Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.
Here are some suggestions for your first post.
- You can find new ideas for what to blog about by reading the Daily Post.
- Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting page you read on the web.
- Make some changes to this page, and then hit preview on the right. You can alway preview any post or edit you before you share it to the world.
ખૂબ ખૂબ અભિનંદન.સંચાલનમાં જઈ બ્લોગને સરસ નામ આપો.આપના તો નામમાં પણ બ્લોગનું નામ સમાયેલું છે.આ પોસ્ટ રીમુવ કરીને પોતાનું કશું લખવું પડશે.એટલે ફરી અભિનંદન આપીશું.એબૌતમાં આપનો સુંદર પરિચય ઘેઘુર અવાજમાં આપશો.જય હો!!!
હજી તો એક જ ડગલું ભર્યું છે. બીજા ડગલાની ખબર નથી> સૌનો હાથ ઝાલીને જ આગળ વધીશ.
શ્રી દિપકભાઈ
૨૧ દિવસ પછી પણ આપે એક પણ પોસ્ટ મુકી નથી. આપને અભિનંદન આપવા પછી આવીશ પણ આપ ઝડપથી બ્લોગિંગ શરુ કરો તેવી વિનંતી. ટેકનીકલ જરૂર પડે તો હવે ઘણાં મિત્રો છે તેમની સલાહ લ્યો (મને પણ આવડશે તેટલું સમજાવીશ).
આમેય અમારા મિત્ર કહે છે કે ગામના ઓટલા ભાંગવા કરતા પોતાના મકાન ચણવા સારા – આપને માટે તો તેમ ન કહી શકાય એટલે કહું છું કે ગામના બગીચે પાણી પાવા જવા કરતાં પોતાના બગીચા ઉછેરવાં સારા.
આપની પ્રથમ પોસ્ટની રાહ જોઈ રહ્યો છું.
આભાર. તમારા સદ્ભાવ અને મદદની મને જરૂર રહેશે. તમારો ઓટલો પણ ભાંગ્યો જ છે! અને એનું દુઃખ છે. પણ, તમારા બાગને પાણી પાયું હોય તો એનું જરા પણ દુઃખ નથી.
શ્રી દીપકભાઈ… મને મારા ગામનો ઊંડો ઘૂનો સાંભરી ગયો! ઘૂનો એટલે ગામડાનો સ્વિમિંગ પૂલ જ ને! બપોરે બરાબરની જમાવટ થાય.
એમાં કોઈ નવોસવો હોય તે કાંઠે ઊભો ઊભો અચકયા કરે! ખાબકું કે ન ખાબકું … ખાબકું કે ન ખાબકું .. ?
એવામાં તો કોઈ જૂનો ખેલાડી એને ધક્કો મારીને કહે કે આમ ઊભું નો રેવાય! ધુબાકો મારી દેવાય!
ને પડતાંની સાથે જ હાથપગ માંડે એનું કામ કરવા! હા.. થોડુંક પાણી પણ પીવાઈ જાય!
ને જરૂર પડે તો જૂના ખેલાડી એને ખેંચીને બહાર કાઢે ય ખરા!
તમે તો તરવૈયા છો. માત્ર આ ઘૂનો નવો છે. અમારી વિનંતી છે કે -હવે ખાબકો!
ઊંડા શ્વાસ લઈને હૈયે હામ ભરૂં છું. બસ, મારા રેફરી આવવાના છે. પિસ્તોલનો ફાયર કરે અને પછી વન-વે જ છે, ઘુના તરફ. આ શબ્દ્ર ઝકઝોર્યો.
દિલ્હી રહીને, સંસ્કારિત અને છાપાળવી કૃત્રિમ અનુવાદિયા ભાષા વાપરીને, જેમાં રોજ ત્રણ-સાડાત્રણ હજારથી વધારે શબ્દોની જરુર ન પડે એવી નોકરી કરીને જૂના શબ્દો ભુલાઈ જવા આવ્યા હતા. હવે આવા શબ્દો વાંચતાં, મોઢામાં કચ્છના બાજરાની મીઠાસ પાછી આવે છે. . આભાર.
! ખાબકું કે ન ખાબકું … ખાબકું કે ન ખાબકું .. ?
KhabakavaamaM raah shaanI jUo Cho? ( thoDaa divas mane fonTnI takalIf raheshe eTale aanathee chalaavavaa vinaMti) voraasaaheb tamaaraa blog par hu aavyo Chu ane tamaraa vichaaronI dhaar mane game Che. aabhaar.
સર્વે Responses અને replies સુંદર અને અલંકારિક ગુજરાતી ભાષા માં છે.
શ્રી દીપકભાઈ,
” યા હોમ કરીને પાડો ફતેહ છે આગે” ચોક્કસ યાદ નથી માનું છું વીર કવિ નર્મદ ના કોઇ કાવ્ય ની લીટી છે.
અનેક શુભ કામનાઓ.
NIR
આભાર. ગાડી પાટે ચડે ત્યારે જરૂર આવજો.
શ્રી દિપકભાઇ,
આ તો ’વાંસિંદામાં સાંબેલું ગયું’ ભાઇ ! આપની છેલ્લી ચાર કોમેન્ટમાં આપના આ નવા સાહસના સમાચાર (લિંક) મળેલા છે પણ અમારૂં ધ્યાન જ ન ગયું !!! માફ કરશો. (જો કે વાંક આપનો પણ છે ! ઉદ્ઘાટન સમારોહ જેવું રાખ્યું હોત તો અમે પણ તુરંત જ પાનગુલાબ લેવા પધારત ને ! 🙂 )
ઘણો આનંદ થયો. અમારે લાયક (તકનિકી) સેવા હોય તો જરૂર જણાવશો.
હાર્દિક અભિનંદન.
…ઉદ્ઘાટન સમારોહ જેવું રાખ્યું હોત તો અમે પણ તુરંત જ…..
ઉપરની કોમેન્ટમાં થોડુંક ઉમેરુ છું. આ નેટ ઉપર તો આમંત્રણ શું ને સ્વાગત શું?
બધું જ જાતે કરવાનું. મેં તો ક્યાંક લખ્યું છે કે “…. જે સગવડ ન ગામમાં હતી ન છાત્રાલયમાં એ જોડા સીલાઈ અને હજામતની કળા મેં ગામમાં શીખી લીધી…”
સાચી વાત છે. અહીમ તો જાતમાહેનત ઝિન્દાબાદ!
એક રજકણના સુરજ્ને નમસ્તે, “સુરજભાઈ”
રાજેશભાઇ,
તમે તો બહુ મોટી વાત કરી દીધી!