રાજબાલાનું મૃત્યુ
દિલ્હીમાં બાબા રામદેવના આંદોલનને તોડી પાડવા માટે પોલીસે છાપો માર્યો તે દરમિયાન થયેલા લાઠીચાર્જ અને નાસભાગમાં ઘાયલ થયેલી એક મહિલા શ્રીમતી રાજબાલાનું અવસાન થઈ એમને ફ્રૅક્ચર હતું કરોડરજ્જુની સારવાર ચાલતી હતી. હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચમી જૂને આ બહેનને દાખલ કરવામાં આવ્યાં તે દિવસથી જ એમની સ્થિતિ ચિંતાજનક હતી. એમને ઑસ્ટિયોપોરોસિસ, એટલે કે હાડકાં બરડ થઈ જવાનો રોગ હતો. આ રોગમાં સપડાયેલી વ્યક્તિને ચાલતાં ચાલતાં ઠોકર લાગે અને પડી જાય તો પણ હાડકું ભાંગે એવી શક્યતા રહે છે. આવી ઘણી બીમારીઓના પશ્ચિમી મૅડિકલ સાયન્સ પાસે હજી ઉપાય નથી.મૃત્યુ દુઃખદ છે અને આવી સ્થિતિમાં પણ આ બહેન આંદોલનમાં જોડાયાં એ બહુ મોટી વાત છે. આપને સૌ એમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ .
અહીં આ આંદોલનનાં રાજકીય અથવા અન્ય પાસાં વિશે ચર્ચા કરવાનો ઉદ્દેશ નથી. સરકારે આંદોલનને પાશવી તાકાત વાપરીને કચડી નાખ્યું એ લોકશાહી માટે કલંક છે પરંતુ, બાબા રામદેવના આંદોલનનો જે પડઘો પડ્યો તે અણ્ણા હઝારે વિરુદ્ધની સરકારની કાર્યવાહી કરતાં જુદા પ્રકારનો હતો, એ હકીકત પણ ભુલાય નહીં.
આથી એમના આંદોલનમાં એમના અનુયાયીઓ અને એમના યોગશિક્ષણ હેઠળ પોતાની બીમારીઓનો ઇલાજ કરાવનારા લોકોની સંખ્યા વધારે હશે એમ માની શકાય છે. . આવા લોકો ઍલોપથીથી નિરાશ થયા હોય છે અને બીજા માર્ગો શોધે છે. પશ્ચિમી વિજ્ઞાન પોતાની મર્યાદાઓ સૌથી પહેલાં જાહેર કરે છે અને જેનો ઉપાય ન થઈ શકે તેવી બીમારી વિશે મોટા દાવા નથી કરતું હોતું. બીજી બાજુ, બીજી ચિકિત્સા પદ્ધતિઓ લોકોને એક વ્યર્થ આશા આપતી હોય છે કે એમની પાસે ઇલાજ છે. આને કારણે જે લોકો એલોપથીથી નિરાશ થયા હોય છે તેઓ એમની પાસે જાય છે. યોગ દ્વારા હાડકાં મજબૂત થઈ શકે કે કેમ તે હું નથી જાણતો, પરંતુ સદ્ગત રાજબાલા તો એવી જ આશાથી બાબા રામદેવને શરણે ગયાં હશે.
,
એક વાત નિર્વિવાદ છે કે આપણે કોઈ પણ ઉપચાર પદ્ધતિને પરિપૂર્ણ માનીને ચાલીશું તો ભૂલ થવાની સંભાવના વધારે રહેશે. આપણે બધી ચિકિત્સા પદ્ધતિઓની રીતો સમજીએ, એના મૂળ સિદ્ધાંતો સમજીએ અને જરૂર પ્રમાણે એમનો મિશ્ર ઉપયોગ કરતાં શીખીએ એ જરૂરી લાગે છે. xxx
ગ્લોબલ ટ્રીટમેન્ટ થતી હોય ત્યારે ઘણાને લાભ થાય તો કેટલાકને નુકશાન પણ થઈ શકે છે. ટ્રીટમેન્ટ લેનારે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત સારવાર વખતે દર્દીની દરેક બાબતથી ચિકિત્સક માહિતગાર હોય છે.
બાબા રામદેવને ખબર પણ નહીં હોય કે રાજબાલાને શું તકલીફ છે અને તે શા માટે આંદોલનમાં જોડાઈ છે અને તે બાબા રામદેવ પાસેથી કેવા પ્રકારની સારવાર ઈચ્છે છે.
હા. મારૂં કહેવાનું જ એ છે કે આપણે સારવાર માટે આમતેમ ભાગીએ તે પહેલાં દાવાઓ અને તથ્યો સમજી લઈને આગળ વધવું જોઇએ. બાબા રામદેવને ખબર ન હોય એવી સંભાવના માની લઈએ તો પણ એ બહેન પર એવી છાપ પડેલી હોવી જોઈએ કે યોગ એમના માટે એકમાત્ર સુયોગ્ય ઉપાય હોઈ શકે છે. કદાચ હોય, કદાચ ન હોય.
તે બહેને માત્ર સારવાર લેવાની જરૂર હતી – જો થોડુક સારુ થાય તો સારવાર લેવામાં આગળ વધી શકયા હોત અને જો ફાયદો થતો ન જણાયો હોત તો સારવાર છોડી દઈ શકયા હોત. તેમની તબીયતને લક્ષ્યમાં લેતાં તેમણે આંદોલનમાં જોડાઈ જવાની જરૂર નહોતી.
યોગ, અધ્યાત્મ, આયુર્વેદ, જ્યોતિષ, હસ્તરેખાશાસ્ત્ર, પ્રાકૃતિક ઉપચાર, શુકન-અપશુકન, વાસ્તુશાસ્ત્ર, સંસ્કૃત… (હજી આ યાદી લાંબી થઇ શકે) – સરેરાશ ભારતીય નાગરિકો આ બધામાં એવી સેળભેળ કરી દે છે કે આમાં તેઓ સીમારેખા આંકી શકતા નથી. બાબા રામદેવ જેવી વ્યક્તિ યોગનિપુણ હશે, પણ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે યા યોગવિદ્યાના સોલ એજન્ટ તરીકે જાતને પ્રોજેક્ટ કરે ત્યારે ચિંતા તો થાય. મનની શાંતિ પ્રાપ્ત કરવાની શીખ એ લોકોને શી રીતે આપી શકે, જ્યાં એ પોતે સહેજ સંકટ ભાળતા જ હાંફળાફાંફળા થઇ જતા હોય!
આવા લોકોની પાછળ પણ ટોળેટોળા વળતા હોય તો એ લોકશાહીની દયા જ ખાવી રહી.
ખાસ કરીને સ્વાસ્થ્યરક્ષા ધર્મનો અંચળૉ ઓઢીને આવે ત્યારે છેતરાવાનો ભય વધુ હોય છે. લોકો એમને સર્વશક્તિમાન માનીને બધું કરવા તૈયાર થઈ જાય છે.
કહેવાતા કે થઈ પડેલા બાબાઓ-બાવાઓ-ગૂરુઓ-મહંતો ધર્મને નામે જે પાખંડ ચલાવે છે અને આપણી અબુધ પ્રજા અંધ શ્ર્ધ્ધામાં ગળાડૂબ હોય તેમના દર્શન કરવા ઘાંઘા થઈ દોટ મુકતી હોય ત્યાં આવું જ પરિણામ આવે ! હમણાં જ ગણેશ ચતુર્થી ગઈ અને એક સમાચાર પ્રમાણે જો મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવા હોય તો 36 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ અર્ધી મિનિટથી પણ ઓછા સમય માટે ગણેશની સન્મુખ જઈ શકાતું હોવા છતાં લાખો લોકો દર્શન માટે પડાપડી કરતા હતા તેવું જ ભાદરવી પૂનમે અંબાજીમાં 40 લાખ માનવ મહેરામણ દર્શનાર્થે એકઠો થયેલો આવા સ્થળોએ સમજયા વગર લોકો જાય તો આવા અકસ્માતો સર્જાય તે નિશંક છે. મારા ધારવા મુજબ બાબા રામદેવને રામલીલી મેદાનની રજા યોગ કરાવવા માટે મળેલી અને તેથી પૂરેપૂરી શકયતા છે કે રાજબાલા બહેન પણ પોતાના રોગની યોગ દ્વારા સારવાર માટે જ આવ્યા હોય પરંતુ ત્યારબાદ જે થયું તેમાં ભાગમભાગમાં હાડકામાં ઈજા થયાની ભરપૂર સંભાવના રહેતી હોવા છતાં સરકારનું મધ્ય રાત્રિનું પોલીસ પગલૂં કોઈ પણ જાતની ઉશ્કેરણી વગરનું ખચિત પણે અંગ્રેજ સરકારને જલિયાવાલા બાગના પગલાંથી પણ શરમજનક હતું અને તે માટે સરકારના અધિકારીઓ અને પ્રધાનો જવાબદારીમાંથી છટકી ના શકે ! સર્વોચ્ચ અદાલતે આ વિષે તપાસ કરવાના આદેશ આપવા રહ્યા અને જે કોઈ દોષીત જણાય તેને આકરી સજા થવી જ જોઈએ અને તો જ આ કોંગ્રેસ સરકાર ઉપર લાગેલ કલંક અંશતઃ મીટાવી શકાશે !
મુ. શ્રી અરવિંદભાઈ,
બાબા રામદેવે પહેલાં યોગ શિબિરને નામે જ પરવાનગી માગી હતી. એમણે બે કારણો ભેળવ્યાં હતાં આને કારણે સારવારના ઉદ્દેશથી પણ ઘણા લોકો ગયા હશે. આમ છ્તાં પોલીસે જે કર્યું તેનો બચાવ થઈ ન શકે. લોકોએ ધાર્યું પણ નહીં હોય કે આવું થશે..તે સાથે નૈતિક સવાલ એ પણ છે કે આવાં આંદોલન લોકોને પૂરતી મહિતી અને આંદોલનમાં સામેલ થવાનાં શક્ય પરિણામોથી વાકેફ કર્યા વિના ચલાવવાં જોઇએ? આ બહેનની તબીયત આવી હોવા છતાં કુટુંબીજનો એમને જતાં રોકે નહીં એ પણ નવાઈની વાત છે.
વધતી ઉંમર સાથે આવા રોગો સ્વાભાવિક છે,સ્ત્રીઓને મેનપોઝ પછી ફીમેલ હાર્મોન્સ ઓછા થઇ જવાના કારણે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થઇ જવાથી આવા રોગ થતા હોય છે.પુરુષોને પણ થતા હોય છે.યોગાથી મટે તેવો રોગ નથી.એના માટે અગાઉથી ઉપાય કરવા પડે.અને તે છે કસરત.કસરત કરવાથી હાડકામાં કેલ્શિયમની ઉણપ રહેતી નથી.અને લાંબે ગાળે ફાયદો થાય છે.જેને મજબૂત હાડકા કહીએ તેવું.બીજું આપણે જો તદ્દન શાકાહારી હોઈએ તો કેલ્શિયમ અને આયર્ન ની ઉણપ સ્વાભાવિક રહેવાની.
બાબા રામદેવ ખૂબ કોન્ફિડન્સથી તમામ રોગનો ઉપાય બતાવી દેતા હોય છે.એટલે લોકો ભરમાઈ જાય છે.થોડા ગોખેલા મેડીકલ સાયન્સના શબ્દો ઝડપથી બોલી જતા હોય છે જેથી લોકો ઓર ભરમાઈ જાય છે.બાબો પાકો બિજનેસ મેન છે.બાબા લીટલ ચેમ્પ જેમાં નાના બાળકોની સંગીત યાને ગાવાની કોમ્પીટીશન હોય છે તેમાં મહેમાન પધારેલા.બાબા બોલેલા કે જીવનમે પ્રથમ આના હૈ તેવી બચપણથી ખ્વાહિશ હતી.મને તે વખતે મેમલ બ્રેઈન યાદ આવી ગયેલું.બાબા શારીરિક રીતે સાવ કમજોર હતા.દેખાવે સાવ કદરૂપા,એક આંખ જીણી થઇ જાય વાત કરતા.હું એમને મજાકમાં સદા એક આંખ મીચકાવન બાબા કહું છું.હવે જીવનમાં પ્રથમ યેનકેન પ્રકારે આવવું તે માટે ટ્રાય કર્યા કરવો તે મેમલ બ્રેઇનની ખાસિયત હોય છે.હાલ બાબાની સંપત્તિ ૨૦૦૦ કરોડને આંબી ગઈ છે.
કૅલ્શિયમની ઉણપ તો કૅલ્શિયમ લેવાથી જ પૂરી થાય પણ સાચી વાત કોણ કહે? નંબર વન રહેવા માટે ચાલાકીઓ કરવી એ પણ બાયોલોજિકલ ક્રિયા જ હોય એમ લાગે છે.
“એક વાત નિર્વિવાદ છે કે આપણે કોઈ પણ ઉપચાર પદ્ધતિને પરિપૂર્ણ માનીને ચાલીશું તો ભૂલ થવાની સંભાવના વધારે રહેશે. આપણે બધી ચિકિત્સા પદ્ધતિઓની રીતો સમજીએ, એના મૂળ સિદ્ધાંતો સમજીએ અને જરૂર પ્રમાણે એમનો મિશ્ર ઉપયોગ કરતાં શીખીએ એ જરૂરી લાગે છે.” — આ ઘણું જ તટસ્થ અને દિવાલ પર લખી રાખવા જેવું નિવેદન ગણાય. રહી વાત બાબાની, તો એ રાંડ્યા પછીનું ડહાપણ છે ! આપે કહ્યું તેમ, એકઠ્ઠા કરાયેલા સૌ લોકો શું આંદોલન અર્થે જ આવ્યા હતા કે આરોગ્યલાભ અર્થે પણ ? ખરી વાત જણાવવાની જવાબદારી સંપૂર્ણપણે આયોજનકર્તાની રહે છે. દમન તો સદા વખોડવાપાત્ર જ હોય અને સત્ય જાણવાનો પ્રજાને અધિકાર છે. પણ સરકારવિરોધીઓ સરકારને ભાંડશે અને બાબા વિરોધીઓ બાબાને ! હકિકત જાણવા ક્યાંથી મળશે ? આમે આપણે આત્યંતિક દશામાં જીવવા ટેવાયા છીએ, વખાણ હોય કે વિરોધ.
બાબાને અગાઉ લકવા મારી ગયેલો તેની અસર એક આંખે રહી ગયાનું ક્યાંકથી જાણ્યું હતું. ભુપેન્દ્રસિંહજીના તારણ સાથે ૧૦૦% સહમત છું. યેનકેન પ્રકારે પ્રથમ આવવાનો મેમલ બ્રેઇન માંહ્યલો કીડો કેટલાકને જંપવા દેતો નથી ! એ પણ નિર્દોષલોકોના ભોગે !
જેમ ઍલોપથીની કે કોઈ પણ ચિકિત્સાશાસ્ત્રની મર્યાદા હોય તેમ યોગઆધારીત ચિકિત્સાપદ્ધતિની પણ મર્યાદા હોય જ. આપે ખરૂં કહ્યું કે દાવાઓ અને તથ્યો સમજી લઈને આગળ વધવું જોઇએ, ચિકિત્સાશાસ્ત્રને ધર્મ સાથે કશી લેવાદેવા નથી છતાં દરેક ધર્મને પોતાની સાથે જોડાયેલી ચિકિત્સાપદ્ધતિ રહી છે અને તેના અનૂયાયીઓ તેમને અત્યંત કારગર માનીને ચાલવા પ્રેરાય છે. વૈકલ્પીક ચિકિત્સા પદ્ધતિઓ સાવ નકામી તો ન જ હોય પણ તેને સમજ્યા વગર, તેના ગુણદોષ જાણ્યા વગર, માત્ર કોઈના દોરવાયા કે દેખાદેખીથી થતા અખતરાઓ એ ભયાનક જોખમની વાત છે. આભાર.
મારો હેતુ એ જ છે કે એક ઘટના પાછળ જે પ્રત્યક્ષ કારણ દેખાતું હોય તે જ આપણા ધ્યાનમાં આવે. એની પાછળ ઘણા મુદ્દા છુપાઈ જતા હોય છે. યોગ શિબિર અને આંદોલનને એક સાથે સાંકળવામાં આવ્યાં ત્યારે કોઈને આવો વિચાર ન આવ્યો કે યોગ શિબિરમા તો શારીરિક રીતે અસમર્થ લોકો પણ આવશે.
હા, ઉપચાર પુરતો સમર્થ હોવો જોઈએ….