રાજબાલાનું મૃત્યુ
દિલ્હીમાં બાબા રામદેવના આંદોલનને તોડી પાડવા માટે પોલીસે છાપો માર્યો તે દરમિયાન થયેલા લાઠીચાર્જ અને નાસભાગમાં ઘાયલ થયેલી એક મહિલા શ્રીમતી રાજબાલાનું અવસાન થઈ એમને ફ્રૅક્ચર હતું કરોડરજ્જુની સારવાર ચાલતી હતી. હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચમી જૂને આ બહેનને દાખલ કરવામાં આવ્યાં તે દિવસથી જ એમની સ્થિતિ ચિંતાજનક હતી. એમને ઑસ્ટિયોપોરોસિસ, એટલે કે હાડકાં બરડ થઈ જવાનો રોગ હતો. આ રોગમાં સપડાયેલી વ્યક્તિને ચાલતાં ચાલતાં ઠોકર લાગે અને પડી જાય તો પણ હાડકું ભાંગે એવી શક્યતા રહે છે. આવી ઘણી બીમારીઓના પશ્ચિમી મૅડિકલ સાયન્સ પાસે હજી ઉપાય નથી.મૃત્યુ દુઃખદ છે અને આવી સ્થિતિમાં પણ આ બહેન આંદોલનમાં જોડાયાં એ બહુ મોટી વાત છે. આપને સૌ એમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ .
અહીં આ આંદોલનનાં રાજકીય અથવા અન્ય પાસાં વિશે ચર્ચા કરવાનો ઉદ્દેશ નથી. સરકારે આંદોલનને પાશવી તાકાત વાપરીને કચડી નાખ્યું એ લોકશાહી માટે કલંક છે પરંતુ, બાબા રામદેવના આંદોલનનો જે પડઘો પડ્યો તે અણ્ણા હઝારે વિરુદ્ધની સરકારની કાર્યવાહી કરતાં જુદા પ્રકારનો હતો, એ હકીકત પણ ભુલાય નહીં.
આથી એમના આંદોલનમાં એમના અનુયાયીઓ અને એમના યોગશિક્ષણ હેઠળ પોતાની બીમારીઓનો ઇલાજ કરાવનારા લોકોની સંખ્યા વધારે હશે એમ માની શકાય છે. . આવા લોકો ઍલોપથીથી નિરાશ થયા હોય છે અને બીજા માર્ગો શોધે છે. પશ્ચિમી વિજ્ઞાન પોતાની મર્યાદાઓ સૌથી પહેલાં જાહેર કરે છે અને જેનો ઉપાય ન થઈ શકે તેવી બીમારી વિશે મોટા દાવા નથી કરતું હોતું. બીજી બાજુ, બીજી ચિકિત્સા પદ્ધતિઓ લોકોને એક વ્યર્થ આશા આપતી હોય છે કે એમની પાસે ઇલાજ છે. આને કારણે જે લોકો એલોપથીથી નિરાશ થયા હોય છે તેઓ એમની પાસે જાય છે. યોગ દ્વારા હાડકાં મજબૂત થઈ શકે કે કેમ તે હું નથી જાણતો, પરંતુ સદ્ગત રાજબાલા તો એવી જ આશાથી બાબા રામદેવને શરણે ગયાં હશે.
,
એક વાત નિર્વિવાદ છે કે આપણે કોઈ પણ ઉપચાર પદ્ધતિને પરિપૂર્ણ માનીને ચાલીશું તો ભૂલ થવાની સંભાવના વધારે રહેશે. આપણે બધી ચિકિત્સા પદ્ધતિઓની રીતો સમજીએ, એના મૂળ સિદ્ધાંતો સમજીએ અને જરૂર પ્રમાણે એમનો મિશ્ર ઉપયોગ કરતાં શીખીએ એ જરૂરી લાગે છે. xxx