ઘમંડ જ્ઞાનનો

આ સાચો બનાવ છે. એનું મુખ્ય પાત્ર હું પોતે છું.
૨૦૦૦નું વર્ષ. દીકરી એમ.એસસી. કરવા વડોદરા ગઈ. એને મૂકીને દિલ્હી પાછો આવતો હતો. ટ્રેનમાં બેઠો. દીકરીની આંખનાં આંસુ પ્લેટફૉર્મ પરથી ‘આવજો’ કહેતાં રહ્યાં…
મારૂંય મન ભારે હતું. કંપાર્ટમેન્ટમાં જોયું તો ચાર ભક્તાણીઓ પણ દિલ્હી આવતી હતી. એમણે કહ્યું, આસારામ બાપુના સત્સંગમાં ગઈ હતી અને દિલ્હીથી પણ આગળ જવાનું છે. શું કરવું. પુસ્તકને સહારે કોઈ કૂલી ન ઉપાડી શકે એટલો મનનો ભાર હળવો કરવાની તૈયારી કરી ત્યાં તો એમનું સંધ્યા કીર્તન શરૂ થયું. પહેલાં ભજનો. બેસુરા રાગડા. વાંચવામાં ધ્યાન ન ચોંટે. થાય શું? અર્ધા કલાકની ભજનની સરવાણી, અને પછી શાંતિ. પરંતુ માત્ર બે મિનિટ – અને શરૂ થઈ ધુન…”રામ એક, રામ દો…રામ ગ્યારહ…”
મારૂં મગજ સાક્ષાત કંટાળો બનવા લાગ્યું હતું. ક્યારે પુરૂં થશે આ…? અંતે એ પણ પૂરૂં થયું અને હવે ભક્તિની ત્રીજી અવસ્થા શરૂ થઈ. પરંતુ એમાં મને બહુ તકલીફ નહોતી. ચારેય મહિલાઓએ હવે માળાઓ કાઢી અને એમાં ધ્યાન પરોવ્યું. હવે એટલી બધી શાંતિ થઈ ગઈ કે વાંચવામાં મન ન ચોંટે. મન પણ વિચિત્ર છે. સ્થિર ન થવા માટે પહેલાં અવાજનું બહાનું હતું. હવે અવાજ નહોતો એ બહાનું હતું.
પરંતુ શાંતિ ક્યાં ટકવાની હતી? દૂરથી એક ફકીરનો અવાજ આવ્યો. “જિતના મુઝે દોગે ઉસસે ઝ્યાદા અલ્લાહ તુમ્હેં દેગા…” મને થયું કે આજે ભગવાનવાળા કેડો નથી મૂકવાના. રામવાળા ચુપ થયા તો આ અલ્લાહવાળો આવ્યો. અને ફકિરનો આત્મવિશ્વાસ પણ ગજબ હતો. કોઈકે એને ખાવાનું આપ્યું તો એણે કહ્યું: “અરે બાસી તો નહીં હૈ ન? ઐસા ન હો કિ આપ્કા ખાના ખાઉં ઔર ડાક્ટર કો દવાઈ કા પચાસ રુપયા દૂં.” મને ખરેખર મનમાં ગુસ્સો આવ્યો…
પણ હવે ઍન્ટી-ક્લાઇમૅક્સ આવે છે!
માળા જપતી ભક્તાણીઓમાંથી મારી નજીક બેઠી હતી, એણે મને કોણી મારી. મેં જોયું તો એના હાથમાં એક રૂપિયાનો સિક્કો હતો. એણે ફકીર તરફ આંગળી ચીંધી. બીજી ત્રણેય ભક્તાણીઓએ પણ એક આંખે આ જોયું અને એક-એક રૂપિયો કાઢીને મારા હાથમાં મૂક્યો… ફકીરને મેં પૈસા આપી દીધા, એ તો આપવાના જ હતા
પરંતુ, આખી ઘટનાએ મારી આંખે ચડેલાં જ્ઞાનનાં પડળો ઉતારી નાખ્યાં. સામાન્ય જનનું આ જ સાચું ભારત છે. રામવાળાઓ અને અલ્લાહવાળાઓ વચ્ચે કઈં તકરાર નથી! આ ભારતના દુશ્મનો અંદર જ ઘણા છે પણ…આ ભારતને કોઈ તાકાત હરાવી શકે એમ નથી.
અને હું… ધર્મ એટલે શું એનું ચિંતન કરનારો શું જાણતો હતો? શું આ ભોળી સ્ત્રીઓને સમજાવું કે ભગવાન નથી? કે માળા કરતી વખતે બીજા વિચારો ન કરવા જોઈએ? કે આસારામ બાપુ તમને ઠગે છે? ?ખરેખર તો એમને વીતેલાં એક હજાર વર્ષનો ઇતિહાસ પણ ન ઠગી શક્યો.
આસારામ એટલે શું તે આજે સૌ જાણે છે. એનામાં ભોળી શ્રદ્ધા રાખીને ગુજરાત પહોંચેલી પેલી ભક્તાણીઓનું શું થયું તે હું નથી જાણતો. આત્મવિશ્વાસથી છલકાતા પેલા ફકીરનું શું થયું તે પણ હું નથી જાણતો. બસ, ટ્રેનની એ સફરમાંથી હું આમ આદમીની ભાવનાઓનું સંભારણું લઈને પાછો ફર્યો.

49 thoughts on “ઘમંડ જ્ઞાનનો”

 1. વહાલા દીપકભાઈ,
  બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.. તમારી પાસે ઘણું આપવા જેવું છે.. પોતીકું વાચન, ચીન્તન, મનન અને પુષ્કળ અનુભવો છે.. વળી, તેમાં તમારા ‘સ્વમત–સચ્ચાઈ’ના આગ્રહો નથી હોતા તે તમારા લખાણનું સૌથી મોટું ઉજળું પાસું છે..
  આપતા રહો…
  ..ઉત્તમ અને મધુ ગજ્જર. સુરત (હાલ અમેરીકા)

 2. દિપકભાઇ,
  સુન્દર! આપની E-mail મળી અને આપના બ્લોગ જગતની મુલાકત પણ લીધી. આપનો પ્રયાશ ફાલદાયક થાય અને જીવન ઉદ્ધારનો એક રસ્તો બની રહે એવી ભાવના રાખું છું.
  રસ્તા પર નમળી યે તો આ Windows દ્વારા પણ મળવાનો મોકો આપતા રહેશો…બારી ખુલી રાખશો.
  કેદ અજ્ઞાનની…તો દિલની અને દિમાગની બારીઓ ખોલવાથી જ દુર થાય. એટલે આ જાગ્યા ત્યાંથી સવાર..અને હા સવારે પણ બારી ખોલવાની ક્રિયા તો જિવનનુ એક અગત્યનું કાર્ય છે!
  ઘમંડ જ્ઞાનનો… આ સમજ આવવી એ પણ પ્રગતિની નિશાની છે! બાકી જિવનમાં ભગવાન(સત્ય)ની ખોજ કરતાં કયા સ્વરુપમાં ભગવાન ક્યાં મળશે તેની કોને ખબર છે?
  શુભેચ્છા.

 3. દીપકભાઈ, બહુ જ સરસ પગલું. મારું સુચન તમને આવ્વાનું જ હતું કે, તમે પણ બ્લૉગ શરુ કરો. હવે તો નીયમીત મુક્કાલાત કરતો રહીશ. (નાના બચોડીયાઓને બીજું આવડે પણ શું?)

 4. શ્રી દીપકભાઈ
  સવારમાં મેલ ખોલી આપે બ્લોગ બનાવ્યોના સમાચાર જાણી અત્યંત આનંદ થયો. બધા કાર્યો પડતા મૂકી બ્લોગ જગતમાં આપના સ્વાગત સાથે ધન્યવાદ આપવા પ્રતિભાવ લખવા બેસી ગયો છું. ખૂબ ખૂબ અભિનંદન સાથે આપના વિશાળ વાચન અને ચિંતન અને મનનનો નિયમિત રીતે અમોને લાભ મળ્યા કરશે તે જાણી હૈયું રોમાંચિત થયું છે. આ પ્રથમ લેખે જ હું તો પ્રભાવિત થયો છું. જ્ઞાનના ઘમંડે જ આ દેશની આ દશા કરી છે. જ્ઞાન ધરાવનાર અને ગ્રહણ કરનાર વિવેકબુધ્દ્વિ ચૂકી જાય તો બંનેની દશા બગડે તેમ માનું છું. અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

 5. દિપકભાઈ…
  બસ, ટ્રેનની એ સફરમાંથી હું આમ આદમીની ભાવનાઓનું સંભારણું લઈને પાછો ફર્યો.
  … બહુ મજાની વાત કહી.
  એટલે તો મેં પણ તમને પ્રતિભાવ દ્વારા અર્ધ મજાકમાં આવી વાત કહી હતી કે- શું હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ માટે આપણે ગમે તે માનીએ પણ જે છે તે કેમ છે ? આ પરિસ્થિતિ માટેના તાકાતવાન પરિબળો કયા? જે તે પરિસ્થિતિને સ્વીકારવાની પણ તૈયારી હોવી જોઈએ! ખાસ કરીને દિમાગની સલામતી માટે!
  ભાવે છે. પીરસતા રહો.

  1. જે છે તેને સમજીએ. એ પહેલું પગલું છે. ‘છે’ અને ‘હોવું જોઈએ’ વચ્ચેની ખાઈ પૂરવાના પ્રયાસ ભૈતિક જરૂરિયાતોના જગતમાં અધઃપતન તરફ લઈ જાય છે અને વૈચારિક જગતમાં સનેપાત તરફ.

  2. આ બધું સ્વીકારી લેવાની વૃત્તિએ તો ભારતને પાંગળું બનાવી નહિ દીધું હોય ને?જુઓ કેટલો બધો ભ્રષ્ટાચાર થાય છે?આપણે ગમે તે માનીએ પણ જે છે તે કેમ છે?જે તે પરિસ્થિતિ સ્વીકારવાની પણ તૈયારી હોવી જોઈએ.કે દિમાગની સલામતી માટે.જુઓ આ બાબાઓ કેવા લુંટે છે?આપણે શું?દિમાગની સલામતી પહેલી.સ્વીકારી લો.જુઓ રોડ અને રસ્તા વચ્ચે મંદિરોના ઢગલા રચાયે જાય છે,જરૂર હશે,કેમ?આપણે ગમે તે માનીએ પણ બને છે ને?હજુ વધુ બનવા દો.ટ્રાફિકમાં નડતા હોય તો જરા બાજુ ઉપર થઈને જાઓ કોઈની ધાર્મિક લાગણી એમ થોડી દુભાવાય?સ્વીકારીલો કે દિમાગ સલામત.જુઓ લાલાજીઓ બ્રહ્મ સંબંધને બહાને બેન દીકરીઓનું જાતીય શોષણ કરે છે,કરવા દો,જેનુ શોષણ થાય છે તેતો બોલતા નથી,તમારે શું?કશું તો હશે આવી પરિસ્થિતિ ઉભી થવા માટે?તો થવા દો,દિમાગની સલામતી પહેલી.શાંતમ પાપમ.ભારત આમજ વર્ષોથી ચાલે જ જાય છે.કોઈ ફરક પડવાનો નથી.તો પછી દિમાગ કો જ્યાદા તસ્દી નહિ દેનેકી.
   મને લાગે બધા આમજ વિચારે છે.તો હું ખોટો કેમ બુમો પાડું છું?બાબા રામદેવ કે હજારો અન્ના મરી જશે ભૂખે, ભારતની વિચારસરણીના પાયામાં સ્વીકારીલો છે ત્યાં સુધી જય હો બાબાઓકી.સ્વીસ બેન્કની જય હો!એમા આપણા રૂપિયા ક્યા છે?કેટલાક દિવસથી લાગે છે મારે ચુપ રહેવું જોઈએ.

   1. નહીં. ઘણુંબધું સુધારવાની જરૂર છે અને તમે હિમતથી જે લખો છો તે જોતાં તમે ચુપ રહો એ ઇચ્છનીય કોણ માને? મારો કહેવાનો મુદ્દો એ છે કે સામાન્ય માણસ ગ્રંથિઓ વગર જીવે છે. નબળો છે, ઘણી ઉણપો છે. પરંતુ મૂળિયાં મજબુત છે. આ તો મોટી આશાની વાત છે. હું પોતે ધાર્મિક નથી. મેં લખ્યું તે સ્ત્રીઓ ધાર્મિક હતી. પણ એમની માનવીયતાને કેમ નકારી શકાય? કશું ન કર્યું ભીખારીને હું ભીખ નથી આપતો. એમની આ માટે પણ ટીકા કરી શકું પણ એમની દૃષ્ટિમાંથી, અથવા બંધ આંખોમાંથી ડોકાતી માનવીય સંબંધોની ખેવના મને સ્પર્શી ગઈ અને મેં એ અહીં લખી.
    જે છે તે શી રીતે છે એનાં બધાં પાસાંનો અભ્યાસ થવો જોઇએ. અને તે સિવાય શું હોવું જોઇએ તે અર્થ વગરનું બની જશે.

  3. એવી પરિસ્થિતિ કે જે આપણાથી બદલી શકાય તેમ ન હોય. એવી પરિસ્થિતિ મને કમને પણ સ્વીકારવી જ પડતી હોય છે.

   1. યશવંતભાઈ, મને-કમને સ્વીકારવાથી પણ આગળ જઈને મારૂં કહેવાનું એ છે કે માનવમન એક સાથે ઘણા સ્તરે કામ કરે છે. આમાંથી એક ક્ષણે મને એ મન દેખાયું, જ્યાં ધર્મ નહોતો, ધાર્મિકતા હતી. ભીખારીને આપવું કે નહીં એ નૈતિકતા-અનૈતિકતા નહોતી. કશું જ ન હોય એવી એ ક્ષણ હતી. ફકીરને બદલે સાધુ હોત તો કદાચ મારૂં ધ્યાન પણ ન ગયું હોત. કારણ કે હું એને જે પ્રવૃત્તિ મને કંટાળો આપતી હતી તેનો ભાગ માનત. પણ ધર્મના વાડા વટાવી શકે એ માનવીયતા એ ક્ષણમાં હતી. અને મને લાગ્યું કે ખરો ભારત દેશ આ છે. મારી દૃષ્ટિ ભૂપેન્દ્રસિંહભાઈની દૃષ્ટિથી મૂળભૂત રીતે જુદી નથી પડતી. માત્ર માનવીય મનનું આ નવું પાસું છે, જેની હું અવગણના ન કરી શક્યો. એની સામે બધા પ્રશ્નો એનાથી નીચેના સ્તરના લાગ્યા. અને આ મારી એ વખતની અનુભૂતિની વાત છે.

    1. દીપકભાઈ… મેં પણ માનવીય મનના આ નવા પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કહી છે.
     ફરીથી તમારા લેખને ધ્યાનમાં રાખી ને જ કહું છું કે— સમાજમાં કોઈપણ વર્ગ …. પછી તે કોઈપણ સંપ્રદાયમાં માનતો હોય .. એનાવર્તન પાછળ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. એનો પરિવાર… એનો ઉછેર… એનો સમાજ … એનો વ્યવસાય.. વગેરે વગેરે. . એ જો સમજી શકીએ તો એના વર્તન બદલ આપણને બહુ માનસિક પીડા થતી નથી. એટલું જ નહીં પણ આપણે એવા લોકો માટે ઘેટાં જેવાં શબ્દો વાપરવાથી સ્વાભાવિક રીતે જ દૂર રહી શકીએ.
     આ રીતે પરિસ્થિતિને સમજવાની અને સ્વીકારવાની વાત કહી છે. આમાં ક્યાંય સમાજને હાનિ થતી હોય તેવી બાબતો સ્વીકારી લેવાની વાત કહી જ નથી!!!!!!!!!!! ભ્રષ્ટાચાર કે દુરાચાર સ્વીકારી લેવાની વાત પણ કરી નથી!!!!!! આન્નાજીને કે રામદેવને ભૂખે મરવા દેવાની વાત કહી નથી.
     માત્ર ને માત્ર … તમે ટ્રેનમાં જોયેલાં આમ આદમીના વર્તનને નજર સામે રાખીને જ વાત કરી છે. એ વર્તનને સમજીએ તો દિમાગ ઠંડુ રાખી શકાય.
     ને આવી પરિસ્થિતિ સહન ન થતી હોય તેમણે બદલાવ માટે જરૂર પોતાની શક્તિ લગાડવી જોઈએ. દેશ કે સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિઓ થતી હોય તો એમાં વાંધો હોઈ જ ન શકે.
     પણ જવાદો… કદાચ .. હું જે કહેવા માંગું છું તે વાત સારી રીતે કહી શકતો નથી.

     1. ખરેખર તો તમે બરાબર હું કહેવા માગું છું તે વધુ સરળ શબ્દોમાં કહી શક્યા છો. તમારી ક્લમની કુશળતાથી હું પરિચિત છું.

 6. સરસ. જલસો પડ્યો. તમારી કલમ માટે અાદર રહ્યો છે. પણ તમે ક્યાં કલમ ઝાઝેરી પકડી છે ? દોસ્ત, અાજે તો અાટલું … તમે અામ નિયાલ કરતા રહો તેવા મનોરથ.

 7. દીપકભાઈ,

  બ્લૉગજગતમાં સુસ્વાગતમ્! બ્લૉગજગતને આપના બ્લૉગરૂપે હજુ એક ગુણવત્તાસભર બ્લૉગ મળ્યો છે એનો આનંદ!

  પોતાના વિચારો, માન્યતાઓને પડકારવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. આવા નાના પ્રસંગ અંગે પણ આપે ધ્યાનપૂર્વક વિચાર્યું અને એમાંથી એક સંતુલિત તારણ કાઢ્યું જે લોકો જવલ્લે જ કરી શકતા હોય છે. આસારામનું નામ સાંભળી ભડકનારા અને ભાવવિભોર થઈ જનારા બે અંતિમવાદીઓની વચ્ચે ક્યાંક સત્ય છે. બહુઆયામી સત્ય. બ્લૉગજગતમાં આવા સત્યદર્શી-સત્યોપાસકો બહુ ઓછા છે. આપના આવવાથી વૈચારિક સંતુલનને ચોક્કસ બળ મળશે.

 8. અજ્ઞાનની કેદમાંથી છુટવા અને જ્ઞાનનો ઘમંડ ઉતારવા આપની બારીમાં ડોકિયા કરશું.બારીમાં ઉભા રહીને ડોકિયા કરવા દેજો ભાઈલા.

 9. **** સુસ્વાગતમ્! દિપકભાઈ, સુસ્વાગતમ્! ***
  બ્લૉગજગત આનંદો! એક અમુલ્ય, અસરકારક, “ડવ-પીંછુ” બ્લોગજગતરુપી મુકુટમાં દિપકભાઈરુપે જોડાઈને બ્લોગજગતમુકુટની સુંદરતા વધારી રહ્યુ છે, આનંદો, આનંદો…. “વિશ યુ ઓલ ધ બેસ્ટ દિપકભાઈ……

 10. I was so lucky for being with you during my Aakashwani Gujarati Samachar duties in which I learnt a lot of things from you during the discussions almost all the subjects under the sky and on and inner side of the earth. If I say about you a Guru you would disliking it because you did never ever have any ego or proud for your practical knowledge about various subjects. I can not express my actual happiness in words while you have been started sharing your thinking on this blog for uncountable our known-unknown friends. Many have welcomed you on the blog-world; I salute you when passing through your blog because that is you who introduced me about what called a blog. Hope, many of our friend will also ispire and/or learn from you that ‘what’ and ‘how’ should be written on a blog. I lost your company of discussion in person from few years but now am would again be lucky for listening the sound of your soul on this blog..
  With a great tuning..
  Yours: Bhagyendra

  1. ભાગ્યેન્દ્ર, આટલી ભવ્ય અંજલી ભવિષ્ય માટે રાખી હોત તો? ખરો મોકો આવશે જ. પણ હું જા્ણું છું તમારી ભાવનાઓ. તમારી ટેકનિકલ મદદ વિના મારી ગાડી અટકી પડશે. આપણે એટલા નજીક છીએ કે આભાર નથી માનતો.

 11. “બસ, ટ્રેનની એ સફરમાંથી હું આમ આદમીની ભાવનાઓનું સંભારણું લઈને પાછો ફર્યો.”

  બિલકુલ સાચી વાત છે. તમે તમારા પ્રથમ બ્લૉગનીજ આવી જબરદસ્ત બ્લોગબસ્ટર શરૂઆત કરી, તે ખરેખર આનંદદાયક બાબત છે અમારા સહુને માટે. તમે કહ્યું છે તેમ, આ ભારતને કોઈ હરાવી શકે તેમ નથી, કેમકે જે દેશમાં ધર્મના નામે યુદ્ધો થતાં હોય ત્યાં પણ કોઈક અત્યંત ધાર્મિક દેખાતી ભક્તાણીઓ ફકિરને ભિક્ષા આપે છે, તો બીજી બાજુ ઢાલગરવાડની દુકાનોમાં લીંબુ અને મરચાં બાંધવા જનારા કોઈ હિંદુ ફકિરને એ જ પાંચ વખત નમાઝ પઢતો ચુસ્ત મુસ્લિમ વેપારી દાપુ પણ આપે છે. એ જ તો છે આમ આદમીનું ભારત અને એ જ દર્શાવે છે કે ગમે તેટલા કટ્ટર કે ચુસ્ત દેખાતા હોય, પણ એ જ સામાન્ય નાગરિકો કેટલા ધર્મ સહિષ્ણુ અને કેટલા માનવીયતા ધરાવતા હોય છે. સલામ છે તમારા ઓબ્ઝર્વેશનને અને સલામ છે તમારી કલમને.

  1. કોઈ અજાણ પળે, આપણે ધાર્યું પણ ન હોય ત્યારે કઈંક નવું દેખાઈ જતું હોય છે. બધાના જીવનમાં આવી અણધારી પળૉ આવતી જ હશે.

 12. દીપકભાઈ
  કેટલા સુંદર શાબ્દિક ગુલ્દસ્તાઓ એ તમને આવ્કારીયા છે.
  ‘ગાડી પાટે ચડે ત્યારે જરૂર આવજો’ તમે જણાવેલું.
  હું જરૂર હાજર હોઈશ.
  “દીપક” નું તો કામજ અજવાળું ફેલાવવા નું છે.
  અનેક શુભેચ્છાઓ.
  NIR

 13. શ્રી દીપકભાઇ,
  હવે સૂરજને દીવો દેખાડવા જેવું થશે ! છતાં થોડું ડહાપણ ડહોળું !!
  આપને જે યાદ રહ્યું (સફરના અંતે) તે ’જ્ઞાની’ માણસને યાદ રહેવું જરા મુશ્કેલ !

  એક સરળ શ્રદ્ધાળુને (કહો ’ભક્ત’ને) તો સઘળે ’રામ’ દેખાય જ છે. એટલે તેને ભેદભાવના બંધન બહુ ઓછા રહ્યા હોય, આ નરસિંહ કેમ હરીજનવાસમાં પણ ભજન કરવા પહોંચી શકે કે રસખાન (સૈયદ ઈબ્રાહીમ) કેમ કૃષ્ણભક્તિના પદો લખી શકે કે હિન્દુ ભજનિકો કેમ જમિયલશા દાતારની શાનમાં ભજન કરી શકે એ સમજાય છે. સાથે એ પણ સમજાય છે કે કેમ આ લોકો ફલાણારામ કે ઢીંકણેબાબાની માયાજાળમાં પણ બહુ ઝડપથી ફસાય છે ! આપણી બુદ્ધિને માનવામાં નહીં આવે પણ આ એવા લોકો છે જે સદાથી છેતરાતા જ આવ્યા છે, અને છતાં પાછા હોંશે હોંશે છેતરાય છે. કારણ શું હશે તે તો કોઇ સંશોધક માટેનો વિષય છે, પરંતુ એ વાત સાવ સાચી કે આ લોકોની સહિષ્ણુતા અને સહ્યદયતાએ તોફાનોમાં પણ તેમને (અને માનવજાતને) ટકાવી રાખ્યા છે.

  જો દુર્જનો આ આમ આદમીની સહિષ્ણુતાનો ગેરલાભ ઉઠાવી શકે છે તો જ્ઞાની સજ્જનો આ આમ આદમીની સહિષ્ણુતાનો લાભ કેમ નથી ઉઠાવી શકતા ? પણ ક્યારેક લાગે છે કે અતિજ્ઞાનનો અહંકાર આ સજ્જનોને, આ આમ આદમી અને સહિષ્ણુતા બંન્નેથી, અને ભક્તિનો અહંકાર આ આમ આદમીને, જ્ઞાન અને સામાન્ય સમજણથી, દુર લઇ જાય છે. જ્યાં જ્ઞાની આ આમ આદમીને નથી સમજી શકતો અને આમ આદમી આ જ્ઞાનીને નથી સમજી શકતો ! બન્ને વચ્ચે ઘમંડની દિવાલ બનેલી રહે છે. આ દિવાલમાં એક બારી હોય તો કેવું સારૂં ? મને લાગે છે, મારા જેવા કંજૂસ પાસેથી એક ફદિયુંએ કઢાવવું એ કઠોર પરિશ્રમનું કામ બની રહે પણ મંદિર બાંધવા માટે સ્વાભાવિક ભાવે જ દાન આપનારને શાળાનો વર્ગ કે અસ્પતાલનો ઓરડો બાંધવા સમજાવો બહુ સહેલો પડે !

  આ મારૂં ડહાપણ નથી ! આજે બારીમાંથી મને જેટલું દેખાયું તેટલું લખ્યું. આભાર.

  1. અશોકભાઈ. તમારૂં વિવેચન સચોટ છે -“જો દુર્જનો આ આમ આદમીની સહિષ્ણુતાનો ગેરલાભ ઉઠાવી શકે છે તો જ્ઞાની સજ્જનો આ આમ આદમીની સહિષ્ણુતાનો લાભ કેમ નથી ઉઠાવી શકતા ? ‘
   સામાન્ય માણસ પડતો-આખડતો એની માનવીયતા પર પહોંચે છે. એ તો એવરેસ્ટ જેવું બિન્દુ છે. એવરેસ્ટ પર કેટલો વખત રહેતા હોય છે? ચડીને ઊતરી આવે. સામાન્ય માણસ પણ આ ક્ષણ સુધી પહોંચે છે, પણ ફરી નીચે સરકી જાય છે. એ પળ એની ઉચ્ચ શક્તિની પળ હોય છે. દુર્જનો એની નબળી પળો જૂએ છે…અને જ્ઞાનીઓ પણ એ જ કરે છે; માત્ર નબળી પળો જૂએ છે!પરંતુ માણસ ધાર્મિક મત વિનાની ધાર્મિકતા પર પહોંચી શકે છે એ બહુ આશાસ્પદ સ્થિતિ છે. માત્ર એ દિશામાં કામ કરવાની જરૂર છે.

 14. Dear Deepak, Congrats and best wishes !What I think is that you are late in starting the blog considering your exposure ! Anyway it is never too late and your first shot was just excellent and I am sure you will keep it up……..frankly I did not expect you to be so fluent and comfortable in Gujarati !

  1. સમીર, થૅન્ક યૂ!
   છું ગુજરાતી, અને રોજી રોટી પણ ગુજરાતીને ભરોસે ચાલી! પ્રેમ તો માતૃભાષાને સૌ કરે, પણ માતૃભાષા ભોજન પણ આપે એવા વીરલા કો’ક!

 15. શ્રી દિપકભાઈ
  જેમ જેમ દિવસો જતા જાય છે અને અનુભવો થતા જાય છે તેમ તેમ લાગે છે કે ભારતને સમજવા માટે કદાચ ૫૦૦૦ વર્ષનો ઈતિહાસ પણ ઓછો પડે. હમણાં વેકેશનમાં બાળકો સાથે પુનાની આજુબાજુ ફરવા જવાનું થયું. ૪૫૦૦/- વર્ષ જુનુ જ્યોતિર્લિંગ ભીમાશંકર જોઈને થયું કે આ પ્રજામાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ન જાણે કેટલા વર્ષો પુરાણી હશે. ખ્રીસ્ત્રીઓ, મુસ્લીમો કે બીજા પંથો તો હવે આવ્યા પણ માનવ ને માનવ પ્રત્યે ભાવુક થવાનું આ પ્રજા ગળથુથીમાંથી શીખીને આવે છે.

 16. Dipakbhai, tamari musafari ni vaate mani maari musafari yaad devdavi didhi, e aadvaat.. pan vaanchi ne maja avi..mane to sadbhaagye ghano laabh malyo 6e tamara gnyan,shabdo, bhaasha ane vaato no ..now I miss that all.. kone kahevun ane kone puchhavun..? pan aa reete laabh malvaano moko aavi gayo e aanand ni vaat chhe…thnx.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: