About

સૌથી પહેલાં દિલ્હી સ્ટેશને ગોવિંદભાઈ મારૂને મળવાનું થયું ત્યારે એમણે બ્લૉગ બનાવવાનું સુચન કર્યું. ભૂપેન્દ્રસિંહભાઈ, જુગલભાઈ અને અરવિંદભાઇએ તો જાહેરમાં જ  મને બ્લૉગ બનાવવાની સલાહ આપી. આથી હિંમત આવી. પરંતુ હજી પણ પૂરતો આત્મવિશ્વાસ નથી સ્થાપિત થયો. શું લખીશ? બહુ કઈં વિચાર્યું પણ નથી.

થોડુંઘણું જાણું છું, પરંતુ ઘણું થોડું જાણું છું, એટલે જ ને, જ્યારે સાંભળું કે જ્ઞાનનો સાગર અગાધ છે, ત્યારે મનમાં થાય કે ” રહેવા દે ભાઈ, આવા સર્વસ્પર્શી કથન પાછળ છુપાવાની કોશિશ ન કર ને કબૂલ કર છાનોમાનો કે…મારા અજ્ઞાનનો પણ કોઈ આરોઓવારો દેખાતો નથી.”

ઘણી જાતનાં જ્ઞાનોએ મારી આસપાસ અજ્ઞાનની દીવાલો ખડી કરી દીધી છે.  દરેક નવા જ્ઞાનના સમાચાર મળવાની સાથે મને પ્રતીતિ થાય છે કે વળી કઈંક નવું આવ્યું જે હું નથી જાણતો.  વિડંબના છે ને?

એટલે થયું કે ચાલો, અજ્ઞાનની દીવાલો ફલાંગીને કદાચ જઈ તો ન શકું, પણ એની પાર ડોકિયું તો કરી શકું. એટલે  આ બારી બનાવી. તમે પણ એમાંથી જોઈ શકો છો…દીવાલોની અંદરના અંધકારને.

સ્વાગત કરૂં છું.

“કી જાણા મૈં કોણ?”

કોણ છું તે હું શું જાણું? સૂફીનો સવાલ. જાણનાર, જાણવાની વસ્તુ અને જાણવાની પ્રક્રિયા એકાકાર થઈ જાય ત્યારે કદાચ આવા પ્રશ્નો ઊઠે! હમણાં તો …આ લો, જાતેપંડે દીપક ધોળકિયા. મૂળ  વતન ભુજ, હાલે દિલ્હી. “તમે કેવા?” અવારનવાર પુછાતો પ્રશ્ન. જવાબઃ નાગર (સાંભળ્યું-વાંચ્યું છે કે મૂળ વતન ગ્રીસ!). આકાશવાણીમાં ૩૪ વર્ષ ગુજરાતી સમાચાર વાચક તરીકે નોકરી કરી, તે પછી નિવૃત્ત. બસ, તમારો સમય નથી બગાડવો?

22 Responses to About

  1. Dilip Vyas

    Dipak,
    Just got link to your blog from (who else?) Samir. Enjoyed reading it. Hope you keep posting interesting observations and memories like this in the future.
    Sorry my reply is in yavan bhasha. I have not yet learned how to type in Matru bhasha.
    Regards, Dilip

  2. Dilipbhai, I do enjoy your educative remarks and broad perspective. It is a joy to see your own blog. I am sure, it will help many readers.

    • પંચમભાઈ,
      આભાર. થોડા થોડા વખતે ઘરમાં ઝાટક- ઝૂટક કરીએ તો સારૂં રહે.

  3. Niranjan Buch

    ભાઈ દીપક,
    તમને સમાચાર વાંચક તરીકે તો ઓળખીએ જ છીએ ને હમણાં હમણાં થી લેખક તરીકે પણ પરિચય થયો. ગુજરાતી મા ખુબ બ્લોગ છે ને મને રોજ એક સાઈટ પરથી ગણા બધા બ્લોગ્સ મળે છે ને આનંદ થાય છે કે આપણી માતૃભાષા જીવંત રહે છે.ખાસ તો ગુજરાતી મા લખ્યું છે એટલે વિશેષ આનંદ થયો . મને તો એટલું વાંચવા નો મોકો નથી મળતો એટલે તમારી મારફત વિશ્વ ના સાહિત્ય મા ડોકિયું કરવા નો લાહવો મળશે એટલે આભાર. દિલીપભાઈ ગુજરાતી મા લખવું બહુ સહેલું છે જી મેલ મા રીચ ટેક્ષ્ટ મા જઈ ગુજરાતી ઉપર ક્લિક કરી ને લખવા ની કોશિશ કરો.

  4. very good article about environment…………
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    if we can write Sanskrit in Gujarati why not Hindi?
    http://saralhindi.wordpress.com/

    you may promote Gujarati Lipi in Hindi Section by starting a blog.

  5. વાતાયન ! કેવો સરસ શબ્દ !

    અંદરબહાર બન્નેની વચ્ચેના વિનિયોગની કેવી મજાની સુવિધા ! બહાર નીકળો તો દુનિયા અને ભીતર આવો તોય એક દુનિયા !

    ત–મારી બારી સૌની, અ–મારી, બની રહે એવી આશા.

  6. દીપકભાઈ,

    આકાશવાણી ઉપર તમને સાંભળેલા છે.બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.
    તમારી સફળતા ઈચ્છું છું.તમારા બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.
    તમારી ભાષા શૈલીમાં તમારો અનુભવ અનુભવાય છે.
    મેં પણ મારી ૭૫ વર્ષની ઉમરે નિવૃતિની પ્રવૃત્તિ તરીકે સપ્ટેમ્બર ૨૦૧૧ થી
    મારો બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો છે.મુલાકાત લઈને પ્રતિભાવ આપવા
    આમન્ત્રણ છે..
    વિનોદ પટેલ
    http://www.vinodvihar75.wordpress.com

  7. જય હાટકેશ, દિપકભાઇ!
    બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. આપની બારીમાં ડોકિયું કરીને “વાર્તાલપ” કરવા આવ્યો છું! આપને પણ વાર્તાલાપ માં આમંત્રણ છે.
    http://www.bhajman-vartalap.blogspot.com
    ભજમન નાણાવટી

  8. Bhavik

    જય હાટકેશ દીપક ભાઈ,

    તમને ભુપેન્દ્ર ભાઈ ના બ્લોગ પર comments માં વાંચ્યા છે. હવે તમારા બ્લોગ પર પણ વાંચતો રહીશ.

    ઉપરાંત મૂળ ભુજ ના અને એ પણ નાગર વ્યક્તિ ને બ્લોગ જગત માં જોઈ ને ખુબ આનંદ થયો.

    - ભાવિક હાથી

  9. તમારું નામ વાંચતા સ્મૃતિપટ પર એક વખત ઝબકારો થયો કે કદાચ વરસો પહેલાં સાંભળેલ … સમાચાર દીપક ધોળકીયા વાંચે છે … એ આ વ્યક્તિ હોઈ શકે ? અને તમારો પરિચય વાંચતા સુખદ આશ્ચર્ય થયું … લાગે છે કે ઈન્ટરનેટ પૃથ્વીને ગોળ બનાવે છે.

  10. ” The authorities cut down the tree under which Azad fought his last battle as it was fast becoming a pilgrim center. The tree was cut but it had already sown the seeds of the desire of freedom into the hearts of the people which fructified on 15th August, 1947.”
    દીપકભાઇ, તમે સક્ષમ છો; સમર્થ છો અને કલમથી પણ સજ્જ છો! ઘ્નાનના ઉપાસક છે અને અનુભવિત સાક્ષી પણ છો!
    કોઇ વાર સાહેબ, રવિન્દ્રનાથની કલમને પણ વાચા દઈ દો, તો કોઇવાર ભગતસિંગ, તો કોઈવાર ચંદ્રશેખર કે સુભાષચંદ્રના રંગથી રંગી દો! અરે દેશદાજને ઘેલું દેઈ દો! અંગ્રેજ ભાગ્યા તો આડંબર પણ ભાગશે! અંધશ્રધ્ધા અને અત્યાચારને પણ સાથે જાશે!

    • જરૂર કરવા માગું છું.તમે સારો વિચાર આપ્યો છે.મારી ઇચ્છા એવી રહે છે કે કઈંક વિચારવા પ્રેરે એવું લખવું, જેમાં કઈંક પોતાનું પણ આગવું હોય. કોઈ પણ વિષય મનને ઝકડી લે તે પછી બે દિવસ પ્રસવવેદના ચાલે અને તે પછી જ પહેલું વાક્ય લખાય છે. તે પછી લખવાનું રોકી દઉં તો પણ મનમાં ચાલતું જ હોય છે, એટલે ગમે ત્યારે લખી શકું પણ વાંધો પહેલા વાક્યમાં પડે છે. ૨૩મી માર્ચે શહીદે આઝમ ભગતસિંહનો શહાદત દિન હતો. અને મારે લેખ મૂકવો પણ હતો, પરંતુ કઈંક ટેકનિકલ પ્રૉબ્લેમ એવો ઊભો થયો કે મારા અંગત ઇ-મેઇલના ઇન-બૉક્સ સિવાય કશું જ ન ખૂલે. મારો બ્લૉગ પણ જોઈ શકતો નહોતો. આમાં રિધમ પણ તૂટી ગઈ. બીજે ક્યાંય પણ લખતો નહોતો. ધીમે ધીમે ગાડી પાટે ચડવા લાગી છે. તમારા સૂચન પર જરૂર અમલ કરીશ.

  11. દીપકભાઇ,
    મારી થોડી ઘણી જાણ પ્રમાણે ભારતમાં ઘણાં મુસ્લિમ અને ખ્રિસ્તી દેશભક્તોએ આઝાદી પાછીનાં યુધ્ધોમાં પણ મોટી શહાદત વોહરી જેનાં થકી તેમની વિધવાઓને નાના-મોટા મેડ્લથી વિશેષ વધુ ન મડ્યું! ભારતમાં હવે તો દેશભક્તિ વિષેનાં લખાણો કે ફિલ્મો જવ્વલે જ થાય છે! ભારતમાં આમ પણ લશ્કરમાં આપેલી સેવાઓનુ કોઈ ખાસ મહત્વ નથી જે મોટી કમનસીબી છે! અમેરિકામાં પ્રેસિડેન્ટ થવા કે બીજા કોઈ પણ ચૂટણીમાં ચૂટાતા પહેલા લશ્કરી સેવાને ખૂબ મહત્વ અપાય છે! તેથી લશ્કરમાંથી પાછા આવતા જુવાનીયાઓ દેશનાં રાજકારણમાં તરત જ જંપ લાવે છે. ભારતમાં ભ્રસ્ટાચારને કાબૂમાં લેવા દેશભક્તિનો પ્રચાર અને સ્ફૂરણાં ખૂબ જરૂરી છે! બીજાં લેખકો, કવિઓ અને સાહિત્યકારો પણ આ લગભગ લુપ્ત થઈ ગયેલ વિષય પર પ્રેરણા મેળવે અને પ્રેરણા આપે તેવી આશા! આ દુનિયાનો ઈતિહાસ નાની કલમથી જેટલો સોનેરી થયો છે તેનાંથી વધુ બીજા કોઈ યુદ્ધથી પણ નથી થયો! ગીતા થકી જ તો અધર્મની હાર થઈ અને ઈતિહાસનાં સુવર્ણ પાન લખાયા. આભાર.

  12. “કી જાણા મૈં કોણ?”
    જય હાટકેશ, દિપકભાઇ!
    Keep sending your thoughts in your words to surfers…
    Surfing .can be fun.

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

    • આભાર ધવલભાઈ. મારી બાઅરી ખુલ્લી જ છે, પસાર થાઓ ત્યારે ‘હલો’ કહેતા જશો ત્પ મઝા જ આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s