સૌથી પહેલાં દિલ્હી સ્ટેશને ગોવિંદભાઈ મારૂને મળવાનું થયું ત્યારે એમણે બ્લૉગ બનાવવાનું સુચન કર્યું. ભૂપેન્દ્રસિંહભાઈ, જુગલભાઈ અને અરવિંદભાઇએ તો જાહેરમાં જ મને બ્લૉગ બનાવવાની સલાહ આપી. આથી હિંમત આવી. પરંતુ હજી પણ પૂરતો આત્મવિશ્વાસ નથી સ્થાપિત થયો. શું લખીશ? બહુ કઈં વિચાર્યું પણ નથી.
થોડુંઘણું જાણું છું, પરંતુ ઘણું થોડું જાણું છું, એટલે જ ને, જ્યારે સાંભળું કે જ્ઞાનનો સાગર અગાધ છે, ત્યારે મનમાં થાય કે ” રહેવા દે ભાઈ, આવા સર્વસ્પર્શી કથન પાછળ છુપાવાની કોશિશ ન કર ને કબૂલ કર છાનોમાનો કે…મારા અજ્ઞાનનો પણ કોઈ આરોઓવારો દેખાતો નથી.”
ઘણી જાતનાં જ્ઞાનોએ મારી આસપાસ અજ્ઞાનની દીવાલો ખડી કરી દીધી છે. દરેક નવા જ્ઞાનના સમાચાર મળવાની સાથે મને પ્રતીતિ થાય છે કે વળી કઈંક નવું આવ્યું જે હું નથી જાણતો. વિડંબના છે ને?
એટલે થયું કે ચાલો, અજ્ઞાનની દીવાલો ફલાંગીને કદાચ જઈ તો ન શકું, પણ એની પાર ડોકિયું તો કરી શકું. એટલે આ બારી બનાવી. તમે પણ એમાંથી જોઈ શકો છો…દીવાલોની અંદરના અંધકારને.
સ્વાગત કરૂં છું.
“કી જાણા મૈં કોણ…”
કોણ છું તે હું શું જાણું? સૂફીનો સવાલ. જાણનાર, જાણવાની વસ્તુ અને જાણવાની પ્રક્રિયા એકાકાર થઈ જાય ત્યારે કદાચ આવા પ્રશ્નો ઊઠે! હમણાં તો …આ લો, જાતેપંડે દીપક ધોળકિયા. મૂળ વતન ભુજ, હાલે દિલ્હી. “તમે કેવા?” અવારનવાર પુછાતો પ્રશ્ન. જવાબઃ નાગર (સાંભળ્યું-વાંચ્યું છે કે મૂળ વતન ગ્રીસ!). આકાશવાણીમાં ૩૪ વર્ષ ગુજરાતી સમાચાર વાચક તરીકે નોકરી કરી, તે પછી નિવૃત્ત. બસ, તમારો સમય નથી બગાડવો…xxx
—
બુલ્લા કી જાણા મૈ કોણ?જંજીરને જંજીર સમજીએ તો કોઈક દિવસ છૂટવાનું મન થાય,બાકી એને ફૂલોની માલા સમજીએ તો શું ખાક છુટવાના?જ્ઞાનનો સાગર અમાપ છે,એમાં તરીએ અને મોજ માણીએ.અભિનંદન બ્લોગ શરુ કરવા બદલ.હવે અમને પણ આપના જ્ઞાનનો લાભ હવે મળતો રહેશે.અત્યાર સુધી મળતો જ હતો પ્રતિભાવ તરીકે પણ હવે અપેક્ષા વધી જવાની.
દિપકભાઇ
આપના પ્રતિભાવો દ્વારા તો ઘણી જાણકારી અને આપના વિશાળ જ્ઞાનનો લાભ મળતો હતો પણ હવે તો અમારો સમય જ સુધરી જવાનો….વધુ લાભ મળવાથી.
સરસ પરિચય વાંચીને આનંદ થયો. ખૂબ ખૂબ અભિનંદન. અને સ્વાગત બદલ આભાર.
મીતાબેન, જેમ કોઈ કામ એકલે હાથે ન થાય ત્મ વિચાર પણ એકલા મગજે ન થાય. આપણે સૌ એકબીજાના ટેકાથી જ વિચારની પ્રક્રિયામાં આગળ વધીએ છીએ. બસ. થોડાજ દિવસોમાં આવું છું. હજી તો મારી ટેકણ લાકડી રજા પર છે!
‘અભીવ્યક્તી’ ઉપર આપના વીચારોની અભીવ્યક્તી માણીને હું તથા વાચકમીત્રો ધન્યતા અનુભવતા હતા.. હવે આપના પોતાના બ્લોગ ‘કેદ અજ્ઞાનની’ ઉપર લેખના સ્વરુપે આપના વીચારોની અભીવ્યક્તી માણવા મળશે તે માટે ખુબ ખુબ અભીનંદન…
કાસિમભાઈ, આભાર. આપના ઉદાર વિચારોથી મને પણ ‘અભિવ્યક્તિ’એ પરિચિત કરાવ્યો છે.
‘અભીવ્યક્તી’ ઉપર આપના વીચારોની અભીવ્યક્તી માણીને હું તથા વાચકમીત્રો ધન્યતા અનુભવતા હતા.. હવે આપના પોતાના બ્લોગ ‘કેદ અજ્ઞાનની’ ઉપર લેખના સ્વરુપે આપના વીચારોની અભીવ્યક્તી માણવા મળશે તે માટે ખુબ ખુબ અભીનંદન…
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે! કોને ખબર બહાર સિંહ અને ઘરમાં બકરી થઈ જઈએ એવું પણ બને. ગોવિંદભાઈ, તમે તો સૌ પહેલા હતા, આ વિચા્રોનાં બીજ નાખનારા. આભાર.
આ ’બારી’માંથી ડોકિયાં કરી કરી અમારી આંખો તો જ્ઞાનનો ઉજાશ જ પામશે કારણ, આ દીવાલોની પાર ’દીપક’ છે ને !
આપને બ્લોગ રચવા પ્રેરનાર સૌ મિત્રોનો પણ આભાર.
અરે, અશોકભાઈ તમારી લાક્ષણિક શૈલીની બન્ને કૉમેન્ટ્સનો જવાબ એક સાથે જ આપું છું. તમે એટલો મોટો ભાર મારા પર નાખો છો કે મને બીક લાગે છે! ધીમે ધીમે આગળ વધીશ. તમારી જરૂર પડશે જ. આમ પણ ‘કોણ ઉપાધિ કરે?’ એ મારો મુદ્રાલેખ રહ્યો છે, એટલે ગાડીને ધક્કો મારનારા પણ જોઈશે. કારણ કે હવે “ભલું થયું ભાંગી જંજાળ…” કહી નહીં શકું.
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેરી દીધો છે.
આભાર.
વાહ – કેદ છે તેવી ખબર પડી તો જરૂર છુટવાનું મન થશે. આપની બારીમાં ડોકીયા કરવાનું ગમશે. જ્યા સુધી સ્પામાવતાર જાહેર ન કરો ત્યાં સુધી 🙂
શું બહેન તમે પણ! રાવજી પટેલની સાથે કહોઃ
“અમે
અજાણ્યા ક્યાં લગ રહેશું
કહો તમારા ઘરમાં?”
બસ? અજાણ્યા બનીને રહેશો તો સ્પૅમાવતાર જાહેર કરીશ!
Waah, superb……!!
માનનીય દીપકભાઈ :
આ તો એક નાગર તરફથી વેબની ગાગરમાં છલકાયેલો જ્ઞાનનો સાગર.
આભાર. . આપણે ‘મારા’ તે ‘સારા’ માનીએ તેના કરતાં ‘સારા’ તે ‘મારા’ માનીએ તો જ્ઞાતિપ્રથા પર ઘણી અસર પડે.
દીપકભાઈ,
આપનું આ એક વાક્ય છાતી સરસું નીકળી ગયું.
આપણે ‘મારા’ તે ‘સારા’ માનીએ તેના કરતાં ‘સારા’ તે ‘મારા’ માનીએ તો જ્ઞાતિપ્રથા પર ઘણી અસર પડે.
આ એક જ વાક્ય તમારામાં રહેલી ઉચ્ચ કક્ષાની લાગણીઓની ભીની મહેક આપેછે. બાકી તો પોતાની જાતી ઉપર મોટી મોટી બડાશ હાકતા કંઈ કેટલા લોકોને બ્લોગ ઉપર જોયા છે. જે મનમાં હોય તો જ મોઢામાં આવે.
ધન્યવાદ
વિપુલ દેસાઇ
http://suratiundhiyu.wordpress.com/
જોકસ,આરોગ્ય,કુકિંગ-રેસીપી,ભજન-ગરબા,સુવિચારોની ગુજરાતીમાં સ્લાઈડો વગેરે વિવિધતા
ધરાવતો બ્લોગ.
શ્રી રશ્મિકાન્તભાઈ દેસાઇએ નીચે પ્રમાણે મારી અમ્ગત આઇડી પર સમ્દેશ મોકલ્યો છે. એમનો આભાર.
RASHMIKANT DESAI
કોણ જાણે કેમ પણ બ્લોગ પર ગુજરાતીમાં લખી શકતો નથી. તેથી અહી લખું છું.
“મારા તે સારા ને બદલે સારા તે મારા” એ વાક્ય મારી પણ છાતી સરસું નીકળી ગયું. ફેર એટલો કે તેનાથી કેવળ જ્ઞાતિપ્રથા જ નહીં ધર્મો વચ્ચેની અંટસ પણ ઘટાડી શકાય તેમ મને તો લાગે છે.
आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:
નો હેતુ જ કદાચ સર્વધર્મ સમન્વયનો હશે, સર્વધર્મસ્પર્ધા નો નહીં.
રશ્મિભાઈ, સ્પર્ધા તો માણસોએ કરી, મૂલ્યોએ નહીં. એટલે સમન્વય જ મૂળ સિદ્ધાંત હોવો જોઇએ એ સાથે હું સં્મત છું. અમાપને માપવાનો પ્રયત્ન એટલે જ માયા. અને આપને મનુષ્યત્વને માપવામાં ઊણા ઊતરીએ છીએ એતલે એના વિભાગો પાડીને તુલના કરીએ છીએ કે આવિભાગ સારો, આ એના કરતાં પણ સારો વગેરે. છેવટે આપને માત્ર વિભાગોને માપીને જ બેસી રહીએ છીએ.
અજ્ઞાનનો પણ કોઈ આરો ઓવારો દેખાતો નથી.
અજ્ઞાનની દીવાલો ફલાંગીને કદાચ જઈ તો ન શકું, પણ એની પાર ડોકિયું તો કરી શકું. એટલે આ બારી બનાવી.
———
ગમ્યું .