have been 364 cases reported (308 type 1 and 56 type 3). Up to the same date in 2010 there were 641 cases (574 type 1 and 67 type 3). Kenya has reported its first case since 2009. China has reported four cases – the first cases since 1994. Côte d’Ivoire has reported 34 cases of type 3 polio as part of an ongoing outbreak. Afghanistan has reported 18 cases (all type 1). Chad has reported 109 cases. India has reported no case since January.

  The situation in Pakistan is complex. The lowest number of cases reported in one year was 32 in 2007. In the first six months of 2011 there were 69 cases (compared with 37 in the same period in 2010). The remaining focuses lie in three parts of Pakistan: Balochistan Province, Karachi and the Federally Administered Tribal Areas.[51] About 25% of children in Karachi are unvaccinated against polio; in Balochistan ~50% are unvaccinated. In contrast in Afghanistan the unvaccinated rate is ~10%. The difficulty in Pakistan appears to be a lack of trust in the health workers trying to vaccinate the children, fueled partly by the CIA using fake vaccination campaigns as a cover to gather DNA samples from Osama Bin Laden’s relatives[52].

  Up to the end of September there have been 429 cases – 370 due to type 1 and 59 due to type 3. 36 have been reported in Afghanistan. Chad has reported 111 cases. 10 have been reported in China: all have occurred in the Xinjiang Uygur – 9 in Hotan prefecture.
  Hope we keep it up to consecutive 3 years…and in real sense be polio free.

    1. તમે પ્રમુખ ટાઇપ પૅડ અથવા બરહા ટાઇપપૅડ ડાઉનલોડ કરી લો. પ્રમુખ કર્યું હશે તો સીધું જ વર્ડપ્રેસમાં ટાઇપ કરી શકશો, બરહામાં કટ-પેસ્ટ કરવાનું થશે. સહેલું છે.

 5. થોડા દિવસો પહેલા એક નામ્નાકિત અમેરિકન છાપા માં પણ ૨૦૧૧ માં ભારત માં
  પોલ્યો નો એક પણ કેસ નોધાયો નથી તેવા સમાચાર વાંચ્યા હતા.
  વર્ષો પહેલા પોલ્યો (બાળ લકવો) થયો હોય ત્યારે
  “તેના ઉપર થી માતાજી નો રથ ફરી ગયો” તેવી અંધ્શ્ર્ધા / માંનીય્તા વપરાતી તેમ
  સાંભર્યા નું યાદ છે.
  દીપકભાઈ very relevant and informative write-up on
  “પોલ્યો ને દેશવટો”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: